ઋણાનુબંધ ? – ડૉ. શરદ ઠાકર

ઝરણાંની જેમ ફૂટતું પાણી, એ શું હશે ?
આંસુ તો કોઈ, આંખના ખૂણામાં હોય છે.

‘તદ્દન અનાયાસ જ; મને આજે પણ ખબર નથી પડતી કે મેં એ ક્ષણે આવું કેમ કર્યું હશે ! બાકી મને મળવા આવનાર દરેક અજાણી વ્યક્તિ સાથે હું એ રીતે હંમેશા નથી વર્તતો. આટલી ઝડપથી આત્મીયતા બધાની જોડે નથી બંધાઈ જતી.’

આજથી સોળ વર્ષ પહેલાંની એક રવિવારીય સાંજ હતી. એક મોટી હોસ્પિટલમાં હું ફૂલટાઈમ ગાયનેકોલોજીસ્ટ હતો. વિશાળ કવાર્ટર હતું અને હું એકલો જ હતો. બાજુમાં બીજા ડૉક્ટરોના નિવાસસ્થાનો પણ હતા, પરંતુ એ બધાં બાળબચ્ચા સાથે રહેતા હતા. એટલે હું એ લોકો સાથે ઓછું ભળતો. મારા રહેઠાણની પાછળ ઈન્ટર્નશીપ કરવા માટે આવતા તાલીમી ડૉક્ટરોના કવાટર્સ હતા. દર ત્રણ મહિને એ લોકો બદલાતા રહેતા. હું જે રવિવારની વાત કરી રહ્યો છું એ દિવસ આવો જ એક અજાણ્યો, હમણાં જ એમ.બી.બી.એસ પાસ કરીને બહાર પડેલો યુવાન તબીબ મારા રહેઠાણના ખૂલ્લા ફાટક બારણામાં આવી ઊભો. હું એ વખતે હોસ્પિટલની ગાડીમાં બેસીને બહાર ફરવા જવા માટે તૈયાર થઈ રહ્યો હતો.

મારી પીઠ બારણા તરફ હતી અને મેં એનો નમ્ર અવાજ સાંભળ્યો : ‘મેં આઈ કમ ઈન, સર ?’ હું ફર્યો. મેં જોયું કે એ અંદર આવી જ ગયો હતો, અને પછી અંદર દાખલ થવાની રજા માગતો હતો. હું સહેજ હસ્યો. એના હાથમાં બેગ હતી, ખભા ઉપર બગલથેલો લટકતો હતો. હવે પછીના સંવાદમાં સંબંધ સ્થાપિત થવાની જે ઝડપ છે એ જરા ધ્યાનથી પકડજો.
‘આપ જ ઠાકર સાહેબ છો ? હું નવો ઈન્ટર્ની છું, ડૉ. સંકેત પટેલ.’
‘સંકેત ! સરસ નામ છે. હું ફરવા માટે જઈ રહ્યો છું, આવવું છે સાથે ?’
‘પણ હું તો….’ તે સહેજવાર માટે ગૂંચવાયો : ‘હજી તો અમદાવાદથી ચાલ્યો જ આવું છું. મારો સામાન… હજી તો મારે કવાર્ટર મેળવવાનુંયે બાકી છે…..’
‘બધું થઈ રહેશે. હું છું ને ! ચાલ, સામાન નીચે મૂક અને મારી સાથે બહાર નીકળ, બારણે તાળું મારવું છે.’

અને અમે નીકળી પડ્યા. આજે આટલા વરસો પછી હું વિચાર કરું છું કે આમ કેમ બન્યું ? હું સામાન્ય રીતે બહુ ઈન્ટ્રોવર્ટ માણસ છું. તદ્દન નવા કે અજાણ્યા સાથે હું ઝડપથી ખૂલી શક્તો નથી. તો પછી સંકેતની બાબતમાં આમ શાથી બન્યું ? એનામાં રહેલી શાલીનતા આ માટે જવાબદાર હશે ? કે પછી મારી સાથીદાર માટેની ગરજ ? કે પછી કોઈ અદશ્ય ઋણાનુબંધ ? આજ સુધી જવાબ નથી મારી પાસે.

