વાંચનવિશેષ – સંકલિત

[1] ટપાલ – ચિનુભાઈ પટવા

[હળવો લેખ]

‘તમારે ક્યાં ઊતરવું છે ?’ બસમાં એક ઓળખીતાએ પૂછ્યું.
‘અહીં પતાસાની પોળે, કેમ ?’ મેં પૂછ્યું.
‘તો જરા આ કાગળ ટપાલમાં નાખી દેજોને. મારે માર્કેટ જવાનું છે. પણ જોજો હોં, રહી ના જાય; ખૂબ અગત્યનો છે.’ કહી તેમણે પત્ર મને આપ્યો ને હું ઊતર્યો.

પત્ર બંધ કવર હતું. વિવેકના નિયમોની વિરુદ્ધ પણ સ્વાભાવિક જિજ્ઞાસાથી તે પરનું સરનામું વંચાઈ ગયંં અને તેથી મને થોડો આનંદ પણ થયો. આનંદ થવાનું એક કારણ એ હતું કે એ સરનામું લખનાર ગૃહસ્થ એવા હતા કે જેમના હસ્તાક્ષર મારા પોતાના અક્ષરને ખૂબ મળતા હતા. બીજું હર્ષનું કારણ એ હતું કે તે પત્ર પરનું સરનામું મારા એક ખાસ મિત્રનું હતું, જેના પર મેં પણ વીસ દિવસ પર પત્ર લખેલો અને ખૂબ આતુરતાપૂર્વક જવાબની હું રાહ જોઈ રહ્યો હતો. મને મળેલ આ પત્ર તુરત જ સાચવીને મેં ટપાલપેટીમાં નાખી દીધો.

બીજે દિવસે અકસ્માત પેલા ભાઈ ફરી બસમાં મળ્યા ત્યારે ખાતરી કરવા મને પૂછ્યું કે પેલો પત્ર મેં ટપાલમાં નાખ્યો હતો કે નહીં. મેં તેમને ખાતરી આપી ત્યારે તેઓએ કહ્યું, ‘હાશ, બહુ સારું કર્યું તમે. ત્રણ દિવસથી એ પત્ર મારા ગજવામાં રહી જતો હતો અને નાખનારે મને ખૂબ ચોક્ક્સાઈથી કહ્યું હતું. ચાલો ઠીક થયું.’
‘પણ, તમને એ પત્ર કોણે આપેલો ? મારે તેમનું કામ છે. એવું છે કે જેમના પર એ પત્ર લખાયો છે તે મારા ખાસ મિત્ર છે અને મેં પત્ર લખ્યો છે છતાં વીસ દિવસથી જવાબ નથી.’
તેઓએ આપેલા સરનામે હું ગયો ત્યારે પેલા ભાઈ કહે કે તે પત્ર તો તેમને ત્રીજા એક ભાઈએ સ્ટેશને નાખવા આપેલો, પણ તેઓને સ્ટેશને જવાનું મુલતવી રહ્યું હોવાથી પત્ર પણ રહી ગયેલો. તેમણે આપેલા સરનામે હું આગળ વધ્યો તો તે મારા ઓળખીતા નીકળ્યા. પણ પેલા પત્રના માલિક ન હતા. તેમણે કહ્યું કે : ‘લોકો કેવા મૂરખ હોય છે ? પોતાનો અગત્યનો પત્ર બીજાને સોંપે છે શા માટે ?’ તેમની પાસે પણ પત્ર ચોવીસ કલાક ગજવામાં રહેલો. ઊલટું સારું થયું કે ધોબી પાછો આવીને પત્ર આપી ગયો, નહીં તો તેમના સવારે આપેલા કોટમાં ધોવાઈ જાત. મને પણ જીદ ચઢી કે હવે તો મૂળ માણસને શોધી જ કાઢું. એટલે ત્યાંથી પેલો પત્ર આપનાર પાંચમા વ્યક્તિ મારી બેનની બહેનપણી હતી. એટલે હવે આ પત્રના માલિકનો પત્તો ચોક્કસ મળશે એવી આશા આવી. તે બહેનને ફોન જોડ્યો, ‘જરા માફ કરજો, પણ સહેજ કામ પડ્યું છે.’
‘હા ! ખુશીથી કહો !’
‘તમે મારા મિત્રને કેવી રીતે ઓળખો ? હું તેમના જવાબની રાહ જોઉં છું; – વીસ દિવસ થયા.’
‘ક્યા મિત્ર તમારા ?’ તેમણે અચંબાથી પૂછ્યું.
‘કેમ ? તમે જેમના પર થોડા દિવસ ઉપર પત્ર લખ્યો હતો તે પેલા….’ મેં નામ-સરનામું આપ્યું.
‘ઓહો, તે પત્રની વાત સાચી; પણ તે પરનું સરનામું મેં વાંચ્યું ન હતું. ને મેં તો તરત જ મારા ભાણાભાઈને નાખવા આપેલો. તે શું થયું ? ભાણાભાઈએ હજી નથી નાખ્યો ?’
‘એ પત્ર ટપાલ કરવાનું માન કાલે મને મળ્યું છે. પણ ત્યારે એ પત્રનો માલિક કોણ ?’ મેં પૂછ્યું.
‘ભાઈ, એ મને ખબર નથી. પણ માફ કરજો તમે બન્ને, કારણ કે ત્રીજા ગુરુવારે તમારે ત્યાં પરીક્ષા વખતે હું વાંચવા આવેલી ત્યારે તમારી બેને મને તે ઘેર જતાં ટપાલપેટીમાં નાખવા આપેલો. હું કેવી ભૂલકણી અને મૂરખ. બેનને કહેજો મને માફ કરે !’
‘કાંઈ વાંધો નહીં; હું સમજાવીશ.’ એમ કહેતાં મેં રીસિવર મૂકી દીધું. કારણ કે મારા મગજમાં વીજળીનો ચમકારો થયો હતો. મૂરખ, ડફોળ જે કહો તે બધાં વિશેષણોનો અને તે અદ્દભુત પત્રનો માલિક હું પોતે જ નીકળ્યો. છેવટે મહાસંતોષ એ થયો કે આખરે મેં મારી જાતે જ મારો પત્ર ચોક્સાઈપૂર્વક ટપાક કર્યો છે ને ! ને ટપાલીની ચોકસાઈની બાબતમાં બે-ત્રણ વર્ષ હવે બીજાનો વાંક નહીં કાઢું.

