ગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા 2007 – તંત્રી

.
પ્રિય વાચકમિત્રો,
ગઈકાલે વાર્તા-સ્પર્ધા 2007ની કૃતિઓ સ્વીકારવાનો છેલ્લો દિવસ હતો. સમયસર તમામ સ્પર્ધકોની કૃતિઓ પ્રાપ્ત થઈ એ બદલ હું ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો આભારી છું. સૌ સ્પર્ધકોએ જુદા જુદા દેશોમાં અત્યંત વ્યસ્તતા હોવા છતાં કેવળ અને કેવળ ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ ના પ્રેમને લઈને આપનો કિંમતી સમય ફાળવીને આપની મૌલિક રચનાઓ વાર્તા-સ્પર્ધા માટે સહર્ષ મોકલી, તેનો આનંદ અનુભવું છું. વળી, ખુશીની વાત તો એ છે કે આ સ્પર્ધકોની યાદીમાં 22-23 વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ થી લઈને 78 વર્ષની વય સુધીના વયોવૃદ્ધ સજ્જનોનો સમાવેશ થાય છે.
સ્પર્ધાના શરૂઆતના દિવસોમાં ખૂબ ઓછી કૃતિઓ મળી હતી અને મૌલિક આલેખન કરવાનું હોઈને એ સહજ હતું. પરંતુ જેમ જેમ દિવસો વધતા ગયા તેમ તેમ મારી ચિંતા વધતી ગઈ. એક તબક્કે થોડી નિરાશા પણ થઈ કે, સ્પર્ધાને રદ કરવી પડશે કે શું ? પરંતુ જેમ જેમ સમય નજીક આવતો ગયો એમ એમ એક સાથે અનેક કૃતિઓ પ્રાપ્ત થતી ગઈ. છેલ્લા દિવસોમાં તો જાણે વડોદરાની દરેક કુરિયર કંપની રોજ મારા ઘરની મુલાકાત લેતી હતી ! ગઈકાલે તો મારા ટપાલીએ કંટાળીને મને પૂછી લીધું : ‘સાહેબ, ખોટું ના લગાડતા. એક વાત પૂછું ? આ તમારે રોજ આટલી ટપાલો આવે છે તે તમે કરો છો શું ?!!’
મોટી મોટી વાર્તા-સ્પર્ધાની સરખામણીમાં, આ વાર્તા-સ્પર્ધામાં પ્રાપ્ત થયેલી 44 કૃતિઓનો આંકડો જોઈએ તો કદાચ નાનો લાગે. પરંતુ હકિકતમાં તેમ નથી. કારણકે અહીં આ તમામ કૃતિઓની એક વિશિષ્ટતા છે. અને એ વિશિષ્ટતા એ છે કે તે જુદા જુદા દેશોમાંથી આવી છે, જુદા જુદા ધર્મના અને જુદા જુદા વિચારધારાના લોકો પાસેથી આવી છે. જાણે કે ગુજરાતી સાહિત્યના માધ્યમથી આપણે સૌ એક બનીને જોડાઈએ છીએ. સૌથી વધારે તો અગત્યનું એ છે કે આ એવા લોકોની કૃતિઓ છે કે જેમણે કદી લખ્યું નથી અથવા તો લખવાની શરૂઆત કર્યાના પ્રથમ તબક્કામાં છે. પ્રાપ્ત થયેલી કૃતિઓમાં યુવાવર્ગ ખૂબ મોટા પાયે છે જે આપણા સૌ માટે આનંદની વાત છે. આમ, આપ સૌની કૃતિઓ ગમે તે હોય, પરંતુ આપનો પ્રયત્ન જ મારા માટે અમૂલ્ય છે. કોઈ પણ મિડિયાનો આધાર લીધા વિના, કોઈને જાણ કર્યા વગર, ફકત સાઈટ પર થયેલી એક જાહેરાતને આધારે દોઢ મહિનામાં 44 લોકો લખતા થાય, એ ઈશ્વરકૃપાથી કંઈ જેવી તેવી વાત નથી.

