વેસ્ટલૅન્ડ – નીતિન ત્રિવેદી

બને એટલા વહેલા ઘરે આવી જવાની મમ્મીએ તાકીદ કરી હતી. કેમ કે સાંજે ઘરે એક મુરતિયો રીનાને જોવા આવવાનો હતો. પણ એ વહેલી તો આવી શકી નહીં. પણ કૉલેજથી સમયસર પાછી ફરી રહી હતી. ઘરના કમ્પાઉન્ડના દરવાજે એ સહેજવાર અટકી. મુખ્ય રસ્તા પરના આ મકાનના દરવાજા બહારની કેટલીક જમીન પર વાવેલા છોડવાઓને આજે જ નહીં, બે-ત્રણ દિવસથી પાણી સિંચાયું નહોતું. પણ રીનાનું ધ્યાન અત્યારે ગયું હતું.

કાળી માટીના ક્યારાઓ સુકાભઠ્ઠ થઈ તિરાડ-તિરાડ થઈ ગયા હતા. રીનાને નવાઈ લાગી. પપ્પા રોજરોજ કમ્પાઉન્ડના અને કમ્પાઉન્ડ બહાર વાળેલી જમીનમાં ફળ-ફૂલના છોડો અને વૃક્ષોને અચૂક પાણી સિંચતા. અત્યારે છોડવાઓના પાંદડાઓમાં મૂરઝાવાની શરૂઆતમાં દેખાતી આછી કરચલીઓ હતી. ગમે એવું કામ હોય તો પણ પપ્પા આ કામ ભૂલતા નહીં. રીનાની જે રીતે કાળજી લેતા. પપ્પા આજકાલમાં તો બહારગામ પણ નહોતા. પરમદિવસે તો એમને રજા પણ હતી. તો આમ કેમ થયું હશે ? વિચારતાં વિચારતાં દરવાજો ખોલી રીના કમ્પાઉન્ડમાં આવી. પપ્પાએ કમ્પાઉન્ડના તમામ ક્યારાઓમાં પાણી પાયું હતું. રીનાની નવાઈ બેવડાઈ ગઈ.

એ ઘરમાં પ્રવેશી. એવામાં મમ્મી આવી. ‘આવી ગઈ બેટા ! સારું લે ફ્રેશ થઈ જા. મહેમાન આવવાને વાર છે. પણ તું તૈયાર થવા માંડ.’ કહીને અંદર ગઈ. રીનાને આ રીતે પ્રદર્શનની ચીજ થવું પસંદ નહોતું. આવી પ્રથા ગમતી નહોતી. છતાં વિરોધનો અર્થ લાગતો ન હોવાથી એ બોલતી નહીં. પપ્પાનું કંઈ પણ કરવું કે ન કરવું અર્થ વગરનું ન હોય. રીનાની મમ્મીને વાત કરતાં સાંભળી બાજુના રૂમમાં કામમાં વ્યસ્ત પપ્પા ડ્રોઈંગરૂમમાં આવ્યા.

પપ્પાએ સ્મિત કરીને રીનાને સોફા પર બેસાડી. પણ રીનાનું ચિત્ત અહીં નહોતું. ઘુમારાય કરતો સવાલ હતો – પાણી વગર સૂકાતા જતા છોડ…. અને પપ્પા…… સાંજે આવનાર મૂરતિયા વિશે પપ્પાએ ઘણી માહિતી મેળવી હતી. કેટલીયે બાબતોમાં મૂરતિયો પસંદ કરવા જેવો હતો એની વાત લાડકી રીનાને હોંશભેર કહી રહ્યા હતા. વહાલી દીકરી માટે પપ્પા બને એટલા ઉત્તમ પાત્રની શોધમાં ઘણાં ગંભીર હતા.

