ટાઈમ ક્યારે મળશે ? – વર્ષા પાઠક

[‘આપણી વાત’ પુસ્તકમાંથી સાભાર.]

ટાઈમ નથી….

દુનિયામાં દરેક દેશમાં, દરેક સમાજમાં સૌથી વધુ બોલાતાં વાક્યોનું લિસ્ટ બનાવીએ તો ટાઈમ નથીનું સ્થાન ટૉપ ટેનમાં આવે.

હાથમાં લીધેલું (કે દેવાયેલું) કામ પૂરું ન થાય તો આપણે કહીએ : ‘ટાઈમ ન મળ્યો.’ અમુક કામ કરવાનું ભૂલી જઈએ કે ઈચ્છા ન થાય તો કહી દઈએ : ટાઈમ નથી મળતો. પોતાની બેદરકારી કે ઊણપને ઢાંકવા માટેનું શ્રેષ્ઠ બહાનું છે : ‘મારી પાસે ટાઈમ નથી.’ ઘણા કામગરા ગણાતા લોકો કહેતા રહે છે કે દિવસમાં પચ્ચીસ કલાક હોય તો પણ ઓછા પડે !

ઘણા સમય પહેલાં ઈટાલીથી પાછા ફરતી વખતે પ્લેનમાં એક મોટી કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર મળી ગયેલા. ગ્રીસમાં રહેતા એ સજ્જન સ્વિટ્ઝર્લેન્ડમાં ભણતી પોતાની દીકરી સાથે ચાર-પાંચ દિવસની રજા ગાળવા જઈ રહ્યા હતા. ‘સાથે હતા ત્યારે તો અમે દર રવિવારે પિકનિક કરતાં, જાતજાતની ગેમ્સ રમતાં’ એમણે લાગણીસભર અવાજે જૂના દિવસોને યાદ કરતાં કહ્યું.
‘તમારા જેવા બિઝિ માણસને એટલો સમય મળે ?’ મેં સહેજ આશ્ચર્યથી પૂછ્યું.
એમણે એટલા જ આશ્ચર્યથી સામે પૂછ્યું : ‘શું કામ ન મળે ? અઠવાડિયાના સાત દિવસ અને દરેક દિવસના ચોવીસ કલાક. આમાંથી ગમતું કામ કરવા માટે થોડા કલાક ન મળે ?’

વાતને આગળ વધારતાં તેમણે કહ્યું : ‘માણસને એનાં કામ, આરામ અને મનોરંજન માટે કેટલો સમય જોઈએ તેની ગણતરી કરીને જ ભગવાને ચોવીસ કલાકનો દિવસ બનાવ્યો હશે ને ! બાકી એને લાગ્યું હોત કે કામ પૂરું કરવા આટલા કલાકો ઓછા પડશે તો ભગવાને ચોવીસને બદલે ચોત્રીસ કલાકનો દિવસ બનાવ્યો હોત. ડિયર લેડી, all of us have enough time to do anything and everything, provided we really wanted to do it !’ સાવ સાચી વાત છે. કોઈ કામ માટે ટાઈમ નથી મળતો એ કારણ નહીં, પણ બહાનું હોય છે. હા, કોઈ કોઈ વાર વધુ પડતું કામ માથે આવી જાય ત્યારે સમયની તંગી સર્જાઈ જાય, પરંતુ એવું તો વરસને વચલે દહાડે બને, પણ બાકીના દિવસોનું શું ?

અને વિચિત્રતા એ છે કે આપણને આલતુફાલતુ ચીજો માટે પૂરતો ટાઈમ મળી રહે છે, પણ જીવનમાં ખરેખર ઈમ્પોર્ટન્ટ ગણાય એવી કોઈ વાત આવે તો ફટ દઈને કહી દઈએ ; ‘બટ આઈ ડોન્ટ હૅવ ટાઈમ !’ એક જ ઉદાહરણ લઈએ : કસરત ( ધેર વી ગો અગેઈન, આવું કહીને ઘણા લોકો અહીં વાંચવાનું અટકાવી દેશે. બટ પ્લીઝ, કૅરી ઑન. આ આપણા બધાની વાત છે.) આપણે મળીએ એમાંથી લગભગ અડધા લોકો વેઈટલોસને સપનું જોતા હોય, પરંતુ એમને કહીએ કે કસરત કરો તો ફટ દઈને કહી દેશે : ‘પણ ભાઈસા’બ, એવો ટાઈમ ક્યાં છે ?’ મોડે સુધી સૂતાં રહેવાનો, નિરાંતે છાપાં વાંચવાનો, સડિયલ ટીવી સિરિયલ જોવાનો, ટેલિફોન પર લાંબી વાતો કરવાનો, ઑફિસમાં જઈએ ત્યાં લોકો સાથે ગપ્પાંગોષ્ઠિ કરવાનો, દસ વાર ટી-બ્રેક અને સ્મોકિંગ બ્રેક પાડવાનો…. આ બધો ટાઈમ આપણી પાસે છે, પણ એક્સેસાઈઝની વાત નીકળે એટલે નો ટાઈમ !

