વિવિધ વાનગીઓ – સંકલિત

aalutikki[1] આલુ ટિક્કી

સામગ્રી :
3 મોટા બાફેલા બટાકા
1 ચમચી મીઠું સ્વાદ અનુસાર
1/4 ચમચી કાળા મરીનો પાવડર
2/3 કપ બાફેલા લીલા વટાણા
1/2 ચમચી મસળેલું આદુ
1/4 ચમચી ગરમ મસાલો
લાલ મરચું સ્વાદ અનુસાર
1 ચમચી જીરા પાવડર
તળવા માટે તેલ.

રીત :
સૌ પ્રથમ બાફેલા લીલા વટાણાને ચમચીથી મસળો અને તેમાં ઉપર બતાવેલ બધી સામગ્રી (તેલ સિવાય) ઉમેરો અને તેનો માવો તૈયાર કરો. આ રીતે તૈયાર થયેલા માવાના 10 સરખા ભાગ કરીને એકબાજુ રાખો.

હવે બાફેલા બટાકાને છોલીને તેનો માવો તૈયાર કરો અને તેમાં મીઠું અને મરી ઉમેરી બરાબર એકરૂપ ન થઈ જાય ત્યાં સુધી મસળો. આ માવાના પણ 10 સરખા ભાગ કરો. હવે હાથ ધોઈને બંને હાથે સ્હેજ તેલ લગાડો. બટાકાના માવાના એક સરખા ગોળા વાળો. હવે એક એક બટાકાના ગોળાને લઈને તેને હાથથી દાબીને સ્હેજ પૂરીની જેમ સપાટ બનાવો. અને ઉપર તૈયાર કરેલા લીલાવટાણા માવાને તેમાં ભરીને ચારેબાજુથી એવી રીતે વાળો કે જેથી અંદરનો માવો બહાર ન આવે. હવે તેને ધીમે ધીમે દાબીને સપાટ કરો. આ પ્રમાણે દરેક ગોળાને માવો ભરીને આ રીતે વાળો.

હવે નોનસ્ટીક વાસણમાં એક ચમચી તેલ ધીમા તાપે મૂકો. તૈયાર થયેલા ગોળાને બે-ત્રણના માપમાં વારાફરતી મૂકીને શેકતા જાઓ. ટિક્કીનો કલર રતાશ પડતો થાય ત્યાં સુધી બંને બાજુ ધીમા તાપે શેકો. વચ્ચે વચ્ચે જરૂર પડે તો તેલ ઉમેરો. આ રીતે તૈયાર થયેલ આલુ ટિક્કીને દહીં સાથે પીરસો.

dahivada [2] દહીંવડા

સામગ્રી :
500 ગ્રામ અડદની દાળ
1 કિલો દહીં
મીઠું, મરચું, ખાંડ, તેલ, જીરૂં, હિંગ
ખજૂર-આંબલીની ચટણી

રીત :
અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે વાટવી, તેમાં મીઠું નાખી, ફીણી, વડાં થાપીને તેલમાં તળી લેવાં. કાણાવાળાં કરવાં હોય તો ભીના રૂમાલ ઉપર થાપી, વચ્ચે કાણું કરી, પછી તેલમાં તળી લેવાં. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વડાં બોળી, હાથથી દબાવી, પાણી કાઢી, થાળીમાં ગોઠવવાં. એક ડિશમાં વડાં મૂકી, તેના ઉપર તૈયાર કરેલું દહીં નાખવું. તેના ઉપર ખજૂર-આંબલીની ચટણી નાખી, લાલ મરચાંની ભૂકી છાંટવી.

[3] રગડા પેટીસ
સામગ્રી :
raggda-petis (રગડા માટે)
250 ગ્રામ સફેદ મટર
100 ગ્રામ શિંગદાણા
1 ટેબલસ્પૂન તલ
1 ટેબલસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન ધાણાજીરું
4 લીલાં મરચાં, 2 કટકા આદું
4 ટેબલસ્પૂન ગોળ-આંબલીનો જાડો રસ
100 ગ્રામ બટાકા
100 ગ્રામ ટામેટાં
1 ઝૂડી લીલા ધાણા
100 ગ્રામ ડુંગળી
50 ગ્રામ કોપરાનું ખમણ
મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ – પ્રમાણસર

(પેટીસ માટે)
1 કિલો બટાકા
2 લીલાં મરચાં, કટકો આદું
50 ગ્રામ આરારૂટ,
મીઠું – પ્રમાણસર

રીત : (રગડા માટે) : સફેદ મટરને નવશેકા પાણીમાં રાત્રે પલાળી રાખવા. સવારે થોડો સોડા નાંખી, કૂકરમાં બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, તેમાં રાઈ-હિંગ નાંખી, બાફેલા મટર વઘારવા. તેમાં મીઠું, મરચું, હળદર, શિંગદાણાનો મશીનથી કરેલો બારીક ભૂકો, તલ, ગરમ મસાલો, ધાણાજીરૂં, વાટેલાં આદુ-મરચાં અને ગોળ-આંબલીનો જાડો રસ નાંખવો. 1 કપ પાણી નાંખી ઉકાળવું. જાડું રસાદાર થાય એટલે ઉતારી, બટાકાને બાફી, છોલી બારીક કટકા, ટામેટાના બારીક કટકા અને લીલા ધાણાને સમારી, ધોઈ, નિતારી નાંખવા.

