એક નિર્દોષ વ્યક્તિત્વ – નટુભાઈ ઠક્કર

‘એક અડધી…. કમ સક્કર…. થોડા મસાલા…. સાથમેં ફૂદીના….’
રોજનો આ ક્રમ.
ને રોજ… આખા દિવસમાં અનેકવાર બારીએથી બૂમ પડતી ને એ અનેકવાર ઉપર ચા લઈને આવતો. જેટલા કલાક લખવા-વાંચવાનું ચાલે એટલા કલાકમાં એના આંટા ચાલે….

સાવ નાનો છોકરો. પંદરેક વર્ષની ઉંમર. ત્યારથી હું એને ઓળખું છું. હસતો ચહેરો… શ્યામળો દેહ… પીળા પડી ગયેલા દાંત. ને હસતો-હસતો ઉપર આવે. હું ચા પી લઉં ત્યાં સુધી ઊભો રહે. કોઈક વાર સિગારેટ લઈ આવવાનો ધક્કો પણ ખાય…. ને કોઈક વાર ચા પીતો હોઉં ત્યાં સુધીમાં બે વાસણ ઉટકવામાં પણ અંદર રસોડામાં જઈને મદદ કરે. ઝાઝી ઓળખાણ…. ઝાઝો પરિચય… કાં પ્રેમ ઉપજાવે કાં તિરસ્કાર ઉપજાવે…. મને એના તરફ કુદરતી પ્રેમ જ પેદા થતો… ચાર આના પાછા આપવાના થાય તો ફરીના ધક્કે નહીં, પહેલાં આપી જવાના પછી બીજે ચા લઈને જવાનું.

રસ્તામાં મળી ગયો એકવાર. કંઈક ગૂંચવાતો’તો. એની જીભ ઉપડતી નહોતી… સ્હેજ હસ્યો. સ્હેજ ખચકાયો… હું ક્ષણ થોભ્યો… ને એની જીભ ઊપડી. ‘એક પંદર રૂપિયા જોઈએ છે…. સાંજે શેઠ પાસેથી લઈને પાછા આપી જઈશ….’ સ્હેજ ખચકાટ થયો… શા માટે જોઈએ છે એવું પૂછું એ પહેલાં તો એ બોલ્યો… ‘મારી માશીનો છોકરો અહીં મળી ગયો એની જોડે મોકલવા છે… તેમને જોયા એટલે અહીં આવ્યો…. ને બીજી ઝાઝી પડપૂછમાં પડ્યા વગર કુદરતી રીતે જ અપાઈ ગયા.
એના ચહેરા પર આનંદ હતો. એના પર કોઈએ વિશ્વાસ મૂક્યો એનો. કોઈ વાર એના શેઠે પણ એના ઉપર વિશ્વાસ નહોતો મૂક્યો… ને આજ બીજાએ એના પર વિશ્વાસ મૂક્યો એનો આનંદ હશે.

એ સરકી ગયો. ક્ષણમાં અલોપ. થોડાં બજારનાં કામો પતાવીને હું ઘેર પહોંચ્યો ત્યારે પત્ની તાવમાં ધખતી હતીને પેલો એના માથા ઉપર મીઠાના પાણીનાં પોતાં મૂકતો હતો. તાવ ઉતારવાની આ એક જ સહેલી દવા એ જાણતો હતો. બીજી દવાઓ કરવાની એની તાકાત નહોતી… હું પહોંચ્યો એટલે રસોડામાંથી એ પાણીનો ગ્લાસ ભરીને લાવ્યો. બહારથી થાકીને આવેલા મને એણે ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો ને બીજા હાથે ખિસ્સામાંથી કાઢીને પંદર રૂપિયા મારા હાથમાં મૂક્યા. ‘આભાર કે થેંક્યૂ’ કે એવા કોઈ અહેસાનસૂચક શબ્દો એની પાસે નહોતા…જતાં..જતાં… એણે એટલું ઉમેર્યું… ‘સાહેબ… હું અહીંથી ત્રીજા ઘરને ઓટલે સૂઈ જાઉં છું. રાતવરત કંઈ પણ કામ હોય તો માત્ર બૂમ પાડજો. મારી ઊંઘ કાચી કૂતરા જેવી છે. ચિંતા ન કરશો… હું આવી જઈશ….

