હું તો અડધી જાગું ને… – વિનોદ જોશી

ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડિયે ઝૂલે તોરણિયાં અંજળનાં રે
અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઊગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવ અને સર્જન – કિરીટભાઈ દવે
ઝરમર – શ્યામ સાધુ Next »   

15 પ્રતિભાવો : હું તો અડધી જાગું ને… – વિનોદ જોશી

 1. bijal bhatt says:

  ફરી એક સારી રચના વંચાવા બદલ ખુબ ખુબ આભાર સર્…….

 2. KINJAL-MUSCAT says:

  સરસ…..
  ખુબ સુન્દર રચના …………….

 3. ડાબું-જમણું, જાગૃતિ-ઊંઘ, અજવાળું-અંધારું, પરોઢ-સાંજ, ઉગમણું-આથમણું એમ પંક્તિએ પંક્તિએ વિરોધાભાસ લાવીને કવિ કાવ્યનાયિકાના વિરહના ભાવને સુપેરે ઉજાગર કરે છે. સવારે ઊઠતાવેંત જે પ્રિયતમના આગમનના ભીના ભણકારા વાગતા હોય છે એ ભણકારા સાંજના છેડે ઓગળતા અણસારમાં બદલાઈ જાય છે. નવોઢાના મીંઢળ કે પાંપણ-ક્યાંય એના ઓરતા છૂપ્યા છુપાતા નથી… ન જાગી શકાય, ન ઊંઘી શકાય એવી નાયિકાની સ્થિતિનું સુંદર વર્ણન…

  -વિવેક
  http://vmtailor.com/

 4. Ketan Shah says:

  I like this geet very much. Listen it in the voice of Nisha Upadhyay which is composed by Rishabh Group.

 5. Bharati says:

  can you delete my email account

 6. shaileshpandya BHINASH says:

  kya bat hai…………..

 7. વિનોદ જોશીની આગવી લચક-મચક શૈલીવાળું મનમોહક ગીત.

 8. Chirag Patel says:

  Reminded me of Arkee’s ‘garabo’ sung by Nisha Upadhyay.

 9. Keyur Patel says:

  સુંદર રચના છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.