ફિટનેસ ઍક્સપર્ટ શૈલેશ પરુળેકર એક બહુ સરસ વાત કહે છે : ‘દરેક જણે’ ખાસ કરીને પાંત્રીસ વર્ષ વટાવી ગયેલી વ્યક્તિએ પોતાની જાતને બે જુદી જુદી હસ્તીમાં વહેંચી નાખવી જોઈએ. એમાંથી એક તમે છો અને બીજું છે તમારું શરીર. You and your body ! અને પછી નક્કી કરવાનું કે તમારે રોજ તમારી બૉડી સાથે અડધો કે એક કલાકની અપૉઈન્ટમેન્ટ છે.’
‘મહત્વની વ્યક્તિ સાથે લીધેલી અપૉઈન્ટમેન્ટ આપણે ચૂકતાં નથી. પછી એ ડેન્ટિસ્ટ હોય કે દીકરીની સ્કૂલ ટીચર. તો પછી જાત સાથેની અપોઈન્ટમેન્ટ કેવી રીતે ચુકાય ? એ અડધો કે એક કલાક માત્ર તમારા માટે જ હોવો જોઈએ. બહારનું કોઈ ડિસ્ટર્બન્સ કે ઈન્ટરફિયરન્સ નહીં જોઈએ ! ઍન્ડ બિલીવ મી, આ નિયમ પાળવો બહુ અઘરો નથી. ટાઈમ મળશે ત્યારે એક્સેસાઈઝ કરીશ એવું કહેવાને બદલે એક્સેસાઈઝ માટે ટાઈમ કાઢીશ, મારી બૉડી સાથેની અપૉઈન્ટમેન્ટ પાળીશ એવું કહેવું અને કરવું ખરેખર વધુ સહેલું છે અને તમારા લાભમાં છે.’

શૈલેશ ફિટનેસના ક્ષેત્રમાં છે એટલે એક્સર્સાઈઝની વાત કરે છે, પરંતુ આ વાત બીજી કેટલીય જગ્યાએ લાગુ પડે છે ! વિચારી જુઓ કે આપણે આપણી જાત માટે કેટલો સમય કાઢીએ છીએ ? સમયના અભાવનું બહાનું કાઢીને આપણે એક્સર્સાઈઝ કરતાં નથી, સારાં પુસ્તકો વાંચતાં નથી, કંઈ નવું શીખવાનો ઉત્સાહ દાખવતાં નથી, નવા લોકોને મળતાં નથી, બહારની દુનિયામાં શું ચાલે છે એની ખબર રાખવાની પરવા કરતાં નથી… ટૂંકમાં, રોજિંદા જીવનને વધુ હર્યુંભર્યું બનાવવા માટે – enrich કરવા માટેની કોઈ પ્રવૃત્તિ આપણે કરતાં નથી.

તમે કહેશો કે અમારી મરજી ! ઠીક છે, પણ એ વિચાર્યું છે કે એક સમય એવો આવશે કે જ્યારે તમારી પાસે સમય જ હશે, પણ એમાં ભરવા માટે કંઈ નહીં હોય. વર્ષો સુધી એકધારી નોકરીમાંથી નિવૃત્ત થયેલો પુરુષ, ઘરમાં બે વહુ આવી ગયા બાદ કામકાજમાંથી નવરી પડેલી ગૃહિણી…. આ બધાં મૂંઝાય છે કે હવે શું કરવું ? અને એનું કારણ એ જ કે એમણે વીતેલાં વર્ષોમાં કોઈ હોબી કે રોજિંદા કામ સિવાયની પ્રવૃત્તિ વિશે વિચાર્યું જ નહોતું. ટાઈમ નથીનો જપ જપી જપીને એમણે પોતાની જાતને રૂટીન વર્કમાં એટલી બાંધી દીધેલી કે હવે ટાઈમ છે ત્યારે શું કરવું એ સૂઝતું નથી.

