સ્મરણ થઈ જાય છે – આબિદ ભટ્ટ

કોઈનું જ્યારે સ્મરણ થઈ જાય છે,
રાત આખી જાગરણ થઈ જાય છે.

અન્યનો તો લાગતો બકવાસ પણ,
તું કહે તો આચરણ થઈ જાય છે.

સાંભળ્યું તારી ગલીનું નામ તો,
ઊડતા મારા ચરણ થઈ જાય છે.

જો સહારો શબ્દનો પણ ના મળે,
અશ્રુનું વ્હેતું ઝરણ થઈ જાય છે.

ને ગઝલ લખવા અગર બેસું કદી,
કલ્પનાનું ત્યાં હરણ થઈ જાય છે.

ને પ્રતીક્ષાની ઘડી જો હોય તો,
યુગ સમી એકેક ક્ષણ થઈ જાય છે.

કોઈ આપે દર્દ તો એ દર્દ પણ,
જીવવાનું ઉપકરણ થઈ જાય છે !

પાંપણો ઢાળું કદી હળવાશમાં,
ત્યાં જ તારું અવતરણ થઈ જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રકાશનું પ્રતિબિંબ – અનુ. એન.પી. થાનકી
પાંદડે પાંદડે મોતી – સં. મહેશ દવે Next »   

12 પ્રતિભાવો : સ્મરણ થઈ જાય છે – આબિદ ભટ્ટ

 1. Bapu says:

  સુ વાત ….!!!

 2. neetakotecha says:

  wahhhhhhh khub saras

 3. Mast Calandar says:

  Supperb msg heart touching n real amazing feelings

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice gazal..!!!

  “પાંપણો ઢાળું કદી હળવાશમાં,
  ત્યાં જ તારું અવતરણ થઈ જાય છે.”

 5. dharmesh Trivedi says:

  પાંપણો ઢાળું કદી હળવાશમાં,
  ત્યાં જ તારું અવતરણ થઈ જાય છે.
  વાહ ભૈ મઝા આવિ હો!!!!!!

 6. Mittal shah says:

  પાંપણો ઢાળું કદી હળવાશમાં,
  ત્યાં જ તારું અવતરણ થઈ જાય છે.

  just suuuuuuuuuuuuuuuuperb.
  akhi gazal khubaj saras che, pan aa be panktio to dil ne dolavi gai………………….

 7. pathik Thaker says:

  શુ વાત છે બાપુ !!! મજા આવિ ગઈ મજા

 8. M S Jadeja says:

  આહા ઘ્ણી સૂન્દ્ર ગ્જ્લ હ્તી…ક્વીનૅ ધ્ન્ય્વાદ્.

 9. Ephedra based….

  Ephedra….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.