ગંગાસતી – યજ્ઞેશ દોશી

[રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ યજ્ઞેશ ભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર.]

ભગતી રે કરવી હોય તેણે
રાંક થઈને રે’વું ને પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન…. જી
ગંગા રે સતી એવું બોલ્યા રે…. પાનબાઈ
જનમ સફળ થઈ જાય…. જી…

એક મીરાં ચિત્તોડમાં થયાં, મીરાંબાઈ. એક મીરાં શ્રીરંગમમાં થયાં, આંડાલ. એક મીરાં કાશ્મીરમાં થયાં, લલ્લેશ્વરી. એક મીરાં કર્ણાટકમાં થયાં, અક્ક મહાદેવી અને એક મીરાં સૌરાષ્ટ્રમાં થયાં, ગંગાસતી. સંતજાતમાં જ્ઞાતીના આધારે ઊંચનીચના ભેદને કોઈ સ્થાન નથી. સંતોની દુનિયામાં તો ‘હરિ કો ભજે સો હરિ કો હોઈ’ ની જ નીતિ અપનાવવામાં આવે છે. ગીતા કહે છે :
માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઅપિ સ્યુ: પાપયોનય: |
સ્ત્રિયો વૈશ્યાસ્તયા શુદ્રાસ્તેઅપિ યાન્તિ પરાં ગતિમ્ || (9,32)
(હે અર્જુન ! સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો તેમજ પાપ યોનિવાળાઓ જે કોઈ પણ હોય તેઓ મારે શરણે થઈને પરમ ગતિને જ પામે છે.) શ્રી કૃષ્ણ ભગવાને નિર્દેષેલ સત્ય જ ગંગાસતી ભજનમાં બોલી રહ્યાં છે.

જાતિપણ છોડીને અજાતિ થાવું ને
કાઢવો વરણ વિકાર રે,
જાતિ પાતિ નહિ હરિના દેશમાં ને
એવી રીતે રહેવું નિર્માન રે….

આવી જ વાત જ્ઞાન અને યોગમાં આગળ વધેલી મહાન સ્ત્રીઓ તોરલ, લોયણ, રૂપાંદે… વગેરે આ જ સત્યને આપણી સમક્ષ રજૂ કરે છે. કબીરજી કહે છે :

કબીર કુઆ એક હૈ, પનિહારી હૈ અનેક
બરતન સબ ન્યારે ભયે, પાની સબમેં એક.

ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે 35 કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. 1846માં થયો હતો એવું અનુમાન છે. તેમના પિતાનું નામ શ્રી ભાઈજી ભાઈ જેસાજી સરવૈયા હતું. માતાનું નામ રૂપાળી બા હતું અને પિતા રાજપૂત ગિરાસદાર હતા. નાનપણમાં તેમને કવચિત હીરાબા નામથી પણ ઓળખવામાં આવતા.

ગંગાબાના લગ્ન સમળીયાના ગિરાસદાર શ્રી કહળસંગ કાલુભા ગોહિલ સાથે ઈ.સ. 1864 માં થયાં હતાં. તે કાળની રાજપૂત ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબા સાથે પાનબાઈ નામની ખવાસ કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી. પાનબાઈ, ગંગાસતીની માત્ર વડારણ નથી પણ અધ્યાત્મપંથની સહયાત્રી પણ છે. બંન્ને ધર્મપરાયણ હતા અને બન્ને ઉમરે લગભગ સરખાં હતાં. જેમ મહારાષ્ટ્રમાં એકનાથને ઘેર જનાબાઈ હતાં તેમ ભક્ત કહળસંગ અને ગંગાસતીના ઘેર પાનબાઈ હતાં. ગંગામાં ભળનાર દરેક નદી ગંગા બની જાય છે. પાનબાઈ પણ ગંગામાં ભળી ગંગામય બની ગયાં.

