કાગળ – મનીષ પરમાર

સળવળેલી લાગણીના સળ લખું છું,
કેટલાં વરસો પછી કાગળ લખું છું !

ફૂલને ઉછેરવાના ઓરતા છે –
આંખમાં હું આંસુનું ઝાકળ લખું છું.

એટલામાં તો નદીનો પટ છલકતો,
હું સમયની રેત પર અંજળ લખું છું.

સાવ સુક્કી ઝાડની ડાળી ઉપર હું,
નામ તારું કોતરી કૂંપળ લખું છું.

આવશે ગોરંભમાં તારી સુવાસો,
હું વરસતી યાદનું વાદળ લખું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નથી ગમતું મને – ખલીલ ધનતેજવી
જાંબુઘોડા અભયારણ્ય – વંદના ભટ્ટ Next »   

10 પ્રતિભાવો : કાગળ – મનીષ પરમાર

 1. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice gazal….!

  In May-June 2007 “Kavilok” issue his one more gazal is there….

  Following two lines from it…

  “કોણ ખેઙએ છે યુગોથી શબ્દનુ હળ ભીતરે
  એટલે તો કાળજામા ચાસ જેવુ નીક્ળ્યુ”

 2. સળવળેલી લાગણીના સળ લખું છું,
  કેટલાં વરસો પછી કાગળ લખું છું !

  -ખૂબ ઉત્તમ મત્લો… અને બધા જ શે’ર ખાસ્સા રેશમી મુલાયમ નીપજ્યા છે… અભિનંદન !

  વિવેક ટેલર

  http://vmtailor.com/

 3. ખુબ સરસ ગજલ .

 4. Urmi says:

  સળવળેલી લાગણીના સળ લખું છું,
  કેટલાં વરસો પછી કાગળ લખું છું !

  ખૂબ જ સ-રસ!!

  સુંદર ગઝલ…. અભિનંદન!!

 5. “ફૂલને ઉછેરવાના ઓરતા છે –
  આંખમાં હું આંસુનું ઝાકળ લખું છું”.

  વાહ મનીષભાઈ ખુબજ સરસ ગઝલ છે…ખરેખર સરસ રચના છે…!

 6. Keyur Patel says:

  આવશે ગોરંભમાં તારી સુવાસો,
  હું વરસતી યાદનું વાદળ લખું છું.
  ાા ઈા આ

 7. sandeep trivedi says:

  ખરેખર બહ જ સરસ ……

 8. અતુલ જાની (આગંતુક) says:

  કાગળ વાંચવાની મજા આવી આમ ને આમ કાગળ લખતા રહેશો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.