સ્નેહનો સંબંધ – બિજલ ભટ્ટ

[સત્યઘટના]

બે-ત્રણ વર્ષ પહેલાંની આ વાત છે. એક રવિવારની સાંજ હતી. હું મારા ઘરના હિંચકે બેઠી બેઠી બાકી રહી ગયેલા કામોની યાદી તૈયાર કરતી હતી. સપ્તાહના છ દિવસ નોકરીની વ્યસ્તતાને કારણે બીજા કોઈ ઈતર કામો થઈ શકતાં નહીં તેથી મને એ બધા કામોની તૈયારી કરવા માટે રવિવારની સાંજ વધારે અનુકૂળ પડતી. મિત્રો માટે જન્મદિવસની ભેટ લેવાની હોય, પપ્પાનો કોઈ પત્ર પોસ્ટ કરવાનો હોય કે પછી શાકભાજીથી લઈને પ્રોવિઝનની વસ્તુઓ લાવવાની હોય – આ બધા કાર્યો ને વારાફરતી ન્યાય આપવો પડતો.

એ દિવસે યાદી વિચારતાં વિચારતાં અચાનક મને યાદ આવ્યું કે મારી એક મિત્રનો તો આવતીકાલે જન્મદિવસ છે અને તેને ભેટ આપવા માટે તો મેં હજી કશું ખરીદ્યું નથી ! મારી એ મિત્રને નાનખટાઈ, કેક અને બેકરીની વસ્તુઓ વધારે ભાવે તેથી તેને કોઈ સુંદર ભેટની સાથે નાનખટાઈ કે કેક તો આપવી જ, એમ વિચારીને મેં સ્કુટી ચાલુ કર્યું અને એક બેકરીની મોટી દુકાને હું પહોંચી.

રવિવારની સાંજ હોવાથી દુકાન પર ગ્રાહકોની બહુ ભીડ નહોતી. આમ પણ અમારે રાજકોટમાં મોટા ભાગના સુખી માણસોને રવિવારનો આખો દિવસ વધારે સુખપ્રદ લાગે છે, તેથી મોડી સાંજ સુધી લોકોને નિંદ્રાદેવી ઘેરી વળે છે ! વળી, જ્યારે નિંદ્રાદેવીનો જાદુ ઓસરે છે ત્યારે ક્ષુધારસ લોકો પર છવાઈ જાય છે અને મોટાભાગની ભીડ ખાણીપીણીની લારીઓ કે હૉટલોમાં જોવા મળે છે. તેથી રસ્તાની એક બાજુ મેં સ્કૂટી પાર્ક કર્યું અને બેકરીની દુકાન પર જઈને જુદા જુદા પ્રકારની કેક અને નાનખટાઈઓના લીસ્ટ પર નજર દોડાવી.

એટલામાં એક રેંકડીવાળા (હાથલારી) ભાઈ પોતાની રેંકડી લઈને દુકાન પાસે આવ્યા. તેમની રેંકડીમાં થોડો ભંગારનો સામાન હતો. જૂના ફાટેલાં કપડાં પહેરેલાં અને અપુરતા પોષણને લીધે જાણે કે શરીર નંખાઈ ગયું હોય તેવા થાકેલા અને શ્રમિત જણાતા હતા. તેમણે તેમની હાથલારીમાં પોતાની દશ-બાર વર્ષની દીકરીને બેસાડી હતી. દીકરીનું મુખ પણ ભૂખને કારણે તેજવિહિન દેખાતું હતું. બંને બાપ-દીકરી કંઈક અસમંજસતામાં જણાતા હતા. મારું ધ્યાન તો બેકરી પ્રોડક્સના લીસ્ટને જોવામાં હતું પરંતુ એ બંને વચ્ચે સંવાદનો આરંભ થતાં અચાનક મારા કાન એ તરફ ખેંચાયા.
દીકરીના પિતા બોલ્યા : ‘બેટા, તું બ્રેડ ખાઈશ ને ? તારે ખાવું છે ને ?’
દીકરી તો ખૂબ ભૂખી હતી એમ તેના મોં પરથી સ્પષ્ટ લાગતું હતું. પિતાએ પૂછ્યું એટલે તેણે તરત સ્મિત સાથે હા પાડી. પિતાએ પણ ખુશ થઈને ખિસ્સામાં હાથ નાંખ્યો. કંઈક વિચારતા તેમના ચહેરાની રેખાઓ તંગ થવા લાગી અને એમના મોં પર કંઈક ગ્લાનીના ભાવ ઉપસી આવ્યા. એમણે સિક્કાઓને ગણ્યા તો ફક્ત ચાર રૂપિયા જ નીકળ્યા. મને ખ્યાલ આવ્યો કે એ ભાઈ પાસે એક બ્રેડ લેવા જેટલા સાત રૂપિયા નથી. પોતાના દુ:ખને છુપાવતા એ હસીને દીકરી સામે જોઈને બોલ્યા : ‘બેટા, બ્રેડ તો આપણે ઘણીવાર ખાધી, ચલ આજે તને કંઈક બીજું ખવડાવું.’

