પીસ – નસીર ઈસમાઈલી
[‘સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ’ પુસ્તકમાંથી સાભાર.]
હું પ્રવાહ કાગડિયા. આજ કા એમ.એલ.એ. હોવાથી મારી વાત તમને માનવામાં નહીં આવે, પણ કેટલીક વ્યક્તિઓ એવું અજીબ કિસમનું વ્યક્તિત્વ ધરાવતી હોય છે કે, તમે જીવનમાં આવી વ્યક્તિઓ કરતાં અનેક ગણી સફળતા મેળવી હોય તેમ છતાં આવી વ્યક્તિને મળતાં તમને તમારી સફળતાઓ વામણી લાગવા માંડે અને એ વ્યક્તિ પ્રત્યેનું તમારું આકર્ષણ અને કદાચ ઈર્ષ્યા પણ દરેક મુલાકાતે વિસ્તરતાં જ રહે. મારી વાત ન સમજાઈ ને ? જ્યાં સુધી તમે મારા મિત્ર સુજ્ઞને મળશો નહીં ત્યાં સુધી મારી આ વાત તમને નહીં જ સમજાય.
… આજે ચૌરાહાના ઘુમાવ પાસેથી ટર્ન લઈને મેં મારી ‘એસ્ટીમ’ કારને સુજ્ઞની ચાલીના છેડે ઊભી રાખી ત્યારે ભાદરવી તડકો તપતી વાદળછાઈ બપોરના ચારનો સુમાર હતો. આ સુજ્ઞ મેં ઉપર જણાવ્યું તેમ એવો અજીબ કિસમનો આદમી છે કે એ એની ચાલીની આ નાનકડા ફળિયાવાળી ડબલ રૂમ છોડીને બહાર નીકળવા તૈયાર જ નથી થતો, નહીં તો આ જ ચાલીમાં સુજ્ઞની જોડેની ડબલ રૂમમાં હું રહેતો હતો ને શિક્ષકની નોકરી સાથે કટ-પીસ કાપડનો છૂટક ધંધો મેં શરૂ કર્યો ત્યારે ભાગીદારી માટે પ્રથમ ઑફર મેં સુજ્ઞને જ કરેલી. હું અને સુજ્ઞ ત્યારે એક જ સ્કૂલમાં શિક્ષકો હતા, પણ સુજ્ઞ જેનું નામ !
‘ના ભાઈ ના પ્રવાહ ! શિક્ષક જો વેપારી બની જશે, તો નિશાળો બધી દુકાનો બની જશે ને એમાંથી બે નંબરિયા વેપારીઓ જ બહાર પડશે. મને બાળકોને ભણાવવામાં, એમની આગળ કવિતાઓ ગાવામાં, એમને વાર્તાઓ કહેવામાં, એમની સાથે રમવામાં આનંદ આવે છે. રૂપિયા માટે મારે એ આનંદની હત્યા નથી કરવી અને આમેય તું જાણીતી મિલોના બનાવટી સિક્કા લગાવેલું જે ઘટિયા કાપડ વેચવાની વાત કરે છે એ બેઈમાની તો મારાથી નહીં જ થાય પ્રવાહ ! સૉરી !’
અને કાપડના બે નંબરી ધંધાએ મને પ્રગતિ (!) ની દિશા ખોલી આપેલી. પાઘડી આપીને કાપડબજારમાં મેં એક નાનકડી દુકાન લીધી, શિક્ષકની નોકરી છોડી દીધી અને મણિનગરમાં નવો ફલૅટ લીધો ને નવું મોપેડ લીધું ત્યારે વટવાની આ ચાલી છોડવાના દિવસેય મેં સુજ્ઞને કહેલું,
‘આ ઘોંઘાટિયા ગંદી ચાલીમાં તને શેં ફાવે છે ? હજી ય જોડાઈ જા મારા ધંધામાં ! દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ ને તું હજી આ ગોબરી ચાલીની બહાર નીકળીને શાંત જગ્યાએ રહેવા ય નથી જઈ શકતો.’ અને ઉત્તરમાં સરળ મોહક હસીને અમને વિદાય આપતાં સુજ્ઞએ કહેલું.
જાંચ કર ચાંદકી મિટ્ટી કો, ભલા ક્યા હાંસિલ ?
અપની મિટ્ટી કો તો ઈન્સાનને પરખા હી નહીં.
