વિજ્ઞાન દર્શન – સંકલિત

[આ લેખ મોકલવા બદલ ‘વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર’ (અમદાવાદ) નો ખૂબ ખૂબ આભાર. વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટિ સાયન્સ સેન્ટરના મૂળભૂત કાર્યક્રમોને ભારત સરકારના માનવ સંશોધન વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું સમર્થન પ્રાપ્ત છે. આ સેન્ટરમાં વિદ્યાર્થીઓ, બાળકો તેમજ યુવાનોને વિજ્ઞાન ક્ષેત્રે અવનવી માહિતી તેમજ પ્રયોગો કરવા માટે માધ્યમ પૂરું પાડવામાં આવે છે. વધુ માહિતી માટે આપ તેમની વેબસાઈટ : www.vascsc.org ની મુલાકાત લઈ શકો છો. ]

image [1] અદશ્ય શાહી

સાધનો : સફેદ કાગળ, રૂનું પૂમડું, દીવાસળી, લીંબુ, કાંદો, મીણબત્તી

આટલું કરો : એક તાજું લીંબુ અથવા કાંદો લો, તેને વચ્ચેમાંથી બે ભાગ કરો. દીવાસળી પર રૂનું પૂમડું નીકળી ન જાય તેવી રીતે ગોળ ફેરવીને ચુસ્ત રીતે ચોંટાડી પીંછી જેવું બનાવો. આ પીંછીને કાંદાના કે લીંબુના રસમાં નાંખી થોડીવાર રહેવા દો. હવે આ પીંછીથી સફેદ કાગળ પર લખાણ લખો. થોડીવાર તેને સૂકાવા દો. હવે મીણબત્તીને સળગાવો, લખેલા કાગળને મીણબત્તી ની જ્યોત પર 10-15 સે.મી. ઉંચાઈએ રાખી ધીમે ધીમે ફેરવતા રહો, અને ગરમ કરો. ગરમ થતાં કાગળમાંનું લખાણ દેખાશે.

લીંબુ અથવા કાંદાના રસમાં કાર્બનિક રસાયણ રહેલા છે. જેને ગરમી આપતાં તે ઓક્સિજન સાથે સંયોજાય છે, અને આથી રંગીન પદાર્થો (સંયોજનો) માં રૂપાંતર થાય છે, અને કાગળ પરનું લખાણ દેખાય છે. હવે બટાકાનો રસ લઈને ઉપરનો પ્રયોગ ફરી કરી જુઓ. શું થાય છે ?

[2] આંગળીના ઘડિયા

image રોજ રાત્રે ઘડિયા વારંવાર બોલીને થાકી ગયા છો ને ! ચાલો એક નવતર પ્રયોગ કરીએ. તમારા હાથની આંગળીઓ ખૂલ્લી રાખીને હાથ આગળ ધરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આંગળીઓને ક્રમ આપો. હવે કોઈપણ એક આંગળીને તમારી તરફ વાળો, વાળેલી આંગળીની ડાબી બાજુ રહેલી આંગળીઓની સંખ્યા ગણો, આ સંખ્યાનો દસ વડે ગુણાકાર કરો અને તેમાં વાળેલી આંગળીની જમણી બાજુએ રહેલી આંગળીઓની સંખ્યા ઊમેરો. તમને જે સરવાળો મળશે તે તમે જે નંબરની આંગળી વાળેલી છે તેની સાથે 9 નો ગુણાકાર છે. આ જ રીતે કોઈ પણ આંગળીને વાળીને ઉપરની પ્રવૃત્તિ ફરીથી કરી જુઓ. આમ કરવાથી મળતો જવાબ એ વાળેલી આંગળીના 9 સાથેના ગુણાકાર જેટલો જ હશે. આ જ રીતે, બીજા કોઈ અંકના ઘડિયા માટે પ્રયત્ન કરી જુઓ.

[3] હોકાયંત્ર ઘરે બનાવો

સાધન : એક પ્લાસ્ટીકનો વાડકો, એક પ્લાસ્ટીકની લાંબી સ્ટ્રો, એક મોટો સોયો (ગોદડી સીવવાનો), એક ગજીયું ચૂંબક, પાણી.

રીત : સૌ પ્રથમ સ્ટ્રોને જો જરૂર હોય તો પ્લાસ્ટીકના વાડકાની અંદર બરાબર રીતે સમાઈ શકે તે રીતે છેડેથી કાપી નાંખો. પછી સ્ટ્રોના બંને છેડાને રબરના બૂચના નાના ટુકડા કે મીણ / લાખની મદદથી બરાબર બંધ કરી દો. હવે સોયા ઉપર તેના એક છેડેથી બીજા છેડા સુધી આ જ ક્રમ સતત જાળવી રાખી આશરે 20 વાર ગજીયું ચુંબક ઘસો. (આકૃતિ જુઓ)

આ રીતે ચુંબકત્વ પ્રાપ્ત કરેલા સોયાને સ્ટ્રોની બરાબર મધ્યમાંથી કાણું પાડી પસાર કરો. વાડકામાં 3/4 ભાગનું ચોખ્ખું પાણી ભરી તેના ઉપર સાવચેતીથી અને ખૂબ જ હળવેથી સ્ટ્રો-સોયાની પ્રણાલી મૂકી દો. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે સોયો પાણીમાં ડૂબે નહીં. પછી આ વાડકાને કોઈ સ્થિર મજબૂત ટેબલ ઉપર ગોઠવી દો. સોયો આપો આપ જ પૃથ્વીનાં ઉત્તર-દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર થઈ જશે. તો આ રીતે બની ગયું તમારું હોકાયંત્ર !

