શંકરના સાત વાર – કૃષ્ણપ્રસાદ ભટ્ટ

સોમે તે શંકર ચાલ્યા રે,
            મહાવનના તે મારગ ઝાલ્યા રે,
આવી વનમાં પદ્માસન વાળ્યું રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે.

મંગળે શંકરે તપ આરંભ્યું રે,
            એથી ઈન્દ્રનું આસન ડોલ્યું રે,
દેવની થરથર કંપી કાય રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

બુધે ઉમિયાજી ગભરાય રે,
            વિના શંભુ નવ રહેવાય રે,
મનથી એ તો બહુ મૂંઝાય રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

ગુરુએ માએ બુધ વિચારી રે,
            વન જવા કરી તૈયારી રે,
નંદી ભૃગી લીધા સાથ રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

શુકરે સતી વન આવ્યા રે,
            જોઈ ભોળાને હરખાય રે,
ભંગ તપ કરાવવા ધાર્યું રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

શનિએ સતી થયા ભીલરાણી રે,
            કરી નૃત્ય રિઝવ્યા ત્રિશુળપાણી રે,
જાગ્યા શંકર ભાન ભુલી રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

એ તો હરખાયા મનમાં અતિ રે,
રવિ એ જાણ્યા ભોળાએ સતી રે,
ઝાલી હાથ આવ્યા કૈલાશ રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

સાત વાર આ કોઈ ગાશે રે,
            તે તો ભોળા પાસે જાશે રે,
કહે દાસ તણો દાસ રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મીણબત્તી
મહોબ્બતમાં હવે – બરકર વીરાણી ‘બેફામ’ Next »   

7 પ્રતિભાવો : શંકરના સાત વાર – કૃષ્ણપ્રસાદ ભટ્ટ

 1. Neela Kadakia says:

  ૐ નમ: શિવાય
  ભોલે બાબાની જય હો

 2. Dhara, Biren says:

  ૐ નમ: શિવાય
  હર હર મહાદેવ શમ્ભુ…કાશી વિશ્વનાથ શમ્ભુ….

 3. અતુલ જાની (આગંતુક) says:

  ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે… આ વારંવાર અને દરેક કડીના અંતે આવતુ ચરણ ન સમજાયું. કોઈને સમજાય તો કહેશો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.