અને જે દિવસે મારી દુકાન મોટી થઈ હતી, સેટેલાઈટ રોડ પર નવું ટેનામેન્ટ લીધું હતું ને નવા ચમકતા કાઈનેટિક હૉન્ડા સ્કૂટર પર હું સવાર હતો ત્યારે…. પત્ની હજી ‘પારેખ્સ’માંથી શૉપિંગ કરી આવીને સ્કૂટર પર બેસવા જતી હતી ને ખભે બગલથેલો લટકાવી સીંગદાણા ફાકતા જઈ રહેલા સુજ્ઞએ પાછળથી આવી દોસ્તાના ઉષ્માભરેલો ધબ્બો મારી મને ચમકાવી દીધેલો.
‘અરે વાહ રે પ્રવાહ બચ્ચુ ! શું વાત છે ? તેં તો વાળે ય બધા રંગીને કાળા કરી દીધા છે ને કાંઈ ! કેમ દેખાતો નથી ?’ અને મેં સુજ્ઞને મારી ટેનામેન્ટ પ્રગતિ-કથા કહી સંભળાવેલી….
‘દૂર…. ‘સેટેલાઈટ’ ના પીસફૂલ, એરિયામાં રહેવા ચાલી ગયો ને એટલે એ બાજુ નથી અવાતું. ફલૅટમાં તો હું કંટાળી ગયેલો. ઉપરવાળો ઠોકે ને નીચેવાળો રોકે. જરાય શાંતિ જ નહીં.’
‘સરસ સરસ ! પણ હવે તારા પેટને તારી પ્રગતિ (!) ની ગતિએ આગળ વધતું અટકાવ પ્રવાહ, નહીં તો ટેનામેન્ટના દરવાજા મોટા કરાવવા પડશે. અને સુલુભાભી પણ તારા કરતાં પ્રગતિમાં કંઈ પાછળ નથી રહ્યાં.’ સુજ્ઞએ અમને બંનેને મજાકી સ્વરે કહેલું ને મેં સ્કૂટર સ્ટાર્ટ કરેલું…..
… અને વરસ દહાડા પહેલાં પેલા દિવસે સુજ્ઞ મને થલતેજ ટી.વી. સ્ટેશન પાસે ઓચિંતો મળી ગયો, ત્યારે તો હું એમ.એલ.એ. હતો. અનેક ધંધાઓનો અને ડ્રાઈવ-ઈન-રોડ પરના સ્વતંત્ર બંગલાનો તથા આ ‘એસ્ટીમ’ કારનો માલિક પણ. ‘એસ્ટીમ’ છેક એની પાસે જઈને ઊભી રાખતાં એ સહેજ ચમકીને ઊભો રહી ગયેલો ને પછી ‘રે-બાન’ ગોગલ્સ મઢ્યા ગરદન ફૂલેલા મારા ગોળમટોળ ચહેરાને ઓળખી જતાં મુક્ત હસીને એ બોલી ઊઠેલો :
‘અરે વાહ પ્રવાહ ! રાજકારણના કીચડમાં પડ્યા પછી તારી પ્રગતિનો પ્રવાહ કંઈ વિદ્યુતવેગી છે. ફરી મળીશ ત્યારે મને બોલાવવા કદાચ તારા પ્લેન યા હેલિકોપ્ટરને તારે નીચે ઉતારવું પડશે. પરંતુ એનાથી ‘ઉપર’ તો ન જ જતો રહેતો પાછો, નહીં તો હું ત્યાં આવીશ ત્યારે આપણે બેઉ પાછા બરાબર થઈ જઈશું ! તારા ટેનામેન્ટની તબિયત કેવી છે ?’
‘શીટ ! એમ.એલ.એ તે વળી ટેનામેન્ટડીમાં રહેતો હશે ? હવે તો સ્વતંત્ર બંગલો જ લીધો છે. હજાર વારના પ્લૉટમાં ચારસો વારના બાંધકામવાળો. આજુબાજુ કોઈ અડોશ-પડોશનો કકળાટ જ નહીં. એકદમ ‘પીસફુલ’ ! ચાલ આવે છે ને ઘેર ?’ મેં મગરૂર સ્વરે કહ્યું.
‘નહીં યાર ! હમણાં જ ટી.વી સ્ટેશન પર બાળકોનો એક કાર્યક્રમ કરાવીને નીકળ્યો અને અત્યારે સાંજે પાછાં આપણી ચાલીનાં બાળકો વાર્તા સાંભળવા માટે મારી રાહ જોતાં હશે. લે આ મારી બસ આવી !’ કહેતાં પાતળિયો કફની-ઝભ્ભાધારી સુજ્ઞ સ્ફૂર્તિથી દોડીને બસ-સ્ટૉપ પર આવી ઊભેલી બસમાં ચડી ગયો. એ પછી….
