ટહુકો વૈશાખનો… – ડો. જગદીપ નાણાવટી

[ તબીબીક્ષેત્રમાં રહીને સાહિત્યને નાતે, ગઝલક્ષેત્રમાં નવસર્જનની શરૂઆત કરનાર ડૉ. જગદીપભાઈનો (જેતપુર) આ કૃતિઓ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર.]

[1]
હૈયે કાયમ હાંફ નિંગળતાં હરણ
પગલે પગલે બેય પિગળતાં ચરણ

માંગી કુંડળ, હાય ધરી લે કવચ
દુનિયા પાંડવ, અમે કરણના કરણ

સાંકળ ખોલી, ધૂળ ઉડાડો સજન
ડેલી વાંસે કંઈક ઉઘડતા સ્મરણ

કોરા રહેવું એમ નથી કૈં સરળ
આંખોમાં બેફામ ઘુઘવતાં ઝરણ

શ્વાસે શ્વાસે રોજ ખરેખર અમે
હળવી ફૂંકે દૂર ફગવતાં મરણ

[2]
ટહુકો એકાદ કરી મ્હોરી ગયા
આખો વૈશાખ તમે ચોરી ગયા

ઉરમાં ચોમેર ભર્યું ખાલી પણું
લાગે છે કાળજડું કોરી ગયા

આંખો ચિક્કાર રહે તારા થકી
સપનામાંથીય નથી ગોરી, ગયા

ખરના ખબર છે ગયા ત્યારથી
કેવી જગ્યાએ કથોરી ગયા

પગમાં સંબંધ તણી બેડી છતાં
અમને ઉપાડી તમે દોરી ગયા

[3]

નિરંતર કોણ પડઘાતો હશે કોને ખબર છે અહીં
અમારો શ્વાસ સંભળાતો હશે કોને ખબર છે અહીં

તમોને પામવાનો સાવ ખોટો ખ્યાલ આજે પણ
ગગનમાં ક્યાંક અટવાતો હશે કોને ખબર છે અહીં

તમારી ધૂંધળી રેખા કહે છે કોઈ દિવાનો
કસમ તારી સતત ખાતો હશે કોને ખબર છે અહીં

સળગવાની, ગઝલમાં બૂ હતી એકેક મિસરામાં,
નર્યો આક્રોશ ધુંધવાતો હશે કોને ખબર છે અહીં

ભરોસે સાવ તારે આ જગત ચાલ્યા કરે ભગવન
હજી કેદાર એ ગાતો હશે કોને ખબર છે અહીં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કન્યાકુમારી – સુન્દરમ્
બે લેખો – સંકલિત Next »   

30 પ્રતિભાવો : ટહુકો વૈશાખનો… – ડો. જગદીપ નાણાવટી

 1. ruju mehta says:

  Khub j sundar gazal…..

 2. Snehal Patel. Sector-3. Gandhinagar. says:

  Very nice Gajal. Wishing u all the best for your future creation.

 3. hina baxi says:

  ગમી જાય એવી ગઝલ……અભિનદન…..

 4. Mohita says:

  Excellent!!

 5. Rajesh Teli says:

  Excellent gazal , wonderful creation by a doctor and a poet .we hope we hear your compositon too ,wish u good luck Dr.Nanavati

 6. Dhiren says:

  Hearty congratulations to Dr.Jagdeep Nanavaty for his 3 Gazals which sounds great….. one more poet from Junagadh…… Narsi to Nanavaty…..Keep it up….Dhiren

 7. neha dalal says:

  very good creatin doctor saheb. keep it up.

 8. Prashant Baxi says:

  tabibi & sahitya no sangam aaeva Dr. NANAVATI SAHEB ne hradaypurvak na abhinanadan. Hju pan aapni aavij rachnaoo ma dubki lagavva no moko aapso……

 9. Dipan Vasavada says:

  Congratulation Doctor, excellent gazals , we proud of you. Allthe best

 10. Dr.Priyavrat. says:

  સુન્દર અતિ સુન્દર્,વાહ વાહ આવુજ લખ્યા કરો
  મિત્રો ને પિરસત રહો,આનન્દો!!!

 11. kirit joshi says:

  it is my maiden experience to read your ghazal on a website. enjoyed twice, first on the little screen of the cell and now on this.
  but to hear directly from you is something else. anyhow keep it up

 12. Keyur Patel says:

  કોરા રહેવું એમ નથી કૈં સરળ
  આંખોમાં બેફામ ઘુઘવતાં ઝરણ

  – સુભાનલ્લાહ …………….

 13. Dr.Priyavrat. says:

  આપનિ શાયરિઓ અને ગઝલો નો આ પના પર
  એન્તેઝાર,લખતા રહો,સમ્ભલાવતા રહો

 14. Padmkant dewan says:

  afrin thai gaya. Congratulation. KAla ne simada nathi hota. Bravo. Keep it up.

 15. હલ્લો જગદિપ્ તમારા કન્થ નુ કામન માન્યુ હતુ- કલમ નુ આજે માન્યુ-સેદાનિ

 16. keep it up-dr sedani

 17. Sarl Pranay Dholakia /SIDDHI' s says:

  Enjoyed. Go ahead.
  Doctor + Gazal = Sure cure (as he knows what is DHADKAN)

 18. dr.nilang vasavada says:

  ખુબજ સરસ, સાહિત્ય અને દાક્તરી બન્ને સાથે સમભાળવુ અઘરુ હોય ચે.

 19. સુંદર રચનાઓ….

 20. Dr Chetan Mehta says:

  Excellent, keep it up. Good to know that You have mastery in more than one field of art ( practice of medicine is also a fine art as u would agree )

 21. bharat joshi says:

  બોસમિયા કોલેજના કવિ સન્મેલનમા આપને ખુબ સરસ માણયા

 22. Milf. says:

  Milf….

  Milf older. Milf hunter. Milf. Free milf….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.