દામ્પત્યનો રમ્ય-સુરમ્ય રાગ – જયવતી કાજી

મને ઘણી વખત વિચાર આવે છે, લગ્નસંસ્થાની શોધ કોણે કરી હશે ? સ્ત્રીના ફળદ્રૂપ ભેજામાં એ ઉદ્દભવી હશે કે પછી પુરુષે પોતાના અહંને પોષવા માટે એ ઊભી કરી હશે ? પહેલાં તો હું એમ જ માનતી હતી કે આ પુરુષશાસિત સમાજમાં લગ્નસંસ્થા પુરુષે જ શોધી કોઢી હશે. ફેંચ લેખક સાયમોન ડી. બૉવર ભારપૂર્વક કહે છે કે પુરુષોએ જ લગ્નસંસ્થા ઊભી કરી છે કે જેથી સ્ત્રીઓ બીજે નંબરે એમને સ્થાને ઊભી રહે ! વધુ વિચાર કરતાં મને એમ થાય છે કે પુરુષ જાણીને આવી પ્રથા શા માટે ઊભી કરે ? પોતાનું સ્વાતંત્ર્ય એ શા માટે ગુમાવે ? શા માટે એ પોતાનો પ્રકૃતિદત્ત આક્રમક સ્વભાવ છોડે અને બધાંય કરતાં શા માટે એ લગ્ન જેવી ખર્ચાળ જવાબદારી ઉપાડે અને વહોરી લે ? એટલે ક્યારેક થાય છે એ લગ્ન જેવી ખર્ચાળ જવાબદારી ઉપાડે અને વહોરી લે ? એટલે ક્યારેક થાય છે કે ‘લગ્ન’ સ્ત્રીએ જ ઊભું કયું હશે અને પુરુષે એ વાતવાતમાં સ્વીકારી લીધું હશે !

મારી યુવાન પુત્રીનાં લગ્ન થયાં તે પહેલાં મારે ઘણી વખત એની સાથે લગ્નસંબંધી ચર્ચા થતી. હું એને મજાકમાં કહેતી, ‘તારે તારા પતિને એક વખત વશ કરી લેવાનો. બસ, એને તારો બનાવી લે. એક વખત એ તારો થઈ જાય એટલે ગંગા નાહ્યાં ! પછી એ તારું ઘણું બધું સાંખી લેશે ! તારી ખર્ચાળ ટેવો એ ચલાવી લેશે. કદાચ શાક જરા કાચું રહ્યું હશે તો પણ એ ખાઈ લેશે, અને કદાચ ઋતુ બદલાતાં તને ‘સાયનસ ટ્રબલ’ થતી હશે તોપણ એ નિભાવી લેશે.’
‘પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે “એ” “એક” પુરુષને પોતાનો કેવી રીતે કરવો ?’ અમૃતા આંખમાં ચમક સાથે મને પૂછે છે.

પાંચ હજાર વર્ષ પૂર્વ કૃષ્ણની એક પટરાણી સત્યભામાએ દ્રૌપદીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ‘બહેન, એવું તે તમે શું કરો છો કે આવા પાંચ પાંચ સમર્થ પાંડુ પુત્રોના હૃદય પર એકચક્રે શાસન કરો છો ? તમે એમને કેવી રીતે વશ કરી શક્યાં છો ? કોઈ જાદુટોણા-મંત્રતંત્ર કે જડીબુટ્ટી રાખી છે ? કંઈક તો કહો.