અમે ફરીને બે કલાક પછી પાછા આવ્યા, ત્યાં સુધીમાં ગાઢ મિત્રો બની ચૂક્યા હતા. એકબીજા વિષે ઘણું બધું જાણી ચૂક્યા હતા. એ અમદાવાદના સુખી, સંસ્કારી પરિવારનો સૌથી નાનો સભ્ય હતો. એના મોટાભાઈ સર્જન હતા. (અને આજે પણ છે. એ વખતે પરદેશમાં હતા, અત્યારે અમદાવાદમાં જ છે.) એક બહેન જે પરણાવેલી છે અને સુખી છે. સંકેત ક્યારેય ઘર છોડીને બહાર નીકળ્યો નહોતો. અહીં પહેલીવાર સાવ અજાણ્યા સ્થળે આવ્યા પછી ભયંકર રીતે હોમસિકનેસ અનુભવી રહ્યો હતો. જ્યારે મારું એનાથી તદ્દન વિપરીત હતું. મેં જિંદગીનાં ચૌદ વરસ ઘરથી દૂર કાઢ્યાં હતાં. હોસ્ટેલ લાઈફ માત્ર કોઠે પડી ગઈ હતી એમ નહીં, પણ એક આદત બની ચૂકી હતી. મારા જેવા રીઢા માણસનો એને સહારો મળી ગયો.

એ પછી તો એ ઓફિશિયલી સી.એમ.ઓ. ને મળીને ફરજ પર હાજર થયો. એને કવાર્ટર મળ્યું. પણ દિવસનો મોટા ભાગનો સમય એ મારી સાથે જ વિતાવતો. સવારના પહોરમાં સાડા છ વાગે મારા ડ્રોઈંગરૂમમાં આવ્યો મને કહે : ‘તમારે ત્યાં દૂધવાળો આવે છે ને ?’
મેં કહ્યું : ‘હા, શું છે એનું ?’
‘એને કહેજોને કે કાલથી મારે ત્યાં પણ આવે. હું ચા પીતો નથી, પણ દૂધ તો જોઈશે ને ? અને નાસ્તો પણ…’
‘વેઈટ એ મિનિટ ! તારી પાસે તપેલી છે ? અને સ્ટવ ? સાણસી ? કપ-રકાબી, ખાંડ માટેનો ડબ્બો….’

એ ડઘાઈ ગયો. મારા તમામ પ્રશ્નનો જવાબ એના મૌનમાંથી મળી જતો હતો. સહેજવાર પછી એની આંખોમાં ભીનાશ દેખાણી.
‘મમ્મી યાદ આવે છે. સર, મારે અહીં નથી રહેવું. હું તો પાછો જતો રહું છું.’ એ માંડ માંડ બોલી શક્યો.
‘અરે, ગાંડો થઈ ગયો કે શું ? હવે કંઈ નાનો કીકલો થોડો છે ? ઘરે પાછો જઈશ તો પછી જિંદગીમાં ક્યારેય બહાર નહીં નીકળી શકે. ચાલ, તારી પાસે કશું જ ન હોય, તો મારી પાસે બધું જ છે. આવ, આપણે બ્રેકફાસ્ટ સાથે કરીએ.’ એ દિવસે જ મેં દૂધવાળાને કહી દીધું કે કાલ સવાર-સાંજ એક એક લિટર દૂધ આપતો જજે. એને પણ આશ્ચર્ય થયું હશે. પૂછ્યું : ‘સાહેબ, ઘરવાળા આવી ગયા કે શું ?’
મેં ડોકું ધુણાવ્યું : ‘ના, ઘરવાળા નથી આવ્યા, દોસ્ત આવ્યો છે. ત્રણ મહિના માટે.’

