હેલો, કોણ બોલે છે ? – હરિશ્ચંદ્ર

‘હૅલો, કોણ બોલે છે ? હું અરુણ બોલું છું.’
‘કોણ અરુણ ? બેટા, તારે ક્યો નંબર જોઈએ ?’
‘માસી, તમારો જ… એટલે કે હું ઘરમાં એકલો છું. ખૂબ કંટાળો આવે છે. તેથી નંબર ફેરવ્યો, તો તમારો લાગ્યો.’
‘તારાં મમ્મી-પપ્પા ક્યાં ગયાં છે ?’
‘ઑફિસમાં’
‘તારી બહેન, દાદા, દાદી કોઈ ઘરમાં નથી ?’
‘ના માસી ! હું એકલો જ છું.’
‘તું ક્યા વર્ગમાં ભણે છે ?’
‘બાલવાડીમાં.’
‘તો રોજ ઘરે એકલો જ હોય છે ?’
‘નહીં, રોજ તો ઘોડિયાઘરમાં હોઉં છું. આજે તે બંધ છે, એટલે મમ્મી-પપ્પા મને ઘરમાં પૂરીને ઑફિસે ગયાં છે.’

‘કાંઈ નહીં. તું થોડી વાર રમ. મમ્મી હમણાં આવી જશે.’
‘માસી, હું અત્યાર સુધી બિલાડી સાથે રમતો હતો.’
‘તો પછી ?’
‘બિલાડી મિયાઉં-મિયાઉં કરવા લાગી. એટલે હું ટેબલ પર ચઢી દૂધની તપેલી ઉતારવા ગયો. પણ તપેલી પડી ગઈ.’
‘ઓ, બાપ રે ! પછી ?’
‘તપેલી પડી કે બિલાડી ગભરાઈને બારીમાંથી નાસી ગઈ. હું એકલો થઈ ગયો. અને દૂધ બધું ઢોળાઈ ગયું.’
‘કાંઈ નહીં, બેટા ! કોઈક વાર અમારા જેવા મોટાથી પણ દૂધ ઢોળાઈ જાય.’
‘હવે મમ્મી મને વઢશે. બિલાડી નાસી ગઈ ન હોત તો બધું ચાટી જાત ને મમ્મીને ખબર જ ન પડત.’
‘હા, પણ બેટા ! તેં ખાધું કે નહીં ?’
‘હું ખાવા બેસવાનો જ હતો. મમ્મી મને બહુ ભાવતી બટાટાની સૂકી ભાજી કરી ગઈ છે.’
‘વાહ ! તો જલદી ખાઈ લે ને !’
‘પણ માસી, ઢોળાયેલું દૂધ બધું શાકમાંયે પડ્યું છે. મને તે પલળેલું શાક નહીં ભાવે.’
‘દૂધ તો નિતારીને કાઢી નાખ. બેટા, થોડું ખાઈ લે હં !’
‘મને હવે ભૂખ જ નહી. કાંઈ ગમતું નથી.’
‘જા, હું તારી મમ્મીને કહીશ, તને નહીં વઢે’
‘તમે મારી મમ્મીને ઓળખો છો ?’
‘ઓળખતી તો નથી, પણ તું મને ફરી ફોન કરજે, હું કહી દઈશ’
‘તમારો નંબર યાદ નથી ને !’
‘જો, મારો નંબર લખી લે – 432567 અને હવે તું થોડીવાર રમ. ત્યાં તારી મમ્મી આવી જશે.’
‘માસી, મને વીજળીની ટ્રેન બહુ ગમે છે.’
‘તો તેનાથી રમ ને !’
‘પણ એ તો મમ્મી કબાટમાં મૂકી ગઈ છે. અને કબાટને તાળું છે.’
‘તો મમ્મી આવીને આપશે.’
‘ના, મને ચાવીનો ઝૂડો ખબર હતો. તેમાંની એક ચાવી મેં કબાટના કાણામાં નાખી. પણ કબાટ ઊઘડે જ નહીં. મેં તો ચાવી જોરથી ફેરવી.’
‘પછી ?’
‘ચાવી થોડી મરડાઈ ગઈ છે, અને કાણામાંથી નીકળતી જ નથી ! કબાટ પણ ઊઘડતું નથી.’
‘જો, દીકરા ! નાના છોકરાએ આવી રીતે ચાવી સાથે રમવું ન જોઈએ.’
‘હવે તો પપ્પાના હાથનો માર પણ ખાવો પડશે. મને બહુ બીક લાગે છે. માસી, તમે પપ્પાને પણ કહેશો ને !’

