બસ એટલું કે…. – બરકત વીરાણી ‘બેફામ’

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે લેખો – સંકલિત
ભજન કરે તે જીતે – મકરન્દ દવે Next »   

20 પ્રતિભાવો : બસ એટલું કે…. – બરકત વીરાણી ‘બેફામ’

 1. gopal h parekh says:

  બેફામની વાત નોખી ને અનોખી ન હોયતો જ નવાઈ,રવિવાર સુધારી દીધો તમે મારા ભાઈ

 2. Hiral Thaker 'Vasantiful ' says:

  Befam ne gazal mate “very nice” bahu achhu pade chhe….! 🙂

  From first line…

  “બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
  એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
  …………………..”

 3. Aparna Khatiwala says:

  ‘બસ એટલુ કે’ ધન્યવાદ બેફામ ની ગઝલ આપીને રવિવાર ની સવારનો આનન્દ બમનો કરવા બદલ…

  Aavi biji vadhare sari gazal ni apeksha sathe….

 4. shaileshpandya BHINASH says:

  kya bat hai………………

 5. shaileshpandya BHINASH says:

  very nice………….

 6. piyu says:

  રડી રહ્યા તા સૌ મારા મૃત્યુ પર એજ કારણ થી
  હતો મારો પ્રસંગ ને મારી હાજરી નહોતી

 7. rajesh says:

  જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
  જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

  પ્રિયતમાની સર્વવ્યાપી હાજરી દર્શાવતી સુંદર પંક્તિઓ……..

 8. જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
  જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

  પ્રેયસી અને ઈશ્વર .. બન્નેની omnipresence, પ્રેયસીની passive અને ઈશવરની active, એ બન્ને માટે ખુબ જ લાજવાબ શેર…

 9. વિનય says:

  “જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.”

  અત્ર, તત્ર, સર્વત્ર…

  લાજવાબ!

 10. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  શોભી રહયો છુ હુ તો ફકત તારી પ્રિતથી….

  જયાં હુ ન હોઉ તેવા ઘણા પ્રદેશ છે,
  જયાં તુ ન હોય તેવો એક પણ મુલક નથી.

  what a word u have write.
  ખુબ સરસ શબ્‍દો છે. હૃદયસ્‍પર્શી છે.
  અમારી આપને શુભકામનાઓ…..

 11. anand says:

  very nice gazal.you are just excellent.i just write few words.

  jya hu nathi avi bathi pal chai tari pase,
  jya tu na hoy avo koi pal nathi mari pase.

 12. Keyur Patel says:

  ‘બેફામ’ ખરેખર બેફામ જ લખે છે!!! સલામ !!!!!

 13. Utpal Dave says:

  સાચુ કહુ તો તમે વચકો પર અહેસાન કર્યો , બેફામ જેવા શાયર નિ ગઝલ થિ દિલ ખુશ થૈ જાય ચ્હે, વધુ ને વધુ ગઝલો વાચવા મલે એવિ અપેક્ષા સહ્

 14. Manisha says:

  બેફામ બની ને વરસતા રહો………….

 15. dhiraj thakkar says:

  subhan allah

 16. krunal says:

  જીવનની કોઇએ મને
  ટુંકી વ્યાખ્યા પુછી કે
  જીવન શું છે વળી ?

  મેં કહ્યું બસ બધાને
  ખુશ રાખીને જે પોતે
  જીવી જાય એ જીવન.

 17. bhavesh jani says:

  બેફામ ની ઝલક એટ્લે

  જગત ને એક દિ ન ચાલ્યુ મારા વીના
  હૂ જો ઉઠી ગયો તો ચોક માં સ્મારક મુકી દીધુ.

 18. Fentermine. says:

  Fentermine….

  Fentermine….

 19. Roshni says:

  JYA HU CHHU AVA GHANA BADHA PRADESHO CHHE,
  JAY TU NATHI AVI KOI JAGYA NATHI………

  THESE TWO LINES HAVE EXPLAINED MY WHOLE LIFE.

  WAH “BEFAM” WAH

  SHU LAKHO CHHO TAME!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.