ઝરમર – શ્યામ સાધુ

[1] તારી નજરમાં….

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો;
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું ?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !


[2] દુ:ખની દીવાલે….

દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !

હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !

પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું તો અડધી જાગું ને… – વિનોદ જોશી
પાંદડું એવું બોલ્યું – અભિલાષ શાહ Next »   

19 પ્રતિભાવો : ઝરમર – શ્યામ સાધુ

 1. bijal bhatt says:

  ખુબ ખુબ સારી રચના..
  સર એક વાત કહું તમારુ selection હંમેશા શ્રેષ્ઠ જ હોય છે .. એ કાવ્ય હોય , ગઝલ હોય કે પછી આર્ટિકલ હોય…. અને એક વાત બીજી કે જે યુવાવર્ગ ગુજરાતી સાહિત્ય ને માત્ર કવિતા કે ગઝલ પુરતુ સિમિત માને છે એમના મા પણ સારી કૃતિ નુ રસ સંપાદન કરી ગુજરાતી સાહિત્યનુ ઐશ્વર્ય દર્શન અહીં આપ કરાવો છો.. આશા છે કે સૌ વાંચક વર્ગ મારા આ વિચારો થી સહમંત હશે.

 2. શ્યામ સાધુનું ખરું નામ શામળદાસ સોલંકી હતું એની કેટલાને જાણ હશે?

  બંને ગઝલો ખૂબ સુંદર…

  મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
  રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !

  મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
  સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
  ***

  પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
  શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

  દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
  સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

  -ખૂબ સુંદર શે’ર…

  વિવેક
  http://vmtailor.com/

 3. Yogini Joshi says:

  Khub j saras rachana.

 4. Ramesh Shah says:

  બીજલ ની વાત સાચી ‘શ્યામ’ ની દરેક રચના નો જાદુ જૂદો જ હોય છે.અને એમન ખરું નામ વાંચી ને વિષેશ આનંદ થયો

 5. i agree and support bijalben’s comment…man.

 6. Lata Hirani says:

  ખૂબ ગમી આ રચનાઓ…

 7. shaileshpandya BHINASH says:

  kharekhar sundar……..

 8. શ્યામલ ઉદાસ ઝાંય વાળી શ્યામ સાધુની બન્ને ગઝલ હૃદયસ્પર્શી છે.

 9. neetakotecha says:

  ha bijjal barobar che aapni vat. ane aapni comm. pan hamesha vanchva jevi hoy che, ane aa banne gazal to khub j saras che.

  parbidiya ni vachche udasi jagi hase
  sabdo juda hata artho to ena e j hata

  su kahu aa sher mate , sache aavu j thatu hoy che bahu badhi var. man ne halavi nakhiu.

 10. Mittal says:

  પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
  શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા

  Vaah, sparshi gaya aa shabdo!!!!!!!
  sache kahu, aa shabdo ankit trivedini yaad apavi gai.amni rachna ma pan aamaj shabdo ni ghehrai hoy che… ghana vakhat thi amni koi rachna nathi api tame, hu amni bahu moti fan chu, bane to have avta divaso ma amni ekad rachna jarur mukjo, hu hamesha amni rachnani aturtathi raah jou chu.

 11. vishwajit mehta (vishu) says:

  ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
  હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

 12. Keyur Patel says:

  ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
  હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

  — આ આ હા!!! કેટલુ સુંદર લખ્યું છે….

  હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
  છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !

  — કદાચ એટલે જ પગ થી માથા સુધી વાંચી શકાતો માણસ ક્યારેક જટિલ લાગતો હશે.

 13. rajesh says:

  અતિ સુંદર.

 14. Pravin H. Shah says:

  બન્ને ગઝલો ખૂબ જ સુંદર છે!

  દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
  સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

  આ શેર ખૂબ જ ગમ્યો!

  આભાર!

 15. neha says:

  my favourite lines ….
  પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
  શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

  આખી ગઝલ પ્રથમ વખત વાંચી. ખૂબ ખૂબ આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.