ટહુકાની વનરાજી – ઉર્વીશ વસાવડા

[આ સુંદર રચનાઓ ‘ટહુકાનાં વન’ પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ કૃતિઓ અંગે આપના પ્રતિભાવો આપ કવિશ્રીને આ સરનામે મોકલી શકો છો : urveeshv@yahoo.co.uk ]

[1]
એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

[2]
લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

યુદ્ધ ના માંગ્યુ છતાં આવી ઊભું
જા, ખુમારીથી ધનુષટંકાર કર !

જિંદગીમાં જે ક્ષણો આવી મળે
તું ઉલટથી સર્વનો સ્વીકાર કર

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાગ્યશાળી – ગિરીશ ગણાત્રા
પ્રાર્થનાના સંસ્કાર – મુક્ત આનંદ Next »   

20 પ્રતિભાવો : ટહુકાની વનરાજી – ઉર્વીશ વસાવડા

 1. Maulik Sayani says:

  એ રીતે આવીને મળ વરસાદમાં
  છોડ છત્રી, ને પલળ વરસાદમાં

  ખુબ જ સરસ Simply great

 2. Pooja Shah says:

  લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
  એમ તારી ચેતના વિસ્તાર કર !

  it’s wonderful.. rainy rainy wet wet feelings..

 3. ASHA DESAI says:

  EXCELLENT POEM

 4. shaileshpandya BHINASH says:

  very.nice…….

 5. સ્‍નેહલ પટેલ says:

  ટહુકાની વનરાજી શિર્ષક હેઠળની વરસાદ આધારીત રચના ખરેખર ખુબ ગમી. આગામી લેખન માટે શુભકામનાઓ સહ…..

 6. dharmesh Trivedi says:

  jai hatkesh urvishbhai
  hatkeshdada tamaari padkhe chhe….kalam kadchhi ne barchhi paaiki…”kalam”dwara….best luck…very nice poems….

 7. saurabh tnak says:

  સરસ

 8. Prerak V. Shah says:

  સુંદર રચના…
  ખુબ ખુબ અભિનંદન…..

 9. Saurin says:

  બહુ જ સુંદર
  મજા આવી ગઈ

 10. EK RASIK Nagar says:

  I would like to comment on the comment above by Mr. Dharmesh Trivedi July 9, 2007. I do not know Mr. Trivedi.

  Dharmesh, Why are you becoming communal and racist even good poets? Urvish is a good poet NOT because he is Nagar ( Hatkesh follower). I hope all racist NAGARS change the attitude and come out of narrow shell centric “AHO RUPAM AHO DHWANI”. Please keep communal biases and backwardness out of SAHITYA appreciation. I am a NAGAR and I am NOT proud or ashamed of it. It is irrelavent.
  Just follow Narsinh Mehta if you are a real Nagar.

 11. Keyur Patel says:

  લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
  એમ તારી ચેતના વિસ્તાર કર !
  ———————

  – આવવા દો તમ તમારે…………..

 12. Jalashree Antani says:

  Urvishbhai,

  Very nice poem!

  Junagadh ma vitavelu ” Balpan” yaad aavi gayu. Ketali masti hati te bhina thavama…, te tofanoma… Garam garam “KAVO” pivama….

  Maja aavi gayi

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.