‘કહીશ, બેટા ! કહીશ, હં કે !’
‘માસી, પપ્પાને કહેજો ને કે મારા બીજા દોસ્તોની જેમ મનેય દાદા-દાદી લાવી આપે.’
‘હા, એટલે કે તારે એકલા ન રહેવું પડે.’
‘માસી, તમે પણ મારી મમ્મીની જેમ નોકરી કરો છો ?’
‘હા’
‘તો આજે તમારી ઑફિસમાં છુટ્ટો છે ? મારી મમ્મીને કેમ નથી ?’
‘અરે, ઓફિસમાં છુટ્ટી નથી, મેં જ છુટ્ટી લીધી છે.’
‘તમારાયે દીકરાનું ઘોડીયાઘર આજે બંધ છે ?’
‘નહીં, અમારા ઘરમાં હજી તારા જેવડું નાનું કોઈ નથી પણ હવે આવશે.’
‘ક્યારે ?’
‘થોડા દિવસમાં જ. એટલે તો મેં છુટ્ટી લીધી છે.’
‘તમારા ઘરમાં દાદા-દાદી છે ?’
‘ના. કોઈ નથી.’
‘તો મારા જેવો દીકરો આવશે પછી ફરી તમે ઑફિસે જશો ? અરે રે ! ઘણું ખરાબ !’
‘કેમ આવું બોલે છે, બેટા !’
‘એટલે તમે પણ તમારા દીકરાને મારી જેમ ઘરમાં પૂરીને ઑફિસે જશો….. બિચ્ચારો !….’
‘ના, તે નાનો હશે ત્યાં સુધી એકલો કેમ રહેશે ?’
‘પણ મારા જેવડો થશે, પછી તો તેને પૂરીને જશો ને ! તેના કરતાં તે બિચારાને લાવશો જ નહીં ને ! માસી, નહીં લાવો, નહીં લાવો !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મુખવાસ (ભાગ-6) – સંકલિત
રીડગુજરાતી : ત્રીજા વર્ષના મંગલ પ્રભાતે…. Next »   

24 પ્રતિભાવો : હેલો, કોણ બોલે છે ? – હરિશ્ચંદ્ર

 1. સુનીલ શાહ says:

  વાતની રજુઆત ગમી. બાળક્ના મુખે મુકાયેલ ઘણી મોટી વાત
  સ્રરળતાથી- અસરકારકતાથી રજુ થઈ છે.

 2. PALLAVI says:

  ઘની સરસ વાર્તા.
  I regularly read his[ shri Harishndra’s] story in ‘Janmbhoomi Pravasi’. Like it very much.
  His story always ‘Short and Effective’

 3. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice…!

  “Kyarek balak evi vat kahi jay chhe ke aena par vichar karvoj pade….”!

 4. Rekha Iyer says:

  very nice story telling bitter truth!

 5. Trupti Trivedi says:

  Story is nice but author should bring positive end. Thinking brighter side will make future worth living.

 6. neetakotecha says:

  khub j hriday sparshi varta. sache j bahu badha bachchao ni aavi halat joyeli che. man ne hachcmachavi nakhiu.

 7. urmila says:

  nice story of everyday life – have we really progressed with the pressures of modern life – I wonder!

 8. maurvi says:

  WELL, it is a good story. but you have indirectly hurt all the working mothers, ! I think the auther has not tried to reach to the heart- feelings of the working mother. In which circumstances she is working, how she has compromised with her feelings etc.
  Yes i do agree with the thought, but please dont give such nagative picture of working mothers. You can throw a warning light towards the sityuation where the children staying with AAYA of MADE.
  i am also a working mother, my daughter stays with my in-lows, but all the mothers may not have such luck, due to either or reasons.
  PAN KOI PAN MUMMY POTANA BALAK NE EKLU SHOKH THI MUKI NE NA J JATI HOY.
  SORRY HARISHCHANDRA, Satya ni biji baju pan hoy j chhe.
  Well theses are my own thoughts. if it has hurt anybody, i am really sorry.
  Maurvi

 9. anamika says:

  હુ maurvi ની વાત પર ૧૦૦ % સહમત છુ….હુ પણ સર્વિસ કરુ છુ……મારો દિકરો નશિબદાર છે કે એને તેના દાદા-દાદી રાખે છે…છતા એને ઘરે મુકિને જતી વખતે મારી આંખમાં આંસુ આવી જ જાય છે….આખરે અમે સર્વિસ પણ બાળકોના સારા ઉછેર માટે જ કરીએ છિએ…..બાકી વાર્તા સારી હતી……

