વાત મનીષાની – મહેશ યાજ્ઞિક

‘ગુડ મોર્નિંગ સંપટ સાહેબ !’ મોબાઈલની રિંગ સાંભળીને અવિનાશે પોતાની બેગ રસ્તા પર મૂકી અને ઊભો રહ્યો. સ્ક્રીન ઉપર સુધીર સંપટનું નામ જોઈને એના હોઠ મલક્યા. પોતે આબુ પહોંચશે કે તરત સંપટકાકાનો ફોન આવશે એવી એને ખાતરી હતી એટલે સંપટકાકા કંઈ બોલે એ અગાઉ એણે શરૂઆત કરી દીધી. ફટાફટ આખો કાર્યક્રમ એક શ્વાસે બોલી ગયો, ‘પાંચ મિનિટ પહેલાં જ બસમાંથી નીચે ઊતર્યો. આજથી ચાર દિવસ માટે ચોવીસેય કલાક તમારી સેવામાં. બાય ઓલ મીન્સ. રવિ-સોમ-મંગળ ને બુધ ચાર દિવસમાં નાટક લખાઈ જશે. જેન્ટલમેન પ્રોમિસ. એ પછી ગુરુ-શુક્ર અમદાવાદ ઑફિસમાં હાજરી પુરાવીને શનિવારે સવારમાં મુંબઈ. શનિવારે અગિયારથી બારમાં આપણે મળીએ છીએ… પક્કા…’

‘વેરી ગુડ…’ ગુજરાતી નાટકની દુનિયામાં પ્રોડ્યુસર તરીકે સુધીર સંપટનું નામ આદરથી લેવાતું. પ્રોડકશન માટે એ દિલથી ખર્ચ કરતા…. એમના પીઢ અવાજમાં મીઠાશની સાથે ભારોભાર ધંધાદારી તાકીદ પણ ભળેલી હતી. ‘લિસન, સોમવારથી રિહર્સલ શરૂ કરવા છે એટલે પ્લીઝ, આ શિડ્યૂલમાં કોઈ ફેરફાર ના કરતા.
‘ડૉન્ટ વરી…’ અવિનાશે હસીને કહ્યું, ‘એ માટે તો તમારી આજ્ઞા માનીને આબુ આવી ગયો છું. મસ્ત લખાશે. શનિ-રવિમાં સાથે બેસીને ઈમ્પ્રૂવાઈઝેશન પણ કરી નાખીશું. નો પ્રોબ્લેમ.’
‘ઓલ ધ બેસ્ટ.’

‘થેંક્યું.’ વાત પૂરી થઈ એટલે અવિનાશે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. બેગ ઉઠાવી. બેગમાં સૌથી મહત્વની બે વસ્તુ હતી. ટેપરેકોર્ડર અને કોરા કાગળ. સંપટકાકાએ આપેલી અંગ્રેજી ફિલ્મની ડીવીડી ચાર વખત જોઈ લીધી પછી અવિનાશને વિશ્વાસ હતો કે આ થીમ ઉપર જોરદાર કોમેડી થ્રિલર લખી શકાશે. આમ તો અમદાવાદમાં ઘેર બેસીને પણ લખી શકાય પણ નાટક લખવા માટે તો સંપૂર્ણ એકાંત હોય તો જ મજા આવે. નોકરી અને પરિવારની જવાબદારી વચ્ચે નાટક ના જામે. રૂમમાં આંટા મારીને ટેપરેકોર્ડર સામે સંવાદો બોલવાથી જે જોરદાર સંવાદો આવે એ ટેબલ ખુરશી ઉપર ક્યારેય ન આવે. સંપટકાકા માટે પહેલું નાટક લખેલું ત્યારે પણ એ આ રીતે આબુ આવી ગયેલો.