એમ કહીને એમણે દુકાનવાળાને છૂટક પાઉંની કિંમત પૂછી અને એના જવાબમાં દુકાનવાળાએ ‘બે રૂપિયા’ એમ જણાવ્યું. પિતાએ કંઈક વિચાર કર્યો. એમને પોતાને પણ ભૂખ લાગી હતી. તેથી મનમાં ઈચ્છા થઈ આવી હશે કે ‘બે પાઉં લઈ લઉં તો એક દીકરીને અને એક મને ખાવા મળે તો ભુખ થોડી શાંત થાય.’ દીકરીના પિતા કંઈક વિચારમાં હતા એ દરમિયાન મેં દુકાનવાળાને નાનખટાઈ, કેક અને બ્રેડનો ઑર્ડર આપ્યો જે તેણે તૈયાર કરીને મને પાંચેક મિનિટમાં જ પાર્સલ આપ્યું. હવે બન્યું એવું કે એ પાર્સલમાં એક મિની કેકનું પેકેટ મૂકવાનું રહી ગયું હતું તેથી દુકાનવાળાએ મને બૂમ પાડીને એ પેકેટ હાથમાં આપ્યું. એ લઈને હું બહાર આવી તો પેલી રેંકડીમાં બેઠેલી દીકરીની નજર એ કેક પર પડી. તેનું મન એવી કેક ખાવા માટે લાલાયિત થઈ ઊઠ્યું. તે કશું બોલી નહીં પરંતુ તેણે કેક સામે નજર કરીને એના પિતા સામે એવી દ્રષ્ટિથી જોયું કે એના પિતા સમજી ગયા કે મારી દીકરીને આ કેક ખાવી છે.

ફટાફટ એના પિતા દુકાનના કાઉન્ટર પર પહોંચી ગયા અને દુકાનદારને એ મિની કેકનો ભાવ પૂછ્યો. જવાબમાં દુકાનદારે ‘ચાર રૂપિયા’ જણાવ્યું એટલે પિતાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેમણે તુરંત જ એ કેક ખરીદીને દીકરીના હાથમાં પ્રસન્નતા અને સ્મિત સાથે મૂકી અને કહ્યું : ‘બેટા, ખાઈ લે.’ દીકરી પહેલાં તો ખુબ ખુશ થઈ ગઈ પરંતુ પછી પ્રશ્નાર્થ ચહેરે પિતા સામે જોઈને કહ્યું : ‘પપ્પા, તમે શું ખાશો ?’
એ ભાઈ એ પોતાના મનોભાવને ખૂબ છુપાવ્યા અને સ્મિત સાથે દીકરી સામે જોઈને કહ્યું : ‘બેટા, તું ખાઈ લે…. આજે તો મારે ઉપવાસ છે.’

આ છે ભારત અને આ છે બાપ અને દીકરીનો સંબંધ. એક ભૂખ્યો બાપ પોતાની દીકરીને ખવડાવા પોતાની ભૂખને ઉપવાસમાં ખપાવી દે છે. માનવીય સંબંધોની અનેક વાતો જે પુસ્તકો ન સમજાવી શકે એ ક્યારેક આપણી આસપાસ બનતી આવી નાની મોટી ઘટનાઓ સુપેરે સમજાવી દે છે. મારાથી એ દ્રશ્ય અને એ વાર્તાલાપ જોઈને રહેવાણું નહીં. ફરીથી દુકાનમાં જઈને ચાર-પાંચ કેક, બ્રેડ અને પાંચ-સાત નાનખટાઈને લઈને એ દીકરીના હાથમાં મૂકી ત્યારે જ મારા જીવને શાંતિ વળી. એ સમયે એ દીકરીના ચહેરાનું સ્મિત અને તેના બાપની સજળ આંખોનું દ્રશ્ય, મારા જીવન સાથે પથ્થરની લકીરની જેમ જોડાઈ ગયું છે.

