હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’

[રીડગુજરાતીના તમામ વાચકમિત્રોને 60મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જયહિંદ ! ]

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દામ્પત્યનો રમ્ય-સુરમ્ય રાગ – જયવતી કાજી
અખોવન – પ્રીતમ લખલાણી Next »   

23 પ્રતિભાવો : હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’

 1. neetakotecha says:

  aapne tatha mara sarve vachak mitro ne swatantra divas ni shubh kamna.

 2. HAppY iNDepeNDeNce DAY TO ALL ..!!!!!

 3. gopal h parekh says:

  happy independence day to all the readers of readgujarati.com

 4. સુંદર કાવ્ય અને એવી જ ઉદાત્ત ભાવના…

  સૌ મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ…

 5. Pravin H. Shah says:

  ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
  કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

  સૌ મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ…

 6. સંતાન સૌ તમારાં !

  બહુ સુંદર કાવ્ય અને ઉચ્ચ ભાવ વાળું કાવ્ય.

  સૌ મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ…

  ગઝલની ઢબનું (કાન્તનું) આ કાવ્ય જોઇ સુખદ આશ્ચર્ય અને આનંદ થયો.

 7. dharmesh Trivedi says:

  ધર્મેશ ત્રિવેદિ તરફ થિ આપ

  સૌ મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ…

 8. ruju mehta says:

  Happy Independence Day!!!

  This poem reminds my school days to me….

 9. Amit B. Dave says:

  Happy 60th Independence Day. Bharat Mata ki Jai.

  Namaste,
  Amit Dave

 10. mohit parikh says:

  Happy Independence day to all. Beautiful kavita by Kant.

 11. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  સૌની સમાના માતા, સૌ એ સમાન તેથીઃ
  ના ઉચ્‍િચનિચ કોઇ, સંતાન સૌ તમારા.

  સ્‍વાતંત્ર દિન અંગેની કલ્‍પનાને ખુબ સરસ શબ્‍દોમાં કંડારી છે.

  સ્‍વાતંત્રદિનની સૌને શુભકામનાઓ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.