પાંદડું એવું બોલ્યું – અભિલાષ શાહ
જીર્ણ પાંદડું એવું બોલ્યું ખરતાં ખરતાં
જીવન જીવી લેવું પૂરું મરતાં મરતાં
સહજ ભાવ છે સૌ ચાહે છે સુખનો સાગર
શોધો ના, એ તો સાંપડશે હરતાં ફરતાં
નિષ્ક્રિયતાનો રોગ જગતમાં મહા ભયાનક
નથી ડૂબતું કોઈ જળમાં તરતાં તરતાં
માહીં પડ્યો તે મહસુખ માણે ના કર શંકા
કોઈ ન પામે કશું જગતમાં ડરતાં ડરતાં
સરી ગયા છે આ શબ્દો તે હું પામ્યો છું
અનુભવની એરણ પર જીવન ઘડતાં ઘડતાં
Print This Article
·
Save this article As PDF
Nice gazal…!!!!!!!!
ખૂબ સુંદર ગઝલ.
માહીં પડ્યો તે મહસુખ માણે ના કર શંકા
કોઈ ન પામે કશું જગતમાં ડરતાં ડરતાં
SAHEJ BHAV CHE ….. bahu saras khub gami
જીવન જીવી ગયો છુ જાણે કોઈ તર્પણ,
જીવવા માટે વર્ષો લાગે, મને શી ખબર ?
જીવનના મુળભૂત સત્યોને સરળ શબ્દોમા રજુ કર્યા..
સુંદર પ્રયત્ન…
સરી ગયા છે આ શબ્દો તે હુ પામ્યો છુ
અનુભવની એરણ પર જીવન ઘડતાં ઘડતાં
વાહ, વિશાળ અર્થ સભર આ ગઝલ છે.
આવી ગઝલો લખતા રહો અમારી આપને શુભકામનાઓ.
માહીં પડ્યો તે મહાસુખ માણે ના કર શંકા
કોઈ ન પામે કશું જગતમાં ડરતાં ડરતાં
-ખૂબ સુંદર શેર… આપણા આદિકવિની પંક્તિની ઉપર કરેલું ખૂબ સુંદર ચણતર…. સ-રસ ગઝલ…. અભિનંદન.
-વિવેક.
http://vmtailor.com/
Nice Gazal
પ્લિઝ હવે મને તમે ગઝલ્, વાર્તા મારા ઈમેલ પર મોક્લો
ગઝલ મોકલી આપ્સો
નિષ્ક્રિયતાનો રોગ જગતમાં મહા ભયાનક
નથી ડૂબતું કોઈ જળમાં તરતાં તરતાં
– કંઈક કરી છુટવાની તમન્ના જગાવે તેવો શેર……
નિષ્ક્રિયતાનો રોગ જગતમાં મહા ભયાનક,
નથી ડૂબતુ કોઇ જળમાં તરતાં તરતાં.
ખુબ સરસ રચના છે, અભિલાષજી.
શુભકામનાઓ.
…….શોધો ના, એ તો સાંપડશે હરતાં ફરતાં
આભાર!
વાહ્…વાહ્…
માહીં પડ્યો તે મહસુખ માણે ના કર શંકા
કોઈ ન પામે કશું જગતમાં ડરતાં ડરતાં
ખૂબ સુંદર….