દ્રૌપદીએ પ્રત્યુત્તરમાં કહ્યું હતું : ‘મારામાં રહેલા અહંકારને દૂર કરીને મારા નારીત્વને પૂજાના ફૂલની જેમ નિષ્કામ પ્રેમના જળથી સુગંધિત કરીને પતિઓમાં ઠાલવી દઉં છું. કોઈ પણ પરિસ્થિતિમાં ઈર્ષ્યાથી વ્યાકુળ ન થવાનો પ્રત્યન કરું છું. એમને પ્રિય ભોજન હું જાતે બનાવું છું. મારા દુ:ખ અને ચિંતાનો બોજો એમના માથા પર હું નથી નાખતી. એમની ચિતામાં ભાગીદાર થઈને મારા વિચાર હું દર્શાવું છું. એમને ન ગમતાં કામ હું પણ પસંદ નથી કરતી. એમની પસંદ-નાપસંદ એમના કહ્યા વગર હું સમજી જાઉં છું. નકામા વાદવિવાદમાં મારું મન ક્યારેય પડતું નથી. આચારવિચાર, ભોજન, આરામમાં હું સંયમ રાખું છું. નથી એમની આગળ બિનજરૂરી ફરિયાદોનો હું ઢગલો કરતી કે કોઈ વાત એમનાથી છૂપી રાખતી નથી. એમની સામે એમના વંશ કે મા કુંતી વિષે એક પણ વિરુદ્ધ શબ્દ બોલતી નથી. પિયરના ઠાઠ, વિલાસ, મોટાઈ ક્યારેય પતિ સામે વખાણતી નથી. એ જ રીતે કોઈ બીજા પુરુષના ધન, ઐશ્વર્યની સરખામણી કરીને મારા ભાગ્યને દોષ દેતી નથી. સતત મારી કામનાઓ અને ઈચ્છાઓને પતિ સામે પ્રગટ કરવાની મને જરૂર નથી લાગતી. પતિ સામે મને મારી જાતને સતેજ, સુંદર અને ચિરયૌવના રાખવાનો પ્રયત્ન કરું છું. પતિને કારણે જ આપણે સુખી છીએ એટલે ચિરયૌવના રાખવાનો પ્રયત્ન કરું છું. પતિને કારણે જ આપણે સુખી છીએ એટલે આપણે વાસ્તવમાં પ્રેમ આપીએ છીએ. એ અનુભવ કરવાનો મોકો આપવો એ શું મારું કર્તવ્ય નથી ?

પતિનાં સુખ જ ફક્ત આપણાં નથી. દુ:ખ પણ આપણાં છે. દુ:ખમાં, આપત્તિમાં પતિને હિંમત આપવી, શક્તિ આપવી એ સ્ત્રીનો ધર્મ છે. બસ ! આ બાબતો પર હું ધ્યાન આપું છું. યોગ્ય પત્ની બનવું એ પણ એક સાધનાનું ફળ છે.’ દ્રૌપદીએ સત્યભામાને આપેલો આ પ્રત્યુત્તર કેટલો યથાર્થ છે. આટઆટલી સદીઓ વિતવા છતાં કેટલો પ્રસ્તુત છે !

રાધાને એની સખીએ પૂછ્યું હતું : ‘સખી, કૃષ્ણને તું આટલો બધો પ્રેમ કરે છે તો કહે તો ખરી, કૃષ્ણનું તને શું ગમે છે ? ના, ના, કંઈક તો તને એનું જરૂર વિશેષ ગમતું જ હોવું જોઈએ !’ રાધા સખીને જવાબ આપે છે : ‘બહેન, કૃષ્ણ જે કરે છે તે બધું જ મને ગમે છે !’
રાધા કૃષ્ણને કહે છે, ‘હું આપની છું.’ રાધા માટે તો કૃષ્ણની ઈચ્છા એ એની ઈચ્છા. ક્યાંય જુદાપણું નથી, અલગતા નથી. સંપૂર્ણ અદ્વૈત અને ઐક્ય છે… સેંટ હેલિના ટાપુ પર યુરોપને ધ્રુજાવનાર જગતનો મહાન સેનાપતિ અને ફ્રાંસનો સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ પરાજિત થઈ બંદીવાન દશામાં હતો ત્યારે એણે પોતાની રોજનીશીમાં લખ્યું હતું : ‘અત્યારે મારા હૃદય પર બે જ નામ અંકિત થયેલાં છે. ફ્રાન્સ અને જોસેફાઈન’