[2] આકાશ અને માનવકુટુંબ – પદ્મા ફળિયા

[ચિંતન – ‘અખંડ આનંદ’ માંથી સાભાર]

મારી પાડોશમાં સાંજને સમયે ઘરમાં મોટો ઝઘડો થયો. સાસુ, વહુ, નણંદ, દિયર, જેઠ અને જેઠાણી તેમ જ પતિ એ સૌ નવી નવી આવેલી વહુ સાથે ઝઘડો કરવા લાગ્યા. વહુ તો ચીસાચીસ કરવા લાગી. આ ચીસાચીસો સાંભળીને આજુબાજુના લોકો એકદમ ભેગા થઈ ગયા.
‘શું છે ? શું છે ?’ સૌ એકબીજાને પૂછવા લાગ્યા. આ સાંભળી સાસુએ એકદમ બહાર આવીને ઘાંટો પાડી કહ્યું :
‘આવો… આવો… મારા ઘરનો તમાશો જોવા આવ્યાં છો ને ! તો જુઓ ને ? અંદર આવીને જુઓ – લ્યો, આ બારણાં ખુલ્લાં છે, બહાર કેમ ઊભાં છો ? અંદર આવીને !’

હું પણ મારા વરંડામાં ઊભી ઊભી એમનો ઝઘડો સાંભળતી હતી. મને થયું.
‘લાવ, ત્યાં જઈને એ ઝઘડો શાંત પાડું.’ એમ વિચારી દાદર ઊતરીને જેવી બહાર આવી ત્યાં તો એમનાં બારણાં જોરથી ધબાક કરતાં બંધ જ થઈ ગયાં. હવે ? હવે ત્યાં જાઉં ને, બારણાં ન ખોલે તો ? અપમાન કરે તો ? મને કહી દે કે તમે તમારું ઘર સંભાળોને ! અમારા ઘરમાં તમારે માથું મારવાની શી જરૂર છે તો ? અને એમનાં બારણે ગયેલી પાછી વળી ગઈ.

રાત પડી. આ ભરઉનાળામાં અમે અગાશીમાં સૂઈ રહીએ. ઘરના સૌ ઊંઘી ગયાં. પણ મને કેમેય કરીને ઊંઘ આવતી ન હતી. વારેવારે પાસાં ફેરવતી હતી. હજારો વિચારો મનમાં ધોધની જેમ ઊછળતા હતા ને હૈયામાં પછડાતા હતા.
શું થશે ? કદાચ આ નવી વહુ મરી જશે, બળી જશે. ઝેર પીશે, રખે એનો પતિ જ એને મારી નાંખશે તો ? વળી મનમાં બીજો વિચાર આવ્યો.

શા માટે માણસ માણસ વચ્ચે જ ઝઘડો થાય છે ? હું ખુલ્લા આકાશ તરફ જોઈ રહી. કૃષ્ણપક્ષ હોવાથી આકાશમાં ચોતરફ અંધકાર. ચંદ્ર હજુ ક્યાંયે દેખાતો ન હતો. પરંતુ નિરભ્ર આકાશમાં હજારો-લાખો તારાઓ ટમ-ટમ કરતા ચમકતા હતા અને મંદમંદ સ્મિત વેરતા હતા. તેઓ સ્થિર હતા, શાંત હતા, મેં આકાશની ચારે દિશાઓએ – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ તરફ જોયું. બાપ રે, લાખો….. લા…ખો તારાનાં ઝૂમખેઝૂમખા બસ ચમક્યાં જ કરે, હસ્યા જ કરે…. ઝબક, ઝબક થઈને નાચ્યા જ કરે પણ ત્યાં ના ત્યાં જ.

