રીડગુજરાતી : ત્રીજા વર્ષના મંગલ પ્રભાતે….

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતીના આ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. વિશ્વના તમામ વાચકમિત્રોને મારા પ્રણામ.

આ એક વર્ષમાં મારા અનુભવમાં જે જે વાતો આવી એને તમારી સાથે આજે વહેંચવી છે. સૌથી પહેલા તો મને એ ખ્યાલ આવ્યો કે એક વર્ષમાં કેટલું બધું નવું નવું બની શકે છે ! જ્યારે આપણે કોઈ નોકરી કે વ્યવસાયમાં હોઈએ ત્યારે બહુધા આપણું એક નિયમિત જીવન હોય. સવારે ઘરેથી નીકળીએ, ઓફિસના કામ પતાવીએ, સાંજે ઘરે પરિવાર સાથે થોડો સમય વીતાવીએ અને એમ કરતાં તો દિવસ પૂરો ! સાહિત્યના ક્ષેત્રમાં આવતા પહેલાં મારું જીવન પણ એ પ્રકારનું જ હતું. કશું નવું નહિ ! રોજ એનું એ જ. વિકાસ, પ્રગતિ અને જાણવાનું ઘણું બધું, પરંતુ તે બુદ્ધિલક્ષી. આ સાહિત્યના ક્ષેત્રમાં આવ્યા પછી જીવનની એક નવી જ દિશા ઊઘડી. કોઈકે સાચું જ કહ્યું છે કે જે જીવનની દિશા બદલી નાખે એનું નામ જ સાચું સાહિત્ય ! આ ક્ષેત્રમાં આવ્યા પછી રોજ નવા વિચારો, રોજ નવી અનુભૂતિઓ, રોજ નવું વાંચન અને રોજ નવી મુલાકાતો. જીવન આટલું વિવિધરંગી, પ્રસન્ન અને બહુપરિમાણીય હોય એ તો મેં સાહિત્યના સંગે જ અનુભવ્યું ! રીડગુજરાતી પર જેમ પ્રત્યેક દિવસે નવા લેખો હોય છે એમ પ્રત્યેક દિવસે સાહિત્યના માધ્યમથી મેં નવા નવા વિચારોને અનુભવ્યા છે. સાહિત્ય બુદ્ધિનો જ નહિ પરંતુ આપણી તમામ માનસિક શક્તિઓનો સર્વાંગી વિકાસ કરી શકે છે એમ મને લાગે છે.

વિદેશોમાં (અને હવે તો ભારતમાં પણ) જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ લોકો પોતાના કર્મચારીઓની માનસિક શક્તિ વધે, સ્ટ્રેસ દૂર થાય એ માટે અમુક ‘મેનેજમેન્ટ ગેમ્સ’ રમાડતી હોય છે. પુસ્તકોની દુકાનમાં આ વિષયને લગતા અનેક પુસ્તકો મળે છે. વળી, કેટલીક એવી સંસ્થાઓ પણ છે જે કંપનીઓમાં જઈને ત્યાંના કર્મચારીઓને હળવાશ આપવા માટે આ રીતની રમતો રમાડે છે. વ્યક્તિગત રીતે મારું એમ માનવું છે કે જો પ્રત્યેક કર્મચારીઓને કંપનીમાં રિસેષના સમય કે અન્ય કોઈ રીતે અથવા અઠવાડિયામાં અમુક દિવસ પોતાની માતૃભાષાના ઉત્તમ સાહિત્યને લગતા ‘રીડિંગ અવર્સ’ આપવામાં આવે તો કોઈ માનસિક દબાણ કે સ્ટ્રેસ કે અન્ય કોઈ તકલીફો રહેશે જ નહિ. વળી, વ્યક્તિની પ્રમાણિકતા (moral values) અને ઉત્તમ ગુણો વધશે એ જુદું. પણ હા, અત્રે એક વાત યાદ રહે કે વાંચનનો અર્થ અહીં ‘ઉત્તમ જીવનલક્ષી સાહિત્ય’ તરીકેનો છે, મનોરંજનલક્ષી નહિ.

આજના સમયમાં અત્યંત વ્યસ્તતા, નોકરી તેમજ ઘરની જવાબદારીઓને કારણે વ્યક્તિની પાસે ઉત્તમમાં ઉત્તમ પુસ્તકો હોય તો પણ એને વાંચવાનો સમય રહેતો નથી. ઘણી વાર આપણને એવું થાય છે કે ફલાણું પુસ્તક તો મારે વાંચવું જ છે, પરંતુ એમ કરતાં કરતાં કામના દબાણમાં આપણે ક્યારે એ વાત ભૂલી જઈએ તેની ખબર નથી રહેતી. આ બધાના પરિણામે આપણે ઘણું બધું ઉત્તમ વાંચન ગુમાવવું પડે છે. રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપ જ્યાં હોવ ત્યાં આપના ટેબલ પર ઉત્તમમાં ઉત્તમ સાહિત્યને સરળતાથી પહોંચાડવું. એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણને વિચારવા મજબૂર કરે, એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણી સંવેદનાને જાગૃત કરે, એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણને અંદરથી પ્રસન્ન કરે, એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણામાં પ્રેમની ભાવાનાનો વિકાસ કરે અને એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણામાં રહેલા માનવીય ગુણોની શોભા વધારે. આ સાહિત્યની અસરો બહુ દૂરગામી છે.

આજે તો આપની સાથે વ્યક્તિગત વાતો કરું છું એટલે કહું કે આ સાહિત્યની અસરો વિશે એશિયાની ઉત્તમ બિઝનેસ સ્કૂલોમાં એક ગણાતી IIM, Ahmedabad (Indian Institute of Management) માં મારે ‘રીડગુજરાતી : એક કેસ સ્ટડી’ વિષય પર વ્યક્તવ્ય આપવાની ઈચ્છા છે કારણકે એ વિદ્યાર્થીઓ આ વિષય વિશે કંઈક વધારે વિચારી શકશે. કોઈ પણ વિદ્યાર્થીને આ વિષય પર થિસિસ લખવો હોય તો પણ મારું સાદર નિમંત્રણ છે કારણકે આ એકવીસમી સદીમાં અત્યાધુનિક ઉપકરણોની મદદથી સાહિત્ય કેવી નવી દિશાઓ ખોલે છે અને તેની માનવીય જીવન પર શું શું અસરો પડે છે – તે વિશે જેને જોઈએ એટલી માહિતી હું આપી શકું એમ છું. આ વાતથી હું કોઈ અતિશયોક્તિ નથી કરતો પરંતુ વિશ્વની કેટકેટલી કંપનીઓએ રીડગુજરાતીને પોતાની Firewall માંથી પાસ કરીને પોતાના કર્મચારીઓને વાંચતા કર્યા, એની શું શું અસરો થઈ – એ બધા એમના પત્રોનો હું સાક્ષી છું. બુદ્ધિમાનો અને વિદ્વાનોએ આ વિચારવા જેવો વિષય છે.