ગમે એમ પણ રીનાને પપ્પાની વાતમાં રસ પડ્યો નહીં. એ વિચારોમાં અટવાયેલી રહી. રીના સાથે વાત કરી રહેલા પપ્પાનું ધ્યાન અચાનક એ તરફ જતાં એ વાત કરતાં અટકી જઈ બોલ્ય, ‘રીના, તને આ આખીયે વાતમાં રસ નથી કે શું ? પહેલેથી હું કહેતો આવ્યો છું કે તારા મનમાં કોઈ હોય તો કહેજે. અત્યારે પણ તને કહું છું કે એવું કંઈ હોય તો સંકોચ વગર કહી જ દે. તારી એક ખુશી બરાબર અમારી અનેક ખુશીઓ છે.’ ખોવાઈ ગયેલી રીના ફરી ઘરમાં અને પપ્પાની સામે આવી ગઈ. એ એમને જોઈ રહી.
‘પ્રૉબ્લેમ શું છે, રીના ?’ પપ્પા પૂછી રહ્યા હતા.
‘પ્રૉબ્લેમ એ છે પપ્પા, કે તમે કેટલાયે દિવસથી કમ્પાઉન્ડ બહારના ક્યારાઓમાં પાણી નથી પાયું.’
‘ઓહોહો…! કરતાંક પપ્પા હસી પડ્યાં, ‘અરે ગાંડી, આ તે કંઈ પ્રૉબ્લેમ કહેવાય ?’
‘કેમ ન કહેવાય ?’ રીનાએ વળતો સવાલ કર્યો.
‘એમાં એવું છે બેટા, કે મ્યુનિસિપલ કૉર્પોરેશને કેટલાક રસ્તાઓ વધુ પહોળા કરવાનો હમણાં નિર્ણય લીધો છે. એ આ રસ્તો પણ આવી જાય છે. એટલે આપણે વાવેલા છોડ-વૃક્ષોની જગ્યા આપણે છોડવી પડશે. એટલે હવે એને પાણી-ખાતર આપ્યા કરવાનો કોઈ અર્થ નથી.’
‘પણ પપ્પા, એટલા ખાતર આપણે વાવેલા ઝાડ-પાન આપણે જ સૂકવી નાખવાના ?’
‘ડોન્ટ બી સેન્સીટીવ રીના, હવે એ આપણી જગ્યા રહેવાની નથી. એટલે આપણા માટે એ વેસ્ટલૅન્ડ કહેવાય. એની માવજત કરવાનો શો અર્થ ? મહેનત એળે જાય.’

રીનાને સહેજ ઝાટકો લાગ્યો. કમ્પાઉન્ડ બહાર નજર કરી. એની આંખોના ખૂણાઓમાં ભેજ ઊભરાયો. ‘ટેઈક ઈટ ઈઝી રીના, પ્લીઝ….’ પપ્પા રીનાને મૂડમાં લાવવા પ્રયાસ કરતા મલકાઈને બોલ્યા. બાપ-દીકરીના સંવાદો સાંભળી રહેલી મમ્મી ડ્રોઈંગરૂમમાં આવી. એને તો ખૂબ લાડકોડથી ફટવી મારેલી પપ્પાની દીકરી રીના સમયસર તૈયાર થાય એમાં રસ હતો.
પપ્પા બોલ્યા : ‘આજે સાંજે તો…’
રીના અધવચ્ચેથી બોલી : ‘હા પપ્પા, તમારી વાત સાચી છે. પારકી થનાર ચીજ નું વળગણ ન રખાય !’ ‘હમ્મ..’ પપ્પા આનંદમાં આવી ગયા. ‘હવે બરાબર સમજી, બેટા.’ મમ્મી તરફ જોઈ પપ્પા બોલ્યા : ‘જોયું ને ! આને કહેવાય સમજુ દીકરી.’
મમ્મી મલકાઈ.
‘હું સમજું તો છું, પપ્પા’ રીના બોલી : ‘પણ પ્લીઝ મને દીકરી નહીં કહેતા.’ પપ્પાની આંખોમાં આંખ મિલાવી ભાર દઈને રીના બોલી : ‘હું હવે દીકરી નથી. વેસ્ટલૅન્ડ છું.’
પપ્પા આંચકો ખાઈ ગયા. મમ્મી સ્તબ્ધ થઈ ગઈ. રીના ઊભી થઈ ગઈ : ‘ચાલો ત્યારે, હું તૈયાર થઈ જાઉં. આજે સાંજે તો…..’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાંબુઘોડા અભયારણ્ય – વંદના ભટ્ટ
ગણિતનો ત્રાસવાદ – નિરંજન ત્રિવેદી Next »   

28 પ્રતિભાવો : વેસ્ટલૅન્ડ – નીતિન ત્રિવેદી

 1. Jayesh Thakkar says:

  સ-રસ… લઘુ ચમકાર…

 2. gopal h parekh says:

  વેસ્ટલેંડમાં મૂરઝાતા છોડવા ને દીકરીની સરખામણી ,વાત જામી નહીં

 3. ધવલ says:

  ચોટદાર વાર્તા !

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Oh….! Very nice…..!