આબુની હવામાં સવારની ગુલાબી ઠંડક હતી. ઓફ સિઝન હોવાથી રોડ ઉપર ખાસ ચહલપહલ નહોતી. બેગ લઈને એ ધીમે ધીમે આગળ વધ્યો. સહેજ આગળ ડાબી બાજુ ચાની કીટલી ઉપર સરસ ચા મળે છે એની એને ખબર હતી. રોજ સવારે ત્રણ-ચાર કપ ચા પીવાની આદત હોવાથી આ બાબતમાં એ બહુ ચોક્કસ હતો. ચાની કીટલી પાસે પહોંચીને એણે બેગને બાંકડા પર મૂકી. કાંસકો કાઢીને વાળ વ્યવસ્થિત કર્યા. ‘ત્રણ આખી સ્પેશિયલ આદુ-ફુદીનાવાળી.’ કીટલીવાળાએ પ્રાઈમસ ધમધમાવ્યો. બાંકડા પર બેસીને અવિનાશ રોડ સામે તાકી રહ્યો. એક સેકન્ડ માટે એનું હૃદય ધબકારો ચૂકી ગયું હોય એવું એને લાગ્યું. આંખો ઝીણી કરીને એણે રોડ તરફ નજર સ્થિર કરી. એ જ ચાલ… એ જ ચહેરો… આટલા વર્ષો પછી પણ મનીષાને આટલે દૂરથી પહેલી જ નજરે ઓળખી શક્યો એનું એને પોતાને આશ્ચર્ય થયું. ત્રીસ વર્ષ… પૂરાં ત્રીસ વર્ષ પછી એ મનીષાને જોઈ રહ્યો હતો ! મનીષાનો ચહેરો હવે વધુ સ્પષ્ટ દેખાતો હતો. પોતાને પંચાવન થયાં…. અવિનાશે વિચાર્યું… એટલે એને પણ ત્રેપન-ચોપ્પન તો થયાં હશે. એ છતાં એણે પોતાનું રૂપ-ઠસ્સો બધુંયે અકબંધ જાળવી રાખ્યું. હાથમાં બેગ લઈને એ એકલી આ તરફ આવી રહી હતી.
‘મનીષા…’ એણે બૂમ પાડી. મનીષાએ ચમકીને એની સામે જોયું. પછી આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ અવિનાશ સામે તાકી રહી.
‘તમે…?’ મનીષાના અવાજમાં અચરજ હતું. આગળ શું બોલવું એ સૂઝયું નહીં એટલે એ અટકી ગઈ.’

‘બેસ’ અવિનાશે ઊભા થઈને એના હાથમાંથી બેગ લઈને બાંકડા ઉપર મૂકી. ‘આટલા વર્ષો પછી મળ્યા છીએ તો કમસે કમ ચા તો પી શકાય એટલો સંબંધ તો આપણી વચ્ચે છે.’

કંઈ જવાબ આપ્યા વગર મનીષા સામેના બાંકડા ઉપર બેસી ગઈ. એની બેગ વજનદાર હતી એટલે એ થાકી ગઈ હશે એવું અવિનાશને લાગ્યું. આછા ગુલાબી રંગની સાડી અને એ જ રંગનું બ્લાઉઝ, ગોરા હાથમાં લાલઘૂમ બંગડીઓ, બીજી આંગળીપર ચમકતી હીરાની વીંટી… અવિનાશની આંખો એના નિરીક્ષણમાં રોકાયેલી હતી. ઉંમરને લીધે આંખોની આસપાસ આછાં કૂંડાળાં દેખાતાં હતાં. બાકી એ જ ચહેરો, તીણું નાક, તરવરતી માછલીઓ જેવી પાણીદાર આંખો, ગાલ પર તલ…. બધું એવું ને એવું જ હતું. એકદમ નજીકથી વાળની લટોમાં બે-ચાર સફેદ વાળ દેખાતા હતાં.

કીટલીવાળાએ ચાના કપ બાંકડા પર મૂક્યા. અવિનાશે પહેલો કપ મનીષા તરફ લંબાવ્યો. એ હજુ ગંભીરતા ઓઢીને બેઠી હતી. વાતાવરણ હળવું બનાવવા માટે અવિનાશે હસીને કહ્યું : ‘આ તો અમારી કુળદેવી છે. સવારે ત્રણ-ચાર કપ જોઈએ…..’ અવિનાશે એની આંખોમાં આંખો પરોવી. ‘આઈ થિંક, બે કપ ચાની તારી આદત પણ હજુ અકબંધ હશે.’ કંઈ જવાબ આપ્યા વગર મનીષા એના ચહેરા સામે તાકી રહી. હળવેથી હાથ લંબાવીને એણે ચાનો કપ પકડ્યો. ‘બીજી બે-ત્રણ કપ બનાવજે…’ ચા-વાળાને સૂચના આપીને અવિનાશે મનીષા સામે જોયું. ત્રીસ વર્ષ અગાઉ કૉલેજ કેન્ટિનમાં પીતી હતી એ જ અદાથી મનીષાએ ચાનો કપ હાથમાં પકડ્યો હતો. આ છોકરીએ એ વખતે….. ત્રીસ વર્ષ અગાઉ જો હા પાડી હોત તો આટલા વર્ષો સુધી આજની જેમ રોજ સાથે ચા પીવાનો લાભ મળ્યો હોત. મનીષા ચા પીતી હતી અને એની સામે તાકી રહેલો અવિનાશ ત્રીસ વર્ષ જૂની સ્મૃતિઓમાં ખોવાઈ ચૂક્યો હતો.

