માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત

જીવનનો પંથ કેવળ પુષ્પાચ્છાદિત જ નથી, એમાં કાંટા પણ ઘણા છે. જીવન આપણને અનેક તણાવોની ભેટ આપતું હોય છે – ચાહે પછી તે ઑફિસના હોય, કામના હોય, કુટુંબના હોય, વ્યક્તિગત જીવનના હોય કે સંબંધોના.

આપણી આસપાસ રોજ-બ-રોજના જીવનમાં અનેક એવી વ્યક્તિઓ મળતી હોય છે જે તણાવનું આપણું બટન દબાવી દે છે અને આપણા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં આપણી માનસિક શાંતિને સંપૂર્ણપણે ખોરવી કાઢે છે. દુનિયા જાણે કે આવા જ લોકોથી ભરેલી છે. એ આપણને ચીઢવતા રહે છે. તેઓ આપણો વિરોધ કરતા હોય છે, આપણી નસ દબાવતા રહે છે. પ્રસંગો, પરિસ્થિતિઓ અને સંજોગો આપણા માટે ક્ષણે ક્ષણે પ્રતિકૂળતા પેદા કરતા રહે છે. જગતમાં જાણે કે આપણને ગાંડા કરી મૂકવા માટે એક યોજનાબદ્ધ કાવતરું ઘડવામાં આવેલું છે. એનો વિચાર કરતા માત્રમાં જ આપણી અંદર એક પ્રકારનો ખળભળાટ પેદા થઈ જાય પરિણામે આપણી અંદર ભારે ગુસ્સો પેદા થાય છે. અપૂરતી સામાજિક તાલીમને લીધે આમાંનો થોડોઘણો ગુસ્સો આપણે તદ્દન અસ્વસ્થ રીતે વ્યક્ત કરી નાખીએ છીએ, બાકીનો ઘણો આપણા હૃદયમાં ભરી રાખીએ છીએ. હાનિ આપણને બન્ને રીતે થાય છે, અયોગ્ય રીતે વ્યક્ત કરેલો ગુસ્સો સામેની વ્યક્તિમાં કટુતા પેદા કરે છે અને દબાવી રાખેલો ગુસ્સો આપણી અંદર વૈમનસ્ય, અંટસ અને શારીરિક રોગ પેદા કરે છે. સંશોધકોના મત મુજબ ગુસ્સો તદ્દન સ્વાભાવિક, તંદુરસ્ત અને ઉપયોગી લાગણી છે. પણ આપણે એને યોગ્ય રીતે નાથીએ નહીં તો એ આપણા પોતાના માટે અને આપણી આસપાસના લોકો માટે ભારે નુકશાનનું કામ કરે છે. આપણે આપણી અશાંતિ માટે લોકો અને પરિસ્થિતિને દોષ દેતા રહીએ છીએ.

પરંતુ સ્વસ્થ ચિત્તે વિચાર કરતાં આપણને જણાશે કે આપણી સમસ્યાનું મૂળ આપણી આસપાસના લોકો કે સંજોગોમાં નહીં, પણ આપણી અંદર જ છે; આપણા મનમાં છે, આપણે લોકો કે પરિસ્થિતિ પ્રત્યે આપણી પ્રતિક્રિયા ખોટી રીતે વ્યકત કરીએ છીએ. લોકો ચાલાક છે, આપણને એમની ધારેલી રીતે રમાડીને આપણી અંદર ચિંતા, ગુસ્સો અંટસ, અજંપો, વેરઝેર પેદા કરીને જીતી જાય છે; આપણને પરાધીન અને લાચાર સાબિત કરવામાં સફળ બની જાય છે. આપણું મન વાસ્તવમાં લાચાર છે – એ રીતે આપણે એને કેળવેલું છે. આપણે જરૂર છે શાંતિ જાળવવાની, પરિસ્થિતિ અને લોકોની રીતભાતથી વિચલિત ન થવાની, અને પરિસ્થિતિને પ્રતિક્રિયા (reaction) નહીં, પણ યોગ્ય પ્રતિભાવ (response) આપવાની.