  Uptill some time…. care for your land….But when you know, now land is not yours….No care and no worry…..Now it’s another’s responsibilities….! 🙂

 5. Bhavin Kotecha says:

  ઑહ્હ્હ … નો …… it’s not fair. please how can u compare ……

 6. PALLAVI says:

  Nitinbhai,
  It’s Really very touchy story.
  Thanks for the sharing.
  Pallavi

 7. Prashant Oza says:

  hmmmmmm jo jaiye toh bahu j uttam waat Rina e kari che wasteland aajkal Duniya ma ghana loko dikri ne jetli jaldi viday atli shaanti samje che pan dikri na pan kaik swapnaa hoi che jj ene pura karva nu mann hoi che pan aajno yug ma dikri kaij nathi kari sakti shivay waste bani ne vidaay le che

 8. URMILA says:

  SMALL STORY – BIG MEANING-BRINGS TEARS TO MY EYES – THOUSANDS OF GIRLS ARE IGNORED BY THEIR OWN FAMILIES ONCE THEY GET MARRIED BECAUSE THEY ARE MARRIED N DO NOT BELONG TO THE FAMILY ANYMORE THEY R ‘WASTELANDS’

 9. કેયુર says:

  મને પણ આ સરખામણી ની વાત ગમી નહી.
  Anyway આ મારો અંગત અભીપ્રાય છે.

 10. dharmesh Trivedi says:

  મને આ સરખામણી ની વાત જરાય ગમી નહી
  .
  હસે દરેક ને પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છેજ્.

 11. neetakotecha says:

  rina e potana man thi aa vichari lidhu che ena papa 1 chod ni j vat karta hata pan dikrio khub lagnishil hoy che eni same 1 word pan vichari ne bolvu joiye e badhu potani uper lai ne j vichare .

 12. maurvi vasavada says:

  this is not fare nitinbhai. Reena atyare j mansik sthiti ma thi pasar thai rahi hoy jemke enu potanu ghar parayu thavanu chhe, nava ghar ne apnavanu chhe, mummy papa nu valgan chhodava nu chhe etc etc, (j darek dikari na man ma aava samaye chaltu j hoy) etle ene kadach aava spontaneous thoughts aave b khara, pan end ma mummy papa e ene samjavavi joitit hati k Dikari and Municiple road par ugela chhod vachche shu antar chhe. Aam mummy papa ni laganio pratye aatlu harsh thavani jarur na hati.

  Well, again these are my thoughts. if they have hurt anybody, i regret for the same.

 13. Paresh says:

  રીના જે ભાવ સાથે ઘરમાં પ્રવેશે છે તે ત્યારે તેમાં અટવાયેલી છે જ્યારે તે ઘડીએ તેના મમ્મી-પપ્પાના મનમાં તે વાતનું કાઈજ મહત્વ નથી. તેમના મનમાં રીનાના સંબંધની જ વાત છે. રીનાની સરખામણી અનાયાસે જ છે. પણ, “મને દીકરી ન કહેતાં પ્લીઝ” તે જરા વધુ પડતું છે. ખૂંચે તેવું છે.

 14. Pinal Shah says:

  the companrison of plant and daughter ?????

  not convincing …………..

 15. piyush says:

  Sure, it may not be convincing – but there is a point in what Rina has to say.

  One should not leave taking care of what he has taken care of for last 20 years just because he is going to loose the ownership.

  Lack of ownership does not mean lack of relationship.

  The end was little dramatic – but one should be considerate to flowers and plants even though they may not belong to us.

 16. Bhadra Vadgama says:

  I would have understood straight away where Rina was trying to hit hard when she told her papa ‘…..પારકી થનાર ચીજ નું વળગણ ન રખાય !’ Am surprised that the father didn’t get it. Rina was in a mood where she hated being exhibited to prospective ‘muratiyas’, so I am not surprised she came out so strongly on the issue of ‘wasteland’.

  I think it’s also a lesson about the environment. Beautiful surroundings are always inspiring, even if they are temporary.

  And I got another deeper meaning out of this story. We all know that our body is mortal, but we still do a lot in life to keep that body in a healthy state because we know a healthy body keeps our intellect active as well, which in turn makes us ‘good souls’. We don’t treat is as ‘wasteland.’

 17. rajesh says:

  Dear Nitinbhai, I am sorry to say that though the story is nice, it is not touching the heart. Waste land is quite different than a daughter. Since the land is not now yours, u don’t care to develop trees, since it is again going in road side, but one can not say that if your daughter is getting married, it is a waste land and one need take care.

 18. Keyur Patel says:

  માય ગ્ગોડ્ડ્ડ!!!!!!!! જબરદસ્ત આંચકો આપ્યો વેસ્ટલેન્ડે!!!!!!!!!

 19. Urmi says:

  આને કહેવાય ટૂંકી અને ટચ્ચ્… પણ ચોટદાર બોધવાર્તા !!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.