હવે તો હસો !! – સંકલિત
[રીડગુજરાતી પર સમગ્ર મે-જૂન માસ દરમિયાન મૂકાયેલા રમુજી ટુચકાઓ.]
એક નવી પરણેલી સ્ત્રીએ કરિયાણાવાળા પાસે જઈને ફરિયાદ કરી : ‘તમે મને જે ઘઉંનો લોટ મોકલ્યો છે તે બહુ કડક છે !’
‘લોટ બહુ કડક છે ?’
સ્ત્રી : ‘હા, એમાંથી મેં ભાખરી બનાવી પણ મારા વરથી એ તૂટતીય નથી.
*******
શેઠ (વ્યંગમાં) : ‘આખા મહિનામાં એકાદ દિવસ ફરજ પર આવીને તમે ખરેખર અમારા ઉપર ઉપકાર કરો છો !
નોકર : ‘એમાં ઉપકાર શેનો સાહેબ, પગાર લેવા આવવું એ તો મારી ફરજ છે !’
*******
એક સ્ત્રી મરીને સ્વર્ગમાં ગઈ. એક દિવસ એ સ્વર્ગમાં આંટા મારતી હતી. અને એને ઈશ્વર દેખાયા. એણે ભગવાન પાસે જઈને પૂછ્યું : ‘તમે સ્ત્રીની પહેલાં પુરુષને કેમ બનાવ્યો ? ભગવાને એની સામે જોયું. પછી એના માથા પર હાથ મૂકી સ્મિત ફરકાવતાં ભગવાન બોલ્યાં : ‘Every good design needs a rough draft.’
*******
છોકરી : હું તારે માટે બધું છોડવા તૈયાર છું.
છોકરો : મા-બાપ, ભાઈ-બહેન ?
છોકરી : હા.
છોકરો : ઘરબાર ? સગાંવહાલાં ?
છોકરી : હા.
છોકરો : સ્ટારપ્લસ ચેનલ ?
છોકરી : અરે ફૂટ, આવ્યો મોટો પરણવાવાળો….
*******
કંજૂસની પત્ની બીમાર હતી. લાઈટ જતી રહેલી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉક્ટરને બોલાવવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો : ‘હું ડૉકટરને લેવા જાઉં છું. જો તને એવું લાગે કે તું નહીં બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જજે.
*******
એક મુરખ એની રિક્ષામાંથી મહામહેનતે પૈડું કાઢતો હતો તે જોઈને કોઈએ પૂછ્યું : ‘અરે મુરખ, આ શું કરે છે ?’
મુરખ : દેખતા નથી ? અહીં લખ્યું છે : Only for two wheeler.
*******
મગન : બધા હવે મને ભગવાન માને છે.
છગન : તને કેવી રીતે ખબર પડી ?
મગન : કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી ઊઠ્યા : ‘ઓ ભગવાન, તું પાછો આવ્યો !’
*******
લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરી : ‘ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…’
પોલીસ : ‘પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?’
સંતા : ‘ટી.વી. તો હું જોતો હતો ને ?’
*******
ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું : ‘હાડપિંજર એટલે શું ?’
મગન : ‘સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય !’
*******
શિક્ષક : તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?’
મગન : સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંસને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?
*******
મગન : તારી કારનું નામ શું ?
છગન : યાદ નથી યાર, પણ કંઈક T થી શરૂ થાય છે.
મગન : ઓયે…. તારી ગાડી તો કમાલની છે યાર. ટી થી શરૂ થાય છે ! મારી તો પેટ્રોલથી શરૂ થાય છે….!
*******
એક ટેક્સીવાળાને મહિલાએ કહ્યું : ‘હિંદુજા હોસ્પિટલ લે ચલો.’
ડ્રાઈવરે પૂરપાટ ગાડી દોડાવી મૂકી. તરત મહિલાએ કહ્યું : ‘હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહિ.’
*******
આર્થિક સલાહકાર : ‘તમે થોડી બચત-બચત કરતા હો તો !’