આપણે એવું કદી પણ ન ઈચ્છીએ કે આપણા દેશમાં કોઈ ગરીબ કે દુ:ખી રહે. પરંતુ જ્યારે આપણા સંપર્કમાં કે આપણી આજુબાજુ કોઈ એવું ગરીબ કે દુ:ખી નજરે પડે છે ત્યારે આપણે આપણી જાતને બડભાગી માનવું જોઈએ. અને તે એટલા માટે કે ભગવાને આપણને તેમની સેવા કરવાનો મોકો આપ્યો છે. આને હું ‘મોકો’ એટલા માટે કહું છું કારણ કે ઈશ્વર આપણને આપણી ક્ષમતા જોઈને કોઈને મદદ કરવાની તક આપે છે. હમણાં કોઈને કોઈ મોટા ઓપરેશન માટે પાંચ લાખ આપવાના હોત તો હું કદાચ ન આપી શકત, પરંતુ આપણી સામે તે એવા લોકોને મોકલે છે જેને આપણે સરળતાથી મદદ કરી શકીએ. ખરેખર, તો આ ઈશ્વરની કૃપા છે કે જરૂરિયાત વ્યક્તિ સુધી તે આપણને સાધન-સંપન્ન કરીને પહોંચાડે છે. ઈશ્વરને આપવું હોય તો એ જાતે પણ આપી શકે છે. હવા, પાણી અને પ્રકૃતિના અનેક તત્વો તેણે પોતાને હસ્તગત જ રાખ્યા છે પણ તેમ છતાં કોઈને કંઈક આપવા માટે ઈશ્વર આપણને નિમિત્ત બનાવે એનાથી મોટી ઈશ્વરની બીજી કૃપા કઈ ?

હું એ દીકરીની પ્રસન્નતાનો સંસ્પર્શ પામીને ઘરે તો આવી, પરંતુ એ બાપ-દીકરીની ગરીબી અને એના જેવા અનેક પરિવારોની ગરીબીને યાદ કરીને આખી રાત સુઈ ના શકી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળવાર્તાઓ – વાચનમાળાની કૃતિઓ
મકરન્દ મુદ્રા – મકરન્દ દવે Next »   

78 પ્રતિભાવો : સ્નેહનો સંબંધ – બિજલ ભટ્ટ

 1. Mohita says:

  Really touching story Bijalben. One does not have to look to hard to find people in need, just do the right thing when time comes. Instances like these also remind us how lucky we are.

 2. Milan Shah says:

  What a perfect example you have given here for others. I always think of doing this kind off thing but when time comes I can’t do it, I don’t know the reason for that but I believe people like you are good examples for me and others who think in similar way.

 3. gopal h parekh says:

  રામનો દિધેલ બટકુઁ રોટલો વહેઁચવામાઁ જ ખરેખર મજા છે એ વાત બહુ જ સરળતાથેી કહે અભિનઁદન

 4. anamika says:

  very touching story….

 5. અમી says:

  વાંચતા આંખમાં પાણી ના આવે તો આ લેખ વાંચ્યા નો અર્થ નથી. ખુબ જ લાગણી ભર્યો લેખ.

  અભિનંદન આવા ઉમદા કાર્ય અને લેખ બદલ

 6. purna says:

  હા આવુ ઘણી વખત જીવનમા બને છે.. કે અનાયસે જ આપણાથી કોઈની મદદ થઈ જાય છે.. અને ઘણી વખત આપણને જ કુદરત ખબર નથી પડવા દેતી કે આ એક મુક મદદ હતી .. પણ સાથી મારા મે એ પણ અનુભવ્યુ છે કે જ્યારે પણ આપણે કુદરતએ આપણા દ્વારા કરાવેલી મદદનુ અભીમાન કરી બેસીએ છીએ ત્યારે એ તક આપણી પાસે થી છીનવાઈ જાય છે..
  એક ભજનની પંક્તિ છે
  તારૂં આપેલ લેવું ને તારૂં દિધેલ દેવૂં
  એમાં મારૂં નહી તલભાર …

 7. અજય says:

  અંતરને સ્પર્શી જાય એવો લેખ.