પુરુષના હૃદયને પોતાના પ્રણયપાશમાં બાંધી રાખતી સ્ત્રીમાં એવો તે કયો જાદુ હશે ? સામાન્ય રીતે આપણો એવો ખ્યાલ હોય છે કે સ્ત્રી પુરુષનું મન હરી લે છે એનાં સૌંદર્ય અને યૌવનથી; પણ એવા કેટલાય દાખલાઓ આપણને મળશે કે જ્યારે સૌંદર્ય વિલાઈ ગયું હોય અને યૌવન ઓસરી ગયું ત્યારે પણ જે પુરુષે યૌવનમાં પ્રેમ કર્યો હતો તેઓ જ ઉત્કટ પ્રેમ અને આદર એની પ્રૌઢાવસ્થામાં પણ ટકી રહ્યા હોય ! એકબીજાનાં સંગમાં જ બન્ને સુખી હોય. પુરુષના હૃદયને એના પેટ દ્વારા જીતી શકાય એવી એક માન્યતા છે. છોકરીઓને કહેવામાં આવે છે, ‘Win the heart of a man through his stomach’ એટલે તો આજે ઢગલાબંધ વાનગીઓનાં પુસ્તક બજારમાં મળે છે. વર્તમાનપત્રોમાં પણ ‘રેસિપી’ અપાય છે અને સ્ત્રીસંસ્થાઓ દ્વારા પ્રાદેશિક-વિદેશી વાનગીઓના વર્ગો ચલાવવામાં આવે છે. ‘ડેમોસ્ટ્રેશન’ રાખવામાં આવે છે પણ મને લાગે છે કે પુરુષના હૃદયને પેટ દ્વારા પામવાની વાત તો લાકડીને ઊંધી બાજુએથી પકડવા જેવી છે !

આજે લગ્નજીવનના દાયકાઓ પછી મારે કહેવાનું હોય તો હું કહું કે તમારા લીસ્ટમાં કૃતજ્ઞતા મૂકો, પછી કદરદાની અને પ્રશંસા. જે સ્ત્રીને પતિ સાથે બરાબર ફાવી જાય છે તે પતિના દોષો સાથે કેવી રીતે ફવડાવી લેવું – ચલાવી લેવું તે જાણે છે. એ સતત એને સુધારવા કે મઠારવા મંડી રહેતી નથી. એ એના વ્યક્તિત્વનો આદર કરે છે. દરેક વ્યક્તિમાં ગુણ સાથે દોષ અને ઊણપ પણ હશે જ. કોઈ સંપૂર્ણ હોતું નથી. સફળ લગ્નજીવન જોઈશું તો જણાશે કે પતિપત્ની બન્ને એકબીજાની વિચિત્રતાઓને અને બિનરુચતી ખાસિયતો પ્રત્યે દુર્લક્ષ સેવે છે, અથવા તો એને ગૌણ બનાવી દે છે, અને પ્રેમની લાગણીને પ્રાધાન્ય આપે છે. આને લીધે એમનો સંબંધ ટકી રહે છે.

સમજદાર અને પરિપક્વ પતિ-પત્ની મતભેદોને સ્વાભાવિકતાથી દૂર કરવા પ્રયત્ન કરશે. કેટલાકનો ઉકેલ લાવશે – કેટલાકને બાજુએ રાખતાં શીખશે અને અંતે બન્ને એકબીજાને સરસ રીતે અનુકૂળ થઈ જશે.
સુનિતાની ફરિયાદ છે : ‘મારા પતિરાજ વખત જ નથી સાચવતા. થિયેટર પર મને મળવાનું કહે અને પિક્ચર શરૂ થઈ જાય ત્યાં સુધી આવે જ નહિ ! સ્ટેશન પર મળવાનું કહે અને હું રાહ જોઈ જોઈ થાકી જાઉં ત્યારે સાહેબ પધારે…’
‘આલોક બહુ જ ચા પીએ છે. દિવસમાં કેટલા કપ ચા પીવાની હોય !’ અર્ચના કંટાળા સાથે કહે છે. ‘ફ્રીજમાંથી આઈસ લઈને ટ્રેમાં ફરી પાણી ભરી ફ્રીઝરમાં મૂકવાનું સૌમિલને સૂઝતું કેમ નહિ હોય ? બરફની ટ્રે રસોડાના પ્લૅટફૉર્મ પર ખાલી કરવાની ! રસોડામાં પાણીનો રેલો નીકળે તે મારે સાફ કરવાનો !’ વૈશાલી કહે છે.