એક નાનો છોકરો. પંદર ઉછીના રૂપિયા. ચાની કીટલી પર નોકરી. ને રાતવરત હું બૂમ પાડું એ પહેલાં તો આખી રાત તાવમાં કણસતી પત્નીને કારણે મારા ઘરની લાઈટ ચાલુ જોઈને એ ત્રણ-ચાર વાર આવી ગયો. દરેક વખતે અડધો-અડધો કલાક બેઠો. એક વાર મરી વાટીને પત્નીને કપાળે એણે ચોપડી દીધાં. બીજી વાર આદુવાળી ચા બનાવી દીધી. ત્રીજી વાર તો લગભગ હઠ લઈને બેઠો…. તમારા ડૉક્ટરનું સરનામું મને આપો. ભલેને અધરાત-મધરાત હોય…. બોલાવી આવું. આમ એની સાથેની દોસ્તીને લીધે અમારી આખી રાત એક માણસની હૂંફમાં પસાર થઈ ગઈ.

સવાર થઈ. સહેજ સૂરજ ચડ્યો ને એ આવી ગયો…. ‘મને બધું ફાવે છે…. વાસણ કપડાં… કચરો પોતાં… અરે ભાખરી-શાક પણ બનાવતાં આવડે છે… પહેલાં હું રામા તરીકે કામ કરતો હતો… નારણપુરામાં… એક મોટા શેઠીયાને ત્યાં….’
‘તે ત્યાંથી એ કામ તેં કેમ છોડી દીધું ?’
‘છોડ્યું નહીં….છોડવું પડ્યું.’… ને એટલું બોલતાં બોલતાં તો બેઉ આંખમાંથી બે નાનાં આંસુ સરકી પડ્યાં… હું કંઈ પણ કારણ પૂછું એ પહેલાં જ એ બોલવા મંડ્યો – ‘મેં ચોરી કરેલી….’ એની એક એ વિશેષતા હતી કે કંઈ આપણે પૂછીએ એ પહેલાં તો એ આપણે શું પૂછવાના એમ માનીને જાતે બોલવા માંડતો. સમજદારી એ કંઈ ભણેલા-ગણેલા કે કોઠાડાહ્યા માણસોનો ઈજારો નથી હોતો… કેટલાકમાં એ આંતરપ્રજ્ઞા ભગવાને કુદરતી જ મૂકેલી હોય છે. ને એટલે જ ‘કેમ ચોરી કરેલી ?’ એમ હું પૂછું એ પહેલાં જ – ‘મારા બાપા માંદા હતા…. દવા લાવવી’તી. બાનો સંદેશો હતો કે દવા લઈ આવ એટલે મેં શેઠના ખિસ્સામાંથી પચ્ચા રૂપિયા લીધા…. દવા લીધી… ઘેર પહોંચ્યો. દવાની વાત કરી… બાપાએ દવા લેવાની ના પાડી…. કારણ કે મેં એમને કહી દીધું કે પચ્ચાસની નોટ ચોરીને દવા લાવ્યો છું. ચોરીના પૈસાની દવા.