ગ્રાહક : ‘હું મારી પત્નીને એમ જ કહું છું !’
સલાહકાર : ‘પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !’
ગ્રાહક : ‘હું કમાતો નથી, એ જ કમાય છે !!’
*******
ગટ્ટુ : ‘મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !’
ચિંટુ : ‘એક દિવસનો આરામ કરે છે ?’
ગટ્ટુ : ‘ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.’
*******
મોહન : ‘ટ્રેન આટલી જ ધીમી જશે ?’
ટી.ટી. : ‘ઉતાવળ હોય તો ઊતરી જાઓ !’
મોહન : ‘ના, ઉતાવળ નથી, ડર હતો ક્યાંક ટાઈમસર તો નહિ પહોંચેને !’
*******
ટપુ : ‘તમારા વખાણ કરું એટલા ઓછાં.’
નટુ : ‘આખરે તમને મારી કિંમત સમજાઈ.’
ટપુ : ‘ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.’
*******
ભિખારી : ‘બહેન, એક આઠ આના આલોને !’
સ્ત્રી : ‘અત્યારે, શેઠ ઘરમાં નથી.’
ભિખારી : ‘ઘરમાં તમારી આઠ આના જેટલી કિંમત પણ નથી !’
*******
મુંબઈના સહારા એરપોર્ટના ગેટ પર એરપોર્ટ અધિકારીએ ચમનને પૂછ્યું : ‘તમારી જાણ બહાર કોઈએ તમારી બેગમાં કાંઈ મૂક્યું તો નથી ને ?’
ચમન : ‘મારી જાણ બહાર મૂક્યું હોય તો તેની મને શી રીતે ખબર પડે ?’
અધિકારી : ‘તમને ખબર ન હોય એટલે જ તો અમે પૂછીએ છીએ !’
*******
પત્ની : અરે સાંભળો છો ? સામે ફૂટપાથ પર બેઠેલો ભિખારી અંધ નથી પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે.
પતિ : તને શેના પરથી આવું લાગે છે ?
પત્ની : ગઈકાલે હું અહીંથી પસાર થઈ ત્યારે તેણે મને કહ્યું “સુંદરી, ભગવાન ના નામ પર કંઈક આપતા જાઓ.’
પતિ : એણે તને સુંદરી કહ્યું છે, એને ક્ષમા આપી દે. પ્રિયે, એ ખરેખર અંધ છે.
*******
વિજયરાજના ઘેર ડાકુઓએ ધાડ પાડી. જ્યારે બધો સામાન ટ્રકમાં નાખતા હતા ત્યારે વિજયરાજે એક ટ્રંક તરફ ઈશારો કરીને કહ્યું કે ભાઈ આ પણ લઈ જાવ.
ડાકુ (મજાકના સ્વરમાં) : શું આ ટ્રંકમાં તારી પત્ની બેઠી છે ?
વિજયરાજ : ના, ના. એ તો ગોદરેજના કબાટમાં ગઈ. આમાં તો મારી સાસુ બેઠી છે !
*******
લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા તે દિવસે પતિએ પત્નીને કહ્યું….
પતિ : ‘આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા છે, બોલ, આજે હું તને ક્યાં લઈ જાઉં ?’
પત્ની : ‘મને એવી જગ્યાએ આજે લઈ જાવ કે જ્યાં હું પહેલાં ક્યારેય ન ગઈ હોઉં.’
પતિ : ‘તો તો તું રસોડામાં જ જા. કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી.’
*******
પત્ની : ‘તમારા માથાના વાળ ઝડપભેર ઊતરી રહ્યાં છે. જો તમે ટાલિયા થઈ જશો ને તો હું તમને છુટાછેડા આપી દઈશ.’
પતિ (ચોંકી જઈને) : ‘હું પણ સાવ બેવકૂફ છું. કંઈક સારું માગવાને બદલે ભગવાન પાસે માગતો રહ્યો કે મારા વાળને સલામત રાખજો.’