વિશ્વના અનેક દેશોમાં લોકો રોજ સવારે કૉફી સાથે બે લેખો વાંચતા હોય, પોતાના પ્રતિભાવો આપતા હોય, ઑફિસોમાં લંચના સમયે વાંચનમાં પ્રવૃત્ત થતા હોય, સાંજ પડે એટલે એની પ્રિન્ટ કાઢીને ઘરે માતા-પિતાને વંચાવવા લઈ જતા હોય – આ બધો વાચકોનો સાહિત્ય પ્રેમ છે. એમાં રીડગુજરાતીની કોઈ મહત્તા નથી પરંતુ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ અને પ્રેમની આ શક્તિ છે. આટલા બધા વ્યસ્ત દેશોમાં સમય કાઢીને પોતાની માતૃભાષાનું વાંચન કરવું એ કેટલી પ્રેમપૂર્ણ બાબત છે. હમણાં વાર્તાસ્પર્ધામાં ભાગ લેનાર ન્યુજર્સીના એક સ્પર્ધક મને કહેતા હતા કે પોતાની એન્જિનિયરિંગની મલટીનેશનલ કંપની હોવા છતાં ભારત આવ્યા ત્યારે હૉટલના રૂમમાં મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરીને કેટલા રસથી વાર્તા લખવામાં પ્રવૃત્ત થઈ ગયા ! કેટકેટલા લોકોએ ઑફિસમાંથી રજા લઈને પણ વાર્તા લખવાનું પહેલા સ્વીકાર્યું. વડોદરાની પાસેથી એક બહુ મોટી ધર્મસંસ્થાના સ્વામીજી મને કહ્યું કે અમે સાંજના સત્રમાં ઘણીવાર રીડગુજરાતી પરની બોધપ્રેરક વાર્તાઓ પ્રીન્ટ કાઢીને બાળકોને વાંચી સંભળાવીએ છીએ, માત્ર એટલું જ નહિ, વિશ્વમાં આવેલી અમારી તમામ શાખાઓ આ કાર્ય કરે છે. કોઈ જગ્યાએ રીડગુજરાતી પર મૂકેલા નાટકો ભજવાય છે તો કોઈ જગ્યાએ સ્કૂલોમાં સ્લાઈડ શૉથી વાર્તાઓ બતાવવામાં આવે છે. એવા તો અનેક સિનિયર સિટિઝનોના મને ફોન આવ્યા છે કે જેઓ તેમની કલબોમાં અને મિત્રવર્તુળોમાં રોજના મૂકાયેલા બે લેખો વિશે વિચાર-વિમર્શ કરતા હોય.

રીડગુજરાતી મનોરંજનવાળા માટે મનોરંજન છે, જ્ઞાનના જિજ્ઞાસુ માટે જ્ઞાનસાગર છે. જેને વિવેક અને જીવનલક્ષી કંઈક જાણવું હોય એની માટે ચરિત્ર નિબંધોનો ખજાનો છે. ગૃહિણીઓ માટે ગૃહલક્ષી ઉપયોગી વાતો છે તો બાળકો માટે બાળવાર્તાઓ ની રસપ્રદ વાતો છે. યુવાનો માટે આદર્શ પ્રેમકથાઓ છે તો વડિલો માટે જીવનસંધ્યાનો ઉજાસ છે. માનસિક રીતે થાકેલાઓ માટે ઉમંગનો ઉદધિ છે અને શારીરિક રીતે અસ્વસ્થ રહેતા લોકો માટે આર્યુવેદના ઉપચારોની સામગ્રી છે. કવિની કલ્પના માટે શબ્દોની સરિતા છે તો ચિત્રકારના ચિત્રાંકન માટે વાર્તા નાયકોના ચરિત્રો છે. વિખ્યાત લેખકો માટે પોતાની કૃતિની વાચકો તરફથી થયેલી સમીક્ષા છે તો નવોદિતોને પ્રેરણા મળે એ માટે અધધધ કહી શકાય એટલી વાચકોની કૃતિઓ છે. અહીં ભક્તિ છે, ભાવ પણ છે, વિચાર પણ છે, ચિંતન પણ છે, વિજ્ઞાન પણ છે અને વિશ્વાસ પણ છે. સાહિત્ય તો એ જે આપણામાં વિચાર પ્રેરે અને આપણને વિચારવાની મોકળાશ આપે.

મને ઘણા વાચકમિત્રો કહે છે કે રીડગુજરાતીનું લે-આઉટ બદલવું જોઈએ, અમુક અમુક આ પ્રકારના વિભાગો ઉમેરવા જોઈએ, આ પ્રમાણેનું ડેકોરેશન કરવું જોઈએ….. હું સમજું છું કે અદ્યતન જે જે સુવિધાઓ હોય એ પ્રમાણે નવા લે-આઉટ ચોક્કસ મૂકી શકાય અને અનુકૂળતા પ્રમાણે હું એ કરવાનો પ્રયત્ન પણ કરીશ. પરંતુ એ સાથે મુખ્ય મુદ્દો એ પણ છે કે સિતારને પોલીશ કરવા બેસીએ તો સિતાર ક્યારે વગાડવી ? મુખ્ય કાર્ય તો એના સ્વરથી સંગીતને પામવાનું છે, એ રીતે મુખ્ય કાર્ય તો વાંચન આત્મસાત કરવાનું છે. એવા ઘણા પ્રશ્નો મને મળે છે કે તમે ફલાણી વસ્તુ કરો તો વાચકો સાઈટ પર વધારે ટકે, વધારે માહિતી શોધે અને જુદી જુદી વિગતો મેળવે. – આવા પ્રશ્નોના જવાબમાં હું હસીને કહું છું કે હું પોતે જ નથી ઈચ્છતો કે વાચકો સાઈટ સર્ફિંગની જેમ આમતેમ ફર્યા કરે ! અહીંયા તો સ્થિરતા છે. ચિંતન અને મનનશીલ વાંચન છે. ઘણીવાર રીડગુજરાતીને હું પરબની ઉપમા આપું છું. પરબ પર વટેમાર્ગુ આવે, ઘડીક વિસામો કરે. તાજુ અને મીઠું પાણી પીવે અને પછી પ્રસન્નતાથી વિદાય લે. બસ ! એનાથી વિશેષ બીજુ કશું જ નહિ. અત્રે એ નોંધનીય કે પરબ પર મહિમા ઠંડા પાણીનો છે, માટલાનો નહિ કે આપનાર વ્યક્તિનો પણ નહિ. માટલું ઘરે બનાવી શકાય છે, પાણી તો કોઈની કૃપાથી વરસે છે. રીડગુજરાતી માટલું છે. માટલાને છોડો, આ સાહિત્યરૂપી ઠંડા નીરનો મહિમા તો જુઓ કે જે મને અને તમને આટલા આટલા મહિનાઓ સુધી જકડી રાખે છે. બાકી તો કોઈ પણ કાર્ય તમે એકાદ મહિનો નિયમિત કરો તો એ પછી એમાંથી એક પ્રકારનો કંટાળો જન્મવા જ માંડે.

જો કોઈ એમ પૂછે કે રીડગુજરાતીનું સ્વરૂપ શું ? તો મારો જવાબ છે કોઈ સ્વરૂપ નહીં. ન તો એ કોઈ બ્લોગ છે ન તો કોઈ સાઈટ ! અહીં ઉદ્દેશ માત્ર અને માત્ર વાંચનનો. હું અને રીડગુજરાતી ન તો કોઈ બ્લોગ સાથે, ન તો કોઈ સાઈટ સાથે, ન તો કોઈ સંસ્થા સાથે, ન કોઈ પ્રકાશન કંપની સાથે, ન કોઈ સાહિત્યકાર સાથે કે અન્ય કોઈ જગ્યાએ કોઈ રીતે જોડાયેલા નથી. સૌથી સાથે રહેવું અને સૌનો સહકાર એ ‘નદી-નાવ’ સંજોગ છે. રીડગુજરાતીમાં તમામ રીતે સહયોગ આપનારા વિવિધક્ષેત્રના સાહિત્યકારો, પ્રકાશકો અને પોતાની અંગત અગણિત વેબસાઈટ પર રીડગુજરાતીની લીન્ક મુકનારા વાચકમિત્રો એ સૌનો મને પરમ આદર છે. એ તમામ લોકો મારા માટે વંદનીય છે. તેમ છતાં અંગત રીતે મારે આજે કંઈક કહેવું હોય તો મને એમ લાગે છે કે ઘણીવાર સર્જક કરતાં કૃતિને મળવાનો મને વધારે આનંદ આવે છે. કારણકે સર્જક જન્મે છે, જ્યારે કૃતિ તો અવતરે છે. સર્જક તો જુદા જુદા સમયે જુદી જુદી મનોભૂમિકામાં હોઈ શકે પરંતુ તેની કૃતિ તમામ વાચકને એક સરખી જ અનુભૂતિ આપે છે.