બહુ ત્રાસદાયક ચિત્ર છે, નહીં ? પણ સત્ય છે. એમાંથી પસાર ન થવું હોય તો આજથી જાત સાથે વાત કરવાનું શરૂ કરો. રાતે સૂતી વખતે જ નક્કી કરી નાખો કે આવતી કાલે તમે ખુદને કેટલા વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપો છો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુવાક્યોનો સંચય – સંકલિત
એક નોંધ – તંત્રી Next »   

29 પ્રતિભાવો : ટાઈમ ક્યારે મળશે ? – વર્ષા પાઠક

 1. Bhajman Nanavaty says:

  સાવ સાચી વાત. પણ આવું બધું વિચારવાનો સમય કોને છે?! સમયનો બગાડ આપણી રાષ્તટ્રીય પ્રવ્રુતિ છે.
  Good. અવારનવાર આવા લેખો સતેજ કરી આપે છે.

  Mrugesh, r u runout of jokes ? or is it LBW ?
  (Last (joke) Better than Without)

 2. bharat dalal says:

  At any given point of life, one must ask how he utilizes time; in what activities; the importnat one and non important. This would clearly show that we spend more than 70% time in unimportant activities. This is very common. The busiest person can give yot time but not by a person who has lots of time for unimportant activities.

 3. gopal h parekh says:

  હકીકતમાં જે સૌથીવધુ વ્યસ્ત છે તે જ સમય ફાળવી શકેછે,ટાઈમ નથી એ તો મોટેભાગે નર્યું બહાનું જ છે

 4. Sandip says:

  My papa’s favorite (frequent also) quote on excersie…. “જેને કસરત કરવાનો સમય નથી તેને બિમાર પડવાનો સમય મળી રહે છે” But I find it difficult to put in practise. Thanks for motivating article…

  Best Wishes,

 5. વિનય says:

  રીડ ગુજરાતી પર કેટલા સરસ લેખ આવે છે, પણ વાંચવાનો સમય નથી.

  અમુક લેખ એવા પણ હોય કે આપણને કોમેન્ટ્સ લખવાનું મન થઈ જાય પણ ટાઈપ કરવાનો સમય મળે તો ને…!

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Realy this is very true…..!

  “આપ્ને સમય સાચ્વી શ્કીયે તો સમય આપણ ને સાચવ્શે….”

 7. maurvi vasavada says:

  It has been said that Time is Money!!!
  We get time for money, but for TIME? we dont have spend money but still?????????

  છેલ્લા પાચ દિવસથી રીડગુજરાતી વાચવાન ટાઇમ જ નહતો.
  I think its better go for effective Time Management. We should work out our priorities according to requirement or can say according Demand of Time.
  Varshaben, તમે ખુદને કેટલા વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપો છો ! Just loved it. But I just cann’t decide yet. being a working woman, mother, wife, bahu, elder sister and daughter, not a single role for me-myself-for maurvi—-
  can you help me?

 8. Vipul Chauhan says:

  To read such kind of good article is worth time.

 9. Nilima kachchhi says:

  really very good story.Everyone has this kind of statement.Even school children also say like this.For lady from younger age to old age she is busy with her work but when she free from all her typical work she has to do her own like whater she likes.b’z time is everything . when time is left so never it comes again.

 10. Prashant Oza says:

  well, barabar j lakhyu che Jeevan ma samay viti jai che pan samay vitav va maate pan ek samay ni j jaroor pade che j aaj na yug ma ek samai gayo che. aklapanu ane mitro saathe farta, hasta
  mauj masti karta samay toh viti jay che pan jyaare koi nathi hotu tyaare samay vitav va samay taraf joto rahi jay che Maanvi
  bahu j saras che aa lekh

 11. dharmesh Trivedi says:

  VARSHBEN
  TIME MATE NO TIMESAR NO ARTICAL…TIME -E-TIME AMNE TIME ANE KHAS TO KASRAT BABAT YAAD KARAVATA RAHEJO…KHUB KHUB AABHAR….SAMAY SADHVA NI SIKHAMAN VALA LEKH BADAL
  DHARMESH

 12. કેયુર says:

  સાવ સાચી વાત છે.
  “ટાઈમ નથી મળતો” એ માત્ર છટકવા નું બહાનુ જ છે.
  જો આપણ ને મનગમતુ કાર્ય હોય તો કેવો ટાઇમ મળી જાય છે ?

 13. Ashish Dave says:

  Dear Varshaben,

  I truly agree with you. From Gandhiji to Gates all had only 24-hour day. My philosophy is that not to do the stuff that somebody else can do it for me. I have plenty of time to do what ever I like doing that include playing cricket on Saturday for 4-5 hours, aerobics twice a week, yoga and sudershan kriya on daily basis, plus few books a month, few movies, good TV shows and spending time with my daughter, after 40+ hours work week in Silicon Valley.