એલ.ડી.કૉમર્સ કોલેજમાં મનીષા અવિનાશથી એક વર્ષ પાછળ હતી. કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં લેખક, દિગ્દર્શક અને હીરો – એ ત્રણેય જવાબદારી લઈને અવિનાશે નાટક ભજવેલું એમાં મનીષા હીરોઈન હતી. એ પછી બંનેની મિત્રતા પાંગરી. કોલેજ કેન્ટિનમાં સાથે બેસીને ગપ્પાં મારવાનાં અને ચા પીવાની. અલબત્ત, એ સમયે બીજા મિત્રો, સખીઓ સાથે હોય એ છતાં લાગણીની કૂંપળ જે રીતે વિકસી રહી હતી એનાથી એ બંને સભાન હતાં.

પ્રથમ વર્ગમાં બી.એ. થયા પછી અવિનાશે એમ.એ નો અભ્યાસ શરૂ કર્યો. એમાં પણ કારણરૂપે તો મનીષાનું ખેંચાણ. મનીષાની આર્થિક સ્થિતિ પોતાનાથી વધુ સદ્ધર છે એનું એને ભાન હતું. છતાં પૂરી સમજદારીથી એ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. મનીષાના વ્યવહારમાં જે ઉષ્મા અને લાગણી પોતે અનુભવતો હતો એના આધારે એની હિંમત અકબંધ હતી. એ દરમ્યાન કાયમી નોકરી મળી એ દિવસે એણે મોં ખોલવાનું નક્કી કર્યું. કૉલેજ કેન્ટિનને બદલે એણે બાજુની હૉટલમાં મનીષાને બોલાવી.
‘આટલા વર્ષોની આપણી મિત્રતા પછી પહેલીવાર કંઈક કબૂલાત કરવાની ઈચ્છા છે…’ અવિનાશનો અવાજ એકદમ સ્વસ્થ હતો.
‘આઈ… નો…’ મનીષાના હોઠ મલક્યા, ‘તું શું કહેવાનો છે એની મને ખબર છે….’
‘સોરી….’ અવિનાશના અવાજમાં ગંભીરતા ઉમેરાઈ, ‘તારી ધારણા ના હોય એવી વાત પણ કહેવાની છે…’ અવિનાશે સ્પષ્ટતા કરી, ‘લિસન, મારી કેફિયત સાંભળ્યા પછી પૂરેપૂરું વિચારીને જવાબ આપજે. તારા માટે જે લાગણી છે એ કાયમ રહેશે. પાછળથી તને પસ્તાવો ના થાય એ માટે તને જે યોગ્ય લાગે એ નિર્ણય લેવા માટે તું મુક્ત છે. મને જરાય માઠું નહીં લાગે.’

‘મારા પર વિશ્વાસ નથી ?’ મનીષાના પ્રેમભર્યા અવાજમાં મીઠો ગુસ્સો હતો. ‘અમીરી-ગરીબી ઉપર પ્રોફેસરની જેમ લેકચર આપ્યા વગર નહીં ચાલે ?’
‘ઓ.કે….’ અવિનાશનો અવાજ વધુ ગંભીર બન્યો. ‘આ નોકરીમાં વધુ પગાર તો ભવિષ્યમાં મળશે. અત્યારે જે છે એમાં કોઈ તકલીફ નહીં પડે ને ?’
‘બિલકુલ નહિ….’ મનીષાએ એનો જમણો હાથ પોતાના બંને હાથ વચ્ચે પકડી લીધો. ‘આપણું નાનકડું ઘર હોય અને એમાં આપણો પ્રેમ હોય એ જ પૂરતું છે.’