હા, એ દિવસથી માંડીને પૂરા ત્રણ મહિના લગી અમે સાથે જ રહ્યાં, સવારના છ થી રાતના બે સુધી એ મારી સાથે જ રહેતો. માત્ર સૂવા માટે જ એના કવાર્ટરમાં જતો. જમવાનું ટિફિન પણ અમે સાથે જ ખોલતા. એની ડ્યુટી આમ તો સી.એમ.ઓ. ના વિભાગમાં હતી. પણ એ બંનેનો મેળ જામ્યો નહીં. સંકેત ત્રીજે દિવસે મારા વિભાગમાં કામ કરવા આવી ગયો. હોસ્પિટલના કામમાં તો એ તૈયાર થઈ જ ગયો, પણ મિત્રો તરીકે પણ અમે એકબીજાની ખૂબ જ નિકટ આવી ગયા. એના પરિવાર સાથે પણ મારી ઘનિષ્ઠતા બંધાઈ ગઈ.

અને એક દિવસ એનો જવાનો સમય આવી ગયો. આ વખતે અમારી બંનેની આંખો ભીની હતી. હવે પછી અમે ક્યારેય મળવાના ન હતા. એ ઈન્ટર્નશીપ પૂરી કરીને અમેરિકા ઊડી જવાના મતનો હતો. છેલ્લે દિવસે એ હાથમાં ડાયરી લઈને મળવા આવ્યો. મને આશ્ચર્ય થયું.
‘કેમ, આ શું છે ?’
‘દૂધનો હિસાબ છે. મારે કેટલા રૂપિયા આપવાના થાય છે તમને ?’
એણે મારી સામે જોયું. પછી એ સમજી ગયો. ચૂપચાપ ડાયરી ખિસ્સામાં મૂકી દીધી. જોરથી ભેટી પડ્યો મને. નાના બાળકની જેમ રડી પડ્યો.
‘જો મને ખબર હોત કે તમે પૈસા નથી લેવાના, તો હું તમારી સાથે બ્રેકફાસ્ટ લેવા ક્યારેય તૈયાર ન થાત…’ એનો અવાજ રૂંધાયેલો હતો.
‘અને જો મને ખબર હોત કે તું છેલ્લા દિવસે હિસાબની ડાયરી કાઢવાનો છે, તો હું પણ તને બ્રેકફાસ્ટ માટે ક્યારેય ન બોલાવત.’ મને ખબર નથી કે મેં એની પાસેથી શા માટે પૈસા ન લીધા ! સામાન્ય રીતે બધાંની સાથે હું આ રીતે ઉદારતાપૂર્વક વર્તન નથી કરતો, પણ આની સાથે કર્યું. કારણ ? કશું જ નહીં, કદાચ કોઈ ઋણાનુબંધ !

એ પરણીને અમેરિકા જતો રહ્યો. અત્યારે તો બહુ સુખી છે. ખૂબ કમાયો પણ છે. ઈન્ડિયા આવે ત્યારે અમે અચૂક મળીએ છીએ. જૂના દિવસો યાદ કરીને ખૂબ હસીએ છીએ, મારા મનમાં એક દુષ્ટ સવાલ ક્યારેક સળવળી ઊઠે છે : ‘આ જુનિયર છોકરાને આટલો બધો ચાહ્યો એમાં મને શો ફાયદો થયો ? જતો રહ્યોને અમેરિકા ?’ આ ફરિયાદમાં કોઈ ભૌતિક ફાયદાની કામના સહેજ પણ નથી હોતી, પણ આપણે કોઈ અજાણ્યાને મિત્ર બનાવતી વખતે મૈત્રીના મૂળમાં વહાલનું સિંચન કરતા હોઈએ છીએ. અપેક્ષા વધારે નથી હોતી, બસ, એ છોડ વિકસીને વૃક્ષ બને એટલી જ માગણી હોય છે. અને એ અપેક્ષા જ્યારે ફળીભૂત નથી થતી, ત્યારે એમાંથી ફરિયાદ જન્મતી હોય છે.

