બે કાવ્યો – સંકલિત

[1] પક્ષહીનનો દેશ – ગોવર્ધનરામ મા. ત્રિપાઠી

અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં :
ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજેલું આ ધરતીમાં.

નભ વચ્ચોવચ્ચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
સુભગ ઘડીક એ બન્યું; નવાઈ ન, એ દશા જો ના જ ટકી.

પણ ઊંચા નભના સંચારી પક્ષીરાજ, તું આવ્યો આ,
ધરતી પર ત્યાંથી ઊડ પાછો, પક્ષહીનનો દેશ જ આ.

ફફડાવી પાંખો સોનેરી, રચ રસયંત્ર તું રસધરમાં !
વિશાળ વ્યોમ માપી લે, ને ન્હા સૂર્યકિરણના સરવરમાં !

ગિરિશિખરે, ઘનમાં ને નભમાં ઊંચો તું ઊડશે જ્યારે,
સૂર્યબિંબથી સળગી ઊતરતા કર અંબાર વિશે જ્યારે.

સુવર્ણપક્ષની જશે ભભક, તે સમય તુજ કીર્તિને,
જોઈ જોઈ પૃથ્વી પરથી પૂજીશું – ઉરમર્મથી અનુમોદીને.

નહીં ઉડાયે પોતાથી – પણ પ્રિયની વિમાનગતિ જોઈ,
રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ ! નીકર રહીશું રોઈ.


[2] છેલ્લું દર્શન (છંદ : પૃથ્વી) : રામનારાયણ પાઠક ‘શેષ’

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –

કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો !

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો !

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપ અગ્નિ ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોકશિક્ષણના આરાધક – ઉષા ગૌ. જોશી
વાણી અને સોબત – પ્રવીણ દરજી Next »   

21 પ્રતિભાવો : બે કાવ્યો – સંકલિત

 1. bijal bhatt says:

  boyh poems are good

 2. bijal bhatt says:

  * both

 3. VB says:

  Read Gujarati દ્વારા આવા કાવ્યો પ્રગટ થયા જ હશે. કરતા રહેશો.
  વાસુદેવ મહેતા મુજબ લોકમત મુજબના પ્રકાશન કરતા પણ લોકમત ઘડતર કરતુ પ્રકાશન સાહિત્યની વધુ સેવા છે. ખરે જ અભિનંદન.

 4. shaileshpandya BHINASH says:

  very nice………..

 5. બન્ને કાવ્યો ખુબ મજાના છે.

 6. Bharat Raval says:

  સરસ મજ!નુ

 7. Valium liquid form….

  Valium liquid form….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.