ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ

(કવિ જન્મ ઈ.સ. 1913. મૃત્યુ : 1973 જન્મ સ્થળ : કોટડાસાંગાણી. જિલ્લો રાજકોટ. વતન ભાવનગર. ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’ એમના કાવ્યસંગ્રહો. – ‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’ માંથી સાભાર.)

જૂના રે વડલા ને જૂનાં ગોંદરા,
જૂની સરોવરની પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.

ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરાં મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગન્ત;
એથીયે ઘેરી મારી વેદના.

ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે ઘેલી મારી ઝંખના.

મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખીલે તોરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.

સૂના રે ઊભા આજે ઓરડા,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોની કૃતિઓ – સંકલિત
મન બગડવાની વેળા – નટુભાઈ ઠક્કર Next »   

14 પ્રતિભાવો : ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ

 1. Dr Abdulrehman Rajpura says:

  ગામની યાદ તાજી થઈ,બ હુજ સરસ.

 2. Dipika Mehta says:

  જૂના રે વડલા ને જૂનાં ગોંદરા,
  જૂની સરોવરની પાળ;
  જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
  બાજે સાંજસવાર;
  એથીયે જૂની મારી પ્રીતડી.

  ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
  ઘેરાં મોભ ઢળન્ત;
  ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
  ઘેરા દૂરના દિગન્ત;
  એથીયે ઘેરી મારી વેદના.

  ખુબ સરસ!!!!!! ખરેખર જુનિ યાદ તાજિ થૈ ગઇ.

  દિપિકા

 3. Keyur Patel says:

  જુનું જે હતુ તે નવુ બનીને યાદ આવી ગયું.

 4. neetakotecha says:

  khub saras. maja aavi gai em lagiu jane juna divso ma pahochi gaya. gamda ni mati ni sugandh aavva lagi

 5. agree with dipika.shu kaam nasib ma oerdesh lakhay che??

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.