જો કે મારે એક વાતની કબૂલાત કરવી પડશે. સંકેત ભલે અમેરિકા ચાલ્યો ગયો, પણ એના મોટાભાઈ હવે અહીં જ છે. હવે એ મારી સાથે સગ્ગા મોટાભાઈ જેવું વર્તન રાખે છે. અવારનવાર હું એમને મળી આવું છું. એમાં અચાનક એક સરસ ઘટના બની ગઈ.

ત્રણ-ચાર વર્ષ પહેલાંની વાત છે. સાંજનો સમય હતો. હું મોટાભાઈને મળવા ગયો હતો. અમે એમના ક્લિનિકમાં બેઠા હતા. સંકેતને યાદ કરી રહ્યા હતા, ત્યાં જ બહાર એક ગાડી આવીને ઊભી હતી. ગાડીમાં એમના બહેન અને બનેવી બેઠાં હતાં. દરવાજો ખોલીને બહેન બહાર આવી. એના હાથમાં મીઠાઈનું એક મોટું બોક્સ હતું એ સીધી કન્સલ્ટિંગ રૂમમાં ધસી આવી.
‘કેમ છો, મોટાભાઈ ?’
‘અરે, શર્મિષ્ઠા, તું ?’ મોટાભાઈને આશ્ચર્ય થયું. બહેન-બનેવી તો રાજકોટ હતા. અહીં ક્યાંથી ?’
‘બસ, આવતામાં જ છીએ. તમારા જીજાજી ગાડીમાં જ બેઠા છે. રાત્રે ઘરે મળીએ છીએ. લો, આ તમારા માટે ખાસ મીઠાઈ લાવી છું. અમારા રાજકોટની સ્પેશિયલ આઈટમ છે.’
‘એક જ બોક્સ લાવી છે ?’
‘ના, બે ! એક તમારા માટે અને બીજું સંકેતભાઈ માટે અહીંથી પાર્સલ બનાવીને અમેરિકા મોકલાવી દઈશું. કેટલો બધો ખુશ થઈ જશે….’ બરાબર આ વાક્ય અહીં સુધી પહોંચ્યું અને એની નજર મારી તરફ પડી, ‘અરે, શરદભાઈ ! તમે ?’
‘હા, કેમ છો, શર્મિબહેન ?’ મેં એમનાં ખબરઅંતર પૂછ્યાં.
‘એક મિનિટ, હું હમણાં જ આવી….’ એ વાવાઝોડાની જેમ અદશ્ય થઈ ગયાં. થોડી જ વારમાં તોફાનની જેમ પાછા ફર્યા. એમના હાથમાં મીઠાઈનું બીજું પેકેટ હતું. ખૂબ જ ભાવપૂર્વક એ પેકેટ એમણે મારા હાથમાં મૂક્યું : ‘લો, ભાઈ ! આ તમારા માટે છે.’
મેં સખત વિરોધ કર્યો : ‘ના, મને ખબર છે કે એ મારા માટે નથી. એ સંકેત માટે છે. અને રાજકોટ આપણા માટે ક્યાં દૂર છે ? હું તો અડધી જિંદગી સૌરાષ્ટ્રમાં કાઢીને બેઠો છું. બહેન, તમે આમ ન કરો. હું બીજા કોઈ આવતાં-જતાં સાથે આ મીઠાઈ મંગાવી લઈશ.’
એ ન માન્યાં : ‘એ બીજું કોઈ તમારી બહેન થોડી હોવાની છે ? અને તમારી વાત સાચી છે. આ પેકેટ મારા ભાઈ સંકેત માટે જ હતું. પણ તમે જ કહો, સંકેત અહીં ઈન્ડિયામાં જ છે, મારી સામે બેઠો હોય તો પછી છેક અમેરિકા સુધી પાર્સલ મોકલવાની જરૂર ખરી ?’