જરૂરિયાત આ છે – પ્રતિક્રિયા અને પ્રતિભાવ વચ્ચે તફાવત સમજવાની. આપણે આપણી ચિંતાઓ અને ગુસ્સા સાથે અનુકૂલન કરવાની અને એમનો સકારાત્મક રીતે ઉપયોગ કરતા શીખવાની જરૂર છે. અતાર્કિક, આવેગી મનને ફાવે તેમ વર્તવાની છૂટ ન આપી દેશો. શાંત અને તર્કબદ્ધ મનથી જ યોગ્ય નિર્ણય લઈ શકાશે. નાદુરસ્ત લાગણીઓ પર પ્રભુત્વ મેળવીને માનસિક શાંતિ જાળવવા માટે આ રહ્યા સરળ ઉપાયો :

[1] હળવાશ કેળવો :
દીર્ધશ્વસન, સરળ સ્નાયુબદ્ધ ખેંચાણ ની હળવી કસરતો, શવાસન, ધ્યાન અને ક્રમિક શિથિલીકરણ ની હળવાશની વિધવિધ પદ્ધતિઓ શીખી-હસ્તગત કરી લઈને મનનો તણાવ હળવો કરી શકાય છે. ઉશ્કેરાટને નાથી શકાય છે અને મનને શાંત પાડી શકાય છે. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે શરીરના સ્નાયુઓને હળવા બનાવશો તો મન આપોઆપ શાંત બની જશે.

[2] તમારી વિચારવાની ઢબ બદલો :
આપણે ગુસ્સામાં કે ઉશ્કેરાટમાં હોઈએ છીએ ત્યારે આપણી વિચાર-પ્રક્રિયા પર આપણો કાબૂ સંપૂર્ણપણે જતો રહે છે, આપણો વિવેક જતો રહે છે અને આપણે વધારે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અથવા નાની વાતને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. ગુસ્સો ભલે ઉકળતો હોય પણ થોડા ધીરા પડવાથી સમસ્યામાંથી માર્ગ આપોઆપ મળી આવશે. દુનિયા કંઈ તમને અત્યારે ને અત્યારે હરાવવા માટે પાછળ પડી ગઈ નથી, તમે તમારા મનની ચાવી એના હાથમાં સોંપી દીધી છે. પોતાની લાગણીઓ અને વિચારોનું નિયંત્રણ પોતાના હાથમાં રાખો. વિચારોને અતાર્કિક, નિરંકુશ ન બનવા દો; તર્કબદ્ધ જ રહેવા દો.

[3] સંવાદ જાળવી રાખો :
ગુસ્સો કે રીસ ચઢે ત્યારે સામાન્ય રીતે આપણે સામી વ્યક્તિ સાથે બોલવાનું બંધ કરી દઈએ છીએ. જેનાથી સંવાદનો સેતુ તૂટી જાય છે. થોડી વાર ઊંડા શ્વાસ અંદર લો. મનને શાંત થવાની તક આપો. ત્યાર પછી સામેની વ્યક્તિને તદ્દન સ્વસ્થ રીતે તમારી લાગણી વ્યક્ત કરી દો. લાગણી વ્યક્ત કરતી વખતે પરસ્પર કડવાશ પેદા ન થાય એનો સતત સભાનતાથી ખ્યાલ રાખો. જે પ્રસંગને કારણે માઠી લાગણી પેદા થાય છે તેની બારીક વિગતોની પરસ્પર વાતચીત કરવાનો ફાયદો નથી પણ એ પ્રસંગને કારણે પેદા થયેલી લાગણી યોગ્ય શબ્દમાં વ્યકત થાય એ જરૂરી છે. રજૂઆત પૂરી થયા પછી મન શાંત, સ્વસ્થ બની ગયું છે એની ખાતરી કરી લો. સામેની વ્યક્તિને પણ બોલવાની તક આપવાનું ચૂકશો નહીં.

[4] ગુસ્સો પેદા કરનાર વાતાવરણથી દૂર થઈ જાઓ :
જે જગ્યાએ/પરિસ્થિતિમાં ગુસ્સો પેદા થયો હોય એનાથી તમારી જાતને અળગી કરી દો. ચાલવા નીકળી પડો. બહાર જમવા જતા રહો. બાથરૂમમાં પુરાઈને 10-15 મિનિટ સરસ મજાનું સ્નાન કરી લો. ગુસ્સાને તરત વ્યક્ત કરવાની તાલાવેલી શાંત પાડી દો અને પછીના અડધોએક કલાક એવી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાઓ જે દરમિયાન તમારા મનને શાંત થઈ જવાનો મોકો મળી આવે.

[5] તમારું મનપસંદ સંગીત સાંભળો :
જેને સાંભળવાથી તમે હળવા બની જાઓ અને તમારા તણાવ/ગુસ્સાને ભૂલી જાઓ એવું સંગીત કે એવાં ગીતો સાંભળવા માંડો. તમારી રુચિનું સંગીત ખોળી કાઢો; પછી ભલે તે શાંત, હળવું, શાસ્ત્રીય હોય કે ધાંધલિયું, ઝડપી, શરીરને નચાવનારું હોય. શરત એટલી જ કે એને સાંભળ્યા પછી તમારું મન શાંત પડી જવું જોઈએ.

