કન્યાવિદાય – બાલમુકુન્દ દવે
સોડમાં લીધાં લાડકડી !
આંખ ભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
ને પારકાં કીધાં લાડકડી !
ક્યારામાં ઝપાટાભેર પાંગરી રહેલ તુલસીછોડની ઓળખાણ કલાપીએ આમ કહીને કરાવી છે : ‘પિતૃગૃહે જેમ વધે કુમારિકા.’ પિતૃકુલક્યારામાં આવી પાંગરી રહેલી તુલસીછોડ સમી શુચિત્વભરી પ્રત્યેક કુમારિકાને એક દિવસ આખી ને આખી મૂળ-માટી સોતી બીજા કુટુંબક્યારામાં રોપવાનો અવસર આવે છે. માંડવો બંધાય છે. ઢોલ-શરણાઈ વાગે છે. ગણેશપૂજન થાય છે. અંગે અંગે પીઠી ચડે છે. ચોરી ચીતરાય છે. મંગળફેરા ફરાય છે અને કોક પરદેશી પોપટડો આવીને બેનીબાને લઈ જાય છે !
ગૃહસ્થાશ્રમની આખી આયુષ્યયાત્રામાં કન્યાવિદાય જેવો કરુણમંગલ પ્રસંગ બીજો એક્કે નથી. જોશી મહારાજ પાસે લગ્નની તિથિ જોવડાવીને મુહૂર્ત નક્કી થાય ત્યારથી ઘરને ખૂણે ખૂણે હવે પરણીને પારકી થનાર દીકરીના પગની જ્યાં જ્યાં પગલીઓ પડે છે ત્યાં ત્યાં જાણે કંકુની ઢગલીઓ થતી આવે છે. હવે લગ્ન આડે ફક્ત આટલા દિવસ રહ્યા….. સાહેલીઓનાં વહાલ ને વિયોગ બેય ઘેરાં બનતાં આવે છે. મા અધરાતે-મધરાતે ઝબકીને દીકરીનું મોં જોઈ લે છે. દીકરીના શ્વાસે શ્વાસેથી જાણે સૂર ઊઠે છે : ‘અમે ચકલીઓના માળા, અમે કાલે ઊડી જઈશું….’
અડધી રાત આમ ઊંઘતી દીકરીનું મોં જોઈને અને અડધી રાત દીકરી માટે કરકરિયાવરની તૈયારી કરવાના વિચારમાં પૂરી કરીને મા સવારે ઊઠે છે. માના ચહેરા પર ઉચાટ અને ઉમંગ બેય વરતાઈ આવે છે. પણ બાપે તો બધી વેદના ભીતરમાં ભંડારી દીધી છે. એ અસ્વસ્થ થાય તો આ અવસર ઊકલે શી રીતે ? દીકરીના લગ્નની ઝીણીમોટી તૈયારીઓની ગણતરી એના મગજમાં રમે છે. ચૂડો-પાનેતર, કંકાવટી, માંચી-બાજોઠ, માયામાટલી…. એકે એક ખરીદાવા માંડ્યું; પણ હજી મૂળ મુદ્દો તો બાકી રહ્યો – દીકરી માટે દાગીના ! ચાલો દીકરી રતનપોળમાં, તમને ગમતો ઘાટ પસંદ કરી લો. સાથે સાડીસાલ્લાનું પણ પતાવી આવીએ. એક મોટી ટ્રંક અને એક નાની નાજુક ચામડાની બૅગ….. સરૈયાઓળમાંથી સેન્ટ-અત્તર…. અરે, પણ ચાવીઓ માટે ચાંદીનો ઝૂડો તો રહી ગયો. ચાલો પાછાં રતનપોળમાં….