બાપા બોલ્યા : ‘મારે જીવવું નથી… તારું મોઢું જોવું નથી…. તું આવ્યો ત્યાં એવો દીસતો રહે….’ ને હું તો વીલા મોઢે દવાવાળાની દુકાને પાછો ગયો… કગર્યો… દવાવાળાને દયા આવી… બે રૂપિયા કાપી લઈને દવા પાછી લઈ લીધી…. ને એ રૂપિયા લઈને શેઠને આપ્યા… એટલે શેઠે મને તરત ઘરની નોકરીમાંથી રવાના કરી દીધો…

ગજબનાક છોકરો. હસતો ને રમતો. નિર્દોષ ચહેરો. નિખાલસ વાત. પાપ તો આપણી દુનિયામાં હતું. મેં કહ્યું : ‘તેં એવા ચોખ્ખા પૈસા ધરી દીધા એના કરતાં જ્યાંથી લીધા ત્યાં જ મૂકી દીધા હોત તો ?’ ને આછા લાંબી સમજ વગરના મલકારા સાથે કહે : ‘મારા…બાપા… એમ મને છોડે નહીં. એમણે જ કહેલું કે દવા પાછી આપવી, પૈસા લેવા, શેઠને આપવા… ને ચોરી કરેલી એ કહેવું… એમના કહ્યા પ્રમાણે મેં કર્યું… ને દવાના પૈસાની સવડ તો ના થઈ…. પણ હું મારા છાપરે ભુદરપુરામાં પહોંચ્યો ત્યારે તો ઘરના આંગણામાં નાતવાળા ડાઘુઓ મારા બાપની નનામી બાંધતા હતા….’ ને તરત સારો ફિલ્મ પ્રોડ્યુસર પટ્ટી બદલતો હોય એમ…. ‘સાહેબ, તમે ચિંતા ન કરશો…. હું તમારા ઘરનાં બધાં કામ કરીશ…. ને ચાની લારીએ નોકરી પણ….’

ગજબનાક છોકરો…. નિખાલસ ને નિર્દોષ. પત્નીની માંદગી કરતાં મને એની વાતમાં વિશેષ રસ પડ્યો હતો. એ બધી વાત કહેતો જતો હતો ને ઘરમાંનો કચરો કાઢવાનું કામ એણે શરૂ કરી દીધું હતું. પથારીની ચાદર વાળી લીધી હતી. ઓશીકાં કબાટમાં ગોઠવી દીધાં હતાં…. પત્ની પણ થોડી વાર જાણે કણસવાનું વીસરી જઈને એની વાત તરફ કાન માંડીને આંખો બંધ કરીને પડી હોય એવું લાગ્યું…. મેં એને ઢંઢોળી જોઈ પણ ક્ષણ-બેક્ષણ એની આંખ ઝંખી ગઈ હતી. એટલી વાર મને એક હસતો નિર્દોષ ચહેરો જોવાની તક મળી હતી. એ તક હું માણી રહ્યો હતો ને એકાદો સવાલ પૂછતો… નાના સવાલનો વિગતવાર લાંબો જવાબ મળતો…. મને આ નાનકા ચા-વાળા છોકરા તરફ અહોભાવ પેદા થતો હતો.

‘તારે બીજુ કોઈ નથી ?’
‘ના…. મા તો પહેલેથી જ મરી ગયેલી… બાપ દવાના અભાવે મરી ગયો… એક માશી છે.. એને એક નાનો.. મારા જેવડો લગભગ છોકરો છે… એનો ભાદરવામાં જન્મ… ને મારો આહોમાં… એક કાકો છે… પણ મારી દિયોર….’ ને એ થંભી ગયો પાછો.
મેં પૂછ્યું : ‘કેમ અટકી ગયો ?’
મારે તો એનો ઘડોલાડવો કરવો’તો પણ મારો બાપ…. દુશ્મનનેય સજા કરવાનું માને નહીં. એ કહે… ‘સજા કરવાનું કામ એકલો ભગવાન કરી શકે…. આપણે તો માણસ…. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવાનું… પણ મારો કાકો મારા બાપની હાજરીમાં ધીરે-ધીરે તલાટીઓને ચા-પાણી કરાવી-કરાવીને બધી મિલકતો દબાવી બેઠો. બાર વીંઘા ભૂંઈ છે… એકવી આંબા છે સેમમાં…. પણ મારો બેટો… દેન છે કોઈની એક કેરીનેય અડવા દે… મને તો ઝણઝણાટી થઈ જાય…. પણ મારો બાપ….’
‘હશે, ભગવાન એને સજા કરશે.’
‘કરશે શું કરી છે…. મોટી પૈણાવેલી એ બેવાર પાછી આવી હમણાં ત્રીજી વાર નાતરે જઈ…. વચલો કોગળિયામાં મરી ગયો… નાનો ધરામાં ડૂબી ગયો… ને મોટો છે એ આખી રાત પીને પડ્યો રહે છે…. પણ આ બધું ભગવાન નથી કરતો… એનાં કરમ કરાવે છે…’