હૃદય ઉપર હાથ મૂકીને કહું છું કે આ વાક્ય સાંભળીને મારી આંખોમાં પૂરનો એક જબરજસ્ત ઉછાળ આવી ગયો, પણ મેં મહાપ્રયાસે એના પર કાબૂ જાળવી રાખ્યો. મીઠાઈનું બોક્સ ન સ્વીકારવાનો તો હવે સવાલ જ ન હતો, પણ એક દુષ્ટ વિચાર મનમાં રમી ગયો : એમને પૈસા ચૂકવી આપવાનો ! આટલી મોંઘી મીઠાઈ એમને એમ લઈ લેવા માટે મારું મન માનતું ન હતું. પણ અચાનક મને હિસાબની ડાયરી હાથમાં લઈને ઊભેલો સંકેત સાંભરી ગયો. મેં ખિસ્સા તરફ વળેલો મારો હાથ પાછો ખેંચી લીધો.

આવું પણ અનાયાસે જ બની ગયું. બાકી જેની તેની સાથે કે બધાંની સાથે હું આમ નથી કરી શકતો. આમ કેમ બન્યું હશે ? કોઈ ઋણાનુબંધ ? જવાબ મારી પાસે છે : આ બધા સંબંધો વાવેલા બીજ જેવા છે જે ધીમે ધીમે પણ ચોક્કસપણે પાંગરે છે જ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભજન કરે તે જીતે – મકરન્દ દવે
વિજ્ઞાન દર્શન – સંકલિત Next »   

59 પ્રતિભાવો : ઋણાનુબંધ ? – ડૉ. શરદ ઠાકર

 1. neetakotecha says:

  sharad bhai man ne hachmachavi nakhiu. sachu kahu aava sambandho mate pan nasib joiye. aaje to loko potani marji thi aapni jindgi ma aave ane potani marji thi chalya jay che. bahu mushkil che aava sambandho malva. evu nathi k aava sambandho nathi . 1 other cast ni female sathe mare chella 25 varas thi samandh che pan e out of india che . ane ahiya male che e badha maheman bani ne aave che ane lagniyo sathe rami ne chalya jay che. pan tame juna sambandho j loko chodi ne chalya gaya che badhane yad karavi didha. khub saras vat.

 2. gopal h parekh says:

  રસમય ને લાગણી સભર વાર્તા

 3. અમી says:

  અમુક સંબંધો એવા હોય છે કે એનાં રહસ્યો વણઉકેલ્યા જ રહે છે.

 4. atit says:

  ખુબ જ સરસ વાર્તા હતી, પણ સર્મિષ્ઠા બેન કોણ હતા તે ખબર ન પડી.

  તેમ છતાં સારી વાર્તા હતી.

  આભાર્.

 5. Paresh says:

  ખૂબ જ સરસ વાત. શરદભાઈની વાતોમાં લાગણીના પૂર હોય છે.

 6. rajesh says:

  Very nice story, touching to the heart directly. Doctor Sharadbhai, I am your fan since many years, I have been always being reading your stories in Gujarat Samachar and I luv them. really aa badha ek runanu bandh j hoy chhe, j achanak bandhai jata hoy chhe, vyakti ke samay ema fix nathi hota

 7. Hiral Thaker 'Vasantiful' says:

  Realy very heart touching story….!

  “ઋણાનુબ્ધ્નમા માત્ર લાગણીનુ બ્ધ્ન્………ં”

  Thank you Dr. Sharad Thaker

 8. dr sudhakar hathi says:

  GOOD RUNANU BANDHAN vavela sambandho kyarek praggale chhe

 9. priti says:

  tamaro lekh ghano saro chhe. mane khub gamiyo.