અવિનાશે એની આંખોમાં આંખો પરોવી. હવે પછીની વાત લગીર નાજૂક હતી.
‘મારા પિતાજી પાંચ વર્ષ અગાઉ અવસાન પામ્યા છે. મારી બા વિશે આપણે ક્યારેક વાત થઈ નથી. તને કંઈ ખ્યાલ છે ?’
મનીષાએ એની મોટી આંખો પહોળી કરીને નકારમાં માથું ધૂણાવ્યું.
‘મારી બા અંધ છે….’ અવિનાશે હળવેકથી કહ્યું, ‘ગયા વર્ષે ડાયાબિટીસ ખૂબ વધી ગયો એમાં એમની બંને આંખો કાયમ માટે ગઈ…. એ બિલકુલ લાચાર છે અને એમની સારવાર-દેખરેખ રાખવાની સંપૂર્ણ જવાબદારી આપણી રહેશે. આ સ્પષ્ટતા એટલા માટે કરું છું કે પાછળથી તને છેતરાયાની લાગણી ના થાય. કોઈ ઉતાવળ નથી. આ તૈયારી હોય તો વિચારીને જવાબ આપજે.’
મનીષાએ હળવે રહીને પોતાના બંને હાથ છોડાવી લીધા. એનો ચહેરો ડઘાઈ ગયો હતો. ‘હું વિચારીશ…’ એનો પાતળો અવાજ ધ્રૂજતો હતો, ‘ત્રણેક દિવસ પછી આપણે મળીએ. ત્યાં સુધી હું વિચારીશ…’

‘બસ, એ પછી આજે ત્રીસ વર્ષે મળવાનું થયું હતું ! ચા પીતી મનીષા સામે તાકીને અવિનાશ વિચારતો હતો. અલબત્ત, કોલેજમાં મનીષાની બહેનપણીએ આવીને અવિનાશને વાત કરી હતી કે મનીષા લગ્ન કરવા તૈયાર છે, જો અવિનાશ એકલો હોય તો ! આંધળી ડોશીનો બોજ ઉઠાવવાની એની ઈચ્છા નથી….’ ‘એક નાટક લખવા માટે અમદાવાદથી ભાગીને આબુ આવ્યો છું.’ ભૂતકાળનો ભાર ખંખેરીને અવિનાશે હસીને કહ્યું. ‘શ્રીમતીજી, હાઉસવાઈફ છે. એક દીકરી છે, લેક્ચરર તરીકે જોબ કરે છે. એના માટે મુરતિયાની શોધ ચાલુ છે. એક દીકરો છે એ એન્જિનિયરિંગમાં ભણે છે….’ અવિનાશે ઊંડો શ્વાસ લઈને બંને હાથથી આળસ મરડીને ચાનો બીજો કપ હાથમાં લીધો, ‘જિંદગી છે, ચાલ્યા કરે છે.’ મનીષા હજુ ચૂપચાપ બેઠી હતી. અવિનાશે સહેજ ઝૂકીને એની આંખોમાં આંખો પરોવી… ‘મનીષાજી કુછ તો બોલો… હાઉ ઈઝ લાઈફ ?’

‘જિંદગીનું તો એવું છે કે એ ચાલ્યા કરે છે…’ મનીષાના હોઠ પર ફિક્કુ સ્મિત ફરક્યું, ‘રાજકોટમાં રહું છું. મિસ્ટરને સોના-ચાંદીનો બિઝનેસ છે. ઢેબર રોડ પર મોટો શૉ-રૂમ છે.’ મનીષા સહેજ અટકી. અવિનાશના ચહેરા સામે એક પળ તાકીને એણે નીચું જોયું. નીચે જોઈને બોલતી વખતે એના અવાજમાં ધ્રુજારી ભળી હતી. ‘સંતાનમાં એક દીકરો છે. મેન્ટલી રિટાર્ડેડ છે. બાવીસ વર્ષનો થયો પણ તેની માનસિક ઉંમર હજુ એક વર્ષની જ છે. બે વર્ષથી એને અહીંની સ્પેશિયલ સી.પી. સ્કૂલમાં દાખલ કર્યો છે. દર પંદર દિવસે એને મળવા નાસ્તો લઈને આવું છું. બસ, આ રીતે જિંદગી ચાલ્યા કરે છે….’