હા, હા. આના જેવું કંઈ ને કંઈ તમારાં ઘરમાં પણ બનતું હશે. તમને ગુસ્સો પણ આવતો હશે. આવું બધું કેટલો વખત ચલાવી લેવું એમ પણ થતું હશે. પતિને પણ પત્નીની કેટલીક ટેવો ખટકતી હોય છે પરંતુ પત્નીને થાય છે કે મારા પતિમાં એવું પણ કેટલુંક છે જે મને પ્રિય છે, મને ગમે છે. કારણ કે તે એના પતિને ચાહે છે.

સાચો પ્રેમ અંધ હોતો નથી. પ્રેમ તો દષ્ટિ છે. એ દોષ પણ જુએ છે અને ગુણ પણ જુએ છે. અને વિના સંકોચે સહજ રીતે એ સ્વીકારી લે છે કે કોઈ સંપૂર્ણ હોતું નથી. કવિશ્રી સુન્દરમે કહ્યું છે કે અસુંદરને પણ સુંદર બનાવવાની તાકાત પ્રેમમાં છે. ડૉ. ટેવરીચ કહે છે : ‘પતિ-પત્ની બન્નેએ વિનોદવૃત્તિ અને સહિષ્ણુતા કેળવવાની છે. નાની વાતને બહુ ગંભીર રીતે ન જુઓ. હાસ્યવિનોદથી એને હળવી કરો. ટૂંકમાં રાઈનો પર્વત ન કરો. સામી વ્યક્તિને જે છે તે જ સ્વરૂપે સ્વીકારી લેવાની જરૂર છે.

પતિ પણ જાણે છે કે જે સુંદર, આકર્ષક અને મોહક સ્ત્રી સાથે રાત્ર એ પાર્ટીમાં કે સમારંભમાં ગયો હતો એ જ સ્ત્રી સવારે એને નાસ્તો આપતી વખતે નહિ હોય ! પત્નીના આ સ્વરૂપ માટે તે તૈયાર છે પણ એ સવારે ઊઠીને ચા કે કૉફી પીતાં પીતાં છાપું જોતો હોય તે વખતે એને નાનાં મોટાં કામની યાદ ન દેવડાવો. સમય અને મૂડ પારખીને જ અગત્યની વાત કરવી સારી.

કોઈ કહેશે, આજ કાલ માત્ર સરસ રસોઈ કરો કે ઢીંગલીની માફક માત્ર બની ઠનીને ફરો એ નહિ ચાલે. તમારા પતિના વ્યવસાયમાં રસ લો. એને રમતગમત – સંગીત જેમાં રસ હોય તેમાં તમે પણ રસ લો. આવી જાતજાતની સલાહો અને માહિતીઓ છતાં થોકબંધ લગ્નો તૂટી જતાં હોય છે, અને સાથે કેટલાંક યુદ્ધ જહાજની માફક મજબૂત રીતે બંધાયેલાં અને સંકળાયેલાં હોય છે. જીવનસંગ્રામમાં તેઓ અડીખમ એક ટીમ બની ઊભાં રહેતાં હોય છે, તો એનું રહસ્ય શું હશે ! મેં જોયું છે કે સરસ રસોઈ કરનાર અને ચોખ્ખુંચટ ઘર રાખનાર સ્ત્રી દુ:ખી થતી હોય છે અને લહેરથી રગશિયું ઘર ચલાવનાર સ્ત્રી ક્યારેક સુખી હોય એવું પણ બને. કેટલીક સ્ત્રીઓ હોય છે, જે તેજસ્વી હોય, પતિ કરતાં જેને ધંધાનું જ્ઞાન વિશેષ હોય છતાં એમનો સંસાર સુખે ચાલતો હોય છે. તો એવું પણ બનતું હોય છે કે શૅરોમાં ‘બ્લુ ચીપ્સ’ એટલુંય ન સમજતી સ્ત્રી અને પતિ અર્થશાસ્ત્રનો પ્રાધ્યાપક હોય છતાં સુખેથી એ પતિપત્ની રહેતાં હોય ! ઘણી સ્ત્રીઓ આકર્ષક અને લાવણ્યમયી હોય છે. પરંતુ એ બધાંનો પ્રભાવ એના પતિ પર હોય જ એવું પણ નથી બનતું.