 10. Prashant Oza says:

  wah wah,
  jabardast………..Mitrta ni Lagnii ane RUNANUBANDH
  BAHU J SARAS EVU LAAGYU K SAACHE KOI MITRO MARI SAAME BESI NE POTANI YATHA VARNAVI RAHYO CHE…..
  BAU J SARAS

 11. jasama gandhi says:

  dear sharad bhai, thank u 4 giving yr real life story. this is the god ‘s gift & sign 4 u. i ‘m very happy to read yr own life real story. jsk.jasamaben.

 12. manvant says:

  વહાલા શરદભાઇ ! ઋણાનુબન્ધ જરૂર કામ કરે એ
  તદ્દન સ્વાભાવિક ! બેઉ પ્રસન્ગો અસરકારક ……
  તમારુ લખાણ પ્રવાહી શૈલીવાળુ હૃદય સુધી
  પહોચાડનારુ કહેવાય તેવુ લાગ્યુ.અભિનન્દન !

 13. Keyur Patel says:

  ડોક્ટર શરદભાઈ, તમારી વાર્તા (કે પછી સત્યઘટના) જબરદસ્ત હોય છે. પહેલા ગુ.સ. અને હવે દિ.ભા. મા તમારી કોલમ સતત વાંચતો રહુ છું. મ્રુગેશભાઈ, શરદભાઈની વાર્તાઓ તો તમે સતત આપતાજ રહેજો. મજા આવી ગઈ.

 14. Tarik Sheth says:

  Very nice story…one of the best of sharad thaker………….

 15. maurvi vasavada says:

  ઋણાનુબંધ…. જીવનમા ક્યારેક કોઇની સાથે આ સંબંધો બંધાઇ જાય સમજાતુ નથી ખુબ અમૂલ્ય હોય છે આ સંબંધો. અને એ કદી ચૂકવી શકાતા પણ નથી,
  Excellent Sharadbhai… story is really a good one. it memorise me so mnay events related to ઋણાનુબંધ on my own life.

 16. Prakash Vania says:

  Dear Sharadbhai,
  This is the difference when we share our experience and a good author like u shares his 🙂 It simply touches the heart even though it is too simple. too good. Thanks.

 17. Shilpa Merai says:

  Too good….have no words .

 18. anamika says:

  ડોક્ટર શરદભાઈ, તમારી વાર્તા (કે પછી સત્યઘટના) લાજવાબ હોય છે.મને મારી સર્વિસના શરુઆતના દિવસો યાદ આવી ગયા…..મારે આ રીતે જ ૧ ફ્રેન્ડ મળી ગઈ…જે અત્યારે મારા માટે સગી બહેન કરતા પણ વિશેષ છે..ખરેખર એ ઋણાનુબંધ જ છે..બાકી હુ કોઇ ને મારી આટલી નજીક આવવા દેતી જ નથી..અને એ પણ અજાણ્યા વિસ્તાર માં અજાણી વ્યક્તિ બનીને આવી હોય……………

 19. Very Very Nice !

  Keep it up and make wonderful Treasure in Gujarati Literature.

  Jayesh Parikh (Kanhai)

 20. Arpita - Shyamal says:

  Your stories always touch the heart.

  Aap to Dil ke Doctor ho:-)

  Arpita – Shyamal

 21. Jigisha Shah says:

  Great Article. Thats why i m a great fan of u Mr. Sharad Thakar.

 22. mohit parikh says:

  Always love stories written by Dr. Sharad Thakar. He expresses emotions so nicely! I m sure many of us can identify our lives stories with this but few of us will be able to present it so nicely.

 23. digvijay rathod says:

  Doctor THAKER SAHEB sir it is destiny . Excellent words used to describe true experience .

 24. Bharat Dalal says:

  Wonderful experience. Is it due to Purva Janam? or just good felings -empathy- expressed for Sanket; resulting into a sacrosant relationship.