એની પાંપણ ઉપર આવીને અટકી ગયેલા અશ્રુબિંદુઓ સામે અવિનાશ તાકી રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈશ્વરનું જ કાર્ય – એન.પી. પંડ્યા
મૌનની કુટિર – સુરેશ દલાલ Next »   

49 પ્રતિભાવો : વાત મનીષાની – મહેશ યાજ્ઞિક

 1. amol patel says:

  જિંદગી ચાલ્યા કરે છે……!!!!!!

 2. bijal bhatt says:

  કુદરતનો ન્યાય પણ અજીબ છે.. આ વાત વાસ્તવિક જીવન માં પણ અનુભવી છે..
  ભુલો ભલે બીજુ બધુ મા – બાપને ભૂલશો નહી.
  અગણીત છે ઉપકાર એના એ વિશરશો નહી

 3. ALKA says:

  વડીલો તો આ૫ણું જીવન છે…

 4. PALLAVI says:

  NICE STORY

 5. dhara says:

  Nice Article….. બહુ ગમી વાર્તા… કુદરત સાચો ન્યાય કરે તો જ વ્યક્તિ ને ખબર પડે કે પોતાના નિર્ણય ની શુ અસર હોય છે & લાગણી વસ્તુ શુ છે?

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Realy nice story………!!!!!!!!!

  “Prem Ma Hoy Lagniyo,
  Na hoy Koi Maganiyo!!!!!!!!”

 7. haresh says:

  નજુક પન મજેદર અને મર્મલુ.આવ લેખો રોજ મલે તો બહુ મજા પદે. ઉત્તમ અને વચવા લાયક.

 8. haresh says:

  excellent and impressive

 9. કલ્પેશ says:

  નિઃશબ્દ!! Speechless!!

 10. Keyur Patel says:

  જીવનને એક ઈત્તેફાક સમજનારા માટે લાલ બત્તી!!

 11. કેયુર્ says:

  સરસ વાર્તા.

 12. Sumit Patel says:

  Realy nice story……

 13. Raj says:

  Well, what can I say…looks like my own story and lots of you will think that way…like a girl from first grade….yes first grade never had guts to tell her anything….my life changed so much and when really gater courage it was too late…i wish her luck…Good story.

 14. neetakotecha says:

  badhi vato kem pan pahela kahi devama nathi aavti ek bijane. manisha no chokro mentali r. etle nathi thayo karanke ene koi jamanama avinash ni mummy mate avinash ne chodiyo hato. bai ne koi sambandh nathi. kudarat no nyay jo aatlo jaldi malto hot to rat na andhara ma ane bandh darwaja pachad bahu thatu hoy che pan e loko ne kai nathi thatu.
  mari kamvadi ni umar 30 varash che ena mummy papa e 10 varas ni hati tyare mari gaya hamna 1 gar ma thi enu magu aaviu gar saru hatu mari kam. e na padi me kahu kem na padi to kahe bhabhi chokra no nanao bhai gando che. mari aakhi jindgi hu ene sambhadva ma kadhu ena kart kuvari su khoti chu. aana bara ma su kaheso ?
  varta bahu mast che pan kudarti dar na hisabe koi p[otani jindgi kevi pan rite n vedfe.
  mane e nathi samjatu k hamesha chokrio ne j kem aavu badhu bhogvvu pade koi chokri ni bahen andh hoy ane enu biju koi n hoy to kayo chokro ene ben sathe kabul kare ? thik che aa to me fakt mara vicharo kahya che koi nu dil dhubhanu hoy to sorry.

 15. anamika says:

  very touching story……………i agree with neetabahen

 16. neetakotecha says:

  thanks anamika

 17. SNEHAL R SHAH says:

  darekne koi ne koi prakarni takalif hoy chhe .tan,man,dhan paiki koi ne koi mushkeli hoy athava avi shake.bhagavan ne yad karie tevu kudarat apane ape j chhe.tene swikarine jivavu ane koi fariyad ke vasvaso rakhya vagar jivvu tene j kadach sthitpragna kaheta hashe.

 18. Dhaval B. Shah says:

  Nice story.

 19. Anitri says:

  Nice story!!