 10. સ્‍નેહલ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  વર્કીંગ વુમનને લગતી આ વાર્તા છે ખુબ સરસ. પરંતુ સમયના બદલાવની સાથોસાથ આજે જયારે સ્‍ત્રી પુરુષ સમોવડી બની રહી છે ત્‍યારે થોડી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે. કારણકે, આજના સમાજમાં સેટ થતાં થોડો સમય જાય. ખરેખર બાબત તો સમાજે સેટ થવાની છે. ર૧મી સદી તરફ ભારત જઇ રહયુ છે ત્‍યારે આપણે કલ્‍પના અને તેની કલ્‍પના પુર્ણ કરનાર સુનિતાને કેમ ભુલીએ. આ બંને વિરાંગનાઓએ અવકાશ સાથે બાથ ભીડી છે. એ આપણે શીદને ભૂલી શકીએ. ખરેખર તો બહેનોને આપણે આગળ લાવવાનો પ્રયત્‍ન ઝારી રાખવો જોઇએ. વાર્તા હાલના સંજોગોને આધીન રહીને પ્રસંગોચીત લખેલ હોવા છતાં બહેનોના સ્‍થાનને આપણે ભુલવુ ન જોઇએ. માનવમાત્રના વિકાસમાં બહેનોનો યશફાળો ખુબજ હોય છે.

 11. dharmesh Trivedi says:

  સિક્કા ને બે બાજુઓ હોય છે…બેવ ડી જવાબદારિ ઉઠાવતિ “મા” ને સરાસર અન્યાય જ ગણાય ને?…

 12. biren says:

  story is really effective….
  but the child should not leave alone like explained in story. sometimes if the child will do something which is really danger for itself and also to parents then who will be responsible for that…?
  આ રીતે બાળક ને એકલુ છોડવાથી એના સ્વભાવ મા પણ એક્લાપણુ અને ચિડ્યાપણુ જેવો ફેર અવી શકે છે.

 13. Saurabh Desai says:

  The way of presenattion is very simple,but the moral of the story is very effective. reply of maurvi is also true , i think here author had shown only on side of coin.

 14. Komal says:

  I’m 100% agree with Maurvi. I’m working mother too. I keep my sone with my in laws but most of the days i feel i want to stay with my son. I don’t want to go to work. But here is USA me and my husband both have to work to give a best life to our son.

 15. Bhavin Kotecha says:

  really nice story. I belive no mother will leave his kid alone at home. Never. But it’s heart touching story.

 16. Unknown says:

  I am a mother raising my son singlehandedly. leaving separate with my husband. He is not taking single responsibly of my son. Could writer tell any story about it.

 17. આ થોડો જટિલ પ્રશ્ન છે… અને મારા મતે વૈયક્તીક પણ એટલો જ…. મારી જાણમાં આવેલી એક તાજેતરની ઘટના એ હતી કે મારા પ્રોજેક્ટ મેનેજરને ૨ વર્ષનો બાબો છે…અને એની પત્ની પણ બીજી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે.. અને એમને બંને ને જુનનાં ફર્સ્ટ વીકમાં યુ.એસ. જવું પડ્યું પ્રોજેક્ટ માટે… બંને જણા અમેરિકાના બે છેડા પર છે હમણાં… અને પેલો ૨ વર્ષનો બાબો… એમના વતન(ઓરિસ્સાના એક ગામે) એના દાદા-દાદી પાસે છે…

  હું જ્યારે પણ એમની સાથે વાત કરું ત્યારે અચૂક નિશાંત(એ બાબાનું નામ) માટે પૂછું કે એ કેમ છે… 🙂

  મને વ્યક્તિગત રીતે તો આ ચીજ બહુ ગમી નહિ…

  પણ આ નિર્ણય ઘણો જ વ્યક્તિગત અને Situational ગણી શકાય…

 18. Keyur Patel says:

  છોકરાઓને આ રીતે ઘરમાં પુરીને જતા રહેવુ ખરેખર ક્રુર છે.

 19. raju yadav says:

  સરસ વાર્તા. પોતાના મા-બાપ ને ઘરડા ઘર મા મોકલતા લોકો પણ કોઇ બોધપાઠ લે તો સારુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.