 25. डॉ शरद भाई और मृगेश भाई आप दोनों का धन्यवाद आँखे नम कर देने के लिये!
  कई बार दर्द भी कितना अच्छा लगता है जाना!

 26. Pathik Thaker says:

  હુ રહુ ચુ તો અમેરિકામા પન મને ગુજરતિ ખુબ્જ ગમે છે. મને ગુજરતિ હોવા નો ગર્વ છે અન ગુજરતિ લોકે માટે મને માન છે.

  પ્રસન્ગ વાન્ચિ ને ઘણો આનન્દ થયો. સાચિ વાત છે, સબનધો ઘણુ બધુ યાદ આપવિ જાય છે.

  પથિક ઠાકર્

 27. Pragnesh Shah says:

  MARI SISTER JE BOSTON USA MA CHE E NE MANE AA WEBSITE MOKLI. HU GUJARATI BAHU MISS KARU CHU KEM K HU PAN AUSTRALIA CHU.. PAN JYARE TAMARI WEBSITE MA STORY VANCHI .. BAHU AANAND AAVYO NE AANSU PAN AAVI GAYA.. MARU BALPAN NE JUNA FRIENDS YAAD AAVI GAYA..REALLY U R G8 BOSS.. PROUD ON YOU.. VANDE MATRAM

 28. Anjul says:

  Dr. Thaker,

  Beautiful article, emotions and feelings have their own language, no need to describe…

  Thanks for sharing.

 29. Bhavna Shukla says:

  મથુ શાને ચહાવા એક કે એવા ઘણા સંબંધ……….
  રહીને સાચવી બેઠી છુ બસ બે એક રુણાનુબંધ………

 30. RASHIP says:

  ખુબ ખુબ આભાર મ્રુગેશભાઈ…. શરદ ઠાકર તો ગ્રેટ ચે જ. પણ તમે અમારી સુધી આ લેખ પહોચાડી ખુબ જ સારુ કામ કર્યુ ચ્હે.

  for mor articles of dr. sharad thaakar
  http://rashipshah@50megs.com

 31. Raj says:

  wonderful………

 32. Raj says:

  we all like to read Dr.Thakar nd making our comments on net so we are using net too .
  lets meet on ORKUT thrs community of Fans of Dr Sharad Thakar .it would be nice to meet thr too.

  Thanks

 33. chetu says:

  પૂજ્ય શરદભાઈ,

  આપની ઋણાનુબંધની વાત એક્દમ સાચી છે..!.. આ બધુ તો અનુભવ થાય ત્યારે જ સમજાય એવુ છે..!

 34. Priyank Soni says:

  Touching and excellent description.
  Money,etc…..Nothing matters in life but relationship.

  I was used to read gujarati stories in Janakalyan and newspapers. But here in Germany, i could nt find proper source. This is the best Source for me for this wonderful and touching readings.

 35. Surbhi says:

  ખુબ જ સવેન્દનશિલ અને સુન્દર લેખ….
  અને રાબેતા મુજબ જ આપનિ રજુવાત અદ્દભુત્ છે.

 36. Hitendra says:

  Dear web organizers

  Why Don;t we can have Insidents which are Published in Gujrat samachar and DivyaBhaskar As ” Ran Ma Khiluyu Gulab”

  If we can have such stories,,, sorry Insidents than we can say “Golden With flavour”

  And about this insident we can say yes there are Runanubandh .., or can say Chmeistry Of thinking …,attraction of positive energy

  GReeeeeeeeeeeeat

 37. Sulay Patel says:

  good one, I found this website today and this is my 9th story straight.
  I love to read him, Regards

 38. Surag Gohel says:

  Hello Dr Sharad thaker…since last three days reading your article..really heart thouching..i really very impress with your perception of your incidence the way you think for it…i must appreciate it…and one more thing i m very much impressed becuase you are doctor and can write such good gujarrati words..thanx for giving such nice articles..

  and abt this article i love one part… relation maintainance..