  By the way why did you stop writing in Chitralekha? I used to love your column.

  Ashish Dave’
  Sunnyvale,
  California

 14. neetakotecha says:

  varsha ben pathak mara priya lekhika che . khub j sachi vat tame amne jagadva mate kari che, sache j aakho divas halta hoiye kam karta hoiye pan potane malvano samay j nathi, have thi puri jagrut rahevani koshish karsu. varsha ben etle jemna mumbai samachar ma varta aave che ej varsha ben ne? pan tamari vat khub gami.

 15. Maitri Jhaveri says:

  ખુબજ સુન્દર લેખ, ખુબજ સાચી વાત….Thanks for reminding & for motivating us..

 16. dr sudhakar hathi says:

  સરસ લેખ સમય બચાવિ ને પન વાચવુ જોઇયે નમસ્કાર સુધાકર્

 17. Dr.Aroon.V.Patel. says:

  Dear Mrugeshbhai,
  Hearty Congratulations to you on your engagement!
  It’s a matter of great joy for us to learn that you’re joining the train in which we’re travelling.
  Wish you all the best!
  Love,
  aroon.patel.

 18. Jaydeep Shah says:

  બહુજ સરસ વાત કરિ , આવા પ્રેરનઆદાયિ લેખ બદ્લ ધન્યવાદ. હવેથિ હમ્મેશા આપના લેખનિ રાહ્ જોઇશ.

 19. Harikrishna Patel says:

  સમય તો છે પણ આપણા કામોનિ ગોઠવણ કરતા નથિ આવડતુ

 20. Harshi Padhiyar says:

  I learn something from this article. I always complain that, I do not have time for my self. But now I started to spend some time with my self….That’s why i am giving you feed back otherwise I am regular reader for Read Gujarati but I nevr feed back..

 21. SNEHAL R SHAH says:

  VERY TRUE.I HAVE READ ON ONE DOCTOR SURGEONS TABLE SOME 20 YERS BACK THAT IF YOU WANT SOME WORK DONE GET SOME BUSY PERSON BECAUSE THE OTHER HAS NO TIME.

 22. RATHODANILKUMARV says:

  i like your aeasy i love you

 23. RATHODANILKUMARV says:

  dear varsha pathakji,
  i like your all letter
  i want your books
  please say to me that how i will get this book

 24. RATHODANILKUMARV says:

  god has gave all men to power of thinking and god has gave you this power
  you are really blasting

 25. Sanjay Gajjar says:

  Thanks Varshaben…
  I got time for read this article..
  I would be thankful to god.. If God spend time for good person and do one needful work..
  Which you know…
  Pls God give more time to good person and god have to take this time from bed person…
  any way thanks to all

 26. rajesh trivedi says:

  વર્ષાજી, એક્દમ સાચી વાત છે. મન હોય તો માળવે જવાય એના જેવી વાત છે. સમય તો હોય જ છે તેને કાઢવો પડે.

 27. અતુલ જાની (આગંતુક) says:

  કોઈ જ્યારે એમ કહે કે તે બાબત માટે મને ટાઈમ નથી, તો સમજવાનું કે તે બાબતમાં તેને રસ નથી. આપણને જેમાં રસ પડે છે તેમાં કેટલો સમય ચાલ્યો ગયો તેની પણ ખબર પડતી નથી, જ્યારે જે બાબતમાં બહુ રસ ન હોય તેવી પરિસ્થિતિમાં આપણે વારંવાર ઘડીયાળ જોયા કરીએ છીએ.

  જો કે એક વાત તો છે જ કે દરેકને ઈશ્વરે સરખા જ ૨૪ કલાક આપ્યા છે, પરંતુ તેનો જે અસરકારક ઉપયોગ કરી શકે તે આ જીંદગીની બાજી જીતી જાય છે.

  લેખનું શિર્ષક છે ટાઈમ ક્યારે મળશે? અને મારા મત પ્રમાણે તેનો જવાબ છે તમે જ્યારે ખરા હ્રદયથી ઈચ્છશો ત્યારે.

 28. himani says:

  ITS ASOULETLY MINDBLOWING

 29. nayan panchal says:

  ખૂબ જ ઉપયોગી લેખ.

  “કોઈ કામ માટે ટાઈમ નથી મળતો એ કારણ નહીં, પણ બહાનું હોય છે”.

  આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.