ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’

ખુદ સમંદર ઉડીને નદીને મળે,
કાર્ય એવું ઉપાડી લીધું વાદળે.

ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે.

સિંધુ બનવાની એની તરસ જોઈને,
રણને છલકાવી દેવું પડયું મૃગજળે.

ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર,
તારલા પણ હશે આંખના કાજળે.

ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે,
એટલે ઘરને બાંધી દીધાં સાંકળે.

જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે.

દાટી દીધાં કબરમાં જે બેફામને
એ કયામત થતાં જીવતાં નીકળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહોબ્બતમાં હવે – બરકર વીરાણી ‘બેફામ’
કોની કિતાબમાં ? – હરીન્દ્ર દવે Next »   

8 પ્રતિભાવો : ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’

 1. premjibhai says:

  જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
  એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે.

  દાટી દીધાં કબરમાં જે બેફામને
  એ કયામત થતાં જીવતાં નીકળે.
  BEFAAM TO YE KETLU THAAKI JAVOO PADYU
  NAHI TO JEEVAN NI SAFAR HATI GHAR THI KABAR SUDHI.
  Befam was is and wil be unique in his own way. God bless his soul. Thanks mrugeshbhai

 2. અતુલ જાની (આગંતુક) says:

  વાહ પ્રેમજીભાઈએ ‘બેફામ’ નો તે યાદગાર શેર યાદ કરાવી દીધો –
  બેફામ તો યે કેટલું થાકી જવુ પડ્યું
  નહી તો જીવનની સફર હતી ઘર થી કબર સુધી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.