હવે તો ગણતર વરધો જ બાકી રહી. ઘરનું રંગરોગાન પૂરું થયું. રસોડાનો સામાન, પૂજાપો, જાનનો ઉતારો બધું પાકું થઈ ગયું. છતાં દીકરીના બાપને થયું : લાવ એક આંટો વેવાઈને ત્યાં મારી આવું. જાનમાં કેટલા માણસો આવશે એ પાકું કરી આવું. બીજા વટવહેવારની વાતો પણ કરતો આવું. માંડવે વર આવે ને કંઈ વાંકું પડે તો વળી ફજેતી ! મનમાં આવા મણકા મૂકતા દીકરીના બાપ વેવાઈને ત્યાં જઈ બધું પાકું કરી આવ્યા. ઘેર આવીને ગોરને બોલાવ્યા. નજીકનાં સગાંસાગવાં આવ્યાં અને કંકોતરીઓ લખાઈ. દીકરીએ એની બહેનપણીઓ અને મિત્રમંડળમાં વહેંચવા પોતાની પસંદગીની ખાસ કંકોતરી છપાવી. માએ આડોશણ પડોશણોને કરિયાવર જોવા બોલાવી. ગોળધાણા વહેંચાયા.
હવે તો લગ્ન આડે આડી રાત જ રહી. મંડપને છેલ્લો ઓપ અપાયો. લાઈટ ડેકોરેશન થઈ ગયું. આંગણામાં છત્રીઘાટે ઊભેલી બોરસલીમાં નાની નાની લાઈટની આખી જાળ પથરાઈ ગઈ. જુવાન દીકરીના અંતરનાં અરમાનો જાણે એ બોરસલીનાં પાંદડે પાંદડે પ્રકાશી રહ્યાં ! ઢોલીડા આવ્યા. શરણાઈ ગુંજી ઊઠી. ચારે બાજુ આનંદમંગલ વરતાઈ રહ્યું. શૈશવમાં જે આંગણામાં દીકરી ખેલતીકૂદતી, ત્યાં ચોરીની સજાવટ થઈ. લગ્નની આગલી રાતે વડીલ વર્ગ તો ઊંઘ્યો જ નહીં. યાદ કરી કરીને બધી તૈયારી થઈ. સવાર પડ્યું. લગ્નમંડપમાં ગાલીચા પથરાઈ ગયા. પાનબીડાં અને ગુલાબના થાળ શગોશગ ભરાઈ ગયા. વરકન્યા માટે ખાસ બનાવડાવેલા મોટા હારના કરંડિયા આવી ગયા. વેણી ને ગજરા પણ આવ્યા.
… અને જાન આવી પહોંચી. સાસુએ વરરાજાને પોંક્યા. વરકન્યા માહ્યરામાં બેઠાં. ચાર આંખો મળી અને ઢળી. શરણાઈના મંગળ સૂર ગુંજી ઊઠ્યા. સૂરે સૂરે અંતરની લાગણીઓ અવળાસવળા આમળા લઈ રહી. ઢોલ ઢમકી રહ્યા. વરપક્ષની જાનડીઓ ઈડરિયો ગઢ જીત્યાના ગૌરવ સાથે ગીતો ગાઈ રહી. ગોર મહારાજે ‘વરકન્યા સાવધાન’નો પોકાર કર્યો. હસ્તમેળાપ થયા અને સહેલીઓ દબાતે અવાજે ગાઈ રહી : ‘પરણ્યાં એટલે પારકાં બે’ની….’
અને આખરે કન્યાને વળાવવાની વસમી ઘડી આવી પહોંચી. શરણાઈના સૂરના તડપન સાથે કન્યાના ઉરની ધડકન વધી રહી. પતિને અનુસરવું પ્રિય તો છે, પણ પિતૃગૃહની માયા કેમે છૂટતી નથી. ઘરની બારસાખે કંકુના થાપા મારતી વખતે તો અંતરની ધ્રુજારી જાણે આંગળીઓનાં ટેરવાંએ આવીને વસી. કંકુનો થાળ ધ્રૂજવા લાગ્યો. ઘર ધ્રૂજવા લાગ્યું. મંડપ ધ્રૂજવા લાગ્યો. આંગણાની બોરસલી ધ્રૂજવા લાગી…. શરણાઈના સૂર ઝૂરતા પાવામાં પલટાઈ રહ્યા, ઢોલનો ઢમકારો ધ્રાસકામાં પલટાઈ રહ્યો….. માબાપની માયા, સહિયરોનો સાથ…. પિયરનાં ઝાડવાંનું પાનેપાન પોકારી રહ્યું : ‘મત જા…… મત જા…..’