[6] દિવાસ્વપ્નમાં રાચો :
આંખો બંધ કરો. હવે તમારા મન:ચક્ષુ સમક્ષ એક એવા સુંદર સ્થાનનું ચિત્ર જીવંત કરો જ્યાં તમને આનંદ અને સુખની અનુભૂતિ થાય. એ સ્થાનની બારીકમાં બારીક વિગતને મન સમક્ષ પ્રત્યક્ષ કરો. ત્યાંનો સ્પર્શ, ત્યાંની સુંદરતા, વાતાવરણની અદ્દભુત સુગંધ, ત્યાં હોવાની અનુભૂતિથી તમને કેટલો રોમાંચ થઈ રહ્યો છે, વગેરે. તમે આ ક્ષણે એ સ્થાનમાં જ છો એવું તમારા સમગ્ર અસ્તિત્વથી અનુભવો-માણો. જ્યારે જગતની વાસ્તવિકતાથી કંટાળો ત્યારે આવું મન:ચિત્રણ તમારી લાગણીઓને બદલી નાખવામાં ઉપયોગી બનશે.

[7] અણગમતી વ્યક્તિથી મોં ન ફેરવો :
આપણા મનની ખાસિયત એવી છે કે અણગમતી વ્યક્તિ કે પરિસ્થિતિથી રીસપૂર્વક દૂર થઈ ગયા પછી પણ મન એનો ને એનો જ વિચાર કર્યા કરશે અને કડવી વાતને વીતેલી ક્ષણોમાંથી ખેંચી લાવીને તમારા વર્તમાનને દૂષિત કરશે. એના કરતાં માનસિક શાંતિ જાળવી રાખીને એ વ્યક્તિ પાસે જ રહો. તમારું અજાગ્રત માનસ ઘણું શક્તિશાળી છે, નકારાત્મક લાગણીને બદલે જીવનપોષક ભાવ પેદા કરવાનો પડકાર એને આપશો તો એ ચોક્કસ જ ઝીલી લેશે. નકારાત્મક વિચારો અને લાગણીઓની એકની એક ઘરેડમાંથી બહાર નીકળવાની એને તક આપો. અવારનવાર આમ કરવાથી આગળ જતાં મન એ વ્યક્તિની ઉપસ્થિતિ કે તેના ઉલ્લેખથી પણ અશાંત નહીં બને, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિને તમે સ્વસ્થતાપૂર્વક જીરવી લેતાં શીખી જશો. તદ્દન પ્રતિકૂળ અને વિરોધી વ્યક્તિત્વ ધરાવતા પતિ-પત્ની એકબીજાને સહી લઈને આખું જીવન વિતાવી દે છે તે આ જ કારણે ને ?

[8] અન્યનો સ્વીકાર કરો :
અન્ય વ્યક્તિમાં વાંધાવચકાં કાઢીને એનો પ્રતિકાર કરતા રહેશો તો તમારા મનમાં અપાર આંતરિક સંઘર્ષ પેદા થશે. આવો સંઘર્ષ ભય, અકારણ સ્પર્ધા, તુલના, હતાશા અને ચિંતામાં પરિણમશે. એને બદલે સામેની વ્યક્તિ જેવી છે તેવી એનો સ્વીકાર કરો. એના ગુણદોષ ન જુઓ. દરેક સાથે આત્મીયતા કેળવો. નાના-નાના મતભેદો પર તમારા સંબંધની ઈમારતને ઊભી ન થવા દો. બન્નેના સમાન રસ-રુચિની ચર્ચા કરો. એને તમારા પારસ્પરિક સંબંધનો પાયો બનવા દો.

[9] સહવાસ કેળવો :
એકલતાથી ચિંતા અને તણાવ વધે છે. એને બદલે મનગમતી વ્યક્તિઓનો સંગાથ કેળવો. મિત્રો અને કુટુંબીજનો સાથે યાંત્રિકતાથી ન જીવો. સહવાસની પ્રત્યેક ક્ષણને આનંદ પ્રસન્નતાથી ભરી દો. તમારા ખાસ હોય તેમને તમારો પુરતો સમય, તમારી શક્તિ અને તમારું ધ્યાન આપો.