  આજે લોકો મંદિરો બનાવવા પાછળ કરોડો રુપિયા ખર્ચે છે એના કરતા આવા જરુરીયાતમંદ લોકો ની ભુખ સંતોષવા થોડા રુપિયા ખર્ચે તો કેટલુ સાર્થક થાય.

  ધન્ય છે બિજલ તમને અને તમારા જેવી ભાવના ધરાવનારાઓને. હંમેશા આવુ કાર્ય કરતા રહો અને બીજા લોકો એમાંથી પ્રેરણા મેળવે એવી પ્રાર્થના.

  ખુબ ખુબ અભિનંદન.

 8. purna says:

  આપના આ લેખને પણ હું પ્રભૂકૃપા જ સમજૂ છુ કે મને તથા મારા જેવા ઘણા વાંચક મિત્રોને આમાંથી પ્રેરણા મળી છે.. કે જો હ્રદયના ભાવમય દ્વાર ખૂલ્લા રાખીએ તથા આંખ કાન ને જાગૃત રાખીએ તો કુદરતે આપણને શા માટે અહીં મોક્લ્યા છે તે એના મુક ઇશારા આપણે આવા લેખ દ્વારા સમજી શકીએ હે ને ??

 9. JITENDRA TANNA says:

  ખુબ ખુબ સરસ વાત. અભિનંદન. આટલી સરસ વાત SHARE કરવા માટે અને આટલુ સારુ કામ કરવા માટે.

 10. હ્રદયસ્પર્શી…

 11. ખરેખર તો આવુ સુંદર કામ જેટલી મદદ સામેવાળાની કરે છે, તેનાથી પણ વધુ મદદ આપણને કરે છે. આપણામા સ્નેહ, કરુણા અને પ્રેમનો આવિર્ભાવ કરે છે.
  ઈશ્વરના સંતાન સહુ સરખા. જેને જેની જેટલી અને જેવી જરુર હોય એટલુ મળી રહે તો વધુ શુ જોઈએ ?

 12. Hemal Sudhakar Hathi says:

  ખુબ ખુબ અભીનન્દન. હ્રુદય ને સ્પર્શિજાય એવો લેખ.

 13. Hiral Thaker 'Vasantiful' says:

  Heart touching..!

 14. સરસ વાર્તા..

 15. dr sudhakar hathi says:

  ઇશ્વર આપન ને આપનિ હેશિયત પ્રામાને મદદ કરિશકિયેતેવિ તક આપે જ છે

 16. Ramesh Shah says:

  “એ દીકરીના ચહેરાનું સ્મિત અને તેના બાપની સજળ આંખોનું દ્રશ્ય, મારા જીવન સાથે પથ્થરની લકીરની જેમ જોડાઈ ગયું છે.”આ વાક્ય ની જેમજ આખી વાત પથ્થર ની લકીર ની જેમ કોતરાય જાય એવી છે.

 17. કલ્પેશ says:

  અગર ધ્યાનથી જોઇએ તો ઇશ્વરે આપણને એક વરદાન/શ્રાપ (જેવી રીતે જુઓ તેમ) આપ્યો છે.

  આપણા હ્ર્દયને ખરી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે બીજાને ખુશી આપી શકીએ છીએ. માત્ર આપણુ પેટ ભરવાથી સંતોષ મળતો નથી.

 18. સત્યઘટનાનું હૃદયસ્પર્શી વર્ણન. આમ જ લખવાનું ચાલુ રાખજો બિજલબેન.

 19. Amit B. Dave says:

  Bijalben,

  God Bless your soul. Trust me you have touched my heart. I cried after I read the entire story. One doesn’t know anybody until he/she meets somebody in their life. I pray GOD that everybody thinks the same way. Bharat Mata ki Jay.

