જાગ્યા ત્યાંથી સવાર – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

‘પ્રીતિ, બાથરૂમમાં ટુવાલ કેમ નથી જડતો ? મારે ઑફિસે જવાનું કેટલું મોડું થઈ રહ્યું છે, તેનું તને ભાન છે ? આજે ટુવાલ ઠેકાણે ન હોય તો કાલે કાંસકો ન હોય. કશું વ્યવસ્થિત હોતું જ નથી ને ?’ આકાશની બૂમો સાંભળીને પ્રીતિએ દોડતા આવીને ટુવાલ શોધી આપ્યો.

નાહીને તૈયાર થઈ, સવારનો નાસ્તો પતાવી આકાશ ઑફિસે જવા નીકળ્યો. પ્રીતિએ યાદ દેવડાવી, ‘જોજો, સાંજે બજારમાં થઈને આવજો. આપણે તે દિવસે જે બુટ્ટી જોઈ રાખી હતી તે લઈ આવવાનું ભૂલતા નહીં.’ સાંજે આકાશ આવ્યો, પણ બુટ્ટી તો ભૂલી જ ગયો હતો. પ્રીતિથી બોલ્યા વગર ન રહેવાયું : ‘મને ખબર જ હતી કે તમે ભૂલી જશો. હવે તમને મારા માટે ક્યાં કશું યાદ જ રહે છે ? લગ્નની શરૂઆતમાં તો તમને કેટલી બધી લાગણી હતી ! અને આજે ? આજે એમાંનું શું રહ્યું છે ?’

આકાશ ગુસ્સે થઈ ગયો, ‘અત્યારે ઑફિસથી થાક્યો પાક્યો ઘેર આવ્યો છું પણ ઘરમાં ય શાંતિથી બેસવા દેતી નથી. બસ, ફરિયાદો ચાલુ ને ચાલુ જ. તને પણ મારા માટે કેટલો પ્રેમ બચ્યો છે, તે હવે સમજી ગયો છું.’ આકાશ અને પ્રીતિ માટે આવી ઘટનાઓ રોજિંદી બની ગઈ હતી. એક વર્ષ પહેલાં તેઓનો પ્રેમ લગ્નમાં પરિણમ્યો, ત્યારે તો તેઓના હૃદયમાં પ્રેમનો સાગર ઘુઘવતો હતો. બંનેનો સ્વભાવ ઉગ્ર અને ગુસ્સાવાળો તો હતો જ, પણ પ્રેમના પ્રવાહમાં એ ઉગ્રતા દેખાઈ ન હતી. લગ્ન બાદ એ ઉગ્રતા ધીરે ધીરે સપાટી પર આવવા લાગી. એક વર્ષના સમયગાળામાં તો પ્રેમના સાગરને બદલે, માંડ માંડ ઝરણું જ બચ્યું હતું, અને તે પણ સૂકાવા લાગ્યું હતું.

આકાશ : ‘પ્રીતિ, આજે તું દાળમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ.’
પ્રીતિ : ‘આકાશ, કો’ક વાર ભૂલી યે જવાય. કાલે આપણા લગ્નને એક વર્ષ થયું તે તમને યાદ રહ્યું ? મેં યાદ કરાવ્યું ત્યારે તમને યાદ આવ્યું. અને સાંજે હોટલમાં જમવાનો પ્રોગ્રામ બનાવ્યો, તે તમે ઑફિસના કામનું બહાનું બતાવી કેન્સલ કરી નાખ્યો.’
આકાશ : ‘તને એમ લાગે છે કે મેં બહાનું કાઢ્યું હતું ? કાલે ઑફિસમાં સાંજે અચાનક મીટિંગ ગોઠવાઈ ગઈ અને મારે મોડું થઈ ગયું. પણ તને તો મારી વાત સાચી જ નથી લાગતી.
પ્રીતિ : ‘તમને ય મારી વાત ક્યાં સાચી લાગે છે ? બે દિવસ પહેલાં હું તમારી પસંદગીનું શાક બનાવવા માટે, ભીંડા લેવા ના જઈ શકી, અને તમને એવું લાગ્યું કે તમારી પસંદગીની મને કોઈ કિંમત રહી નથી.’