પણ કોઈ કન્યા રોકી રોકાઈ છે ? ઝાલી ઝલાઈ છે ? અને આ કન્યા પણ વિદાય થઈ ! દીકરીને લઈને જતી મોટર ઊપડી ત્યાં સુધી હાંફળીફાંફળી સાથે ડગ ભરતી, સાસરિયાંને દીકરીની સોંપણ કરતી, દીકરીને માથે-મોઢે હાથ ફેરવી રહેલી ડૂમાભરી માતા માટે ‘આવજે બેટા !’ એટલા શબ્દો બોલતાં બોલતાં તો બ્રહ્માંડ ડોલી જાય છે. કેમે કરી દીકરી છાતીએથી છૂટતી નથી. ‘મારી પંખણી….’, ‘મારું ફૂલ….’ એ શબ્દો ‘આવજો આવજો’ ના શોરબકોરમાં ડૂબી ગયા. મોટરે વેગ પકડ્યો, માના હૈયાના રતનને લઈને મોટર …એ….. દૂર ને દૂર…. ચાલી જાય…. માને આશ્વાસન આપવા સગાંસ્નેહીઓ વીંટળાઈ વળ્યાં. કોઈએ પાણી લાવીને આપ્યું. માને જરા શાતા વળી.
પણ દીકરીના બાપ ? અત્યાર સુધી કઠણ છાતી કરીને લગ્નનો અવસર જે ઉકેલી રહ્યા હતા – તે ક્યાં ગયા ? ઓશરીમાં જોયું. ઘરમાં જોયું. ક્યાંય નથી ! તો પછી ગયા ક્યાં ? દેવપૂજાની ઓરડીમાંથી એક ડૂસકું સંભળાયું. જઈને જોયું તો તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. દીવામાં હવે ઘી ખૂટવા આવ્યું હતું તેથી શગ ધ્રૂજી રહી હતી. એ ધ્રૂજતી શગના અજવાળામાં રુદન કરતા બાપના ચહેરાની એકએક રેખા પણ ધ્રૂજી રહી હતી. પાસે મોટો દીકરો પાણીનો પ્યાલો લઈને ઊભો હતો, પણ આંસુ આડે એને કોણ જુએ ? દેવની મૂર્તિ સાથે વાતો કરતા હોય એવો બાપનો કરુણ સ્વર સંભળાયો : ‘ભગવાન ! અલ્લડ વાછરડી જેવી મારી દીકરી… કોઈ દહાડો બાપડીએ કશી લીલીસૂકી જોઈ નથી… પારકા ઘરમાં શી રીતે સમાશે ?’ અને અત્યાર સુધી બાપે જાળવી રાખેલા ધીરજના આચ્છાદાનના સો સો લીરા વાતાવરણમાં ઊડી રહ્યા. ઉપરથી સ્વસ્થ દેખાતા બાપનાં હીબકાં કેમેય શમતાં નહોતાં : ‘મારી લાડકડી….’
દીવાનું ઘી ખૂટ્યું અને શગ એક છેલ્લી ધ્રુજારી સાથે હોલવાઈ ગઈ.
Print This Article
·
Save this article As PDF
its really nice article.
કાળજા કેરા કટકાની વિદાય હ્રદયને વીંધી નાખે છે એ પળોને આ લેખ ફરી ફરી યાદ કરાવેછે
આ લેખ ફરિ આમારિ વિદાય ને તાજિ કરાવિ દેસે ને અવિ વસમિ વિદાય કોઇ દિકરિ નિ ના અવે
Nice article…! But also very sensible….!!!!
વિદાયની વસમી વેળા !
બાપની સંવેદના અને લાગણીઓનો જીવતોજાગતો
શિલાલેખ વસમી વિદાયની ઘડીઓને હાથે સ્થળાંત્રિત થઈ બીજે સ્થાપિત કરવામાં આવે ત્યારે એનો લાડખજાનો
લૂંટાય જાય એમાં કોઈ અતિશયોક્તિ નથી જ.
