વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

image[અમદાવાદના યુવા કવિ તેમજ ગઝલકાર શ્રી કૃષ્ણભાઈના નામથી હવે બધા પરિચિત છે. તેમનો સૌ પ્રથમ કાવ્ય સંગ્રહ ‘પ્રહાર’ અને એ પછી ખૂબ જ પ્રસિદ્ધ થયેલો કાવ્યસંગ્રહ ‘વાંસલડી ડૉટ કૉમ’ છે. આ ઉપરાંત તેમણે બાળકાવ્યોના પુસ્તક ‘ભોંદુભાઈ તોફાની’ નું સુંદર સર્જન કર્યું છે. આ બાળકાવ્યોનું પુસ્તક હવે ગીતો સ્વરૂપે સી.ડી.માં પણ ઉપલબ્ધ છે. ઉત્તમ સર્જકની સાથે તેઓ ઉત્તમ ગાયક પણ છે. રીડગુજરાતીને તેમના આ પુસ્તકો મોકલવા બદલ શ્રી કૃષ્ણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત લેખમાંની તમામ કૃતિઓ ‘વાંસલડી.કૉમ’ અને ‘ભોંદુભાઈ તોફાની’ માંથી લેવામાં આવી છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426563388]

[1] શિક્ષણ ??? (બાળગીત)

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વિમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહૂકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને ઍડમીશન દેવાનું ?
ડૉનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો ?

[2] માળો (કાવ્ય)

થોડો બાવળને આવ્યો કંટાળો –
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો

‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ,
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હૂંફાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ‘ઓકે’,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે,
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

[3] વહીવટ (કાવ્ય – રાજકારણ પર કટાક્ષ)

સૂરજની ફાઈલમાં અંધારું વાંચીને તમને કાં લાગે નવાઈ ?
આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ !

કોયલના ટહુકાના ટેન્ડરનું પૂછો છો ? એ લટકે અધ્ધર આ ડાળે,
‘કા-કા’ કરીને જે આપે સપોર્ટ એવા કાગડાની વાત કોણ ટાળે ?
જાવ જઈ સમજાવો સુરીલા કંઠને કે મૂંગા રહેવામાં મલાઈ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ !

પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ તમ્મારું સાંભળે છે કોણ ?
દુર્યોધન દુ:શાસન હપ્તે મળે છે ને ગિફટમાં મળે છે પાછા દ્રોણ !
ઊધઈની સામે કાંઈ લાકડાની તલવારે લડવાની હોય ના લડાઈ.
આ તો ધુવડનો વહીવટ છે ભાઈ !

રેશનની લાઈનમાં ઊભેલી કીડી ક્યે ટીપું કેરોસીન તો આપો,
પેટ તો બળે છે હવે પંડ્યનેય બાળવું છે લ્યો આ દિવાસળી, ને ચાંપો.
ઈ બ્હાને તો ઈ બ્હાને આ અજવાળા સંગાથે થોડીક તો થાશે સગાઈ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ !

image [4] ઠંડી (બાળગીત)

કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી,
દૂધીમાસી, દૂધીમાસી, ઝટ પ્હેરાવો બંડી.

આના કરતાં હતાં ડાળ પર રમતાં અડકોદડકો,
મીઠ્ઠો મીઠ્ઠો મને લાગતો એ સવારનો તડકો.

અહીંયા તો બસ ઠંડી, ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું ? જેમાં નથી હૂંફનું નામ.

ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી,
મૂળાભાઈએ ટામેટાને ટપાક્ ટપલી મારી.

દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બ્હાર,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર !

ત્યાં નાનાં બે કિરણો આવ્યાં રમવા અડકોદડકો,
કહે ટામેટા રાજ્જા, પ્હેરો મીઠ્ઠો મીઠ્ઠો તડકો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતની અસ્મિતાના પ્રબોધક – સરલા જયચંદ શેઠ
રિહર્સલ – ભરત ના. ભટ્ટ Next »   

37 પ્રતિભાવો : વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

 1. કૃષ્ણ દવેના ગીતો એ આજની ગુજરાતી ભાષાનું મોંઘેરું ઘરેણું છે. વાંસલડી ડૉટ કૉમ અને ભોંદુભાઈ તોફાની – આ બે પુસ્તકો બધા જ ગુજરાતી પ્રેમીઓની લાઈબ્રેરીમાં હોવા ઘટે. બાળસાહિત્યની આમે ય આપણે ત્યાં હંમેશા અછત રહી છે એવાવખતે ભોંદુભાઈના બાળગીતો સૂકી ડાળી પર વસંત વિરાજમાન થઈ હોય એવા તાજ્જા-માજ્જા લાગે છે…

 2. બહુ મીઠા કાવ્યો છે…

 3. Dhaval B. Shah says:

  Nice ones!!

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice………!!!

  “અમથું કૈં આ વાદળીઓને ઍડમીશન દેવાનું ?
  ડૉનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું.”

 5. પંચમ શુક્લ says:

  રેશનની લાઈનમાં ઊભેલી કીડી ક્યે ટીપું કેરોસીન તો આપો,
  પેટ તો બળે છે હવે પંડ્યનેય બાળવું છે લ્યો આ દિવાસળી, ને ચાંપો.
  ઈ બ્હાને તો ઈ બ્હાને આ અજવાળા સંગાથે થોડીક તો થાશે સગાઈ.
  આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ !

  સુંદર કાવ્યો.
  ઘુવડનો વહીવટ ચારે બાજુ છે- એટિકેટથી નેટિકેટ સુધી સર્વત્ર.

