ભજન કરે તે જીતે – મકરન્દ દવે

વજન કરે તે હારે રે મનવા !
ભજન કરે તે જીતે.

તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે ?
રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે:
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછી તે ?
રે મનવા, ભજન કરે તે જીતે.

આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા ?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે
રે મનવા, ભજન કરે તે જીતે.

વજન કરે તે હારે રે મનવા !
ભજન કરે તે જીતે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બસ એટલું કે…. – બરકત વીરાણી ‘બેફામ’
ઋણાનુબંધ ? – ડૉ. શરદ ઠાકર Next »   

9 પ્રતિભાવો : ભજન કરે તે જીતે – મકરન્દ દવે

 1. gopal h parekh says:

  “ભજન કરે તે જીતે” આ ભજનનો ભાવાર્થ સુરેશ દલાલ સઁપાદિત “ભજનયોગ”(ઇમેજ પ્રકાશન)માઁ બહુ જ સરસ આપેલ છે,રસિકોને જોઇ જવા નમ્ર વિનઁતિ

 2. Hiral Thaker 'Vasantiful ' says:

  All over it is fine …but the first line says every thing…!

  “વજન કરે તે હારે રે મનવા !
  ભજન કરે તે જીતે. “

 3. manvant says:

  અભિનંદન ! હું હવે વજન નહીં કરું….ભજન કરીશ.

 4. dhiraj thakkar says:

  makarandbhai dave no aashram jova jevo chhe.
  valsad thi dharam pur jata
  NANDIGRAM

 5. hardik says:

  હિ ઇ મ હેઅર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.