બે ગઝલો – સંકલિત
[‘કવિ’ સામાયિકમાંથી સાભાર.]
[1] ખુલાસા – દિલીપ પરીખ
હોય ના કાંઈ ખુલાસા,
પ્રેમ તો છે એક મૌનની ભાષા.
નથી મળતી ક્યારેક સફળતા,
યુધિષ્ઠિરના અવળા પાસા.
મળવાની તો વાત રહી ક્યાં ?
વાતો કરવાના ય છે સાંસા.
લોક ડરાવે એવી રીતે,
જાણે હો ડાકુના જાસા.
પ્રેમની આ તે કેવી અધૂરપ ?
કરવા પડે મારે જ ખુલાસા ?
શૅ’ર તને મારા આ ગમશે,
લખતા લાગ્યા દિવસો ખાસ્સા.
[2] જીવી જાણું – આબિદ ભટ્ટ
થોડી ભીની પાંપણમાં પણ જીવી જાણું,
રણ ફેલાવો તો રણમાં પણ જીવી જાણું.
તું મૌન રહે તો પણ સમજું તારા મનને,
સાવ સરળ આ સમજણમાં પણ જીવી જાણું.
લે ગાંઠ કસીને બાંધ પ્રથમ તું રેશમની,
જો જે કેવો સગપણમાં પણ જીવી જાણું.
મ્હેલ નથી ક્યારે માંગ્યા આરસના મેં તો,
પરમ ચરણની રજકણમાં પણ જીવી જાણું.
તારું સામે હોવું બસ છે મારે માટે,
તૂટ્યા કૂટ્યા દર્પણમાં પણ જીવી જાણું.
હોય ગુલાબો તો લઈ લે પથમાંથી,
મારગની હર અડચણમાં પણ જીવી જાણું.
Print This Article
·
Save this article As PDF
nice gazal…………
પ્રેમની આ તે કેવી અધૂરપ ?
કરવા પડે મારે જ ખુલાસા ?
વાહ! સુંદર.
પ્રેમની આ તે કેવી અધૂરપ ?
કરવા પડે મારે જ ખુલાસા ?
—————
તારું સામે હોવું બસ છે મારે માટે,
તૂટ્યા કૂટ્યા દર્પણમાં પણ જીવી જાણું.
આ બંને શેર ખુબ ગમ્યાં…
લખતા રહો ….
Very nice gazals….. !
“હોય ના કાંઈ ખુલાસા,
પ્રેમ તો છે એક મૌનની ભાષા.”
Keep writing
ખુબ જ સરસ ગઝલો.
“હોય ના કાંઈ ખુલાસા,
પ્રેમ તો છે એક મૌનની ભાષા.”
Excellent !!
prem ni aa te kevi adhrap?
karva pade mare j khulasa?
hriday valovi nakhiu.
સુંદર ગઝલો…
nice……..
ખુબ હૃદયસ્પર્શી ગઝલો છે. પ્રેમપંખીડાઓને ખુબ સ્પર્શતી ગઝલો છે. અમારી આપને શુભકામનાઓ.
ખુબ જ સુન્દર ગઝલો…