 6. gopal h parekh says:

  ક્રુષ્ણભાઈ તમે ને મ્રુગેશે તો આજનો દા’ડો સુધારી દીધો મારા ભઈ, બહુમજા પડી,આભાર શબ્દ ટુંકો પડે

 7. bansi says:

  really nice ones.
  And I know how to write “KAVITA”
  Krushna dave is so frenkly man & greatest father also.
  beacause I am his daughter.
  શબ્દો ના સથવારે ઝુમી પડૉ.

 8. કેયુર says:

  ખુબ જ સરસ કવીતાઓ.

 9. neetakotecha says:

  ek ek line khub j saras badhu lakhine rakhi didhu, khub saras

 10. Moxesh Shah says:

  Fantasic. Excellent. Superb.
  Infinite clapps for Shri Krishnaji.

  I think, this name “Shri Krishna” itself has greatness involved with.

 11. anand rajdev says:

  very good.keep up

 12. shaileshpandya BHINASH says:

  good………….very nice

 13. Virendra says:

  This is very fantastic Book
  earlier book of krushna is also very good.
  I reccomend to read both of books once in a life

 14. સુરેશ જાની says:

  મારા બહુ જ પ્રીય કવિ. તેમનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઇશ

 15. Shashin Adesara says:

  Hats Off to you Krishna Dave
  Lovely enjoyable poems

 16. Chaitanya says:

  બહુ જ સરસ…..
  સુંદર કાવ્યો.

 17. hardwar says:

  great poem
  great peot.

 18. Aditya Soni says:

  આ તો ધુવડનો વહીવટ છે ભાઈ !
  જબરદસ્ત…………
  સૂરજની ફાઈલમાં અંધારું તો ધુવડ જ લાવી શકે.

  દુર્યોધન દુ:શાસન હપ્તે મળે છે ને ગિફટમાં મળે છે પાછા દ્રોણ !
  કર્ણ સેલરી માંગતો નથી અને એના ભાઇ શોણને ઓળખે છે કોણ?

 19. ત્રિજિ વરસ્ગાથ મુબારક શે.

 20. vishal says:

  જય શ્રી કુષ્ણ

 21. Ketan Shah says:

  શિક્ષણ ???

  આભાર શબ્દ ટુંકો પડે

  Krushna Daveji, U had described a reality through your Kavya.

  Excellent

  I will surely buy it.

 22. Ramesh Sopan says:

  I request to post poem “વાંસલડી ડોટ કોમ”..

 23. Rujuta Dholakia says:

  કૃષ્ણભાઈના કાવ્યો ખરેખર નવા યુગના કાવ્યો છે.ભોંદુભાઈ તોફાની cd પણ ઍટલી જ સરસ છે.ઍના કાવ્યો બાળકોને ગાવા ગમે ઍવા અને ઍમને સાંભળતા માતા-પિતાને,સમાજને ઘણુ કહી જાય ઍવા છે.આ કાવ્યો ને ગાવાનો ગવડાવવાનો લાહવો મને મળ્યો છે તેથી ખાસ કરીને આ કાવ્યોનુ મહત્વ સમજી શકી છું.કૃષ્ણભાઈના ગુજરાતી બાળસાહિત્યને સમૃધ્ધ્ કરવાના ઉત્તમ પગલાને આપણે સૌઍ ભાવથી વધાવવુ ઘટે.અને readgujrati ને ઍના અભિનન્દન્ કે આવા સરસ કવ્યો સૌ સુધી પહોંચાડયા.

  વાંસલડી ડૉટ કૉમ ના કવ્યો પણ ઉત્તમ કટાક્ષ કાવ્યો છે.

  આભાર,
  ઋજુતા. ( Rochester,NY,U.S.A.)

 24. jainish "prasang" says:

  મારા ખુબ જ પરિય કવિ હુ એમને બહુ મન આપુ ચ્હુ અને ઘણુ બધુ શિખયો ચ્હુ. આભાર. મને એમનો મોબાઈલ નબર આપશો? મારો મોબાઈલ નબર +91 92285 73949. મને sms કરિ દેશો તો વધુ સરુ રહેશ્ે. હુ સુરત મા રહિને કવિતા લખુ ચ્હુ. ID jainish.bhagat@yahoo.com

 25. varsha says:

  શિક્ષણ ?????
  શુ લખુ એના માટે ??? જે કૈ પન લખિશ ઓછુ જ પડશે
  ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સરસ

 26. nayan panchal says:

  બાળકોની કલ્પનાશક્તિને પાંખો આપતા ખૂબ જ સુંદર કાવ્યો.

  નયન

 27. dwaipal says:

  very touchy lines.

 28. jagdish Ribadia says:

  પ્રિય કૃશ્નભાઈ

  આજે કેનેડા બેઠા બેઠા તમારી કવિતા વાચી ને ખુબજ આનન્દ થયો. તમારા કાવ્ય વાચતા જ ધારી પહોચિ ગયો (સ્વપ્ન મા જ)

  આપનો પરિચય આપવા વિનન્તિ

 29. Suresh Jani says:

  કૃષ્ણ દવેનો પરેીચય …

  http://sureshbjani.wordpress.com/2008/09/03/krushna-dave/

 30. bhadresh says:

  ખુબ જ સરસ કાવ્ય !

 31. Jagdish Ribadia says:

  પ્રિય ક્રિશ્નકાન્ત
  આપનો પરિચય વાચી ખુબ જ આનન્દ થયો.આજે ગર્વ અનુભવુ ચ્હુ. બાલ સખા,સહાધ્યાયિ નેી ઓલખ આપિ ને.હમેશા વધુ ને વધુ કાવ્ય લખિ ને માત્રુ ભુમિ ને ગર્વ અપાવે તેવિ આશા.

 32. Lalit Khatri says:

  Nice poems from Mr. Krushna Dave,

  All poems spead good messages.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.