*******
જજ (ચોરને) : ‘ભાઈ તેં શેઠજીને ઘેર ચોરી કરી હતી ?’
ચોર : ‘હા, સાહેબ.’
જજ : ‘કેવી રીતે કરી હતી ?’
ચોર : ‘રહેવા દો ને સાહેબ, આ ઉંમરમાં આપ ચોરીના ગુણ શીખીને શું કરશો ?’
*******
રાકેશ : ‘પપ્પા, તમારી કારની ચાવી આપોને, મારે બહાર જેવું છે.’
પપ્પા : ‘ભગવાને બે પગ આપ્યા છે, એનો ઉપયોગ ક્યારે કરીશ ?’
રાકેશ : ‘એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટે અને બીજા પગનો ઉપયોગ બ્રેક દબાવવા માટે.’
*******
અધ્યાપક (વિજયને) : બતાવ, મોગલ સમ્રાટ અકબરનો જન્મ કઈ સાલમાં થયો હતો ? અને તેનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું ?
વિજય : ‘મને ખબર નથી સાહેબ.’
અધ્યાપક : ‘મુરખ, ચોપડીમાં જોઈને બતાવ.’
વિજય : ‘સાહેબ, આમાં તો લખ્યું છે 1542-1605’
અધ્યાપક : ‘શું તે પહેલાં વંચાયું નહતું ?’
વિજય : ‘વંચાયું તો હતું, પણ મને એમ કે આ અકબરનો ફોન નંબર હશે !’
*******
મોહન : ‘ડૉક્ટર સાહેબ, હું હંમેશા વિચારું છું કે હું એક કૂતરો છું.
ડૉક્ટર : ‘આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?’
મોહન : ‘જ્યારથી હું ગલુડિયું હતો ત્યારથી !!’
*******
છગન (રીક્ષાવાળાને) : ‘ભાઈ, બસ સ્ટેશન જવું છે કેટલા થશે ?’
રીક્ષાવાળો : ‘દશ રૂપિયા.’
છગન : ‘બે રૂપિયામાં આવવું છે ?’
રીક્ષાવાળો : ‘બે રૂપિયામાં કોણ લઈ જાય ?’
મોહન : ‘હું લઈ જઈશ… ચાલ પાછળ બેસી જા.’
*******
અધ્યાપક : ‘વસંત મને મુક્કો માર’ આ વાક્યનું અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આપ.’
મોહન : સાહેબ, એનું અંગ્રેજી થાય : વસંતપંચમી (VASANT PUNCH ME)
*******
રાજીવ : ‘યાર, મહેશ તને ખબર છે કે મીસ શર્માની વાણી અચાનક બંધ થઈ ગઈ છે ?’
મહેશ : ‘તો તો આજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.
રાજીવ : ‘કેમ ? તેણી તારી પત્નીની બહેનપણી છે ?’
મહેશ : ‘ના, ના, પણ હું વિચારી રહ્યો છું કે જો મીસ શર્માની બિમારી ચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે !’
*******
છોટુ રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો.
છોટુ : સાહેબ, હું તો હજી શીખું છું.
પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ !
છોટુ : સાહેબ, આ કૉરસ્પોન્ડન્સ કૉર્સ છે !!
*******
મનોજ : ‘વહાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?’
રીટા : ‘હા, ખરેખર !’
મનોજ : ‘જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?’
રીટા : ‘હા, ખૂબ જ.’
મનોજ : ‘તો પછી તું રડી બતાવ.’
રીટા : ‘પણ પહેલાં તું મરી બતાવ !’
Print This Article
·
Save this article As PDF
હસવાનિ મઝા
* plus vada jokes ma to bahu hasvu aaviu. maja aavi
દુનિયા આખિ મા હાસ્ય જ enjoy કરિ શકાય………….
ખરેખર ખુબ જ સરસ જોક્સ હતા.
હસવાની ખુબ જ મજા આવી ગઈ.
સારા જોક્સ છે…..પણ બધા વાચેલા છે. લગભગ બધા readgujarati પર જ આવી ગયેલા છે……….
