વાત અજાણી – ડૉ. રશીદ મીર

નોખી રીતે જ જરા મારી કહાણી લખજો,
પાણીને આગ અને આગને પાણી લખજો.

એની વાણીને ભલે નામ ગમે તે આપો,
મૌનને એના જો લખવું હોય તો વાણી લખજો.

એમ ને એમ રહીને ય એ બદલે છે પ્રકાર,
વેદનાને કઈ રીતે છે પ્રમાણી લખજો.

એટલી વરસી કૃપાઓ કે રહ્યાં છે પ્યાસા,
ખુદ અમારી જ હથેળી હતી કાણી લખજો.

ઢાઈ અક્ષરમાં બધું ‘મીર’ સમેટાઈ ગયું,
હોય પાસે જો કોઈ વાત અજાણી લખજો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રૂપેરી વાળની સાચી ચમક – મીરા ભટ્ટ
માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત Next »   

20 પ્રતિભાવો : વાત અજાણી – ડૉ. રશીદ મીર

 1. gopal h parekh says:

  જલસો થૈ ગ્યો ભૈ

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Nice Gazal…!

 3. dharmesh Trivedi says:

  સ—————ર———————સ

 4. shaileshpandya BHINASH says:

  nice…………………

 5. Keyur Patel says:

  ક્યા ખુબ !!!!!!!!!!!!

 6. Jignesh says:

  સારૂ

 7. Bapu says:

  Alti kalti hooooo!

 8. Kunal Zala says:

  ક્યા ખુબ રચા હે ઇશ્વર ને તુમ્હે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.