  Jay Shree Krishna & Namaste,
  Amit Dave

 20. Keyur Patel says:

  માનવ સેવા એજ પ્રભુસેવા. પણ પ્રભુસેવા કરવા માટે ની લાયકાત પણ પ્રભુ જ આપી શકે તે આ પ્રસંગ પર થી સમજી શકાય તેમ છે.

 21. BHAUMIK TRIVEDI says:

  WOW,,,WAT A TOUCHY STORY AND I PREY 2 GOD THAT I CAN DO THIS KIND OF HELP 2 OTHERS AND MAKE ME ABLE TO DO SO ALSO AND THNX FOR THIS KINDA TRUE EXPERIENCE

 22. Ashish Dave says:

  Very touchy story. I remember an incident 15+ years back when I was invited for a shradh lunch. Family could only afford my portion of the shreekhand. Since then I am unable to eat shreekhand.

  Ashish Dave
  Sunnyvale, California

 23. DIPALI says:

  હદય્સ્પર્શિ…

 24. neetakotecha says:

  gr8888888888888888

 25. Apeksha hathi says:

  ખુબ જ લાગ્ણી સભર વાર્તા છે. બાપ – દિકરી વચ્ચેનાં સ્નેહનાં તંતુ ને જોડે છે.મન ની સંવેદનાઓ ને જગાડતી વાર્તા બદલ અભિનંદન.

 26. Pathik Thaker says:

  મારા પપ્પા એ કહેલુ એક વાક્ય મને આખિ જિન્દગિ યાદ છે, બેટા કોઇ ને ભુખ લગે અને તુ કૈ કરિ શકે એમ હોય તો કૈ પણ વિચારિયા વગર એ કામ પહેલા કરજે. ઍ કર્યા પછિ તને બકિ ન કામ કરવા મા ઘણો આનન્ આવશે.

 27. bharat dalal says:

  Very touching. We are fortunate that we can do so many things for these unfortunate people and we should thank God for giving opportunities to help.

 28. hemantkumar b shah says:

  ખરેખર હ્રદય ભિજવતિ વાર્તા go aheadbijalben

 29. Nimish says:

  આપણે એવું કદી પણ ન ઈચ્છીએ કે આપણા દેશમાં કોઈ ગરીબ કે દુ:ખી રહે. પરંતુ જ્યારે આપણા સંપર્કમાં કે આપણી આજુબાજુ કોઈ એવું ગરીબ કે દુ:ખી નજરે પડે છે ત્યારે આપણે આપણી જાતને બડભાગી માનવું જોઈએ. અને તે એટલા માટે કે ભગવાને આપણને તેમની સેવા કરવાનો મોકો આપ્યો છે.

  Mind Blowing !!!

 30. Mittal shah says:

  sache, khubaj hradaysparshi prasang che!!!!!!!!!

  ek vaat mane khyal nathi avti, tame ej bijal bhatt cho ne jene varsad par ek sundar kavya rachna kari hati ? if so, then i just want to tell jetla sara kavyatri cho atlaj sara varta kar pan.prasang ne je lagni thi varnan karyo che, its just tooooooooo good.

 31. સરસ્…………

 32. anjana prajapati says:

  ખૂબ સરસ વાર્તા . સાચે જ વાન્ચી ને આન્સુ ના આવે તો જ નવાઈ. અત્યન્ત હ્રદયસ્પર્શી. મારા ખૂબ ખૂબ અભિનન્દન, આટલી સરસ વાર્તા લખવા માટે.

 33. Pravin Shah says:

  જીન્દગી નો ખરો આનન્દ બીજા ને મદદ કરવા મા છે.
  બીજલબેનના વીચારો ખુબ જ સારા છે.

 34. Hats off to bijalben,the Father,the Daughter.

 35. mital says:

  there are many people in india dont have money to feed their childrens i am surprised that how rich people can donate their money to build a big temples and etc.. but they cant donate their money to feed the poor kids bijal ben you get to do something raise your voice you have power to wake the people up we will all support you
  and Excellent story very very touching

 36. Bhavna Shukla says:

  તમે એક બા૫ ની આન્તરવ્યથા ને શાતા અને વાચા આ૫ઇ

 37. Rahul Desai says:

  Bijal ben,

  Excellent, great story…and great work…keep it up.

