રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.

વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વ્હાલમની વાતો – ભાસ્કર વોરા
ચમનલાલનો વરઘોડો – ડૉ. થોમસ પરમાર Next »   

15 પ્રતિભાવો : રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

 1. bhinash says:

  nice……..

 2. neetakotecha says:

  shi che kami?jahagir chu……….

  wah khub saras

 3. bijal bhatt says:

  શી છે કમી ? જહાંગીર છું,
  – ને જહાનું નૂર આ સામે ખડું !

  ખુબ સરસ રચના

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Nice poem..!

  “ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
  તાજું અને થોડું ગરમ:
  એકાદ બે બટકાં લઉં એને ભરી,
  ને પછી તેની ઉપર
  માટી તણી સોડમ ભરેલી આ હવા
  ગટગટાવી જાઉં જરી.”

 5. સુંદર રચના….

 6. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  વર્ષારુતુને અનુરુપ ખુબજ સરસ રચના છે.

 7. Ephedra. says:

  Georgia ephedra attorneys….

  Ephedra yellow jackets. Fat burners with ephedra. Connecticut ephedra lawyers. Hunt on for ephedra substitutes cbs news. Hartford ephedra lawyers….

 8. Hgh and testosterone….

  Testosterone replacement. Testosterone in teenagers. Low testosterone….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.