ઉત્ક્રુષ્ટ લખાણ.
only a woman can write this article.
I miss my dad.
mummy pappa missing u very much
લેખ વાચવાનિ ઘણિ મજા પડી. લાગણીઓ સરસ રિતે
વય્ક્ત કરાઈ છે. દિદિ ના લગ્ન યાદ આવિ ગયા.
nicely written
કન્યા વિદાય નાઆ અનુભવ માતે દરેક કુતુમ્બ મા કન્યા રત્ન હોવુ જરુરિ ચ્હે સુધકર હથિ
i m living in london.i can read this story than i remmember my marrige day.i miss my papa&mom too much.
Ver nice article.Only mother does not experince daugter”s seperation but father also .
એક વહાલ્સોયિ દિકરિ ના પિતા નિ આખ મા આસુ લાવિ દિધા…..લાગણીભિનો લેખ….ખુબ ખુબ અભિનદન…..ધર્મેશ ત્રિવેદિ
Very nice article, I miss my dad as well….
બાલમુકુન્દભાઈએ આ કરુણ-મંગલ પ્રસન્ગની જે ખુબીથી વાત કરી તે ચિત્ર મારી પ્રિય બહેનો ના લગ્ન ની કરુણ-મધુર યાદ કરાવી ગયું. મેઘાણીભાઈની સત્યકથા પણ અનુપમ હતી.
આ સાઈટ ખુબ નવિન અને રસપ્રદ પુરવાર થઈ તે માટે એના ઘડવૈયા આપને ખુબ ખુબ અભિનંદન.
રસેશ અધ્વર્યુ
ખુબ સરસ કલમ, મનૅ મારી દીકરી ની સામૅ જૉઇ આંખ માં પાણી આવી ગયા…….
પણ અહીં ઍક વાત કહ્યા વગ ર રહી શક્તૉ નથી કૅ દીકરીના બાપ નું આ દુઃખ બીજા કૉઇ પણ દુઃખ કરતા વસમું છૅ. અનૅ ઍ સમજવા માટૅ કાં તૉ દીકરી કાં તૉ બાપ હૉવુ ઘટૅ.
મને મારા પપ્પા, મમ્મી અને બેનની યાદ આવી ગઈ.
સાચુ કહુ તો દરેક બાપ પોતાના હ્ર્દયની વાત કહી શકતો નથી અને જાહેરમા આંસુ પાડી શકતો નથી.
એ કોઈને કેટલો પ્રેમ કરે છે એ જણાવી શકતો નથી. અને એનો અર્થ એમ નથી કે એ ક્ઠણ કાળજાનો છે.
આપણા મા-બાપ આપણા માટે કેટલુ કરે છે, કર્યુ છે એ આપણને એમની હાજરીમા સમજાતુ નથી.
ખુબજ સરસ કલમ વાચિને મને મારા મમ્મિ અને પપ્પા નિ ખુબજ યાદ અને આખ મા પાનિ આવિ ગયુ ~ અભિનન્દન ……..!
Dikri Viday Shabda Hraday Ni dhadkan Vadhari de Che!!!!!
Dikri Viday Na Karun Prasang nu Shabdo NI sajavat dwara Saras Live Telecast karel Che!!!!
Khoob Khoob ABHINANDAN
Really good
આ લેખ વાચી મારી આંખ માં આંસુ આવી ગ્યા.
I am also affraid of this situation.
Mummy & Pappa I Lovu you.
I am living in london but very soon i will visit india and meet my mom & dad, miss u mom & Dad.
Really Very Nice Article.
વાહ બાલમુકુન્દજી, ખૂબ જ અદભૂત રીતે બાપ ના હ્ર્દય ને વાચા આપી છે. આને સારી રીતે સમજ્વા માટે પરણેલી દીકરી ના પિતા હોવુ જરુરી છે. એક પિતાના જીવન માં આનાથી વધુ કરુણ કોઈ પ્રસંગ હોતો નથી. અભિનંદન.
પપ્પા તમારિ બહુ યાદ આવિ ગયિ
કેમ કરિ આસુ રોક્વા સમ્ જાતુ નથિ..