  Rahul Desai

 38. neha dalal says:

  dear bijal,
  bahu karun vaat chhe. aa vaat vachi mane pan ketlik ghatnao yaad avi gai. tu aam j lakhti rahe. all the best.

 39. jyoti patel says:

  bijalben ur gr888888888888888888888 excellent work.go&keep it up.

 40. Bhupendra Shah says:

  The comment about “getting tears in eyes” after reading the story is indeed true. They came just unnoticed.

  Short story but a long lasting effect. Decided to earmark some amount out of earning for such needy and under privileged.

 41. Lata Hirani says:

  આવુઁ સરસ હૃદય !!!

 42. Suhas Naik says:

  Excellent story…Thanks…!

 43. Sanjay says:

  ખરેખર અદ ભુત વર્તા . મન ને સ્પર્શિ જાય તેીવિ

 44. jyoti jadeja says:

  Bijal, I know you and your kind nature very well. This is a realy hearttouch story for read this my eyes also wet. But we pray to GOD for these type of people. after all GOD is GREAT.

 45. maurvi vasavada says:

  congrats Bijal.
  KONI AANKH NA BHINJAY?

 46. preeti hitesh tailor says:

  બિજલબેન,
  વડોદરા આવો પછી મૃગેશભાઈ તંત્રી પદે ભલે રહે પણ તમે લાગણીનાં સ્પર્શ થી ભીંજાયેલી તમારી કલમનો લાભ જરુરથી આપજો જ..
  સ્ત્રીની કોમળ લાગણીઓથી ભરેલી આ વાત હ્યદયને સ્પર્શી ગઈ.

 47. Hetal says:

  make me cry

 48. hiren modi says:

  hi bijal I think you gave a story which may gave people another meaning to live their life, and you also passed a nice little message that happiness lies just round the corner its upto us how to enjoy it, the feeling to help other who really need that help is one of the best way to please the god

 49. Raulji Hardatsinh says:

  I salute Bijalben’s feelings(As God have given me same heart & I gonrthrough many times like such incidaeces )………But manytimes I am thinking that what should be the permanent solution, because we are doing for onetime, what about their rest of life ? I found only one solution & that is education. (I could not type gujarati properly, so I wrote in English ,Othervise I love Gujarati.)

 50. saurabh desai says:

  Very simply written and well executed story.U have n’t tried to decorate the story which many authors try to do and fail.The story look like written from u r heart.Simplicity is the best way to present u r self

 51. raxita mehta says:

  heart touching story,

 52. mehul soni says:

  good touching story

 53. Pranav says:

  કરુણા અને પ્રેમ થેી તો માનવ ટકેલો છે!
  Inspiration to everybody to take initiative! Reading is not enough!
  Regards!
  Pranav Sheth
  SAUDI ARABIA.

 54. mehul soni says:

  touching story

 55. Darshini says:

  very sensitive issue of india and very heart touching story bijalben….
  spending money in building temples, arranging ritual functions is so aweful when we have lot many such people around us…….who dont have food to fill their stomach!
  one should really think twice before spending money in any useless thing if they never heped such poor people. if not much…..u can atleast make some people eat normal and simple food.

 56. Jatin Gandhi says:

  Simply Excellent.

 57. Ami choksi says:

  બહુજ સુન્દર કામ કર્યુ છે લેખિકા બહેન અને આ વેબસાઈટે, આવા સરસ લેખ લખીને અને તેને ઓનલાઈન બનાવીને. કરુણા, માયા, મમતા એ જ માણસના સાચા ગુણૉ છે,સાથી છે.

 58. Vishal Sanjanwala says:

  ખરેખર ખુબ જ ઉઁડાઈ છે આ Story ની અંદર. ઘણીવાર આપણે આપણી આસપાસ આ જ બધુ જોતા હસુ પણ મહેસુસ કરતા નથી, કે તેના પર ધ્યાન આપતા નથી. i really like ur way of thinking & mainly write in these words. i want to say thanks as now i feel it this..