આકાશ અને પ્રીતિ વચ્ચે આમ જ ચાલતું રહ્યું, અને બીજા બે મહિનામાં તો બંને એકબીજાથી અત્યંત ત્રાસી ગયાં. તેમની વચ્ચે કોઈ હકારાત્મક વાત જ થતી ન હતી. તેઓ કંઈ જ જતુ કરવા માગતાં ન હતાં. બંને પોતપોતાની જીદ પર અડગ હતાં. છેવટે તેમણે નક્કી કર્યું કે હવે સાથે જીવાશે નહિ. બસ, હવે તો છૂટાછેડા જ. ડાઈવોર્સ !

એક દિવસ તેઓ ફેમિલી કોર્ટના વકિલ દશરથભાઈ પાસે પહોંચી ગયા. પોતપોતાનો કેસ રજૂ કર્યો તથા ડાઈવોર્સ પેપર તૈયાર કરવા વિનંતિ કરી. દશરથભાઈએ બંનેને સાંભળ્યા, પછી કહ્યું : ‘તમે એકવાર હજી શાંતિથી વિચારી જુઓ.’
‘નહીં, અમારે કંઈ જ વિચારવાનું બાકી નથી રહ્યું.’ બે ય જણ એક સાથે બરાડી ઉઠ્યા.
દશરથભાઈએ કંઈક વિચાર કરીને કહ્યું : ‘સારું જુઓ. હું પેપર્સ તૈયાર કરું છું. પણ મારી એક વાત સાંભળો. તમને બંનેને એકબીજાની ખામીઓ અને ભૂલો જ દેખાયા કરે છે ને ? તો તમે સામી વ્યક્તિની ભૂલોની રોજ રોજ નોંધ કરતા જાઓ. આ રીતે એક મહિના સુધી કરો. એ નોંધ તમને ડાઈવોર્સ અપાવવામાં મદદરૂપ થશે. બરાબર એક મહિના પછી આપણે મળીશું અને ડાઈવોર્સ કેસ કોર્ટમાં મૂકી દઈશું.’

બંને જણ કમને સંમત થયાં. અને શરૂઆત કરી સામાની ભૂલો નોંધવાની. પહેલે જ દિવસે પ્રીતિએ નોંધ્યું : ‘આકાશે છ વાગે ઘેર આવવાનું કહ્યું હતું, પણ સાત વાગે આવ્યો. મોડા આવવાનો ફોને ય ના કર્યો.’ આકાશે નોંધ કરી : ‘સવારે હું નાહીને પરવાર્યો, પણ પ્રીતિએ નાસ્તો તૈયાર કરવામાં મોડું કર્યું. ઓફિસે જવાનું મોડું થઈ ગયું.’ આવી બધી નોંધ ચાલ્યા કરી. શરૂઆતમાં તો બહુ ઉત્સાહથી સામા પક્ષની ભૂલો નોંધાતી રહી, પણ પછી તેમાં ધીરે ધીરે થોડી ઓટ આવવા માંડી.