[10] ખાવા-પીવા પર ધ્યાન આપો :
તાજાં અને ઋતુ-ઋતુનાં ફળો ખાઓ. કચુંબર અને શાકભાજી પર તમારી પસંદગી ઊતારો. આખું ધાન્ય ખાઓ. આ બધાંમાં રહેલાં ખાસ ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો શરીરમાં તણાવ અને રોગ સાથે સંકળાયેલા પ્રાણવાયુના મુક્ત અણુઓથી આપણું રક્ષણ કરે છે. થાકેલા મન અને શરીરને આરામ આપીને એ પુન: શક્તિવાન બનાવે છે. દરરોજ ઓછામાં ઓછું 8 પ્યાલા જેટલું પાણી પીવાનું રાખો.

કોઈ ઉપાય કામ ન કરે તો કૂતરું પાળો, એને તમારો ચહેરો ચાટવા દો. એનાથી મોટો મનોચિકિત્સક બીજો કોઈ નથી. યાદ રાખો કે શાંત રહેશો તો તમારા જેટલું ડાહ્યું કોઈ નથી અને ગુસ્સો કરશો તો તમારી મૂર્ખતા સાથે કોઈ સ્પર્ધા નહીં કરી શકે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત અજાણી – ડૉ. રશીદ મીર
સ્નેહ સાધના – અવંતિકા ગુણવંત Next »   

26 પ્રતિભાવો : માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત

 1. kirtida parikh dubai says:

  wonderful article. I hope we will get more articles from you dr kiran.

 2. Pratik Kachchhi says:

  Probably, every one need to adopt one or other way to control the anger.. Very nicely explained with practical solutions..

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Nice article….!

 4. Pinky says:

  બહુ જ intersting. but actually, though we are aware of how to control our mind, we coudn’t.

 5. Kalpesh Patel, Toronto says:

  Excellent. …Don’t know about others but this article will definitely help me.

 6. Maitri Jhaveri says:

  very nice article…

 7. કેયુર says:

  બહુજ સરસ.
  It’s lot easier said then done. But one have to start somewhere!! and that includes me first.
  This is surely going to help me.

 8. કલ્પેશ says:

  “કોઈ ઉપાય કામ ન કરે તો કૂતરું પાળો, એને તમારો ચહેરો ચાટવા દો. એનાથી મોટો મનોચિકિત્સક બીજો કોઈ નથી.”

  અહીં અમેરિકામા અને બીજા પશ્ચિમના દેશોમા સહવાસ માટે (એકલતા દુર કરવા) કૂતરા પાળે છે. આ પ્રાણી વગર કઈ માગ્યે પ્રેમ દેખાડે છે. તમે એને લાત મારો તો દુર જઈને ચુપચાપ બેસી રહેશે અને થોડા સમય પછી આવીને વ્હાલ કરશે.

  ટુંકમા, આ પ્રાણી કોઈ પુર્વગ્રહ બાંધતુ નથી અને સાચા મિત્રની જેમ સાથ આપે છે.

  આભાર ડૉ. કિરણ અને મૃગેશ.

 9. bharat dalal says:

  Very good thinking of how to control your mind particularly when you are angry.Examples of how this is done in real life would be very useful.Let Dr. give such examples.

 10. Jigar says:

  Its not easy to live in this world peacefully, but these are GREAT tips to survive in this world with peace of mind.

  Thank you….

 11. Bharat Raval says:

  So nice to read the best artical

 12. dr sudhakar hathi says:

  ખુબજ સુન્દર લેખ ગુસ્સો મન ને શરિર બન્ને ને બાલે ચ્હ કુતરો પલવનિ વાત ગલે ના ઉતરિ પન કલપેશ ના આભિપ્રય થિ સાચુ લાગ્યુ સુધાકર હાથિ

 13. Krupali says:

  very nice
  try to keep the story of ‘Mrityunjay’, and ‘Swami’

 14. dharmesh Trivedi says:

  ગુડ…..

 15. દિલેરી પટેલ says:

  લોકો એમ કહેતા હોય છે કે માણસ નો સ્વભાવ એની ચિતા સાથે જ જાય પણ હકીકતમાં વ્યક્તિ ધારે તો બધુંજ કરી શકે છે. અને તેમાં પણ આવા લેખ વાંચીને તો ભલભલા ગુસ્સા વાળાનો સ્વભાવ પણ બદલાઇ જાય. આવા સુંદર લેખો લખીને તો તમે પરોપકારનું કામ કરો છો.
  ખુબ સુંદર.

  દિલેરી અરૂન પટેલ.

 16. Pravinchandra Joshi says:

  This article is like scientific solution for personal behaviour which shall enhance one “s capabilities in dealing with any situation. Thanks.

 17. nayan panchal says:

  ખૂબ જ ઉપયોગી સૂચનો.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.