ઘરના સોફા પર પગ લંબાવીને હાથમાં પુસ્તક લઈને વાંચવાનો જે આનંદ આવે એની વાત જ કંઈક જુદી હોય છે, ખરું ને ? તેથી હું એવો આનંદ આપે ઉત્તમોત્તમ કૃતિઓ રીડગુજરાતી પર મૂકવાનો આગ્રહ રાખું છું. એ સાથે એ પણ ધ્યાન રાખું છું કે રીડગુજરાતી કોઈ શ્રેષ્ઠતાનો માપદંડ ના બની જાય. આપણે ત્યાં કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બહુ જલદી બંધાઈ જાય છે. એક એવું ચિત્ર ઊભું થાય છે કે ‘રીડગુજરાતી એટલે જાણે ઓહોહોહો. એમાં જે આવે એ બધું શ્રેષ્ઠ જ આવે !’ અને પછી એ ઈમેજ પ્રતિષ્ઠાનું રૂપ ધારણ કરે છે, એ પ્રતિષ્ઠા પછી અહંકારને ફોન કરે ! અને એ અહંકાર પોતાની સેના લઈને આપણા મનરૂપી રાજ્ય પર ભારે આક્રમણ કરે છે ! આ બધાના પરિણામે કાર્ય કરવાનો જે આનંદ હોય એ જતો રહે છે અને વાકયુદ્ધ શરૂ થાય છે. આ કારણને લીધે જ તેને હું કોઈ સ્વરૂપમાં બંધાવા નથી દેતો. અહીં બાળવાર્તાઓ પણ આવે અને અજમાવી જુઓ પણ આવે, રસોઈ પણ આવે અને તત્વજ્ઞાન પણ આવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્યકારની કૃતિઓ આવે તો એની સામે પહેલી વાર લખનારા કોઈ આઠમા ધોરણના છોકરાની કવિતા પણ આવે. જૂનામાં જૂનું સાહિત્ય આવે અને સાથે એક્દમ તાજા લખાએલા લેખો પણ આવે. સુંદર પુસ્તકમાંથી લેખો લેવામાં આવે અને યોગ્ય લાગે તો કરિયાણાવાળાએ 500 ગ્રામ મગનીદાળ જે કાગળમાં બાંધીને આપી હોય એમાંથી પણ લેખ લેવાય ! સવાલ છે અહીં સાહિત્ય સુધી પહોંચવાનો. માધ્યમ અગત્યનું નથી. ગુણવત્તા જરૂર જળવાવી જોઈએ પણ પ્રવાહી રીતે, જડ બનીને નહિ ! રીડગુજરાતીમાં કોઈક લેખ પસંદ કરવામાં ભૂલ થઈ હોય તો એને મારી સંપાદકીય ભૂલ માનજો. સંપાદનનો કાર્ય અનુભવ માંગે છે. ભૂલ ક્યા ક્ષેત્રમાં કોનાથી નથી થતી ? ભૂલ જ ન થઈ હોય એવું કોઈ ક્ષેત્ર જો તમને મળે તો જોજો કે એનો વિકાસ પણ નહિ થયો હોય !

ઘણા બધા પ્રશ્નો નિયમિત રૂપે પ્રત્યેક વર્ષે પૂછાય છે કે બે લેખો જ શા માટે ? અન્ય નવા વિભાગો શરૂ કરવામાં આવે તો ? ગુજરાત રાજયની વિવિધ માહિતી આપવામાં આવે તો ? – આ બધાના પ્રત્યુત્તરરૂપે એટલું જણાવવાનું કે થોડામાં જે આનંદ છે એ અતિરેકમાં નથી. આ થોડું છે તેથી જ વાંચી શકાય છે, મનન કરી શકાય છે, વાંચેલું યાદ રહે છે અને વિચારવા કે સમજવાનો અવકાશ રહે છે. આજના સમયમાં આમ પણ માહિતીનો અતિરેક કરવામાં આવ્યો છે. માહિતીનો ધોધ જાણે આપણી ચારેબાજુ વહે છે ! અધ્યાત્મક્ષેત્રમાં મનુષ્યના મસ્તિસ્કને શિવલિંગ કહ્યું છે અને શિવલિંગ પર જ્ઞાનની જળધારા શોભે, ધોધ નહિ ! આજથી દસ-પંદર વર્ષ પહેલાં મને યાદ છે કે અખબારમાં અઠવાડિયે એક જ રવિપૂર્તિ આવતી. એ વાંચવાનો એટલો ઉત્સાહ રહેતો કે છેક સોમવારથી એમ થતું કે ક્યારે રવિવાર પડે અને એ પૂર્તિ આવે ! હવે આપણી સામે રોજ પૂર્તિઓના ઢગલા થાય છે, પણ વાંચે કોણ ? કારણકે હવે પસંદગી કરવામાં આપણો સમય વ્યતિત થાય છે. એ જ રીતે વર્ષો પહેલાં અઠવાડિયામાં દૂરદર્શન પર માંડ બે સિરિયલો (હમલોગ અને ઘરજમાઈ જેવી) આવતી અને એનો ઉત્સાહ અને મીઠાશ એટલા બધા હતા કે સવારથી એની રાહ જોવી ગમતી અને આજે ટી.વી. ખોલો એટલે ચેનલો જ ચેનલો. ‘અતિ સર્વત્ર વર્જ્યેત્’ અતિરેક વસ્તુની મીઠાશ ગુમાવી દે છે.

રીડગુજરાતી પર બીજી એક રસપ્રદ વસ્તુ છે : વાચકોના પ્રતિભાવો એટલે કે લેખો પરની કૉમેન્ટ્સ. આ બે વર્ષમાં કુલ 1200 લેખો પર 10,000 થી વધુ કોમેન્ટસ પ્રાપ્ત થઈ છે. કેટલાક પ્રતિભાવો વાંચીને હૈયું ગદગદ થઈ જાય, કેટલાકથી મન પ્રફુલ્લિત થઈ જાય, કેટલાકથી એમ લાગે કે સરસ શબ્દો વાપર્યા છે, કેટલાકથી એમ લાગે કે વાચક વાર્તાનું મૂળતત્વ સમજ્યા હોય એવું લાગતું નથી અને કેટલાકમાં તો એમ થાય કે લેખ ક્યાં અને કોમેન્ટ ક્યાં ! હાસ્યલેખો પર પણ ગંભીર પ્રતિભાવો વાંચવા મળ્યા છે ! જો કે અમુક સમયે જુદા જુદા વાચકોનું સ્તર જાણવા ભારે અથવા તો અતિભારે લેખો પણ મૂક્યા છે ! અમુક પ્રકારના લેખોમાં ઘટના વસ્તુ હોતી જ નથી એવા લેખોમાં વાચકોને એમ લાગ્યું હશે કે આ લેખમાંથી શું બોધ મેળવવાનો ? પરંતુ એવા લેખોમાં બોધ કરતા પાત્રોનું નિરૂપણ અને સંવાદ વધારે અગત્યના હોય છે. જુદા જુદા સાહિત્યના પ્રકારોની જુદી જુદી દષ્ટિ અને ઉંચાઈ હોય છે. જેમ જેમ તમે વાંચતા જશો તેમ તેમ પ્રત્યેક કૃતિની અભિવ્યક્તિનો ખ્યાલ આપને થવા માંડશે.

ઘણા લોકો મને એમ પણ કહેતા હોય છે કે આજે ‘ફાધર્સ ડે’ છે અથવા તો આ સાહિત્યકારની પુણ્યતિથિ છે તો એ દિવસે એ પ્રકારના લેખો કેમ નથી હોતા ? – મિત્રો, પ્રત્યેક લેખો મૂકવાનો અને સાહિત્ય રજૂ કરવાનો એક લય હોય છે. એ ક્રમમાં એ ગોઠવાય તો એને માણવાની વધારે મજા આવે છે. ઘણીવાર અમુક લેખો મૂકવાની ઈચ્છા હોય તો પણ અનુકૂળતા નથી હોતી. રીડગુજરાતીનો પોતાનો એક પ્રવાહ છે અને એની જે દિશા હશે એ પ્રમાણે એ ગતિ કરશે. સાહિત્ય કોઈ કેનાલનું પાણી નથી, એ તો ઊછળતી કુદતી, પર્વતોને તોડીને ખડકો સાથે અફળાઈને નીકળતી ગંગા છે. એના પ્રવાહનો કોઈ ભરોસો નથી. જે જે ક્ષેત્રના જે સાહિત્યકારો અને જેની સ્મૃતિમાં જે દિવસો ઉજવાતા હોય એ સૌને મારા વંદન પરંતુ શું આપને એમ નથી લાગતું કે પિતૃ વાત્સલ્યમાં તરબોળ થયેલી કોઈ કૃતિ વાંચીને આપણને આંખમાં આંસુ આવી જાય તો એ દિવસ જ આપણો સાચો ‘ફાધર્સ ડે’ બની રહે છે ?