પંદરેક દિવસ થયા. એક બપોરે પ્રીતિ બધુ કામકાજ પરવારીને સહેજ આડી પડી હતી. તેને થયું કે લાવ, આકાશની ભૂલોનું લિસ્ટ જોઉં તો ખરી. એમ કરીને તેણે પોતાની નોંધની ડાયરી ખોલી. વાંચવાનું શરૂ કર્યું. અત્યારે તેનું મગજ ઘણું જ શાંત હતું. પહેલી ભૂલ વાંચી, ‘આકાશ છ ને બદલે સાત વાગ્યે ઘેર આવ્યા.’ તેને થયું કે, ‘હશે, ઑફિસમાં કામ બહુ આવી ગયું હશે. ફોન કરવાનો ય સમય નહીં મળ્યો હોય. આ ભૂલ કંઈ બહુ મોટી ભૂલ લાગતી નથી.’ આવું વિચારીને એ ભૂલ છેકી નાખી. આકાશને પણ એક દિવસ ઑફિસમાં, પોતે કરેલી નોંધ જોવાનું મન થયું. પ્રીતિની પહેલી ભૂલ પર નજર કરી. ‘નાસ્તો તૈયાર કરવામાં મોડું થયું હતું.’ તેને વિચાર આવ્યો કે : ‘ભલે, પ્રીતિને બિચારીને સવારમાં કેટલાં બધાં કામ હોય છે. એમાં એક દિવસ નાસ્તો મોડો તૈયાર થયો, રોજ તો આવું નથી જ થતું ને ?’ એમ વિચારી, આ ભૂલ બહુ મોટી ન લાગતાં, તેના પર ચોકડી મારી દીધી.

આમ ને આમ, પચીસ દિવસમાં તો બંનેના લિસ્ટમાંથી બધી જ ભૂલો નીકળી ગઈ અને નવી નોંધ કરવાનું પણ બંધ થઈ ગયું. બંનેને લગ્નની શરૂઆતના પ્રેમભર્યા પ્રસંગો યાદ આવવા માંડ્યા. હવે તો તેમનું લડવાનું પણ બંધ થઈ ગયું હતું. લાગણીપૂર્વક વર્તવાનું શરૂ થઈ ગયું હતું. મહિનાનો છેલ્લો દિવસ આવ્યો ત્યારે તો તેઓ સુખી લગ્નજીવનનાં નવાં સ્વપ્નોમાં ખોવાઈ ગયા હતા.

મહિનો પૂરો થયાના બીજા દિવસે રવિવાર હતો. સવારમાઅં આકાશ બહારથી જલેબી-ફાફડા લઈ આવ્યો. મોજમસ્તી કરતાં બંને જણ જલેબી-ફાફડા ઝાપટતાં હતાં, તેવામાં દશરથભાઈ આવી ચડ્યા. તેમણે વાતાવરણ જોયું અને ખ્યાલ આવી ગયો કે તેમની તરકીબ કામ કરી ગઈ હતી. એક નવજીવન બક્ષવાનો તેમને આનંદ હતો. બધા શાનમાં સમજી ગયા, કોઈએ ય ‘ડાઈવોર્સ’ શબ્દનો ઉચ્ચાર કર્યો નહિ. દશરથભાઈ પણ નાસ્તામાં જોડાઈ ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બેવતન – ચંદ્રકાન્ત બક્ષી
આ મકાન ન જોઈએ – બાબુભાઈ વ્યાસ Next »   

40 પ્રતિભાવો : જાગ્યા ત્યાંથી સવાર – પ્રવીણ શાહ

 1. Milan Shah says:

  બહુ જ સરસ વાર્તા.

 2. પેન અને કાગળ બગાડવાની જરૂરિયાત જ ઊભી ન કરીએ તો કેવું ???

 3. anamika says:

  very good………

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice….!!!!!

 5. સરસ વાર્તા…

 6. Amita Soni says:

  જો પતિ અને પત્ની ઝગડે ના તો…………………..

 7. Dhaval B. Shah says:

  Nice story.

 8. gopal h parekh says:

  ભૂલો ગોતવાની ભૂલ કરી તેનું પરીણામ કેવું મજાનું આવ્યું

 9. Bhavin Kotecha says:

  too good…really normal daily story… I just print it and give it to other married couple in my group… thanks pravinbhai…

 10. Shetal says:

  Very good and true story of every couple…..

 11. farzana aziz tankarvi says:

  good story with a deep message within…

 12. Prashant Oza says:

  hmmmmmmmm………………saras
  Dasrathbhai no aabhar…….aava Lawyer aa Duniya ma Dekhay nahi bahu saras vaarta….

