હંકારીજા – સુન્દરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
            કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા;
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
            સોનેરી સોણલું બતાડી તું જા.

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
            દિલનો દડૂલો રમાડી તું જા;
ભૂખી શબરીનાં બોર બે-એક આરોગી,
            જનમભૂખીને જમાડી તું જા.

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
            સાગરની સેરે ઉતારી તું જા;
મનના માલિક, તારી મોજના હલેસે,
            ફાવે ત્યાં એને હંકારી તું જા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શેરોની મહેફિલ – મરીઝ
લેખન – ખુશવંતસિંહ Next »   

6 પ્રતિભાવો : હંકારીજા – સુન્દરમ્

  1. અતુલ જાની (આગંતુક) says:

    સુંદરમની સુંદર કવિતા, બસ ગાયા જ કરીએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.