….એ પછી છેક આજે હું અમારી જૂની ચાલીના દરવાજે પગ મૂકી રહ્યો હતો. મને જોઈને આશ્ચર્યથી આનંદિત થઈ ગયેલી પિસ્તાલીસમા વર્ષેય પચ્ચીસની પાતળી નમણાશ ધરાવતી સુજ્ઞની પત્ની સૌમ્યા, મને ચાલીના બીજા છેડે આવેલા નાનકડા મેદાનમાં લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરી હળવા હળવા વાયરામાં બપોરની ઊંઘ ખેંચી રહેલા સુજ્ઞ પાસે લઈ ગઈ ને સુજ્ઞને જગાડ્યો.
‘અરે અરે પ્રવાહ ! આજે ઊલટો વહીને ચાલીના અંધારે આવી ગયો કંઈ ?’ આંખો ચોળતાં ઊભા થઈ ગયેલા સુજ્ઞએ ઉષ્માભર્યા સ્વરે મને આવકારીને ખાટલા પર બેસાડ્યો અને અમારા બંને માટે ચા-નાસ્તો બનાવવા રૂમની દિશામાં જઈ રહેલી સૌમ્યાને રોકીને સુજ્ઞએ કહ્યું :
‘ચા પહેલાં પ્રવાહનું મોઢું મીઠું કરાવજે સુમી !’ અને પછી મારા ભણી જોઈ એ બોલ્યો : ‘આજે સારા દિવસે તું આવ્યો છે પ્રવાહ ! સવારે જ મારા નાના બાબાનું એમ.બી.બી.એસનું રિઝલ્ટ આવ્યું. એ ફર્સ્ટ કલાસમાં પાસ થઈને ડૉક્ટર થઈ ગયો. મોટો તો કૅમિકલ ઍન્જિનિયર છે બરોડામાં, એ તું જાણે છે ! બોલ, કેમ આવવું પડ્યું આ બાજુ ? તારા જેવા બિઝી રાજકારણી કમ બિઝનેસમૅનને અમસ્તી ફૂરસદ તો મળે જ નહીં ને આ બાજુ આવવાની ?’
‘સાચી વાત છે સુજ્ઞ ! હું ‘બિઝી’ નહીં પણ ‘ઓવર બિઝી’ છું. ગુંડાગર્દી અને આડી લાઈને ચડી ગયેલા બંને છોકરાઓ કૉલેજની મોજમજામાંથી ઊંચા નથી આવતા અને રાજકારણની શતરંજ તથા ‘ધંધા’ઓના મોટામસ પથારાને પહોંચી વળતાં હું એકલો તો હાંફી જાઉં છું યાર ! એમાં ને એમાં મને અનિદ્રાનો રોગ થઈ ગયો છે – ઈન્સોમેનિયા ! હું રાત્રે પણ ઊંઘી નથી શક્તો. મારા બંગલાનું નામ ‘પીસ પૅલેસ’ છે, પણ મારા મનને જરાય શાંતિ નથી. તને ભરબપોરે આ લીમડા નીચે આટલા ઘોંઘાટ અને અવાજો વચ્ચે ઘસઘસાટ ઊંઘતો જોઈને મને તારી ઈર્ષ્યા આવે છે સુજ્ઞ. હું તો ‘પીસ પૅલેસ’ ના આલીશાન ઍરકન્ડિશન્ડ બેડરૂમમાંય આખી રાત પાસાં ફેરવતો જાગતો રહું છું. હમણાં એક તાંત્રિક-જ્યોતિષીએ મને કીધું કે એ અમુક વિધિ કરી આપશે અને હું અંબાજીની આઠ પૂનમ ભરવાની માનતા પૂરી કરીશ તો મારી અનિદ્રાની બીમારી દૂર થઈ જશે ને મનની ‘પીસ’ (શાંતિ) પણ મળશે. એટલે કંપની માટે તને અંબાજી મારી સાથે લઈ જવા આવ્યો છું. તું આવીશ ને ? યૂ આર એ ગુડ જૉયફુલ કંપની !’
‘એનો તો સવાલ જ નથી પ્રવાહ ! આ ફકીર તો હમણાં ખાટલા પરથી ઊભો થઈને તારી સાથે ચાલી નીકળશે, પણ તું જો એમ માનતો હોય કે અંબાજીની માનતા માનવાથી યા ત્યાં જવાથી તને પીસ મળશે ને તારો અનિદ્રાનો રોગ દૂર થશે તો એ તારી ભૂલ છે.’
‘તો પછી શું કરવું ? હું ઊંઘી નહીં શકું તો પાગલ થઈ જઈશ સુજ્ઞ !’