સરસ
Very extra ordinary writing skill which create virtual scene of marriage in the mind of reader and at last by not controlling the heart reader cried.
So much emotions and love of parents are describe very greatfully
કાળજા કેરો કટકો મરે હાથ થી છુટી ગ્યો!!!!!
————————————————
વિદાય ની આ વસમી વેળા
રોકી ના રોકાય,
દિકરી તો પારકી થાપણ કહેવાય …….
————————————————
પોતા નુ એક અભિન્ન અંગ આમ આપી દેવું કાંઈ નાની સુની વાત નથી. તેથી જ તો કન્યાદાન એ સૌથી મોટુ અને સૌથી પવિત્ર દાન કહેવાય છે. વધારે શું કહેવુ??–
ઘાયલ કી ગત ઘાયલ જાને………..
veryyy nice…article.
i m living in US. While reading this i remember my marriage day!!!!n miss my mom dad n little sis too much…. aakho mathi aasu rukvanu naam j nathi lete…..
I LOVE U MOM & DAD .I MISS U SO MUCH…THNX EDITOR AND WRITER …
AA LEKH VANCHI NE EK BAP NU HAIYU KAI RITE VALOVAY CHE TENO CHITAR LEKHAKE AAPPYO CHE. ANE HU PAN EK DIKRI NO BAP CHU MANE KHABAR CHE KE TE MATRA 1 MINIUTE MATE AAMTEM THAY TO MARO JEEV ZALYO REHTO NATHI TYARE AATO AAKHU AAYKHU PATI ANE SASARIYAO NE NAAM KARVA PRASTHAN KARTI MARI DIKRI NI VIDAY NO UCHAT HAMNATHI J ANUBHAVU CHU…….
CONGRATS TO MRUGESH BHAI……
મુકુન્દભાઈ, લેખ વાચિ ને રડાવ્યા ને .માનુ દિલ પોતાનિ દિકરિ વળાવતા પહેલા રડી પડ્યુ,કાળજા કેરા ટુકડો ને દિલ થિ અલગ કરવો સેલો ન થિ,,પણ દિકરિ પારકુ ધન કહેવાય. હુ પણ એક દિકરિ મારા માતા પિતા ને પણ કેટલુ દુખ થયુ હસે ,જ્યારે એક સ્ત્રિ મા બને ત્યારે તેવેદ ના ખબર પડે ,,,,,મારા માતા પિતા યાદ આવિ ગયા ,આભાર આવા લેખ આપતા રહે જો જેથિ માતા પિતા નિ કદર રહે અને યાદ કરતા રહિ એ..
બહુ જ હ્ર્દયદ્રાવક વાત્ છે. I remember my marriage..
આખ ભેીનેી થઈ ગઈ.
miss my mother n father today n want to meet them.
through this artical i realized how much i love my parents. thanks.
I love you mother and father.
I really miss you
Mane tamari Khub yaad aave che
its reallly nice article
aankh ma thi aasu aavi gaya….
dikri ne mokalvi ketli aghri chhe te janva mate dikri na parents banvu pade…
ae nanu najuk ful apdi pase j rahe to kevu saru…
thnxs
MARI DIKTI TO HAJI CHAR VARAS NIJ CHE PAN MANE LAGEYU KE
HU MARI DIKRI NE SASRE MOKLI RAYO CHU
SACHE ANKH BINI THAI GAI
BHAGVAN KARE NE MARI DIKRI JEYARE MOTI THAI TEYARE
DIKRI NE SASRE MOKLAVA NI PRATHA AAJ HOY
DIKRI E DIKRI KUDRAT NASEEB VALA NE DIKRI AAPE CHE
HU NASEEB DAR CHU MANE PALAK JEVI DIKRI BHAGVA NE AAPI
મન આ લખાન ખુબ જ લાગ નિ સાભર મારિ આખ્મા આસુ આવિ જાય હુ વન્વિ કવિ રિતએ સકુ મારા બાપ કાકા બાપા યાદ આવે
ખુબજ સરસ કલમ વાચિને મને મારા મમ્મિ અને પપ્પા નિ ખુબજ યાદ આવિ….
I love you papa & mom…missing you soooo much…..