  Vishal Sanjanwala
  (Director)
  (CAT COMPUTERS – Rajkot)

 59. Dear Bijal didi,

  I wish I can touch your feet and take some blassing from you. You turley are my hero. I have always believed that God gives you enough for your self. He knows how much you can take and handle… I have always tried to help others as much as I can and how ever I can… But your story was just way too much for me… I cried like a little baby as I felt that the poor father was me and it was my daughter who was asking me for food… God for bit and touch wood – none of us has to see that kind off day ever in our life… You are truely an angle…

 60. nayan panchal says:

  I’m speechless.

  Really very meaningful story. The real meaning of life lies in such small small things.

  I’m really thankful to Readgujarati n the author for publishing such heart-warming stories. Whenever I complain for small things (like food is not tasty,job is boring), such stories make me realize that I’m very fortunate. Instead of complaining, I should try to be helpful to real needy people.

  Thanks and God bless all.

  nayan

 61. Ashish makadia says:

  It was wonderful story.Now a day it is difficult to find a person like u who help a hungry girl.In today’s world people are self-oriented and no one have a time to look outsight of his or her busy life.I would like to help poor people.

  Ashish,
  Melbourne

 62. Mittal says:

  hi dear bijal
  me aa story read kari sachu j read karta kartaj radi padi,Prabhu aapne jetli shakti seva karva mate aape 6e tena thi aapne pa6u na hatvu joe e,mane aava moko jyare madse tyare hu chokas seva kari mari jat ne khusnasib manis
  and all the best for next story
  bye

 63. neha says:

  really eyes got wet while reading bijal

 64. Karsan G.Bhakta says:

  Kabir kahe Kamalko, doa batan shikh le,
  kar saheb ki bandgi or bhukhe ko kuchh de.

  Bijal bahen; very touchy, satyaghtana, personally I,always love non-fiction true humanitarian events;
  keep up good work

 65. chetna.Bhagat says:

  બહુજ સરસ્.. ઍક દમ દિલ ને સ્પર્શિ જાય ઍવિ ઘટના.. !!!

  આભાર…. !!!

 66. priti shah says:

  આ લેખ વાન્ચતા આખમા પાણિ ન આવે તો આ લેખ વાન્ચ્યા નો શો અર્થ્ ? તેમજ કોઇ દુખેી જોઇને અનુકમ્પ ન જન્મે તો આ લેખ વન્ચ્યાનો પણ કોઇ અર્થ નથેી, ફક્ત સમય નેી બર્બાદિ.

 67. Gargi says:

  માનવીય સંબંધોની અનેક વાતો જે પુસ્તકો ન સમજાવી શકે એ ક્યારેક આપણી આસપાસ બનતી આવી નાની મોટી ઘટનાઓ સુપેરે સમજાવી દે છે. ……….really good one.

 68. girish says:

  તારુ તુજ્ને અર્પન કદાચ ઇસ્વરે આપન્ને વાહ્ક જ નિમ્યા હોય્…..
  જ્ન જ્ન મા વ્સ્યો તુ જેમ મારા મા…………..

 69. khyati says:

  Bijal ben, appni varta khub gami.Ne vadhare gamu appnu udarta panu.

  Appni vat sachi che k appna desh ma eva ketlay parivar che k jemne appna jeva loko ni khub jarur che.

  Hu appne ahe maro ek prasang kehva mangu chu.Aa prasang mare potani life no che. Tame ahe Bap ane dikri ne vat kari to hu tamne mare ane mara Pita ne vat karish.

  Mare mummy na nidhan pachi. Hu ne papa ekla padi gaya hata. Tunk j samay ma mare sagai thay.Sagai to thay pan mane vichar awyo k hu jati rahish to mara pappa ekla padse aa vat mai mara pappa ne kari.

  jem pela garib bape kidhu k mare upvas che, emm mara pappa e kidhu k hu to rahi shakish, tari jindgi ne sharuat che tare khub aagal javanu che. Yogya patra malu che to eno sath lay ne jivan ma aagal vadhvanu che hu to jindgi rupi dariya na kinare betho chu tare to haju dariyo par karvano che. Aache udarta ek Pita ni

  I Love my Pappa very much.

  Appne reply appva vinanti.

 70. Tejal says:

  The story is really heart touching. The way you have described moral of the story is amazing. To thought of considering ourselves lucky in such scenario is superb !!

  Many many congrats to writer for describing thoughts in fabulous manner. !!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.