(પેટીસ માટે) : બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં મીઠું વાટેલાં આદુ-મરચાં અને આરારૂટ નાંખી, બરાબર મિક્સ કરી, બટાકાની કણકમાંથી પાન આકારની પેટીસ બનાવી, તવા ઉપર તેલથી બદામી રંગની તળી લેવી.

એક ડિશમાં બે પેટીસ મૂકી, ઉપર ગરમ રગડો નાંખી, ડુંગળીનું બારીક કચુંબર અને કોપરાનું ખમણ નાંખવું. ઉપર બે ચમચી લીલી ચટણી નાંખવી.

[4] દૂધીનાં મૂઠિયાં

સામગ્રી :
500 ગ્રામ દૂધી
250 ગ્રામ ચણાનો લોટ
100 ગ્રામ રવો
5 લીલાં મરચાં
1 કટકો આદું
1 ટેબલસ્પૂન તલ
1 નાની ઝૂડી લીલા ધાણા
મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, રાઈ હિંગ, કોપરાનું ખમણ.

રીત :
દૂધીને છોલીને ઝીણા કાણાની છીણીથી છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી નાંખવું. પછી તેમાં ચણાનો લોટ અને રવો નાંખી, મૂઠી પડતું મોણ, મીઠું, મરચું, હળદર, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણા, તલ અને થોડી ખાંડ નાંખી, બરાબર ભેળવી, હાથે તેલ લગાડી, તેના વીંટા વાળવા. પછી કૂકરમાં વરાળથી બાફી લેવા. બફાય એટલે ઉતારી, ઠંડા પડે એટલે પાતળા ગોળ કટકા કાપવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી, મૂઠિયાં વઘારવાં. રતાશ પડતાં થાય એટલે ઉતારી કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. આવી રીતે કોબીજને છીણી તેનાં મૂઠિયાં બનાવી શકાય.

[સંદર્ભ : ‘રસસુધા’ પુસ્તક, ઈન્ટરનેટ, અન્ય પુસ્તકો]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચમનલાલનો વરઘોડો – ડૉ. થોમસ પરમાર
અત્તરનાં મૂલ – વિનોદિની નીલકંઠ Next »   

26 પ્રતિભાવો : વિવિધ વાનગીઓ – સંકલિત

 1. bijal bhatt says:

  અરે વાહ
  આવી સરસ ઋતુ
  સુગંધ એમાં ભીની માટીની
  સાથ ભળે જો એમાં
  આ ચટપટી વાનગી ની ખુશ્બુ
  તો આવે આનંદ અનેરો

 2. bijal bhatt says:

  અરે વાહ
  આવી સરસ ઋતુ
  સુગંધ એમાં ભીની માટીની
  આવે આનંદ અનેરો
  સાથ ભળે જો એમાં
  આ ચટપટી વાનગી ની ખુશ્બુ

 3. neetakotecha says:

  bahu mast me kale banviu bahu maja aavi mare banaviya pachi j kahevu hatu khub saras.me aalu tikki banavi hati . thanks

 4. dhara yagnik says:

  આવા વધુ ને વધુ લેખ મોકલવા વિનન્તિ. જેથિ સરસ માહિતિ મલિ રહે…………………………….thank u very much

 5. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  ખાવાના શોખીનો માટેની શુભશરુઆત,
  થાય નહિ બંધ આ શરુઆત……

 6. KINJAL-MUSCAT says:

  આજે જ બનાવિશ ઘરે જઈને………..
  આવિ વાનગિઓ મોકલતા રહેજો……….

 7. Gira says:

  I AM HUNGRYYYYYYYYYY !! lol

 8. JAGRUTI JANI says:

  ખુબ જ સરસ વાનગિ બનાવિ ચ્હે.

 9. bhumi says:

  khubj sars web site che.

 10. ranjan pandya says:

  vangino vibhag hamesha vanchhu chhu.navi navi recipes mokalta rahesho.

 11. Anjani Bhatt says:

  બહુ મજા આવી. આભાર.

 12. Ephedra. says:

  Ephedra….

  Ephedra….

 13. Sunil Gupta says:

  Excellent,plz cotinue such articals.add more diffrent recipy like low calery food.

 14. jigar patel says:

  બહુ મજા આવિ ખાવામ અને બનાવમા.thanks
  પરતુ ફ્રાય કરતિ વખતે તેમાથેી બધુ બધુ ફાટી ને બહાર આવે ૬
  please give me solution.
  thanks agin

 15. aakruti says:

  કોઇને ભાવિ નહિ.

 16. kusum says:

  ગનિ જ સરસ વાનગિઓ

 17. neha says:

  મારે આલુ તીક્કી નિ રીત જનવી હતી, તે મલી ગઈ, આજે જ બનાવીશ. પચી કહીશ. આભાર.

 18. ajay patel says:

  મારી પત્નિ ને ગિફ્ટ કરીસ આભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.