  thanx a lot once again

 39. nayan panchal says:

  “પણ આપણે કોઈ અજાણ્યાને મિત્ર બનાવતી વખતે મૈત્રીના મૂળમાં વહાલનું સિંચન કરતા હોઈએ છીએ. અપેક્ષા વધારે નથી હોતી, બસ, એ છોડ વિકસીને વૃક્ષ બને એટલી જ માગણી હોય છે. અને એ અપેક્ષા જ્યારે ફળીભૂત નથી થતી, ત્યારે એમાંથી ફરિયાદ જન્મતી હોય છે.”

  અત્યંત સંવેદનશીલ લેખ. અત્યાર સુધી જીવનમાં જેટલા પણ લોકો માત્ર ઋણાનુબંધને કારણે ખાસ બની ગયા છે તે બધા જ નજર સામે આવી ગયા. ફરિયાદ ક્યારેક જન્મે છે, કારણ કે આખરે તો આપણે પણ માણસ જ છીએ ને! પરંતુ જો ફરિયાદ ટકે તો સંબંધોની મધુરતા ઓછી થતી જાય છે, માટે આવી ફરિયાદો બને ત્યાં સુધી ટકવા ન દેવી.

  નયન

 40. Narendra Bhagora says:

  આ બધા સંબંધો વાવેલા બીજ જેવા છે જે ધીમે ધીમે પણ ચોક્કસપણે પાંગરે છે જ !

 41. bharat dalal says:

  Is it a true story? It appears a made out story. The reason is that an ordinary story is made out to be extraordinary. What apprears to be an ordinary relationship is made out to be an exraordinary Len Den.

 42. Triple pnetration….

  Triple pnetration….

 43. Homemade christmas gifts….

  Homemade christmas ornaments. Homemade video. Free homemade porn movies. Homemade gifts….

 44. piyush says:

  dhooooooooooooooooooom again

 45. Rose says:

  I am also settled in USA, I came here before few months and now I am not going back to India for few years eventhough I want to return. I have left my one best of the best and closest of the closest friend in India and it is really very difficult to live without each other for us. My marriage with him is not possible, it is my great mistake of my life of coming to USA, but now nothing can be done. When I read this story, I really could realise that how my friend will feel pain because of me…The another thing is that he is not able to come here with me…

 46. Vipul Purohit says:

  Dear Sir,

  Moral of the story : Game tyan jao – Game tene malo ” BUS AAMBA VAVO BAVAL NAHI ” e pan koi pan jatna valtar ni apeksha vagar !!!!!!!!!!!!!!

  Right ???????????

  Regards

  Vipul

 47. raju yadav says:

  ડોક્ટર સાહેબ મજા પડી ગઈ. હું આ વાર્તા મારી બહેન ને મોકલવાનુ પસંદ કરીશ જે મારી જોડે આવા જ કોઈ ઋણાનુબંધ થી જોડાયેલી છે.

 48. khyati trivedi says:

  again heart touching story.

 49. Gargi says:

  આ બધા સંબંધો વાવેલા બીજ જેવા છે જે ધીમે ધીમે પણ ચોક્કસપણે પાંગરે છે જ !………

 50. priyanki says:

  oh dr,

  tame atlu saras kevi rite lakhi sako cho?well khub j saras lagyo aa prasang,raday valovay jay aavu,

 51. Aparna says:

  Asnsuona pade pratibimb eva darpan kya chhe?
  Kayya vagar kai samjhi sake eva sagpan kya chhe…

 52. Dholakia Angel says:

  no comments. just N-joyed it through bottom of my heart.

 53. dholakia sheetal says:

  આ પ્રેમ નુ બન્ધન છે

 54. Naresh Kumar Chandwar. says:

  Sharad Bhai, Many times it happens that when we meet someone for the first time, our heart says it is not the “paheli mulakat”.It is a loan repayment of last birth.Story is very heart touching and good.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.