વાચકો સાથે વાર્તાલાપમાં થયેલી કેટલીક રમૂજો સ્મરણમાં આવે છે. ઈ-મેઈલ્સ માં જેટલા પત્રો આવે એમાં ઘણીવાર એવું બને કે લખનાર વ્યક્તિ ભાઈ હશે કે બહેન એ ખબર ન પડે ! તેથી જવાબ લખવામાં સંબોધન શું કરવું એની અગવડ ઊભી થાય. એવું ઘણીવાર બને કે જવાબમાં ‘નમસ્તે હેતલભાઈ’ લખીએ તો એમનો વળતો જવાબ આવ્યો જ હોય કે ‘હું હેતલભાઈ નહી. હેતલબેન છું !’ તેથી હવે જોખમ લેવા કરતાં ખાલી ‘નમસ્તે’ લખવું વધારે યોગ્ય લાગે છે ! વળી, ઘણા વાચકમિત્રો મને ભૂલમાં કોઈ વડીલ માની બેઠા છે. એટલે એમના પત્રોમાં આવતા સંબોધનો વાંચીને પણ ઘણી રમૂજ થાય ! ‘આદરણીય મૃગેશભાઈ’ !, વડીલમિત્ર શ્રી મૃગેશભાઈ (ભાઈ, ત્રીસમું વર્ષ તો હજી મને આજે બેઠું ! 30 વર્ષે વડીલ !!). ઘણા વળી એમ લખે કે : સારસ્વત મૃગેશભાઈ !…. આપણે ત્યાં એક એવી માન્યતા છે કે સાહિત્યનું કામ કરે એ તો લગભગ 50-60 વર્ષની ઉપર જ હોય ! એ માન્યતાને આધીન રહીને ઘણા વાચકમિત્રો ઘરે મળવા આવે ત્યારે મારા પિતાજીને જોઈને વંદન કરે અને કહે ‘તમે સરસ સાઈટ બનાવી !’ એટલે હસવું તો ના જોઈએ, પણ તોય હસી પડાય છે ! બાકી, તમારી સૌની શ્રદ્ધાને વંદન.

એક વર્ષ પહેલાં બનેલો એવો એક રમૂજી કિસ્સો આપને કહું. એક વડીલવાચક મિત્ર ઘણીવાર ઓનલાઈન ચેટિંગમાં આવે. એમની ઉંમર આશરે 65-67 વર્ષ. રીડગુજરાતી નિયમિત વાંચે. પોતાની ખુશી વ્યકત કરે. એકવાર એમણે પૂછ્યું કે : વડીલ (!), આપની ઉંમર કેટલી ?
હવે એ વખતે બન્યું એવું કે મારે એકબાજુ ફોન ચાલતો હતો અને ઓનલાઈન ઘણા સાથે વાત ચાલતી હતી તેથી કી-બોર્ડથી ‘28’ લખવાની જગ્યાએ ભૂલમાં હાથ ફરી ગયો અને ‘82’ લખાઈ ગયું ! અને પાછું ફોનમાં ધ્યાન હોવાથી મારી નજર પણ નહીં કે શું લખાયું છે ! અને હું તો આગળ વાત કરતો ગયો ! એમનો સંદેશો આવ્યો કે : ‘સાહેબ, તમે આ ઉંમરે સારું કામ કરો છો ! (મને એમ કે 28 વર્ષની ઉંમર છે એટલે કહેતા હશે.) અઠવાડિયા પછી એ ફરી ઑનલાઈન આવ્યા ત્યારે સૌથી પહેલાં મને પૂછ્યું : તબિયત સારી છે ને ? તમને ઘૂંટણમાં ‘વા’ ની તકલીફ ખરી !!?
મને થયું ચોક્કસ કંઈ ગોટાળો થયો લાગે છે ! એ પછી ‘ચૅટ હિસ્ટરી’ કાઢીને જોયું ત્યારે ખબર પડી કે આ તો ખરેખર ગોટાળો થઈ ગયો છે ! પણ પછી મને થયું કે જે ચાલે છે એ હવે ચાલવા દો ! એટલે આવી વાતોનોય આનંદ આવે છે ! (હે ભગવાન, આજે એ કાકા આ લેખ ના વાંચે તો સારું, નહીં તો પોલ ખૂલી જશે !)

આજે એ સૌ વાચકમિત્રોનું સ્મરણ કરી લઉં જેમણે રીડગુજરાતીને આર્થિક સહાય પૂરી પાડી છે. તેમની મદદ મને અત્યંત ઉપયોગી રહી છે અને એ સહાયતાથી સાઈટ માટેના અનેક કાર્યો નિર્વિધ્ને સંપન્ન થયા છે. વાર્તા-સ્પર્ધાથી લઈને ઈન્ટરનેટ કનેકશન, સર્વર ચાર્જિસ, હાર્ડવેર વગેરે જેવી અનેક ઉપયોગી જગ્યાએ આપનું યોગદાન ખૂબ ઉપયોગી નીવડ્યું છે, એના વગર રીડગુજરાતી આજે આટલી સ્થિરતા ન કેળવી શક્યું હોત.

અંતે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. આપ સૌનો પ્રેમ અને સહકાર અવિરત મળતો રહ્યો છે અને મળતો રહેશે જ એવી અપેક્ષા રાખું છું. ગુજરાતી સાહિત્ય લોકો સુધી સરળતાથી પહોંચે એ માટે રીડગુજરાતીને વધારે ને વધારે નિમિત્ત બનવાનું ભાગ્ય સાંપડે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. મારા માતાપિતાને પ્રણામ કરીને સમગ્ર વિશ્વના તમામ વાચકો, પ્રકાશકો, સાહિત્યકારો, વિદ્વાનો અને જાણીતા-અજાણ્યા એવા અગણીત લોકો જેમણે રીડગુજરાતીને પોતાનું માન્યું છે એ સૌનું સ્મરણ કરીને વંદન કરું છું. અસ્તુ !

તા. ક. : આવતીકાલે રીડગુજરાતી પર રજા રહેશે. તા-11 થી નિયમિતરૂપે રોજ બે લેખો સવારે 8.00 વાગે પ્રકાશિત થશે તેની નોંધ લેશો.

તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા.
+91 9898064256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હેલો, કોણ બોલે છે ? – હરિશ્ચંદ્ર
લગ્નો આટલાં તકલાદી કેમ ? – કીર્તિકુમાર મહેતા Next »   

123 પ્રતિભાવો : રીડગુજરાતી : ત્રીજા વર્ષના મંગલ પ્રભાતે….

 1. Vivek says:

  Let me be first to congratulate you and Readgujarati.com.

 2. સુરેશ જાની says:

  અભીનંદન

 3. Jayshree says:

  Happy Birthday, Mrugeshbhai..!!

  and also,

  Happy Birthday to Readgujarati too.. 😀

  મને યાદ છે, ચિત્રલેખામાં રીડગુજરાતી વિષેનો લેખ વાંચવાની શરૂઆત કરી, અને પહેલો ફકરો પૂરો થાય એ પહેલા તો હું સાઇટ પર હતી, અને પછી તો આ સાઇટ અને બીજા બ્લોગની દુનિયામાં એવી ખોવાઇ કે…

  આજે ટહુકો.કોમ મારી જિંદગીનો એક ખૂબ જ મહત્વનો હિસ્સો છે…. પણ જો હું એ દિવસે રીડગુજરાતી પર ન આવી હોત, તો આજે ટહુકોનું અસ્તિત્વ હોત કે નહીં, એ મને પણ ખબર નથી….!!!

  આભાર દોસ્ત..!! અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… 🙂

 4. Sahil says:

  Readgujarati and you are doing an awesome job.

  I started reading “readgujarati” 2 weeks back, when I found out about readgujarati.com from a friend. Well, I was looking for good gujarati material for my parents who are visiting me in USA, but once I started reading articles here, I couldn’t reisist myself and came back everyday.

  Thanks for all your effort. Congratulations on behalf of me and my family.