ગૃહસ્થજીવન અને અધ્યાત્મજીવનનો સુમેળ તે સંત પરંપરાનું એક આગવું લક્ષણ છે. ભકત કહળસંગ અને ગંગાબાના જીવનમાં આ બન્ને પ્રવાહો વચ્ચે સુમેળ જોવા મળે છે. ફૂલ ખીલે અને સુગંધ ફેલાય નહિ તેવું તો બને જ નહિ. તેમ સંતના જીવનમાં ભક્તિરસ પ્રગટે એટલે તેની સુગંધ પણ ફેલાય જ.
ભક્તિ પાતાલ નીપજે, પહુંચે અનંત આકાશ
દાબીદુબી ના રહે, કસ્તુરીની વાસ.

ભક્ત કહળસંગ અને ગંગાબા વિશે પણ આમ જ બન્યું. તેમના અધ્યાત્મ જીવનની સુવાસ ચારે બાજુ ફેલાવા માંડી. ફૂલ ખીલે અને મધમાખીઓ આવવા માંડે તેમ આ ભક્ત દંપતીના દર્શન અને સત્સંગ માટે તેમની પાસે અનેક સંતો, ભક્તો, ગૃહસ્થો, જિજ્ઞાસુઓ અને દીનદુ:ખીયા આવવા માંડ્યાં.

આસન, પ્રાણાયામ, મુદ્રાઓ, નાડી શોધન વગેરે ક્રિયાયોગ દ્વારા આપણા સંતોએ પિંડના રહસ્યો ઊકેલ્યા છે અને એ માર્ગે આગળ વધીને બ્રહ્માંડના રહસ્યનો તાગ મેળવીને યાત્રા આરંભી છે. ગંગાસતી સ્વરભેદના પણ જાણકાર છે અને સ્વરસાધનાને પોતાના અધ્યાત્મપંથમાં સ્વીકાર કરે છે. ગંગાસતીના એક ભજનમાં ગવાયું છે :

ભાઈ રે ! ડાબી ઈંગલા ને જમણી છે પિંગલા
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે….
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું
એમ કાયમ લેવું વ્રતમાન રે…..

સતી લોયણ લાખાને સંબોધતા કહે છે :

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ઘણીને આરાધો ને
તમે મનને પવનને બાંધો રે
જી રે લાખા ! નૂરને નીરખો ને સૂરને પરખો રે
તમે સુરત શૂન્યમાં સાધો રે…. હો….

કહેલી (બંગાળ) ના મહાન ભક્ત કવિ જયદેવે ‘ગીત ગોવિંદ’ નામના અમર કાવ્યની રચના કરી છે. કવિ જયદેવ અને જયદેવની પત્ની પદ્માવતી વિશેની ચમત્કારિક ઘટનાઓનું વર્ણન કરીને ગંગાસતી અહીં પાનબાઈને પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા સમજાવે છે. ગીત ગોવિંદ કૃષ્ણલીલા વિષયક કાવ્ય છે. ગીત ગોવિંદનો એક શ્લોક આ પ્રમાણે છે :

સ્મર ગરલ ખણ્ડનં મમ શિરસિ મણ્ડનં દેહિ પદપલ્લવ વમુદારમ્ |
જવલતિ મયિ દારુણો મદન કદનાનલો હરતુ તદુપહિતવિકારમ્ ||

ભક્ત કવિ જયદેવ જ્યારે આ શ્લોક લખી રહ્યા હતા ત્યારે તેમને ઘણો સંકોચ થયો. ભગવાન શ્રીકૃષ્ણ રાધાજીના ચરણની યાચના કરે તેવો પ્રસંગ લખવાની તેમની હિંમત ચાલી નહીં. શ્રીકૃષ્ણ જયદેવનું રૂપ ધારણ કરીને આવ્યા અને તે શ્લોક લખી ગયા. આ પ્રસંગ જ્યારે ગંગાસતી કહે છે ત્યારે આશ્ચર્યમાં ડૂબી જવાય છે કે ગામડાની એક બાઈને ગીતગોવિંદનો ખ્યાલ છે.