સફળ, સુખદ અને સંવાદી દામ્પત્ય માટેની કોઈ એક ફોર્મ્યુલા નથી. કોઈ એક નિયમ કે સૂત્ર નથી. પરંતુ એ વાત તો નક્કી છે કે સફળ લગ્નજીવનમાં કશું જ એક તરફી કે એક પક્ષીય હોતું નથી. એ યાત્રા પતિપત્ની બન્નેની સહિયારી છે. બન્નેએ જે મળ્યું તે ક્ષણે ક્ષણે સાર્થક કરતાં રહેવાનું છે. તેમ છતાં ‘સ’ થી શરૂ થતા આ પાંચ શબ્દ-સૂરો – (1) સ્નેહ (2) સન્માન (3) સ્પર્શ (4) સમય અને (5) સહકાર – જો એ સંબંધમાં ભળે તો દામ્પત્યજીવન સૂરીલું અને સુમધુર બની રહે.

સ્નેહ તો સુખદ દામ્પત્યજીવનનો આત્મા છે. એની સાથે અન્યોન્ય માટે માન અને આદર પણ જોઈએ. રોજિંદા વ્યવહારમાં વિવેક અને વિનય હોવા જોઈએ. આપણે બહારના લોકો સાથે વિવેકથી વર્તીએ છીએ. પણ ઘણીયે વખત સ્વજનો સાથે જ કઠોર અને રુક્ષ વ્યવહાર કરતાં હોઈએ છીએ ! લાગણીસભર સ્પર્શ દિલને સ્પદિંત કરે છે. પ્રેમનો અહેસાસ કરાવે છે. નાનીનાની વાતો માટે – હાસ્યવિનોદ માટે અને એકમેકનું સાન્નિધ્ય અને સાહચર્ય માણી શકાય એ માટે પતિપત્નીને સમય હોવો જોઈએ. વ્યસ્ત જીવનમાં એમણે આ સમય ફાળવી લેવાનો હોય છે કારણ કે આ સમય જ આ સંબંધને ઘનિષ્ઠ બનાવે છે. એકબીજાના સહકાર વગર તો જીવન ચાલે જ નહિ.

‘સ’ થી શરૂ થતાં આ પાંચ શબ્દોનાં સોપાન જે એકમેકના સંગાથે ચડી શકે છે, તેમનું દામ્પત્ય સુરમ્ય બની રહે, પછી તો સૌ સૌનું પ્રારબ્ધ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતઘડીએ આપણે સૌ – રિદ્ધિ દેસાઈ
હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’ Next »   

23 પ્રતિભાવો : દામ્પત્યનો રમ્ય-સુરમ્ય રાગ – જયવતી કાજી

 1. neetakotecha says:

  badhi vat sachi pan southi sachi vat etle e k

  EK BIJANA SAHKAR VAGAR TO JIVAN CHALE J NAHI.

  bas aa vat j barobar che. koi 1 vyakti pase thi vadhare padti aasha rakhine dampaatya jivan kantada rup n banavvu joiye.
  baki lekh saras hato.

 2. bharat dalal says:

  Affection-Love -should be without any consideration. Friends whose freindship is without any consideration when get married are not happy because considerations start; ie demands; and marraige turns sour.

 3. Dilip Patel says:

  સુખી લગ્નજીવનનો પાઁચ શબ્દોમાઁ આપેલો સાર સારો લાગ્યો. ” (1) સ્નેહ (2) સન્માન (3) સ્પર્શ (4) સમય અને (5) સહકાર – આ પાંચ શબ્દોનાં સોપાન જે એકમેકના સંગાથે ચડી શકે છે એનુઁ દામ્પત્યજીવન સૂરીલું અને સુમધુર બની રહે”.