[4] પિયાનો જાતે બનાવો

આઈસ્ક્રીમ કેન્ડીની લાકડીમાંથી, તમે ક્યારેય મધૂર ધૂન સંભળાવતો પિયાનો જોયો છે ? કેટલો મોટો હોય છે પિયાનો ? તો ચાલો, આપણે આપણી જાતે એક નાનકડો પિયાનો બનાવીએ….

સાધનો : આઈસ્ક્રીમ કેન્ડીની આશરે 8 લાકડીઓ, 9.5 x 21/4 x 3/4 ઈંચનો એક લાકડાનો ટુકડો. એક ધાતુનો કલેમ્પ જે કોઈપણ હાર્ડવેરની દુકાનમાંથી ઉપલબ્ધ થઈ શકે.

રીત : એક ટેબલની ધાર ઉપર બધી જ લાકડીઓને થોડા થોડા અંતરે ગોઠવો. આ લાકડીઓને એવી રીતે ગોઠવો કે જેથી, પહેલી લાકડી ટેબલની ધારથી ઘણી બહાર રહે જ્યારે બીજી તેનાથી થોડીક ઓછી બહાર, ત્રીજી તેનાથી થોડીક ઓછી બહાર અને આ પ્રમાણે બધી લાકડીઓ ગોઠવી દો. હવે લાકડીઓને આ જ સ્થિતિમાં રહેવા દઈ તેના ઉપર સાવચેતીથી લાકડાનો ટુકડો મૂકી દો. આ લાકડાના ટુકડાને કલેમ્પની મદદથી ફિક્સ કરી દો જેથી કરીને આ આખી રચના તેની મૂળભૂત સ્થિતિમાંથી હાલી ન જાય. હવે ટેબલની ધારથી બહાર નીકળેલી લાકડીઓના ભાગોને વારાફરતી હળવેથી નીચે તરફ ખેંચીને છોડી દો. આમ કરવાથી લાકડીઓ તરંગિત ગતિ કરશે. હવે, સાંભળો કે, તમને કેવા પ્રકારનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે ? ટેબલની ધારથી બહાર નીકળેલી લાકડીઓની લંબાઈ અને તે લાકડીઓનાં તરંગો (સ્પંદનો) થી ઉત્પન્ન થતા ધ્વનિ વચ્ચે કોઈ સંબંધ રહેલો છે ?

[5] અંગાર વાયુ બનાવો

image સાધનો : ફુગ્ગા, સોડિયમ બાય કાર્બોનેટ (ખાવાનો સોડા), ચમચી, પાણી, સાંકડા મોઢાવાળી કાચની નાની બાટલી, સાઈટ્રીક એસિડ (લીંબુના ફૂલ)

રીત : એક પ્યાલામાં અડધે સુધી પાણી ભરો. તેમાં બે થી ત્રણ ચમચી ખાવાનો સોડા નાખો. તેને ચમચીથી બરાબર હલાવીને ઓગાળો. આ દ્રાવણને કસનળીમાં અથવા સાંકડા મોઢાવાળી નાની કાચની બાટલીમાં અડધે સુધી ભરો. હવે એક ફૂગ્ગો લો. તેમાં હળવેકથી આશરે બે ચમચી જેટલા લીંબુના ફૂલ ભરો. હવે તેને સાચવીને સોડિયમ બાય કાર્બોનેટવાળી બાટલીનાં મોઢા પર, ચડાવી દો. ફૂગ્ગાને બાટલીના મોઢા પર બરાબર ચડાવીને દોરી બાંધો. હવે જુઓ, બાટલીની અંદર શું થાય છે ? લીંબુના ફૂલ અને ખાવાના સોડા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આથી અંગાર વાયુ ઉત્પન્ન થાય છે, જેથી ફૂગ્ગો બતાવ્યા પ્રમાણે ફૂલવા લાગે છે. પ્રક્રિયા ધીમી પડતાં બાટલીને ફરીથી હલાવશો તો વાયુ ફરીથી ઉત્પન્ન થયેલો લાગે છે. આ પ્રક્રિયા થોડી વાર સુધી ચાલુ રહે છે પરંતુ થોડીવાર પછી ફૂગ્ગો નીચેની બાજુએ લટકી પડે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઋણાનુબંધ ? – ડૉ. શરદ ઠાકર
તમે આવો તો – મકરંદ મુસળે Next »   

18 પ્રતિભાવો : વિજ્ઞાન દર્શન – સંકલિત

 1. neetakotecha says:

  wahhhhhhh bachchao ne janavva jevi mahiti bahu saras.

 2. Tejas Sikligar says:

  Khub khub aabhar for this experiments !!!!
  Really i like all the experiments and its very helpful.

  Thanks again……

 3. વિનય says:

  સાહિત્યની સાઇટ અને વિજ્ઞાન દર્શન, જાણે સોનામાં સુગન્ધ ભળી…!

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice….! Specialy first and second…..

 5. dr sudhakar hathi says:

  GOOD EXPERIMENT CHILDREN WILL ENJOY IT PLEASE GIVE SOME NEW OFF AND ON SUDHAKAR HATHI

 6. Keyur Patel says:

  સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા.

 7. Baboochak says:

  Good information.

  If any of you have visited http://www.vascsc.org , I suggest to scan your system with good virus scanner.

  I got message with Symentac scanner that there is a virus on the site.

  If you don’t want to spend money, try http://www.spywareterminator.com

 8. Ramesh Sopan says:

  I did not belive that http://www.vascsc.org can have virus. I tried this my self. YES, it is having virus. request to readgujarati to remove this link from the page or inform concern site.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.