 20. કૃણાલ says:

  આજકાલ માણસોની દ્રષ્ટિ સંકુચિત થતી જાય છે. મા બાપ દીકરીને પરણાવતી વખતે છોકરાની બદલે છોકરાની જવાબદારી કેટલી છે એ જોવે છે. આવું જોવું સ્વાભાવિક છે પણ દરેક મા બાપને દીકરી માટે એવું ઘર જોઇએ છે કે જ્યાં મા બાપ સુધ્ધાની પણ જવાબદારી છોકરીને ના હોય જે થોડું વધારે પડતું કહેવાય. સૌની સાથે હળી મળીને રહેવાની બદલે મા બાપ લગ્ન પહેલા જ છોકરીને અલગ કરવાની શરતો મૂકે છે. આ કેટલી હદે યોગ્ય છે? બદલાતા સમય સાથે લાગણીઓનું ધોવાણ થતું રહ્યું છે. દરેકને અમર્યાદ સ્વતંત્રતા જોઇએ છે. પરિવાર માટે કંઇ કરી છૂટવાની ભાવના કે બલિદાન આપવાની ભાવના જ નથી રહી.

  ઉપર કોઇક કમેન્ટમાં કોઇકે લખ્યું છે કે સ્ત્રીઓએ જ શા માટે સહેવાનું હોય છે બધુ. મને લાગે છે કે આ વિચારસરણી જ ખોટી છે. ભગવાને સ્ત્રી અને પુરૂષના રોલ નક્કી કરેલા જ છે અને પણ આજની સ્ત્રીઓને પરિવાર કરતા કેરિયરને અને પોતાની સ્વતંત્રતાને વધારે પ્રાધાન્ય આપવું છે. આજની કહેવાતી આધુનિક સ્ત્રીઓને સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ જ ક્દાચ ખબર નથી.

  મેં વ્યક્ત કરેલા મારા આ વિચારો વાંચનાર દરેક સ્ત્રીવર્ગને રૂઢીચુસ્ત જ લાગવાના પણ ઘર ભાંગે એવા આધુનિક વિચારો કરતા થોડી રૂઢિચુસ્તતા સારી.

 21. અમેઝીંગ કથા… ઉપર કૃણાલભાઈએ ખુબ સાચી વાત કરી… ખરેખર જ્યારે સ્ત્રી સ્વચ્છંદતાની હદે વિચારવા મંડે તો એણે પરિવારનું સુખ ભૂલી જવું જોઇએ…

  લગ્ન એ જીવનની બધા જ જરૂરી સુખ-દુ:ખ અને તડકા-છાયાને “માણવાની” તક આપે છે… અને જો એમાં પણ જો પોતાની “મરજી મુજબની મજા” વાળી વાત કરો તો મારા મતે ખોટું છે…

  આ તો એના જેવું કે સૂર્યનો પ્રકાશ હોવો જોઇએ પણ એની ગરમી ન હોવી જોઇએ.. અરે સાહેબ, તમને જો પતિ-પરિવાર જોઇતો હોય… તો સાથે એ વ્યક્તિની પૃષ્ઠભૂમિમાં જે પણ કંઈ છે તેને સ્વીકારવું પડે…

  એકવાર વિચારો, કે ૨૪-૨૫ વર્ષો સુધી જે મા-બાપે એને પેટે પાટા બાંધીને એ લાયક બનાવ્યો હોય કે જેથી એ તમને જોઇતી જિંદગી આપી શકે … તો તમે એવી આશા રાખો કે એ વ્યક્તિ પેલા બે જણાને તદ્દન જ Ignore કરી ને, અને એ પણ એવા સમયે જ્યારે એમને હૂંફની સૌથી વધુ જરૂર હોય, તમને બધુ આપે…. તો આ વિચાર ધરાવનારે મારા મતે અપરિણીત રહીને જાતે પોતાની જરૂરીયાત સંતોષવી વધુ અનૂકુળ રહેશે…….આ વાત જો કોઇને offensive લાગે તો માફ કરશો…

  પણ પ્લીઝ અહીં તંતુ ખેંચીને રીડગુજરાતી અને આ લેખની સુંદરતા ન બગાડશો… જેવું આગળ પણ થઈ ચૂક્યું છે એટલે હું અગાઉથી કહું છું…..

 22. bijal bhatt says:

  100% agreed with krunalbhai

 23. sapna prajapati says:

  Really nice story.
  If you loved someone then you should faith and trust on him , do not be afraid or do not go away from responsibilities.
  By worrying about future do not waste and loss your present.Because present can make your future best.

 24. Hardik Pandya says:

  really worth reading …..

  my god !

