તમે આવો તો – મકરંદ મુસળે

તમે આવો તો વારતાય માંડીએ
મ્હોરાંને હળવેથી ખસકાવી લઈએ
ને ચ્હેરાના ફોટાઓ પાડીએ….

આંખોની ભાષામાં શબ્દોના વાડા
ને અર્થોનાં છીંડાં, ને છીડાંને રસ્તો કે’વાય નૈ
ઊર્મિઓ ઉર્ફે આ દરિયાનાં મોજાં,
ને મોજાંમાં મસ્તી ને મસ્તી કૈં મુઠ્ઠીમાં માય નૈ.

પગની ભીનાશથી પલળેલા રસ્તા પર
ટહુકાનો વરઘોડો કાઢીએ….

મારાથી તારી ને તારાથી આપણી
આપણાથી સૃષ્ટિ ને સૃષ્ટિથી આગળની જાતરા
શ્વાસોના મેળામાં ઈચ્છાનાં ટોળાં,
ને ટોળાનું વળગણ ને વળગણને કાનો નૈ માતરા.

વિસ્મયના ખુલ્લા ઝરૂખાઓ જેવી
આ આંખોમાં ઢોલિયાઓ ઢાળીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિજ્ઞાન દર્શન – સંકલિત
પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર Next »   

20 પ્રતિભાવો : તમે આવો તો – મકરંદ મુસળે

 1. gopal h parekh says:

  મકરંદમુશળે તેમજ તમારો આભાર, બહુ જ સરસ રચના

 2. આંખોની ભાષામાં શબ્દોના વાડા
  ને અર્થોનાં છીંડાં, ને છીડાંને રસ્તો કે’વાય નૈ
  ઊર્મિઓ ઉર્ફે આ દરિયાનાં મોજાં,
  ને મોજાંમાં મસ્તી ને મસ્તી કૈં મુઠ્ઠીમાં માય નૈ.

  – સુંદર મજાનું ગીત…. મજાના કલ્પનો અને સુંદર પ્રાસાનુપ્રાસ…. લય પણ સરસ જળવાયો છે. ગીતમાંથી પસાર થતી વખતે એક કલ્પનમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજા અને ચોથામાં જે રીતે કવિ લઈ જાય છે એ વાંચતા નયન દેસાઈની યાદગાર ગઝલ માણસ ઉર્ફે યાદ આવ્યા વિના કેમ રહે?

  http://layastaro.com/?p=297

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice….!

  “તમે આવો તો વારતાય માંડીએ
  મ્હોરાંને હળવેથી ખસકાવી લઈએ
  ને ચ્હેરાના ફોટાઓ પાડીએ”

 4. ashalata says:

  તમે આવો તો વારતાય મડીયે——-
  ને ચહેરાના ફોટાઓ પાડીએ!!!!!!!
  very nice !

 5. Gaurav says:

  તમે આવો તો વારતાય મડીયે——-
  ને ચહેરાના ફોટાઓ પાડીએ!!!!!!!

  tooooooooooo good,

 6. farzana aziz tankarvi says:

  excellent

 7. MANHAR M.MODY says:

  ઘણા વખત પહેલાં વડોદરા – બુધસભામાં શ્રી મકરંદ મુસળેના સ્વમુખે આ ગીત સાંભળ્યાની યાદ તાજી થઈ. મઝા આવી.

  આભાર રીડ ગુજરાતી- આભાર મૃગેશભાઈ-આભાર મકરંદ ભાઈ.

  -‘મન’ પાલનપુરી (મનહર એમ. મોદી)

 8. bjck zvtupmaso wcmphsa gvbzcse kcolsx lzjm hjzeltqf

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.