એ વિચારથી… – આદિલ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?

એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી

અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ‘આદિલ’, બહારથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંદડું એવું બોલ્યું – અભિલાષ શાહ
બાળવાર્તાઓ – વાચનમાળાની કૃતિઓ Next »   

26 પ્રતિભાવો : એ વિચારથી… – આદિલ મન્સૂરી

 1. Jayesh Thakkar says:

  સલામ આદિલસાહેબ… વહેલી સવારની ખુલ્લી હવામાં આપનું નામ લખી જતી એક ઔર મનભાવન ગઝલ…

 2. થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
  ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

  સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?
  મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી

  વાહ! !!!!!!

 3. shaileshpandya BHINASH says:

  nice………

 4. kinjal-muscat says:

  બહુ જ સુન્દર રચના………………..

 5. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice…!

  “થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
  ફુરસદ મને મળે જો તમારા વિચારથી.”

 6. થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
  ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

  આ શેર ખૂબ ગમ્યો.

 7. neetakotecha says:

  gr8888

  thodas vichar mara vishe pan kari lau
  furasad mane jo tamara viacharthi

  gajab ni vat . ane mansuri saheb ni to vat j kya kahevi. emni to badhi j line ma aapadne em lage aapde aapadne bhuli gaya.

 8. gopal h parekh says:

  સરસ

 9. એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
  શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

  કાંઈક નવી જ વાત પ્રિયતમા ન વખાણ વિશે… સુંદર..

  અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
  ખંડેર જેવું લાગે છે ‘આદિલ’, બહારથી.

  ખુબ સાચી વાત… ભલે બહાર થી શરીર ખંડેર જેવું હોય પણ માંહ્યલો જીવ જો પ્રભુશરણે હોય તો સ્વર્ગ જ સ્વર્ગ છે..

  thnx for this..

 10. લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
  ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

  એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
  કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?

  થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
  ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

  -ખૂબ સુંદર ગઝલ અને આ શેર તો મજાના થયા છે… ખુશ્બૂના ભારથી ફૂલના દબાઈ જવાનો વિચાર જ કેટલો મખમલી છે !

  આદિલસાહેબને “લાઈફટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ” મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…

 11. Ramesh Shah says:

  આદિલ સાહેબ જેના હક્કદાર છે તે એવોર્ડ બદલ અને આ રચના બદલ ખૂબ અભિનંદન.

 12. Keyur Patel says:

  લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
  ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

  – આ બહુ ગમી.

 13. Paresh says:

  ખુબ સુંદર રચના

 14. rajesh says:

  આદિલ મન્સુરીજી ના નામ થી કોણ અજાણ છે. એમની દરેક રચના અતિ સુંદર હોય છે. લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ બદલ ખૂબ ખૂબ અભિનંદન.

 15. bharat dalal says:

  No answer to such a gazal. Wonderful.

 16. LOTS OF LOve AND cONGRATuLATiONS !

 17. Pravin H. Shah says:

  …..ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
  ખૂબ જ સુંદર ગઝલ!

  એ હવાને સલામ જે લઈ ને આવે,
  ખુશબૂ તમારી ગઝલની!

  આભાર!

 18. Bhavna Shukla says:

  Aadilsaheb, Tamaru nam lakhara pan aangalio dhruji rahi chhe.. Tamari rachana na vakhan karava jetali patrata to nathi and Suraj ne divo batavani himmat ekathi thai shaki nathi..

  ha rachana vachi ne jivan ni atali palo ne soumyata baxi chuki chhu..

 19. ruju mehta says:

  અદ્ભુત ગઝલ !!!

 20. Sudhir Bhatt says:

  This is mindblowing Gazal which is writen by my favourite janab mansuri saheb.

  Thanks to give such a nice one.

  Sudhir Bhatt

 21. ખુબ સરસ!
  આદિલસાહેબ શું કામ -THE GREAT- ગણાય છે એ સમજવુ હોય
  એ બધાએ આ ગઝલ ફરી-ફરીને માણવા જેવી છે
  ડૉ.મહેશ રાવલ-
  જ્યોતિ,
  ૪,હસનવાડી-રાજકોટ-૨

 22. parul says:

  ADBHUT !!!!!!!!

  THODOK VICHAR MARA VISHE PAN KARI LAV
  FURSAT MALE JO TAMARA VICHAR THI

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.