 13. બહુ સરસ વાતા

 14. કલ્પેશ says:

  ગાંધીજી વ્યવસાયે વકીલ હતા અને એમણે વકીલાત વિશે લખેલુ જેનો અર્થ આ પ્રમાણે થાય છે.

  વકીલનુ કામ બે પક્ષના વચ્ચેની ખાડી પુરવાનુ છે.

 15. Viren says:

  Nice story, liked it

 16. Keyur Patel says:

  કાશ આવું બધેજ થતુ હોત !

 17. Kishore Jani says:

  સરસ, બધા યુગલોએ યાદ રાખી જીવન મા ઉતારવા લાયક વાર્તા.

 18. neetakotecha says:

  varta sari hati. pan aa sakya nathi ek var bhul dekhavanu chalu thay pachi ema kai saru dekhatu j nathi. pachi e sambandh khechi ne puro karvano hoy che. pan aape j samjavani koshish kari che e sari che.

 19. rajesh trivedi says:

  ગાંધીજીના વકીલાત ના વ્યવસાય વિષેના શબ્દો અક્શર સઃ સાચા પુરવાર કરતો લેખ. સુંદર.

 20. Divyant Shah says:

  સરસ વાર્તા…

 21. Ramesh Sopan says:

  ખુબ સારી વાત. આ તો થઇ તિરાડ પુરવા ની વાત. હવે જો લગ્ન ની શરુઆતથી જો બંને એક બીજાના ગુણ ની નોંધ કરે તો? ક્દાચ તિરાડ જ ન પડે.

 22. ArpitaShyamal says:

  very nice story….I think, this is the routine story of each and every couple in this world……..but FORGIVENESS is the BEST thing for all people….it can solve all problems…

 23. Dhirubhai Chauhan says:

  સરસ, બધા યુગલોએ યાદ રાખી જીવન મા ઉતારવા લાયક વાર્તા.

 24. pallavi says:

  પ્રવીણભાઇ,
  બહુ સરસ વાત કરી.
  પ્રેરણાત્મક વાત.
  અભિનન્દન.
  પલ્લવી.

 25. jigisha raj,ahmedabad says:

  varta to ghani saras lakhai chhe pan shu rojinda jivanma avu bane ce kharu?agar patni bhulo kadhe ane bhuli pan jay pane j vakhate pati bhlo kadhi vadhu gusse thay to?athva patni j bhuo vadhare kadhe to? ane pati ne hakikate bhulo no koi prasna j nahoy evu pan bane ne? varta sari che pan hakikat nathi ane etle varta j rahi jay chhe.kash k aa hakikat hoy sake.

 26. Bhupendra Shah says:

  Until I acquire good control in using Gujarati key storkes, let me express in English. Quite useful message in a very lucid expression. Shri Pravinbhai made us learn a lession through a live experience as though we are part of the process. Bhupendra Shah

 27. Maitri Jhaveri says:

  ખુબજ સરસ વાર્તા..
  True Real life routine of almost every couple…..

 28. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા.

  મન ખુશ થઈ ગયુ.

  નયન

 29. SURESH TRIVEDI says:

  ALL THOSE WHO ARE NOT GOING ALONG WITH EACH OTHER AFTER THEIR MARRIAGE HAVE TO SUFFER JUST FOR THEIR MISUNDERSTANING.IF ONE IS TRUCK TYRE AND OPPOSITE IS SCOOTER TYRE THEY HAVE TO KEEP IN MIND OF THE OTHER”S CAPACITY AND HAVE TO KEEP RUNNING ACCORDINGLY.

 30. raju yadav says:

  સરસ વાર્તા. મજા પડી ગઈ. આવીજ એક વાર્તા મા એક પિતા અને એની નાની પુત્રી વચ્ચે એક બીજા મા સારુ શુ છે એની શરત લાગે છે જે મા પિતા એ હાર માનવી પડે છે. આપણે આપણી વહાલી વ્યક્તી ના સારા ગુણો કેટલા યાદ રાખીયે છીએ એના પર સમ્બધ ટકે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.