[રીડગુજરાતી પર સમગ્ર મે-જૂન માસ દરમિયાન મૂકાયેલા રમુજી ટુચકાઓ.]
રીનાબેન,
તમે જોક્સની ઉપર મુકેલી આ લાઈન વાંચવાનું ચૂકી ગયા લાગો છો….!!!
Ha..Ha..Ha..Ha..Ha……[રીડગુજરાતી પર સમગ્ર મે-જૂન માસ દરમિયાન મૂકાયેલા રમુજી ટુચકાઓ.]….No need of men over women jokes..! રીનાબેન, દિલ પર ના લેતા.
મજા આવી.
very funny
ખરેખર ખુબ જ સરસ જોક્સ હતા.
હસવાની ખુબ જ મજા આવી ગઈ
Dear Mrugeshbhai,
Gujarat Samachar ni Gandhinagar Edition ma jokes ne colum ave chhe. te mara friend tarang Hathi sambhale chhe. temna jokes pan loko daily vanche chhe ne kyarek sthan sankoch ne karane aa colum na aave to loko pruchchha pan kare chhe.
Mare temne aa site vishe janavavu jaruri chhe. Temna jokes pan manva layak hoy chhe.
Thanks 4 Jokes,
Gaurang.
Dear Mrugeshbhai,
If you remember, I had send you many jokes when I was at New Delhi. After long span of time I could open http://www.readgujarai.com. I had also registred for this site but unfortunately could not get in touch. Anyways, presently I am at Raipur (C.G). I have read the jokes. All are nice.
With kind regards and Good Wishes.
Dear Mrugeshbhai,
If you remember, I had sent you many jokes when I was at New Delhi. After long span of time I could open http://www.readgujarai.com. I had also registred for this site but unfortunately could not get in touch. Anyways, presently I am at Raipur (C.G). I have read the jokes. All are nice.
With kind regards and Good Wishes.
જલસો થઇ ગયો જોક્સો વાન્ચ્વા મ તો ભાય મજા આવિ ગૈ
jokes are so funny,
but leaving a comment on someone’s comment ——– is not so funny.
ૂBAHU BAHU MAJAAVI KHARE KHAR BAHUJ SARAS JOKES CHE ANE PELO VASANT PANCH ME VALO TO BAHUJ SARAS CHE ME PAHELI VAR VANCHYO
wonderful jokes. Really it make me laugh a lot. Please provide some more fresh jokes.
સારા પન હતા અને વાચેલા પન હતા તો પન મજા આવી
It was fun for me to read jokes in Gujarati when i am away from Gujarat.
😀
PLEASE PUT SOME MORE JOKES!!! MORE!!!!!!!!
ખુબ જ મજા પડી.
હુ પન રિન
[રીડગુજરાતી પર સમગ્ર મે-જૂન માસ દરમિયાન મૂકાયેલા રમુજી ટુચકાઓ.]
સામાન્ય રીતે આપણે એટલા અધીરા હોઇયે છીએ કે કોઇ પણ ક્રિયા કરતા પહેલા આગળ પાછળનો સંદર્ભ જોવા જેટલી ધીરજ ધરાવતા હોતા નથી.
વળી હાસ્ય રસ એટલો મધુર હોય છે કે લગભગ ક્યારેય આપણે જોક્સના મથાળે શું લખ્યુ છે તે જોવાની દરકાર કર્યા વગર સીધા જ જોક્સ વાંચવાનુ શરુ કરી દેતા હોઇયે છીયે.
આમાં Women કે men નો પ્રશ્ન નથી આ તો human narure છે.
Very Nice Jokes…. Thank u Very Much Mrugesh Sir…Take Care! Have A Nice day….Send jokes other new jokes ….it makes smile on Every 1’s face…
સરસ
નામ દયાન થી વાચો. લોચો પડી ગયો. હા હા હા હા
લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરી : ‘ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…’
પોલીસ : ‘પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?’
સંતા : ‘ટી.વી. તો હું જોતો હતો ને ?’
ખુબજ સરસ