પ્રેમ કરું છું – સુરેશ દલાલ

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

      ‘કહ્યા પછી શું ?’ ની પાછળ
            શંકા અને આશા,
      શબ્દો વરાળ થઈને ઊડે
            ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

      પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
            આપમેળે સમજાય,
      વસંત આવે ત્યારે કોયલ
            કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોની કિતાબમાં ? – હરીન્દ્ર દવે
શેરોની મહેફિલ – મરીઝ Next »   

15 પ્રતિભાવો : પ્રેમ કરું છું – સુરેશ દલાલ

 1. Bhakti Eslavath says:

  Ketli saral vaat …

  I’m fan of suresh dalal and its so good to read his poem ..

  Prem jetli Saral vaat kahevama j valopat thato hoy chhe ..

  Thanks

 2. nayan panchal says:

  સરસ. એક પ્રેમીની મનોવ્યથાને આબાદ રજૂ કરતુ કાવ્ય.

  કેટલી સરસ વાત.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  પ્રેમીની મનોદશાનું સુંદર વર્ણન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.