‘અરે પાગલ તો તું છે જ. તારે જોઈએ છે ‘પીસ’ અને તું પોતે એટલા બધા પીસીઝમાં વહેંચાયેલો છે પ્રવાહ કે પીસ (શાંતિ) તારા સુધી પહોંચે કઈ રીતે ? કેમ કે પીસ એ કોઈ પીસફૂલ બંગલામાં યા અંબાજીના દ્વારે મળતી ચીજ નથી, એ તો મનની અંદરની મિલકત છે અને તું હંમેશાં પીસીઝ (ટુકડાઓ) માં વહેંચાઈને બહાર જ દોડતો રહ્યો છે, લોહીલુહાણ નપાવટ કીચડીયું રાજકારણ, કાળાં નાણાં – ધોળાં નાણાં, બંગલો, કાર, શરાબ, સ્ત્રીઓ, પદ-પ્રતિષ્ઠા, હોટેલ્સ-કલબ્સ ! અંદરથી કેટકેટલા ટુકડાઓમાં વહેંચાયેલો છે તું રે ? ભાગદોડના આ બધા ટુકડાઓ જતા કરી તું ‘સમગ્ર’ બની જિંદગીના પ્રવાહમાં લાપરવાહ મસ્તીથી વહેતું એક સરળ ઝરણું નહીં બની શકે, ત્યાં સુધી કોઈ પીસ-પૅલેસ કે કોઈ માતાજી તને અંદરની ‘પીસ’ નહીં આપી શકે કે તારો અનિદ્રાનો રોગ દૂર નહીં કરી શકે. અને જો તું ‘હોવાપણા’ નો એકમાત્ર હળવોફુલ સરસ અસ્તિત્વ-એકમ બની શકીશ તો આ લીમડાના ઝાડ નીચે, આ ઘોંઘાટમાં, આ ખાટલામાંય તને પીસફુલ નિદ્રા આવી જશે.
આખરી મંજિલ જે બધાંની જ છે તે મૃત્યુ તારી પણ હોય તો પછી આ બાહ્ય દોડનો કંઈ અર્થ ખરો પ્રવાહ ? યાદ છે, આપણે છોકરાઓને સ્કૂલમાં ટૉલ્સ્ટૉયની વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ’ ભણાવતા હતા એ ? જિંદગી ચાલનાર અને દોડનાર બધાંને પહોંચાડવાની તો છે આખરે એક જ જગ્યાએ. તો પછી પીસીઝમાં વહેંચાઈને હાંફભરી દોડમાં રિબાવા કરતાં મસ્તીભરી પીસફૂલ ચાલે ચાલીને જ મૃત્યુની મહાપીસની મહેફિલમાં શામિલ શા માટે ન થવું ? બાકી તારી મરજી. હું તો તારી સાથે અંબાજી આવવા તૈયાર જ છું, પણ તારી જિંદગીની આ બાજી એ અંબાજીની નથી. અને તો તારે જાતે જ રમવાની છે એ.’
…. અને એ જ ક્ષણે મેં નિર્ણય કર્યો કે હું હવે યાત્રાએ જઈશ પણ અંબાજીની નહીં, ‘અંદર’ની યાત્રાએ; જ્યાં વેરાયેલા મારા અસ્તિત્વના બધા પીસીઝ હોવાપણાનો એક અખંડ આનંદપૂર્ણ પીસફૂલ પીસ બનવાની રાહ જોઈ રહ્યા છે.
… તો હવે તમને મારા મિત્ર સુજ્ઞ વિશે પહેલા પૅરેગ્રાફમાં મેં કહેલી વાત સમજાઈ ને ?
Print This Article
·
Save this article As PDF
100% truth
ખરેખર…શાંતિ બહાર ક્યાંય મળતી નથી…એ તો મનની અંદર જ છે..
જેછે એ બધુંભીતર જછે,બહાર ફાંફાં મારવા નક્કામા છે આટલું જેટલું વહેલું સમજાઈ જાય તેટલું સારું
Yes This is very true….!!!!!! We are so busy in our day to day life that we forget to see the morning sun and night sky…..!!!!
We are running behind the things and fianly in reacet we forget what we want…!
આજનો દિવસ જીવનનો અંતીમ દિવસ છે એમ માનીને કામ કરીએ તો કદાચ આપણને આપણી ખરી પ્રાયોરીટી સમજાય… પૈસો કે શાંતિ ?
Nice one!!