 25. payal says:

  really nice story.
  hu pan kunal bhai thi sahmat chu pan aaj ni stri ni sahanshilta ma oot avi che te mate javabdar teni carrier banava ni lagan ke pachi nokri ni jaroorat ane ghar na relation sachvvana, banne wache santulan jadavvu ghanu mushkil che pan agar jo pati no saath hoy to stri kai pan kari sake che . Sauthi jaroori che tena pati no saath ane thodi samajdari tena sasra pakshe.

  Kemke aaj na jamana ma ek vyakti ni kamai per ghar chllavvu bahu mushkil che mate stri e shokh thi nahi to majboori thi pan nakri karvi pade che ane aapne carrier bannava ni ghelcha to na j kahi shakie ne.

  Any way story is very nice

 26. sujata says:

  અમ વિતિ તુજ વિતશે ધીરિ બાપુડીયા……………

 27. jeetesh says:

  in life,many times the options comes,we choose which is not suitable for us and we thought all life that we should choose another one, but it’s life, so choose your option that you never think on another option again…

 28. Hetal Vyas says:

  Really A very Nice story Mrugeshbhai pls give Us some more stories like these.

 29. maurvi says:

  Nobody is responsible for nobody’s destiny. Sorry i am not agree with the story.
  and one more thing to mr.કૃણાલ, please don’t raise the issue of gender equality on this site, because this is not right place for that.
  I am agree with Mrs. Neeta, convey my appreciation to your kamvali for correct decision.

 30. બહુ સરસ વાર્તા!!!!!!!!
  મ્રુગેશ્ભાઈ બહુ સરસ પ્રતિસાદ મલ્યો તમ્ને……બધા વાચકો તરફ થિ……..
  કરેલા કર્મો નો બદ્લો ક્યારે મલશે એ કહિ ના શકાય…..

 31. neetakotecha says:

  thanks mayuri

 32. neetakotecha says:

  thanks maurvi
  sorry nam jara khotu lakhai gau hatu

 33. Bhooman says:

  Being a man, reading some of the comments above made me write this. Especially Indian men are expecting special treatment just by being a man. I understand that the moral of the story is “Taste the fruit of your own deed”, but this story by Maheshbhai shows the mentality of typical male oriented society. Why the writer didn’t think about reversing the role of male with female? This kind of story discourages women to come to the point of equality with men. If a man would have done what Manisha did, and it’s happening all around everyday, there won’t be any story written by a known writer like Maheshbhai. Even writers of this caliber are still under the influence of male egotism. And that is very unfortunate for us as a society. I have been influenced by reading lots of Gujarati writers and all those stories have made big influence on how I think and act. I am positive that this story will influence few readers as well. So the responsibility is even greater on shoulders of writers how the tomorrow’s society will think and act.

  It is difficult to express my thoughts in a foreign language in precise manner because of my own limitations of the knowledge of English. So I hope readers take it positively as my intentions are not to criticize anyone personally but to point out just the fact of our society.

 34. Nehal patel says:

  i think manisha has made choice for her life ,nothings wrong in it. i just want to say that IF INSTED OF MANISHA REJECT A MAN WITH BLIND MOTHER

 35. Nehal patel says:

  what would you all men comment here IF MANISH WOULD REJECT A WOMAN WITH BLIND MOTHER.

 36. surekha gandhi says:

  હુ પણ નીતાબેન સાથે સહમત છુ. દયા કે સહાનુભૂતીથીપ્રેરાઈને લગ્ન કદાચ કરી પણ લે પછી આખી જીન્દગી સતત સભાન ન પણ રહી શકાય. ત્યારે આ જ વાત ક્લેશનુ કરણ પણ બની શકે.દરેક વ્યક્તીની પોતાની મર્યાદાઓ હોઈ શકે. એ કાઈ ગુનો નથી.

 37. Suhas Naik says:

  manas kharab nathi hoto samay kharab hoy che…very good story…Thanks…!

 38. malay oza says:

  Really very good story having sad end. Sometimes man becomes very selfish and takes wrong decisions.

 39. nayan panchal says:

  I may sound little selfish here. But I don’t criticize Manisha for choosing not to marry Avinash because of her blind mother. Everyone has certain expectations from life, Manisha is not an exception.

  I can’t judge her as wrong just because she rejected Avinash because of his blind mother. Having mentally retarded son is just a destiny.

  Anyways, everyone is entitled to their opinions.

  nayan

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.