 5. neetakotecha says:

  gr8 mrugesh bhai read gujarati na 3 varas na janamdivase tamne khub khub abhinandan
  ane tamara potana birth day mate pan khub khub abhinandan
  ha mitro mara R.g NA SARVE MITRO AAJE MRUGESH BHAI NO PAN B” DAY che.
  HAPPY HAPPY B”DAY TO U ,TO U ,TO U
  amara badha vati tamne bannene amari khub khub subhechcha

 6. Manan says:

  અભિનંદન મ્રગેશભાઇ,

  જન્મદિવસ ની શુભકામનાઓ, ૩ અને ૩૦ બન્ને માટે. તમારી જેમ અમારે પણ સાહિત્ય ની આ સફર અદભુત રહી.

  આશા રાખીયે કે ભવિષ્ય મા પણ અમે સાહિત્ય રુપી આ મુસાફરી મા આપની સાથે રહીયે!!!

 7. ધવલ શાહ says:

  રીડગુજરાતીને વર્ષગાંઠ મુબારક !

  રીડગુજરાતીના શરૂઆતના દિવસો કે જ્યારે એ હજુ બ્લોગરૂપે પ્રગટ નહોતું થતું એ આજે યાદ આવે છે 🙂 રીડગુજરાતી વધારે ફૂલેફાલે એવી શુભેચ્છાઓ સાથે,

  ધવલ

 8. dineshtilva says:

  Mrugesh,
  Tara aa patra vanchya pachi, have TAME thi nahi sambhodhu….
  tari aa safaltaj aam ne aam agal vadhe temaj:એશિયાની ઉત્તમ બિઝનેસ સ્કૂલોમાં એક ગણાતી IIM, Ahmedabad (Indian Institute of Management) માં મારે ‘રીડગુજરાતી : એક કેસ સ્ટડી’ વિષય પર વ્યક્તવ્ય આપવાની tari ichha jaldi puri tahy teva aashirwad……
  dinesh

 9. Rajni M. Raval says:

  READ GUJARATI,
  ABHINANDAN. TRAN VARSH PIRA THAYA. HAVE GHANU BOLTA AAVDSE.AASHA RAKHU CHHU KE DAREK DIVSE VADHU NE VADHU PRAGATI THAI ANE AAPNO PARIVAR VIKSE ANE APNI GUJARATI ANE GUJARAT MATE BADHANE GARV RAHE.
  JAI JAI GARVI GUJARAT ANE NAMAMI DEVI NARMADE. RAJNI RAVAL.

 10. bijal bhatt says:

  આપ બન્ને ને ખુબ ખુબ અભીનંદન

 11. dipesh shah says:

  Happy birth day read gujarati.

  now instead of 2 lekh everyday make it 4.

 12. રીડગુજરાતી ને મારી હ્રદયની અંતરંગ શુભકામનાઓ..

  આ નદી હંમેશા ખળખળ વહેતી રહે અને સાહિત્યના સાગર સાથે વાચકોનો મિલાપ કરાવતી રહે એવી પ્રાર્થના સહ..

 13. મનિષ says:

  પ્રિય મ્રુગેશભાઇ (માનનિય કે વડીલ નહીં),

  ખુબ ખુબ અભિનંદન.. તમને અને રીડગુજરાતી ને.

  તમારા જન્મદિવસે અમારે ભેટ આપવી જોઇએ પણ રીડગુજરાતી શરૂ કરીને તમે વાચકો ને ભેટ આપી છે.

  અને ખાસ, તમારો હેતુ હોય કે નહિં પણ તમે એક વાક્ય “ભાઈ, ત્રીસમું વર્ષ તો હજી મને આજે બેઠું ! ” લખી ને જણાવ્યુ કે તમે ગુજરાતી સાહિત્ય જગતના Most Eligible Bachler છો. આશા છે કે વાચકો પણ મરી સાથે સહમત હશે.

  Congretulation Again…

 14. Niraj says:

  ખૂબ ખૂબ અભિનંદન!!!

 15. Ritesh says:

  અભિનંદન મૃગેશભાઇ…

 16. Chirag says:

  congrats, Mrugeshbhai.
  keep up the good work.

 17. Himanshu Zaveri says:

  Congratulation for 3rd year of read gujarati. i agree with jayshree, i also did find about read gujarati from chitralekha and about tahuko.com from read gujarati. from tahuko.com so many other gujarati blogs. thanks for the read gujarati. Mrugesh Bhai

 18. paras says:

  wonderful efforts. As u r right on publishing only two articles a day.. i am reading this since long.. great job .. u r truly genious at such age.. i am 32 but looks like u did very good at the age of 30.. keep it up.. and ya happy birthdya to both of u.. thanks for giving something to society..

 19. G.A. Patel says:

  મગેશભાઇ,
  અભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને!

 20. વિનય says:

  રીડગુજરાતી અને મૃગેશભાઈ,

  જાજી બધી શુભેચ્છાઓ અને અભિનંદન!

 21. અભિનંદન……..સર………રીડ ગુજરાતી ઉત્તરોઉત્તર પ્રગતિના શિખરો સર …કરે એજ અભિલાષા…………….

 22. JITENDRA TANNA says:

  ખુબ ખુબ અભિનંદન મૃગેશભાઇ,આવનારા દરેક વર્ષો આપના માટે વધુ ને વધુને વધુ પ્રગતિ આપે અને વધુને વધુ ગુજરાતિ સાહિત્યની નજીક લાવે એવી અપેક્ષા.

 23. Bharat Lade says:

  મગેશભાઇ,
  Congratulation to Read Gujarati & Mrugeshbhai for doing so wonderful job for gujarati reader.

 24. Vihar Pancholi says:

  Congratulations & hearty greetings to Read Gujarati & Mrugeshbhai on 3rd birthday of Readgujarati. Since it is (Readgujarati) your brainchild, you must be proud of its success & popularity.
  Our best wishes and support are always with you.
  Warm regards

 25. Paresh says:

  અભિનંદન મૃગેશભાઈ.
  રીડ ગુજરાતી ખરેખર પરબ જ છે, ગુજરાતી સાહિત્યની પરબ. આવુ સુંદર કાર્ય આગળ ધપાવતાં રહેજો એ જ શુભકામના. આભાર

 26. Hitesh Dixit says:

  પ્રિય મૃગેશભાઈ

  ૩જા જન્મદિવસ પર તમને અને રીડગુજરાતી બન્નેને અમારા આખા પરિવાર તરફથી ખુબ-ખુબ અભિનન્દન..

  તમે અને આ તમારુ માનસસન્તાન બન્ને ….શતાયુ ભવ!

  Keep up the great work …

  મિત્ર અને શુભેચ્છક
  હિતેશ દિક્ષીત. (૦-૯૮૬૭૦ ૦૩૨૫૧).

 27. હાર્દિક અભિનંદન, મૃગેશભાઈ…

 28. dhara says:

  શ્રી મૃગેશભાઈ ખુબ ખુબ અભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને! 🙂

 29. Manisha says:

  Dear Mrugesh,

  No words for your service and support to Gujarati Language…

  Wishing you all the sucess.

  Best Regards
  Manisha

 30. Dhaval B. Shah says:

  સફળ કરતા જાઓ તમે સફળતા ના સૌ શિખર,
  હાસ્યની છોળો ઉડે અને, પ્રેમ ની ઉડે ફુલઝર,
  નવુ વર્ષ બની રહે તમો માટે ખુશીઓથી સભર.

  હાર્દિક શુભેચ્છા!!

 31. રીડરગુજરાતી અને મૃગેશભાઈ, ખુબ ખુબ અભિનંદન
  તુમ જીયો હજારો સાલ, સાલ કે દીન હો પચાસ હજાર
  ફરી ખુબ ખુબ અભિનંદન
  ભરત પંડયા
  માપુતો, મોઝામ્બીક.

 32. Ramesh Shah says:

  હું તારી અને તું મારી ઉંમર જાણે જ છે અને એટલે જ આશીર્વાદઆપવા યોગ્ય છું-મારા તને અને ‘રીડ ગુજરાતી’ ને ખુબ ખુબ આશીર્વાદ.

 33. maurvi says:

  congrats read gujarati and mrugeshbhai for successful completion of three years. BUT STILL THERE IS A LONG WAY TO GO.