બપોરે એ ફરી આવ્યો.
ચા લેતો આવ્યો. ટીફીન મેં મંગાવી લીધું હતું… એને ખાવા બેસવા કહ્યું. એણે કહ્યું આજે મારે વરત છે… મને આશ્ચર્ય થયું. અલ્યા, આ ભગવાનમાં નહીં માનનારો… ને તારે વળી વ્રત શેનું ?
‘સાંજે કહીશ.’ એમ કહીને ટીફીન સાફ કરી, પત્નીની પથારી ફરી વાર ઝાપટી આપીને એ ગયો.

સાંજના ફરી આવ્યો. એણે ભાખરી-શાક બનાવ્યાં.
શાકમાં અદ્દલ રસોયાનો જ ટેસ્ટ…. મજા આવી ગઈ… પણ કંઈ ખુલાસો કરવો પડે એ ભયમાં કે પછી ગમે તેમ… પાછો જતો રહ્યો… એ દિવસે એણે ઘરની લાઈટ બંધ દીઠી એટલે રાતમાં એકેય વાર આવ્યો નહીં. વહેલી સવારે તૈયાર ચા લઈને જ આવ્યો… સાથે બ્રેડ એના પૈસે લેતો આવેલો…. પહેલો સવાલ પત્નીને પૂછ્યો : ‘બેન, કેમ છે ?’ ને પત્નીએ હસીને કહ્યું કે ‘અત્યારે તો ખૂબ સારું છે. આખી રાત સરસ ઊંઘ આવી છે….’ ને હસીને એણે ઠેકડો લીધો…. કીટલીમાંથી ચાના ત્રણ ભાગ કર્યા. અંદરથી ત્રણ ડીશો લઈ આવ્યો…. બ્રેડની સ્લાઈસ સરખા ભાગે મૂકી… ને કહે… ‘સાહેબ પીઓ ચા…. ને આ બ્રેડ મારા તરફથી… કાલે તમે પૂછતા હતા ને કેમ ખાવું નથી ?… બેનને તાવ બહુ હતો ને મેં બાધા રાખેલી. મારાં બેન સારાં થઈ જશે તો જમીશ…. બેનનો તાવ બિલકુલ નથી… મારા તરફથી જ ચા ને બ્રેડ ખાવાનાં.’

એના આગળ અમારે ઝૂકવું પડ્યું. અમારા સંસારમાં અમારા બે સિવાય કોઈ ત્રીજું નહોતું… ને ત્રીજો અત્યારે એ ત્રણેએ ચા-બ્રેડ લીધાં… લેતાં-લેતાં એની કાલી-ઘેલી ભાષામાં કહે – ‘ભગવાન કરે ને મને એક ભાઈ આપે.’