મને વિચાર આવ્યો. આવડું મોટું વિશાળ આકાશ એમાં આ પારથી યે પે…..લી…..પાર… લાખો… અબજો તારલાઓ એ આકાશમાં જ રહે, હસે, ચમકે છતાંય એ વિશાળ આકાશ-કુટુંબમાં ન કોઈ ઝઘડે કે ન કોઈ કલેશ કરે, બસ…. સૌ હસતાં રહે…. રમતાં રહે…. અને રમતાં રમતાં ચમક્યાં જ કરે. જ્યારે આ ધરતી પર માનવીઓનાં નાનાં નાનાં કુટુંબો, એક જ લોહીનાં એક જ કુટુંબના તોય લડે, તોય ઝઘડે, રડે, બબડે, અને છેવટે મરે. કારણ કે…. કારણ કે ઈશ્વરે જે એને જીભ આપી છે તે મીઠું બોલવાને માટે…. પણ… પણ માનવી એ ક્યાં સમજે છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તા-સ્પર્ધા પરિણામ 2007 – તંત્રી
માનવ અને સર્જન – કિરીટભાઈ દવે Next »   

19 પ્રતિભાવો : વાંચનવિશેષ – સંકલિત

 1. પત્રની જેમ આપણે આપણી ખુશી અને આનંદ પણ મૂકીને ભૂલી જઈએ છીએ કદાચ ….. 🙂

  સુંદર વાત….
  thnx for sharing મૃગેશભાઈ…

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice…! Specialy comparision between Sky and person.

 3. gopal h parekh says:

  વહુઓ સાથે ઝગડવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે, એવુંસાસુઓ કદાચ માનતી હશે

 4. farzana aziz tankarvi says:

  i think life means to be happy and make others happy…when we all realise this fact we won’t fight with one another……………….

 5. bodhdayak tunki vartao છ્e..aabhaara !

 6. neetakotecha says:

  bei vato khub j saras. gami vanchva nate.paheli vat tapal ni pan khub j saras che.ane biji vat tarlao ni kari ne ane 1 lohi na sambandh ni kari ne khub undan ni vato kari che . aabhar

 7. JIGNESH SHAH says:

  દરેક સાસુ જો પોતાને વહુની જ્ગ્યાએ ક્લ્પીને પછી જ બોલવાનુ રાખે તો મોટા ભાગના ઝઘડા થાય જ નહિ.

 8. Ami Hathi says:

  “Saas bhi kabhi bahu thi” gana varsho pahela aavi ek film aveli tema sasu ne vahu per film na title jevi varta vanvama aaveli.

  Loko a kem bhuli jaay chhe ke Vahu potana maa baap ne tya 25 ke tena thi vadhae varsh rahi ne ek nava mahol ma ek nava vatavaran ma aavi hoy tyare tene vahal prem ne hunf ni jarur hoy tyare sasu ne nanand teni sathe aa prakar no vartav kare te shu kharekhar yogya chhe?

  aa ek salagto vishay chhe. Sasu, Nanand a kem nathi samajta ke aave vahu ne potana armano hoy abhilasha hoy chhata pan teo tene support karvanu to dur pan tena ma khuch kadhe chhe.

  Sasu a pan bhule chhe ke teni pan ek dikri chhe ne te pan kyarek koi ni vahu thavani chhe. tyare tena sansar ma aavi taklifo anubhavshe tyare Sasu ne samjashe ke Vahu pan ek Dikri chhe.

  aa Vishay par Mrugeshbhai ne mare etlu j kahevanu ke aa vishay per sahu na pratibhavo mangavo. Pratibhavo to loko saraj lakhvana positive lakhvana chhata pan dar 10 pratibhave 3 pratibhavo sara ne sacha aavshe teni mane khatri chhe.

  aabhar

  ami hathi
  UK

 9. maurvi vasavada says:

  Amiben,
  very nice effort to creat awareness on this issue. but you can see you have posted your views on August 14th and i am typing my views on August 21st. in between no communication on this matter (even not by editorji). therefore it openly says that nobody has the guts to accept the reality. nobody has courage to fight with existing scenario.
  WEll, we both are saying the same thing ‘coz luckily as NAGAR we have not suffered the realy terror of SASUJI.

  sasu ane vahu e banne alag vyaktitav chhe. jo bey ekbija ni bhinnata swikari le to samjan rachay.

  NICE ARTICLE.

 10. PRIYANK says:

  VERY GOOD, IT MAKE US LAUCH & THINK.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.