 34. maurvi says:

  congrats read gujarati and mrugeshbhai for successful completion of three years. BUT STILL THERE IS A LONG WAY TO GO.
  આ ૩ વર્ષની સફરમા રીડગુજરાતીના પરીવારમા કેટલા મીત્રો જોડાયા હશે!!!!!!!!!!
  this would be the only DOR, which has tide so mnay friend on each and every day, each and every second. but not loss anyone.
  Therefore i am saying, its a long way to go.
  SKY IS THE LIMIT!!!!!!!!

  HAPPY BIRTHDAY TO YOU AND YOUR NOVEL CONCEPT.

 35. niru rajyaguru says:

  Happy Birthday

 36. chetu says:

  ખુબ ખુબ અભિનંદન મૃગેશ ભાઈ,
  Happy birthday to U & Read gujarati..!
  મે કહ્યુ હતુ ને કે રીડગુજરાતી એક સુપર માર્કેટ છે..પણ હવે કહેવુ પડ્શે કે સુપર મોલ છે..! સાહિત્ય નો ફ્રી શોપિંગ મોલ ..જેટલુ અનલિમીટ શોપિંગ કરી શકો એટલુ કરો…!…ખરેખર એક્દમ પ્રશંશનીય કાર્ય કરી રહ્યા છો…અને આજ ના આ લેખ માં પણ આપે ખુબ જ સરસ વાતો લખી છે એ માટે પણ અભિનંદન ..તથા જયશ્રી ઍ કહ્યું તેમ મારા માટે પણ રીડગુજરાતી ઍક પ્રેરણા સ્ત્રોત રહ્યું છે ” શ્રીજી ” તથા ” સૂર~સરગમ ” ના અવતરણ માટે..!… ખુબ ખુબ આભાર..! જય શ્રી કૃષ્ણ ..!

 37. Hiral Thaker 'Vasantiful' says:

  Dear Read Gujarti and Mr. Mrugesh Shah

  (For all readers, you are dear but the reason behind it is the readgujarti…So i write it first… 🙂 )

  Very very congratulations to both of you…. I wish you can get the height in literature and still you can be with us. Your all wishes for your life and for readgujarati will be fulfil by GOD very soon.

  All the best and keep it up

 38. અભિનંદન મૃગેશભાઈ… રીડગુજરાતીનું આ નવું વર્ષ મંગલમય રહો…. 🙂

 39. zankhana says:

  HAPPY BIRTHDAY
  READ GUJARATI.COM
  AA VIBHAG MA GANU JANVANU MALE CHHE. GUJARATI MATE AAVEBSITE UPYOGI CHHE.

 40. PALLAVI says:

  Mrugesgbhai,
  Gongratulations.
  Keep it up!
  Pallavi

 41. dr.rajesh prajapati says:

  ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
  ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
  ભમરાની જેમ તો ય માની જો જાય તો
  કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
  congratulations……….mrugesh.

 42. anamika says:

  મૃગેશભાઈ…………ખુબ ખુબ અભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને!

 43. thanki n p says:

  પ્રિય મૃગેશભાઈ,
  હાર્દિક અભિનઁદન.આટલા ઓછા સમયમાઁ આટલુઁ પરીણામ મેળવવુઁ એ જ એક મોટૅ સિદ્ધિ છે. બસ લગે રહો ,મન્જિલ મુકામ છે આગે આગે ક્ષિતિજનૅ પેલે પાર્!

 44. Neela Kadakia says:

  ત્રીસ અને ત્રણનો આંકડાનો સારો પ્રાસ ગોઠવાઈ ગયો છે ખરુંને?
  તમને ત્રીસમાં વર્ષમાં પ્રવેશની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  રીડગુજરાતીને ત્રીજા વર્ષમાં પ્રવેશ માટે ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો. મેઘધનુષ તરફ્થી આપને અભિનંદન.

  તમે હવે લગ્ન કરી મંગળ પ્રવેશ કરો તેવી અભિલાષાઓ.

 45. gopal h parekh says:

  ત્રણ ને ત્રીસ બંનેને જન્મદિન શુભેચ્છા,લગે રહો મ્રુગેશભાઈ

 46. Vikram Bhatt says:

  પ્રિય મ્રુગેશભાઈ,
  અભિનંદન. ત્રણ અને ત્રીસના બન્નેને ખુબ ખુબ શુભ કામનાઓ.

 47. hemantkumar b shah says:

  VERY VERY HAPPYBIRTHDAY 2 MRUGESHBHAI AND READ GUJARATI LONG LIVE ALSO CONGRAULATION TO MRUGESHBHAI 4 SUPERB SITE IT GIVES VERY GOOD ARTICLE AND INFORMATION GO AHEAD

 48. પંચમ શુક્લ says:

  હાર્દિક અભિનંદન, મૃગેશભાઈ અને રીડગુજરાતી બેન્નેને.
  આપના અંગત વિચારો પણ જાણ્યાં અને માણ્યાં.

 49. Pooja Shah says:

  રીડગુજરાતી ને મારી હ્રદયપુર્વક શુભકામનાઓ..

  મ્રુગેશ સર, તમે ગુજરાતી સાહિત્ય્અને ૨૧ મી સદી નુ રુપ આપી ખુબ ખુબ સરસ કામ કરયુ એ બદલ અભીનન્દન્..

 50. dr sudhakar hathi says:

  namaskar india thi hu mozambiq aavyo to read gujarati ni co mane gani mali aahi mane pushkal nirat hati ganu vachva ne jova malayu read gujarati temaj anya vartman patro pan vachava malya read gujarati ekdam aadarsh che tema jokes thi kari ne gahan vishayo sudhinu vanchan male chhe aapana prayatna badal khub khub aabhinandan dr sudhakar hathi

 51. ચૈતન્ય શાહ અમદાવાદ says:

  પ્રિય મૃગેશભાઈ
  ૩જા જન્મદિવસ પર તમને અને રીડગુજરાતી બન્નેને ખુબ ખુબ અભિનંદન
  સરસ…….વિચારો અને નિખાલસતા
  I am touched..!!

  આશા રાખીયે કે ભવિષ્ય મા પણ અમે આ સાહિત્ય રુપી ગંગા મા સ્નાન કરતા રહીશુ……

 52. hitakshi pandya says:

  readgujarati માટે કૈંક આમ કહી શકાય કે…….
  અમને નાંખો જિંદગી ની આગ માં,આગ ને પણ ફેરવીશું બાગ માં.
  સર કરીશું આખરે સૌ મોરચા,જિંદગી ને પણ આવવા દો લાગ માં.
  —-શેખાદમ આબુવાલા

  many many happy returns of the day,n wish u all the best to achieve ur goal.

 53. Moxesh Shah says:

  Dear Mrugesh,
  Many Many Happy Returns of the Day. This B’day combo is Unique.
  As per one belief, on your B’day, now you have spent one more year of your life but here simultaneously, our favourite R.G. is growing day by day and becoming more & more matured.
  Mrugesh, as per our Hindu belief, first six years of the child are important as during that years only it learns. After that for whole life he/she only reacts. That refelxtions depends on the “Sanskar” implanted on him/her, during the first six years of the childhood.
  So, as a parent of your brain child, i.e. Read Gujarati, you still have to take care for more Four Years and I’m confident that you will be successful in that role also. You have already proved your maturity, sincearity and passion for this noble cause, both for society & Gujarati Sahitya, and we all are sure that you will continue with the same.
  Once again, Congrats and best wishes to touch the new heights in every walk of life.

  One funny comment: Mrugeshbhai, if I speak in the lenguage of Shri Ashok Dave (Budhavar ni Bapore), Let drop the idea of giving Lecture at IIM, Ahmedabad, because, Lallu Prasad Yadav has also given a lecture there.

  Best Wishes and Regards,
  Moxesh Shah.

 54. Chirag Patel says:

  ખુબ ખુબ અભીનન્દન. મારા બ્લોગ-સફરમાં રીડગુજરાતી જ નીમીત્ત બન્યું છે. સ્નેહની સરવાણી આમ જ જારી રાખશો.

 55. મ્રુગેશભાઈ…..
  happy b’day to u and our read gujrati
  i m feeling proud to b part of read gujrati family!!!