સ્વહસ્તે ગોવિંદ લખી ગયા
પ્રત્યક્ષ હસ્તપ્રતમાંઈ…. પદ્માવતી…

ગંગાસતી પોતાની કોઈ સિદ્ધિનો ઉપયોગ કરવાથી કાયમ દૂર રહેતા. એવું કહેવાય છે કે એકવાર ખેડૂત જીવાભાઈની ગાય સર્પદંશથી મરણ પામેલી. કોઈક લોકોના વ્યંગને કારણે કહળશંગજી સિદ્ધિનો ઉપયોગ કરવા તરફ ખેંચાયા. ગાય તો સજીવન થઈ પણ કહળસંગને પરિતાપ થયો. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બન્ને ભજનમાં બાધા કરશે એમ તેઓ સમજી ગયા. અહંભાવના પ્રાયશ્ચિત સ્વરૂપે તેમણે સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. ગંગાસતીએ પણ પોતાના પતિની સાથે જ શરીરનો ત્યાગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ ભક્ત કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી રોકાઈ જવાની આજ્ઞા કરી. તા. 22 જાન્યુઆરી, 1894 ના રોજ ભગતબાપુ કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી. અર્જુનનું શિક્ષણ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થયું તેના પરિણામે આપણને શ્રીમદ્ ભગવદગીતા મળી તે જ રીતે પાનબાઈનું શિક્ષણ ગંગાસતી દ્વારા થયું તેના પરિણામે આપણને ગંગાસતીના ભજનો મળ્યાં.

કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતા. ગીતા કૃષ્ણે અર્જુનને કહેલી, લોયણ લાખાને કહે છે, તોરલ જેસલને કહે છે અને લુંટારો જેસલ, જેસલ પીર બન્યો. કબીરજી માત્ર સાધુને કહેતા, ‘કહત કબીર સુન ભૈ સાધો….’ તેમ ગંગાસતીના ભજનો પાનબાઈને ઉદ્દેશીને ગવાયા. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં બાવન ભજનોની રચના થઈ. ગંગાસતી પાનબાઈને તબક્કાવાર અધ્યાત્મપંથનો નકશો આપી રહ્યા છે. દીપ દીપથી પ્રગટે છે. ગંગાસતીએ પાનબાઈના દીવાની વાટ સંકોરી, અને તે દિવો ખીલી ઉઠયો. ‘પ્રજ્વલિત: જ્ઞાનમય પ્રદીપ: |’

ગંગાસતી માત્ર સતી જ નથી, સંત જ નથી પણ શૂર પણ છે. એક રાજપૂતાણી છે. ગંગાસતી પાનબાઈને શૂરવીર બનાવાની પ્રેરણા આપે છે. ગંગાસતી કહે છે :

જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભો રહે મનમાં
ત્યાં લગી ભક્તિ નૌ થાય;
શરીર પડે વાંકો ધડ લડે પાનબાઈ
સોઈ મરજીવા કહેવાય…. જ્યાં લગી…

ભગવદગીતા કહે છે કે :
યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ |
યુક્ત સ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતિ દુ:ખહા ||
ભગવાન શ્રીકૃષ્ણની યથાયોગ્ય આહાર વિહારનું જ સત્ય ગંગાસતી પાનબાઈને સમજાવે છે.

સુક્ષ્મ સુવું ને સુક્ષ્મ ચાલવું ને
સુક્ષ્મ કરવો આહાર રે…
ભાઈ રે ! આહાર તો સર્વે સત્વગુણી કરવો ને,
રૂડી પાડવી રીત રે….

સંત સાહિત્યમાં સાધના પથનું એક ચોક્કસ વિજ્ઞાન છે. એનું ચોક્કસ શાસ્ત્ર છે. એની ચોક્કસ પરિભાષા છે. એના ચોક્કસ અર્થો છે. કેળના ફુલના પાંદડામાં પાંદડા અને વધુ પાંદડા હોય છે તેમ સંતોની વાણીમાં એક વાતમાં બીજી વાત અને તેની અંદર ત્રીજી વાત સંતાડીને કહેવાની હોય છે.