અહીં નીચે ભાગ લેનાર તમામ સ્પર્ધકોના એક લીસ્ટની લીન્ક આપવામાં આવી છે. કૃપયા આપ સ્પર્ધક હોવ તો આ લીન્ક કલીક કરીને આપનું નામ જોઈ લેશો. આમ, તો જે કૃતિઓ નિયમ આધિન ન હોવાને કારણે સ્વીકારાઈ નથી તે સૌને ઈ-મેઈલ અથવા ફોન કરીને જાણ કરી જ દીધી છે. તેમ છતાં, કોઈ સ્પર્ધકે પોતાની કૃતિ મોકલી હોય અને આ લીસ્ટમાં નામ ન હોય તો આ પત્રના અંતે હું મારો મોબાઈલ નંબર આપું છું જેથી આપ તુરંત મારો સંપર્ક કરી શકો. ફરી એકવાર ભાગ લેનાર સૌ સ્પર્ધકોને ધન્યવાદ અને શુભેચ્છાઓ.
ભાગ લેનાર સ્પર્ધકોની યાદી : CLICK HERE
તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા
+91 9898064256
Print This Article
·
Save this article As PDF
mrugesh bhai
aatli jabardast vyavstha mate man che. tamari shubhkamna mate khub khub aabhar.
આપની મહેનત સફળ થઇ મૃગેશભાઇ. ૪૪ વાર્તાઓ કંઇ ઓછી ન કહેવાય તમે ગુજરાતીને વસુધૈવ કુટુંબકમ તરફ લૈ જૈ રહ્યાં છો એ બદલ અમે આપના ઋણી છીંએ.
મ્રુગેશ્ભાઇ…..ગુજરાતઇ ભાશા નૂ તમૅ સન્માન કર્યુ
આપના ગુજરાતીભાષાપ્રેમ જગાડવાના આ અભિયાનના સાગરનું બિંદુ બનવાનો સૌનો પ્રયત્ન છે…
કાશ હું સારુ લખી શક્તી હોત તો આ સાધનામાં મારુ પણ નામ હોત …..
પણ તમામ સ્પર્ધકો ને મારી ખુબ ખુબ શુભકામના
મને દુખ થયુ કે હુ આ સ્પ્ધા મા ભાગ ન લઇ શકિ.ફોરેન મ રહેવાથિ લાભ ન મલયા નો અફસોસ થયો.હવે મને સ્પર્ધા નિ જાન કરશો.સ્પ્ર્ધકો ને શુભકામના…આપને અભિનન્દન….
મૃગેશભાઈ મારા response offensive ન હોવા છતાં આપની web site પર થી કાઢી નાખવામાં આવે છે. શા માટે ? આ સાઈટ ફક્ત કૉઈ ગૃપ પૂરતી જ હોય તો જણાવશો.
Hi Mrugeshbhai..
Its so amazing that we have received such a great response…I really appreciate your efforts to organise this competition…and its really nice
that all age group of people have taken interest..specially youngsters…bravo…thank you so much for your encouragement and support…Best of Luck to all for future endeavours..Jay Shri Krishna
આપે કરેલી મહેનત સ્પષ્ટ દેખાય છે. ખરેખર આપ એક પ્રશંશનીય કાર્ય કરી રહ્યા છો. અભિનન્દન.
તમામ સ્પર્ધકોને શુભ કામના.
મ્રુગેશભઈને અભિનંદન.
I just got this weblink throw my friend,feel very sad to know that i miss chance in “Gujarati Nibhdh Spardha”,Kindly update me all news on my Email.Thanx,Priya Shastri ..Singapore
Hi Mrugeshbhai
I cannot wait to read all stores or article. I am sure that its going to be vary interesting.
Thank you all
Hetal
તમામ સ્પર્ધકોને શુભ કામના.
મ્રુગેશભઈને અભિનંદન.