 56. Yogi Patel says:

  મૃગેશભાઈ,

  હાર્દિક અભિનંદન અને શુભેચ્છા.

 57. સુનીલ શાહ says:

  અ’તરના અભિન’દન..શુભેચ્છાઓ.

 58. bharat gokani - dubai (UAE) says:

  Bhai Mrugeshbhai,

  Readgujarati.com na trija varshma pravesh mate apne ane apanne sahune jaja karine abinandan. Bhagvan kare tame vadhu ne vadhu sahitya seva kari gujarati bhasha ke je lupta thai javana are chhe tene bachavo. Prabhu a karyama tamne sath ape evi prarthna.

  bharat gokani – dubai

 59. Shreya says:

  Mrugeshbhai,

  Happy birthday to you and Read Gujarati.

  Its been a pleasure and an honor to be a part of Read Gujarati. Its the best website for Gujarati Literature I have come across so far. keep up he good work. Good luck to you and read gujarati for better future. God Bless You.

  – Shreya.

 60. YOGENDRA K.JANI. says:

  Shri Mrugeshbhai,
  Hearty congratulations. Because of your activity
  lot of people able to get the essence of lovely mother tounge’s taste. God may give you lot of strength to continue the efforts you are on.
  Yogendra Jani/Newyork.

 61. Dyuti says:

  Thanks,
  3 years… It takes a lot of effort…
  Thanks for all articles and poems and everything … Keep it up!!!

 62. Chetna says:

  મૃગેશભાઈ અને રીડગુજરાતી,
  હાર્દિક અભિનંદન.

 63. dilip desai says:

  પ્રય ગોદ તો લિવે લોન્ગ હપ્પ્ય લિફે

  We pray god tolgive you happy long life.

 64. DHRUTIKA says:

  MRUGESH,

  HEARTY CONGRATULATIONS FOR THE BEST WEBSITE. I LOVE MY DESK AND MY COMPUTER MORE THEN ANYTHING SINCE PAST FEW YEARS. I FEEL LIKE BACK HOME IN USA.
  DHRUTIKA.

 65. dharmesh Trivedi says:

  મ્રુગેશ ભાઈ અને આપના આ અદભુત માનસ પુત્ર “READGUJARATI” ને અનુક્રમે ત્રિસ મા અને ત્રિજા જન્મદિન નિ શુભકામનાઓ….
  આપ અને અમારા અને આપણા સૌનિ આ સાઇટ ઉતરોતર સિધ્હિ ના સોપનો સર કરો આપણા વડોદરા આપણા ગુજરાત, આપણાભારત નુ આપ ગરવો ગુજ્જુ ગૌરવ બનો …તેવિ શ્રિનાથજિ ને પ્રાથના…
  many happy returns for the day…best of luck…dharmesh trivedi..baroda

 66. Shashin Adesara says:

  Mrugeshbhai
  Congratulation
  You have been doing wonderful job for Gujarati literature loving people and creators
  Yourn readgujarati is unique and will be so

  Shashin Adesara

 67. Kantibhai Patel says:

  HappyBirthday To You Ha…Pi barth day to you….
  Sheetalsangeet tamara jeevan ma hamesha Gujatu rahe….

 68. Ashish Dave says:

  Congratulations. This is just a beginning. Before it was fun to visit Read Gujarati but now it has formed a habit.

  Ashish Dave (Sunnyvale, California)

 69. Natver Mehta(Lake Hopacong,NJ, USA) says:

  મ્રુગેશભાઇ,
  તમારી નમ્રતા માટે તમને અભિનંદન. કોઈ અન્ય હોઈ તો અત્યારે હવામાં ઉડતો હોય. અથવા તો સાહિત્યનો વેપારી બની બેસે.
  રોજ નવું નવું રસાળ પિરસવું ઘણુ અઘરું છે. તમે એકલા તો નહિં જ હો!!તમને મદદ કરનાર દરેકને અભિનંદન. તમારી દરેક ઈચ્છા પુરી થાઓ એવી પ્રભુ પ્રાથના.

 70. prakash mehta- SURAT says:

  આવી સાઇટ માટે બિરદાવવા શબ્દો નથી.. !
  keep it up.. congratulations and all the best wishes..!

 71. Anitri says:

  First of all Congratulation!!!!!

  Happy Birthday Mrugeshbhai!!!

  Mrugeshbhai,
  તમારો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જોઇને બહુ ગમ્યુ.

  And, also i like that funny story about your age.

 72. અમી says:

  જન્મ દિવસે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ. તમે જે કાર્ય કરો છો એ માટે ભગવાન હંમેશા તમને બધી જ અનુકુળતા આપે એવી અમારા સર્વેની પ્રભુ-પ્રાર્થના.

 73. MANHAR M.MODY says:

  મૃગેશભાઈ,

  તમને અને તમારા માનસ સંતાન રીડ ગુજરાતી ને જન્મદિનની લાખ લાખ શુભ કામનાઓ.

  તમે આટલી નાની ઉંમરે સાહિત્ય-સેવાનો આ યજ્ઞ એકલે હાથે આદર્યો છે તેની જેટલી પ્રસંશા કરીએ તેટલી ઓછી છે.

  પરમકૃપાળુ પરમાત્મા તમને આ ભગીરથ કાર્ય કરવા માટે માનસિક, શારિરીક અને આર્થિક શક્તિ આપે એજ અભ્યર્થના.

  મુબારક હો જીવનની રાહમાં આગે કદમ
  આવે હઝારો જન્મદિન આવા સનમ
  મહેકે ખુશીના ફૂલથી તારો ચમન,
  દુવા ગુજારે એટલી તારો જ ‘મન’

 74. neetakotecha says:

  aapde evu ichchiye k aavta janamdivase emni sathe emni jivansangini j sahitya premi j hoy e pan emni sathe besine aapni shubhechcha vanchta hoy.

 75. Congratulations!
  Keep it up!

 76. અભિંન્ંદન!

 77. Maulik Rajput says:

  રીડગુજરાતી ને મારી હ્રદયની અંતરંગ શુભકામનાઓ..

  મને રીડગુજરાતી બહુ ગમે છે

 78. URMILA CHAUDHARY says:

  khudi ko kar buland itana,
  Har takdir se pahle,
  Ki khuda khud Bande se puche
  Bata teri raza kaya hei……………………………………..

  Congratulation……………………….

 79. sujata says:

  koi thayu tran nu ane koi tris nu pan baneey umar karta vadhare mature chhey……..read gujarati to athaag samundar chhey jetla moti joiye mali jaasey…..to thaiye marjeeva ne lagaviye dubkee?
  Many Many happy returns readgujarati……..

 80. Pratik Kachchhi says:

  Dear Mrugeshbhai,

  Even though I am elder to you by 9 years, still do not get convince to address you like younger.. as every one had tested your capability & sincerity to achive the goal in promoting Gujarati Sahitya..

  I must say that you desrve many many congratualtions from readers like us.. whom you have a given an unforgotable Brithday gift..

  Prabhu – aap ne badhi ichchha puri kare..

 81. manish jivani says:

  પ્રિય મ્રુગેશ્ભૈ,
  જન્મ્ દિન મુબારક્
  હુ વાન્ચન્પ્રિય ચુ. મને તમરિ સૈત ગમે ચ્હે.
  sorry i don’t know typing in gujarati.
  best of luck.
  -manish

 82. RUPAL says:

  Tum jiyo hazaro saal………………..Happy Birthday to both….Thanks a million.

 83. કેયુર says:

  મૃગેશભાઇ અને રિડગુજરાતી,

  બંને ને ખુબ ખુબ શુભેચ્છાઓ.
  બંને ઊત્તરોત્તર ખુબ પ્રગતી કરે તેવી શુભકામના સાથે.

  કેયુર્

 84. Riti says:

  ખૂબ ખૂબ શુભૅચ્છાઑ!!!! આપ ને અને સાહિત્ય ને!!!

 85. શુભેચ્છાઓ…

 86. પ્રિય મિત્ર મૃગેશ,

  જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

  રીડગુજરાતીને પણ બીજા જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ…

  … અને તમે બંને ઊત્તરોત્તર ખૂબ જ પ્રગતી કરો એવી અંતરની શુભકામનાઓ!!

 87. Mamta says:

  Congratulation for this wonderful work that you are doing.