દિવસો ઘણા ગયા છે. દસકા બે વીત્યા છે. એ હજુ અમારી સાથે છે. બીજાં ત્રણ સંતાનો પણ ઘરમાં છે. પાંચ જણનો સંસાર છે. પંદર રૂપિયાનો વિશ્વાસ છે. ચાનો કીટલીવાળો હવે ઘરનો જ સભ્ય છે… ‘એક અડધી…કમ..શક્કર… ને સાથમે ફૂદીના’ ની બૂમ હવે પાડવાની નથી. એનો કાકો હજુ ગામમાં દર… દર ફરીને ભીખ માંગે છે… એનો મોટો દારૂડિયો જેલમાં ગયો છે ને હજુ એ જ્યારે જાય છે ત્યારે કાકાને પાંચ-દસ રૂપિયા આપતો આવે છે…. ભગવાનમાં એ હજુ માનતો નથી. ‘જેવાં જેનાં કરમ’ એવું સૂત્ર એ વારે વારે બોલે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માની આંગળીમાં અભય – હરીન્દ્ર દવે
બેવતન – ચંદ્રકાન્ત બક્ષી Next »   

41 પ્રતિભાવો : એક નિર્દોષ વ્યક્તિત્વ – નટુભાઈ ઠક્કર

 1. Tarik Sheth says:

  Too good article……No words…….

 2. gopal h parekh says:

  હ્રદયંગમ,આ વાર્તા વિષે કંઈ લખવું એ શબ્દની શક્તિની બહારની વાત છે.

 3. Dhaval B. Shah says:

  Too good story..

 4. ટીકાકાર says:

  વાહ!

 5. JITENDRA TANNA says:

  ખુબ સરસ વાર્તા.

 6. urmila says:

  beautiful story – touches core of my heart-people change when they are given chance in a lifetime – love n affection has got the power to change the world to a better place

 7. હ્રદયસ્પર્ષી વ્યક્તિત્વ…..

  પણ ઈશ્વરની મહેર થઈ જાય જો આ એક જીવતું-જાગતું વ્યક્તિ હોય….

 8. dr sudhakar hathi says:

  નિર્દોસ વ્યકિત નુ સરલ પાત્રલેખન સુધાકર હાથિ

 9. Divyant Shah says:

  Very good story

 10. Hiral Thaker 'Vasantiful' says:

  Great…..!!!!!!

  No words to express..

  “manavta Haji Mari nathi…”

 11. KavitaKavita says:

  Very good story. Hope I will be able to concentrate on good things in bad time.

 12. Bharat Lade says:

  very good story to read.

 13. Prashant Oza says:

  bahu j mast hati……..
  aaa varta che k ek yakti nu jeevan samaj j na padi
  saras
  lekh natubhai………bahu saras

 14. Keyur Patel says:

  ફરી પાછું એ જ – નિષ્કામ કર્મયોગ!!!!!! બીજું શું???//

 15. Amita Soni says:

  બહુ જ સરસ અને હ્યદયસ્પશી છે.

 16. bharat dalal says:

  Very touching. Unbelievable.

 17. manvant says:

  શ્રીમાન નટુભાઇ, આ તમારો સાચો જ અનુભવ હોય તો તમને ધન્યવાદ આપવા પડે કારણ એક સાચા ને
  નિખાલસ ને તમે રક્ષણ ને પોષણ આપ્યુઁ.એના દોષો
  ન ગણતાઁ ગુણો તરફ જોઇ એના અઁતરમાઁ ડોકિયુઁ કર્યુઁ
  તે સ્તુત્ય ગણાય.મૃગેશભાઇ ! આભાર માનુઁ ને ?

 18. neetakotecha says:

  gajab ni hridayshparshi vat. khub sundar

 19. maurvi vasavada says:

  no words, to express the feelings,
  kon kahe chhe k duniya mathi manavata mari parvari chhe? haju pan Nanakajeva loko jeeve chhe.
  Mara Mother-in-law na ghare, Rajkot ma ek Wilson nam na bhai chhe eni story exactly aavi to nahi pan aane ghani j malati aave chhe. mummy kaheta hata tyare navai lagti hati pan hve vishvas besto jay chhe.

 20. Nimish says:

  Duniya ma be ja vastu global chhe: Aansu ane Smit…

 21. mohit parikh says:

  The story is beautiful. The boy EARNS the respect. The writer commands the respect as well. I just wish that more of us can be as honest and transparent as the boy.