 4. sneh,sanmaan,sparsh,samay,sahakaar :all of these make a loving and happy married life.
  The writer deserves many congratulations.

 5. dr sudhakar hathi says:

  ખુબાજ સુન્દર લેખ દ્રોપદી ની વાત ગણી સમજવા જેવી છે તેની વાતો જીવન મા ઉતારવાથી ઘણા કોયડા ઉકેલાય

 6. payal says:

  lekh sachhej khub saras hato.
  ane dropadi ni vaat aaje pan sachi lage avi che kemke jamano badlayo che pan manvi aje pan ej che.

 7. abc says:

  five suggestion are very appropriate and applicable.
  However, Drupadi’s example is questionable and requires a deeper thinking in multiple dimensions.
  She was taken a back when Arjun Married Subhadra ( Krishna’s sister) and when Arjun married brought other wives…..

  Write-up is one dimensional. and does not considers any issues presents in this time.

 8. ASHVIN GJJAR says:

  mane aa lekh khubaj saras lagyo . tenu collection to karish ane badhane teni samaj aapish.

 9. Suhas Naik says:

  Absolutely great article and useful too…Thanks…!

 10. anamika says:

  good artical………

 11. mohit parikh says:

  Nice article. As per who starter the marriage institution, I think it is more likely to be a female. at least, females have the most logical reasons to have an institution like marriage. Of course, it had to be backed by males. but…

 12. jyoti patel says:

  aa lekhe mara jivan ne navo aop aapyuo che.aatlo life touch karide teva lekh aagni na vedhe ganay tetla hase temano aa aek che.

 13. Paresh says:

  કોઈ સંપૂર્ણ સારૂ નથી હોતું અને કોઈ સંપૂર્ણ ખરાબ પણ નથી હોતું, સારૂ ધ્યાને રાખો અને ખરાબ પ્રત્યે દુર્લક્ષ સેવો તે જ દરેક સંબંધનો પાયો છે. નહીતર કારણ વગરનો સંઘર્ષ છે જ. સુંદર લેખ.

 14. Bharat Lade says:

  very good article

 15. એક દીવસ એક સરદારજી ને વિચાર આવ્યો કે આવતા ભવે ગુજરાતમાં જન્મ લઉં.
  શ્રાવણ માસના એક પવિત્ર સોમવારે સરદારજીએ શંકરનું ઘોર તપ કરવાનું શરું કર્યું. વર્ષોના વર્ષો વીતવા માંડ્યાં.એક દિવસ ભગવાન શંકર પ્રગટ થયાં અને બોલ્યાં માગ, માગ તે આપું સરદારજી!
  સરદારજી કહેઃ ‘આવતા જન્મે મને શાંત એવા દાળભાત ખાઉ ગુજરાતમાં જન્મ આપો’
  ભગવાનઃ ‘અરે, આટલી ભયંકર તપસ્યા પછી આટલું અમથું વરદાન!, જા- તથાસ્તુ!’
  સરદારજીઃ ‘વારુ, ભગવાન, બીજું એક કષ્ટ પણ દૂર કરો.’
  ભગવાનઃ ‘ઝટ માગ, અલ્યા મૂરખના સરદાર’
  સરદારજીઃ ‘હું રહ્યો જાડી બુદ્ધિનો જાટ, મને ખાલી પંજાબી આવડે. હું ગુજરાતમાં જન્મું અને ગુજરાતી ના શીખી શકું તો?’
  ભગવાનઃ ‘જા તું ઉંઝાટિયાના ઘરમાં જન્મ લઇશ બસ, ઉંઝાસ્તુ!’

  (ઉંઝાજોડણીના પ્રચારની પાછળ આદુ ખાઈ પડેલા લોકો પરનો કટાક્ષ જોક.)

 16. Mona Pravin says:

  Just amaizing writing.
  I really like it.
  Thanks Jaivatiben.
  Jai shree krishna

  Mona
  from singapore.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.