 88. Hetal says:

  Thank you for doing grate job

 89. surekha gandhi says:

  પ્રિય ચિ. મૃગેશભાઈ,
  દીર્ઘાયુ ભવ.મા સરસ્વતીની જે સેવા તમે કરી રહ્યા છો તેના માટે અભિનન્દન.

 90. દેવેશ શાહ,વડોદરા says:

  અભિનંદન

 91. KRUNAL CHOKSI, USA says:

  dear mrugeshbhai…….

  congratulations for the successful 3 yrs of readgujarati…..n many many happy returns to u n our readgujarati tooooooo…….

  may god give u all success [through us 😉 ]

  its always great to read all types of articles except some of the ભારેખમ articles….

  mrugeshbhai, u n readgujarati rock…..

  krunal

 92. Vraj Dave says:

  Shree Mrugeshbhai,
  Read Gujarati na 3 varas na JANMDIVASE aapane tatha mitro ne khub khub ABHINANDAN.

 93. Pankita says:

  Be Lated Happy Birthday to ReadGujarati and MrugeshBhai. 🙂

 94. Lata Hirani says:

  પ્રિય મૃગેશભાઇ
  સાહિત્ય સાથે તમે ખૂબ ઉંડાણથી જોડાયેલા છો એ રીડ ગુજરાતી વાંચનાર સમજી જ શકે… આ લેખમાં તમે એનાથી કેટલા અભિભુત છો એ પણ અનુભવાય છે.. સાહિત્ય પોતે જ સરસ્વતીનું સ્વરૂપ છે અને તમે ખરે જ એનું વરદાન પામ્યા છો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી… ખૂબ ખૂબ અભિનંદન… રીડ ગુજરાતીએ પરદેશમાં ગુજરાતી ભાષાના ભવિષ્યને કેટલું મોટું આશાનું કિરણ પૂરું પાડ્યું છે !!! અને યશ તમને જાય છે….
  લતા આન્ટી

 95. Pz accept my congratulations on U R happy birth day . I accept That I am late in giving my wishes. but that is i was away from town for about a week .all the BLESSINGS 2 U all

 96. d j mankad says:

  congratulations,
  long live readgujarati
  god bless you

 97. Sudhir Patel says:

  Congratulations on completion of Three years.
  Wish you all the best and last long forever.
  We all should apprecate your hard work, imagination and presentation of Gujarati literature that you makes available from any corner of the world.
  Thank you again and keep it up.
  Regards.
  Sudhir Patel.

 98. sagarika says:

  ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અભિનંદન.

 99. Dilip Patel says:

  મૃગેશભાઈ,
  આપની આ રીડગુજરાતી સાહિત્યિક પરબ સદા માટે છલોછલ છલકાતી રહે અને વધુ ને વધુ સાહિત્ય પિપાસુઓ એમની તરસ છિપાવે એવી અંતરતમની અભ્યર્થના.

 100. rajesh trivedi says:

  Respected Shri Mrugeshbhai,
  First of all, congratulations to you for completion of 3 years of read gujarati. its a great achievement. many many happy returns of the day – read gujarati. In fact Mrugeshbhai, i am a frnd of one of your neighbours in Geeta Park, Karelibaug and many a times I come to their house but unfortunately, have not got the chance to meet you personally. But I will definately try to meet you sometimes, when I come next. Once again, ABHINANDAN and All the Best for your BRIGHT FUTURE.

 101. Jayesh says:

  Dear Mrugeshbhai,

  Congratulations!

  You are doing a yeoman service of Gujarati language. ReadGujarati is a boon to all those who love Gujarati sahitya. Thanks to you we get to read good articles/poems though living thousands of miles away from our ‘ vatan’. Wishing you all the best in the literary journey ahead.

 102. Mahavirsinh Vihol says:

  અભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને!
  I wish Readgujarati will continue to serve the thirst of people and grow to tree where people tiered from their busy life can rest and get the glimpses of the new world which they forgot.

  All the best.

  Mahavir.

 103. bharat dalal says:

  Thanks for such an excellent inspiring publication. My congrats for the same.

  Please continue your youthful(age 28) efforts and we wish you a life of best physical and mental health.

 104. તમને ઘણા ઘણા અભિનંદન,

  સરસ કાર્યને આગળ ધપાવવા બદલ,

  સિદ્ધાર્થ શાહ

 105. nilamhdoshi says:

  last but not the least..many many happy returns..and all the best wishes..
  heartily congrats
  nilam ,harish

 106. Keyur Patel says:

  ખુબ ખુબ અભિનંદન !!!!!!!!!!
  જો જો ને આમ ત્રીસ વરસ પણ વહી જ્શે.

 107. Bhavna Shukla says:

  બહુ મોડી જોડાઈ છુ સાઈટ ૫ર…….. અને એટલાજ વધુ અભિનંદન……….

 108. Atul Jani says:

  ReadGujarati ના ૩ જા વર્ષના ૩ મહિના પણ વીતી ગયા છે. અને આ લેખ તો ૩ મહિના પહેલા નો છે. તેમ છતાં મૃગેશભાઇ ને અભીનંદન આપ્યા વગર મારાથી રહી ન શકાયું.

  પિતૃ વાત્સલ્યમાં તરબોળ થયેલી કોઈ કૃતિ વાંચીને આપણને આંખમાં આંસુ આવી જાય તો એ દિવસ જ આપણો સાચો ‘ફાધર્સ ડે’ બની રહે છે ?

  તેવી જ રીતે ReadGujarati નો આ લેખ મેં આજે વાંચ્યો અને મને જાણે આજે જ તેનો જન્મ દિવસ હોય તેવું લાગે છે.

  જન્માષ્ટમિ ને દિવસે નહીં પરંતુ જે દિવસે આપણા હ્રદય માં કૃષ્ણ માટે પ્રેમ જાગે તે દિવસ આપણા માટે કૃષ્ણજન્મનો દિવસ ગણાય્.

  ફરી એક વખત મૃગેશભાઈ તથા ReadGujarati ને ખુબ ખુબ શુભકામનાઓ તથા અભીનંદન.

 109. Ketan Shah says:

  અભિનંદન મૃગેશભાઈ.

 110. મૃગેશભાઈ ખુબ ખુબ અભિનંદન તમ્ને અને તમારા ગ્રુપ ને સરસ કાર્યને આગળ ધપાવવા બદલ.

 111. nayan panchal says:

  ડિયર મૃગેશ (સંબોધન ગમ્યું?)

  તમે ખૂબ જ સારું કામ કરો છો, ચાલુ રાખજો.

  “રીડગુજરાતીને હું પરબની ઉપમા આપું છું. પરબ પર વટેમાર્ગુ આવે, ઘડીક વિસામો કરે. તાજુ અને મીઠું પાણી પીવે અને પછી પ્રસન્નતાથી વિદાય લે. બસ ! એનાથી વિશેષ બીજુ કશું જ નહિ. અત્રે એ નોંધનીય કે પરબ પર મહિમા ઠંડા પાણીનો છે, માટલાનો નહિ કે આપનાર વ્યક્તિનો પણ નહિ. માટલું ઘરે બનાવી શકાય છે, પાણી તો કોઈની કૃપાથી વરસે છે. રીડગુજરાતી માટલું છે. માટલાને છોડો, આ સાહિત્યરૂપી ઠંડા નીરનો મહિમા તો જુઓ કે જે મને અને તમને આટલા આટલા મહિનાઓ સુધી જકડી રાખે છે.”

  હું ઉપરની વાત સાથે સંપૂર્ણ સહમત છું. સાદાઈમાં જે મજા છે તે ભભકામાં નથી.

  નયન

 112. nilamdoshi says:

  બધી કોમેન્ટસ ફરી એકવાર વાંચવાની મજા માણી..અને સાથે સાથે ફરી એકવાર અભિનન્દન આપવાની મજા માણવી પણ ગમશે જ.

  ખૂબ ખૂબ અભિનન્દન
  અને શુભેચ્છાઓ..

 113. Shripal J. Shah says:

  Congratulations !!!

  All the best for your bright future !!!

 114. Gargi says:

  Congratulations ….. carry on…….i love this site very much…………..

  All the Best for future……..Thank You also.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.