ગંગાસતી કહે છે :
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ !
નહિતર અચાનક અંધકાર થાશે

ગંગાસતીના ‘વીજળીને ચમકારે મોતી….’ આ એક પંક્તિએ ગુજરાતી સાહિત્યમાં ચમત્કાર કર્યો. વીજળીનો ચમકારો દુર્લભ છે. વીજળીનો ચમકારો એટલે શું ? ભારે વરસાદ…. તીવ્ર પવન…. અને વાદળોના કડાકા વચ્ચે હજાર હજાર વોલ્ટના હજારો બલ્બ લગાવ્યા હોય તેના કરતાય વધુ ઝળહળાટ…. અને એ ઝબકારે મોતી પરોવવાનું કામ એથી દુર્લભ કુશળતાનું લાઘવનું કામ છે.

જીવનને ગંગાસતી વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક છે તેમ જીવન પણ ક્ષણિક છે. સમય ઘણો ઓછો છે. જીવન એક ઉમદા તક છે કારણકે આ જીવનમાં ભગવદ પ્રાપ્તિ જેવી અસાધારણ ઘટના ઘટી શકે છે. રાજા પરીક્ષિત માટે જિંદગીના ફકત સાત દિવસ જ હતા. આ તો ફકત રૂપક છે. સોમથી રવિવારની વચ્ચે સાત દિવસ જ હોય છે. દરેક માનવી માટે જિંદગીના સાત દિવસ જ છે. રાજા પરીક્ષિત તો નસીબદાર હતા કે તેમને 7 દિવસ પૂરા મળ્યા હતા. માનવીનો અંતકાળ આ સાત દિવસમાંથી ક્યારે આવશે તે નક્કી નથી. ગંગાસતી કહે છે એક ક્ષણ પછી અચાનક અંધારૂ થઈ જશે એટલે મૃત્યુ આવી પહોંચશે. તેથી તકને ચૂક્યા વિના નિષ્ઠાપૂર્વક તકનો ઉપયોગ કરી લેવાનો છે. તો જ અંધકાર થઈ જાય તે પહેલાં મોતી પરોવી લેવાનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે.

જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ
એકવીસ હજાર છસ્સો કાળ ખાશે.

જેણે ત્રિલોક ઉપર વિજય મેળવ્યો હતો તે રાજા રાવણ જેવા રાવણને પણ તેનો અહંકાર ખાઈ ગયો. સમ્રાટોના રાજ ગયા અને પાટ ગયા. વિશ્વવિજેતા સિકંદર અને નેપોલિયનના સામ્રાજ્ય ક્યાં છે ? મોગલ સલ્તનથના વંશજો ક્યાંય ખોળ્યા જડે એમ છે ? સામાન્ય રીતે માનવી દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતો હોય છે. આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ લે છે. એટલે એકવીસ હજાર છસ્સોને કાળ ખાશે એટલે મૃત્યુ આવી જશે અને જીવન પૂરું થશે. દિવસ વહી જતાં શ્વાસ બંધ થઈ જતાં કોઈ વાર નહીં લાગે એમ ગંગાસતી કહે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતરની ખૂશ્બૂ – સુધીર પટેલ
વ્હાલમની વાતો – ભાસ્કર વોરા Next »   

27 પ્રતિભાવો : ગંગાસતી – યજ્ઞેશ દોશી

 1. neetakotecha says:

  yagnesh bhai ane mrugesh bhai banne no khub khub aabhar. ame kadi opan book ma aa badhu vachva n besat. pan R.G ma aaviu to vanchanu. ane pan bai ane ganga sati na bhajano game khub pan temna vishe aatlu badhu khaber j n hati. e santo ne sadar pranam. ane aap banne no khub khub aabhar.