 22. Jigisha Shah says:

  nice story.

 23. કલ્પેશ says:

  આ લેખમાથી થોડા સરસ વાક્યો

  “સમજદારી એ કંઈ ભણેલા-ગણેલા કે કોઠાડાહ્યા માણસોનો ઈજારો નથી હોતો… કેટલાકમાં એ આંતરપ્રજ્ઞા ભગવાને કુદરતી જ મૂકેલી હોય છે”

  “મારો બાપ…. દુશ્મનનેય સજા કરવાનું માને નહીં. એ કહે… ‘સજા કરવાનું કામ એકલો ભગવાન કરી શકે…. આપણે તો માણસ…. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવાનું… ”

  “મારી ઊંઘ કાચી કૂતરા જેવી છે. ચિંતા ન કરશો… હું આવી જઈશ….”

  “આ બધું ભગવાન નથી કરતો… એનાં કરમ કરાવે છે…”

  ” ‘એક અડધી…કમ..શક્કર… ને સાથમે ફૂદીના”

  આભાર નટુભાઈ અને મૃગેશ

 24. rajesh trivedi says:

  અતિ સુંદર, સતત એમ લાગ્યુ કે વાર્તા હજી આગળ ચાલે. ઝાઝી ઓળખાણ…. ઝાઝો પરિચય… કાં પ્રેમ ઉપજાવે કાં તિરસ્કાર ઉપજાવે…. એકદમ સાચી હકીકત.

 25. N. R. Desai says:

  Article is very good. Mrugeshbhai today I remember one magazine “MILAP”. today R.D. has taken the place of it because from other magazines the best articles we read in Milap. Today we read from R.D.
  Thanks

 26. Dhirubhai Chauhan says:

  અતિ સુંદર, સતત એમ લાગ્યુ કે વાર્તા હજી આગળ ચાલે. ઝાઝી ઓળખાણ…. ઝાઝો પરિચય… કાં પ્રેમ ઉપજાવે કાં તિરસ્કાર ઉપજાવે…. એકદમ સાચી હકીકત.

 27. Really, this is a very good small story.
  I say to all my college students to read this story.

  It’s very interesting and emotional story.
  Thanks.

 28. Oh!! Oh !!

  Your every matter are fantasting.
  My friend told me to read this story.
  So, I read this story.

  I can say only a sentence that
  ” East or West, Story is the best”.

 29. Maitri Jhaveri says:

  શબ્દો જ નથિ કઇ લખ્વા માટે…..
  અભિનન્દન્….

 30. zankhana says:

  its inspirational story… thnx…….sooo gd

 31. Priyank Soni says:

  Great story..very touching experience.
  The earth still has nice and true persons.
  Bravo thakkar saab

 32. Rajan says:

  too good & touchy story..keep posting :))

 33. vipul says:

  Ap ni kalam Limda Ma Ek Dal Mithi thi apne vanchava nu saru karyu hatu E pachi mara mitro k jo apna hat niche Swaminarayan Collage ma bhani gaya teo e pan tamara vishe bahu badhi vato kari .

  Gana vakahte apno lekh vachi ne maru dil gad gad thai gayu
  vipul patel

 34. SURESH TRIVEDI says:

  DO GOOD GET GOOD.

 35. Minal says:

  Too good too good… Great..

 36. jigna says:

  સમજદારી એ કંઈ ભણેલા-ગણેલા કે કોઠાડાહ્યા માણસોનો ઈજારો નથી હોતો… કેટલાકમાં એ આંતરપ્રજ્ઞા ભગવાને કુદરતી જ મૂકેલી હોય છે.

  ખરેખર સમજદાર હોવા માટે ભણેલું હોવુ જરુરી હોતું નથી. અથવા તો ભણેલા જ માત્ર સમજદાર હોતા નથી.

  સરળ હોવું એ જ મહત્વ નું છે. ભગવાન તો સરળ વ્યકિતિ માં જ વસે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.