નસીરજી, વેદના સંવેદના ના તમે મારા પ્રિય લેખક છો. હું તમારી આ કોલમ નો હંમેશા થી ચાહક રહ્યો છું. માનવી જીદગીની દોડ માં હંમેશા દોડતો જ રહ્યો છે, અતિશય આગળ નીકળી જવાની લ્હાય માં અને અંતે જીદગી હમેશા એની આગળ નીકળી જાય છે અને પછી માણસ હતાશ થઈ જાય છે. ખૂબ જ સરસ વાર્તા.
આજ ના યુવા વર્ગ (જેમાનો હુ એક્) ને જીવનમા ઉતરવા જેવો આર્ટીકલ્.. thanks alot….
“Happiness is the inside Job”
This is the title of the book, which everybody must read. (The name of author, I’ve forgotten)
Anyway, this is not only title of the book but way of life and the real truth.
અરે પાગલ તો તું છે જ. તારે જોઈએ છે ‘પીસ’ અને તું પોતે એટલા બધા પીસીઝમાં વહેંચાયેલો છે પ્રવાહ કે પીસ (શાંતિ) તારા સુધી પહોંચે કઈ રીતે ?
સમગ્ર વાત નો સાર આ વાક્ય જ કહિ જાય ચ્હે
bahu saras vat kari nasir bhai. man na darvaja kholi nakhiya. sache j aapde aapda j hathe ashanti ubhi kariye chiye.
હા આ વાત તો સર્વવિદિત છે કે પ્રમાણિક્તાના પૈસા દ્વારા જ ઘરમા બરકત રહી શકે છે.. માતા પિતા જે વાવે છે તેનો મબલખ પાક એમના સંતાનોને લણવા મળે છે.. એ સદ્દ પ્રવ્રૃત્તિનો હોય કે ભ્રષ્ટાચાર નો હોય .. બધુ અહીં જ ભોગવવાનૂ છે. એટલે જ આપણા વડવાઑ આંબા વાવવા માટે શીખ આપતા કે તેનો લાભ પેઢી દર પેઢી સંતાનો ને મળતો રહે.. અહીં આંબો તો પ્રતિક છે .. વાત અહીં સદવૃત્તિ થી ધન કમાવાની તથા સદ કર્મ રૂપી વૃક્ષ ના ઉછેર ની છે.
હેં ને સર ?
bhitar no sur taaro saheje male to bhale duniyaa no sur jaay door
Superb ! man can never satisfied with his wishes. after one by one wishes fulfilled by God but man never get peace. if he satisfied than he has nothing to do. by heart (mann) it should be understood. what you have talled in the story, the same condition is every family, everybody behind the money, teachers are became businessman. thank you R.D.
ખુબ ખુબ સરસ. વાહ વાહ.
So Transparent to become a remedy for peace in life. Can we give up ” Moh”, temptation? If yes life would be wonderful.
ખુબ ખુબ સરસ. વાહ વાહ
જીવન જીવવા ની કળા……
બહુ સરસ
ખૂબ જ સરસ વાર્તા.
please post more short stories of this auther.
good one. post more.
post more story of nasirbhai.
ખુબ સરસ લેખ્
kharekhar bahu j sachi vat chhe ane mare mate to aje anayase pan khara samaye vanchva madeli varta chhe jene mane mari jindgi vishe fari vicharvano moko apyo chhe.ke jyare badheni jindgi ek j param shanti ni shodh kare chhe to bhagabhagi karya vina shanti thi jindgini maja laine na jiviye.thanks a lot.
really we meant for it. when v read this kind of piece then v realise the value of inner peace like samsan vairagya. v all mad after money and self discipline is must.
Lortab dog….
How to snort lortab….
i like the story very much n what to say about that couplet:
જાન્ચ કર ચાન્દ કિ મિત્તિ કો ભલા ક્યા હાન્સિલ? ….
Dear Nasirbhai,
simply good… I have forgotten words…
Isse acchhi daad kya ho sakti hai
K Koi daad dena hi bhul jaye…
Nilesh Shrimali
સરસ.
સાચી વાત છે.
avi j satya ghatna
amara gamna ek ‘pratisthit’ byakti hata. rajkaran man pan agal..ek sanman samaranbhman dadaji ne ubha na thia sakatu hovathi main swagat karyu. tyare e pratisthit vyaktiye puchyu k shu kare che tyare emn ekahyu ke M.Tech tyare e bhai udas thai gayn ane kahyu k maro chokro kale j daru pine gadi laine bvhatkayo….kahyu ke teme khub j sarun kam karyu 6 bhanavya e………..
Wah….
જાંચ કર ચાંદકી મિટ્ટી કો, ભલા ક્યા હાંસિલ ?
અપની મિટ્ટી કો તો ઈન્સાનને પરખા હી નહીં.
Chandrayan ne kharo jawab!