 2. gopal h parekh says:

  ગંગાસતી વિષે માહીતિ પેલીવાર જાણીને આનંદ થયો આવા સંતો-ભક્તોની આ આધ્યાત્મિક મૂડી થકી આપણે આજે ઊજળા છીએ

 3. anamika says:

  ગંગાસતી વિષે જાણીને ખુબ આનંદ થયો..મ્રુગેશભાઇ આવા લેખ આપો છો એટલે તો readgujarati નુ વ્યસન વધતુ જાય છે…

 4. Divyant Shah says:

  Very Good article

 5. bijal bhatt says:

  યહ ઋષીયોંકી મૂનિયોંકી તિર્થંકરો કી તપોભૂમી હૈ..
  યહ વંદનકી ભૂમિ હૈ અભિનંદન કી ભૂમિ હૈ , ખુબ સરસ કથા છે…. આવા કેટલાય સંતો સાથે આપણો પરિચય થવા નો બાકી છે હે ને?

 6. d j mankad says:

  thanks,excellent.
  pl continue to publish information about various saints /mahatma. if possible pl give information about ‘kavi shri dula kag’

 7. લેખ ગમ્યો

 8. surekha gandhi says:

  ક્ેeમ્ ગ્ુuજ્aર્aત્િi મ્a ત્tય્yપ્ેe તથ્aત્ુu ન્aતથ્િi?

 9. N. R. DESAI says:

  The above article is very good. gujarati articles can read on website is our big satisfaction. I wish we in future expect some excellent articles like this.
  Thank you for R.D.

 10. babu says:

  માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઅપિ સ્યુ: પાપયોનય: |
  સ્ત્રિયો વૈશ્યાસ્તયા શુદ્રાસ્તેઅપિ યાન્તિ પરાં ગતિમ્ || (9,32)
  (હે અર્જુન ! સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો તેમજ પાપ યોનિવાળાઓ જે કોઈ પણ હોય તેઓ મારે શરણે થઈને પરમ ગતિને જ પામે છે.) શ્રી કૃષ્ણ ભગવાને નિર્દેષેલ સત્ય જ ગંગાસતી ભજનમાં બોલી રહ્યાં છે.

  જાતિપણ છોડીને અજાતિ થાવું ને
  કાઢવો વરણ વિકાર રે,
  જાતિ પાતિ નહિ હરિના દેશમાં ને
  એવી રીતે રહેવું નિર્માન રે….
  ભગવાન કરતાં ગંગાબા વધી ગ્યાં………..

  બેવડા ધોરણોનું શું…?……………….

 11. VB says:

  ખુબ જ સરસ.

 12. khushboo says:

  thank you for great article.

 13. harshin says:

  excellent article!!!

 14. harshin says:

  pl.end this article to mayankbrathod@yahoo.com
  excellent article!!!

 15. sudhir says:

  All articals are very nice, make gujarati culture live and provide us the guideline for life.

 16. Mahendrasinh Zala says:

  i read the artical name of the village is Samdhiyala Near Dhola juction. Late Majb00tsinh Jadeja rtd.D.G.P. write a book on that so i recomnded all of you to read it.

 17. Keyur Patel says:

  ગંગાસતી ના ને પાનબાઈ ના ભજનો તો બહુ સાંભળ્યા છે પણ તેમના જીવનની અંતરંગ વાતો તો આજેજ જાણી. આપનો ખુબ જ આભાર !!!!!!!!!!!

 18. wah,mast lakhyu chhe ho yagneshbhai.khub khub abhinandan.anya lekho pan lakhta raho.aej shubhechchha.

 19. vishal j paatel says:

  i like that religious part.can you not start a different article of different saints of whole india so atleat we can know our valuable haritage

 20. Maharshi says:

  Khub saras Yagneshbhai… I created an article on Wikipedia (Gujarati section) and used your content… I thankful to you! Please provide more such articles….

 21. Hetal says:

  This is a very informative & intrestng article. I think I should learn a lot of things from this article. Thank you very much.

 22. prabhu says:

  people who lived around Gangasati’s location are luckiest human on earth.

  Pravin Bhuava

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.