વસમું લાગ્યું – ગોવિંદ ગઢવી ‘સ્મિત’

ડાળેથી વિખૂટા પડતાં વસમું લાગ્યું
રજકણથી સંગાથે ઉડતાં વસમું લાગ્યું

સફળ થવાનો વિકટ રસ્તો સહેલો લાગ્યો
નિષ્ફળતાની કેડી ચડતાં વસમું લાગ્યું

ગણપતિ સ્થાપન પૂજી કંકુ થાપા દીધા
ભીંત ઉપર લાગણીઓ જડતાં વસમું લાગ્યું

એ દોસ્ત નથી સહેલું તું પણ અજમાવી જો જે
આંખેથી આંસુને દડતાં વસમું લાગ્યું

ધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું
જીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું

અઢળક બીબાનું સર્જન કરતા ઈશ્વરને
એક જ ઘાટ ફરીથી ઘડતાં વસમું લાગ્યું

કંઈક ફણીધર આડા ઊતર્યા, કંઈ થયું ના
ઈર્ષાનો એરૂ આભડતાં વસમું લાગ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અણસાર હોય તો ? – ગોવિંદ રા. ગઢવી
ગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક Next »   

26 પ્રતિભાવો : વસમું લાગ્યું – ગોવિંદ ગઢવી ‘સ્મિત’

 1. pragnaju says:

  ડાળેથી વિખૂટા પડતાં ,રજકણથી સંગાથે ઉડતાં,
  નિષ્ફળતાની કેડી ચડતાં ,ભીંત ઉપર લાગણીઓ જડતાં, આંખેથી આંસુને દડતાં,જીવતરનું પાનું ઉઘડતાં,એક જ ઘાટ ફરીથી ઘડતાં ખાસ વસમું ના લાગ્યું!… પણ ઈર્ષાનો એરૂ આભડતાં અતિવસમું લાગ્યું. જાણે મારા,તારા સૌના અનુભવની વાત!
  ખૂબ સરસ ગઝલ

 2. neetakotecha says:

  dharya mujabnu kai hatu na to paan vanchiu
  jivatrnu panu ugadta vasmu lagiu

  khub saras . badhi j pankti o khub saras che pan aa 2 pankti ma to jane aakhu jivan rakhi didhu che.

 3. AMI says:

  કંઈક ફણિધર આડા ઉતર્યા, કંઈ થયું ના,
  ઈર્ષાનો એરુ આભડતાં વસમું લાગ્યું!

  આપણા પોતાના જ જીવનની જ વાત, કેટલી સહજતાથી કવિતમાં મુકાયેલી જોઇને, વસમાં પ્રસંગો યાદ આવ્યા, પણ ઘણાને આવાજ અનુભવો થયા છે એ પ્રતિતી પણ થઈ. ખુબ જ અસરકારક ગઝલ.

 4. Hiral Thaker 'Vasantiful' says:

  “ગણપતિ સ્થાપન પૂજી કંકુ થાપા દીધા
  ભીંત ઉપર લાગણીઓ જડતાં વસમું લાગ્યું”

  “અઢળક બીબાનું સર્જન કરતા ઈશ્વરને
  એક જ ઘાટ ફરીથી ઘડતાં વસમું લાગ્યું”

  Very nice gazal..!

 5. Ketan Shah says:

  ધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું
  જીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું

  ખુબ જ અસરકારક રચના.

  કેતન

 6. dr.jagdip nanavati says:

  wah…..govindbhai……wah……

 7. Mittal shah says:

  કંઈક ફણીધર આડા ઊતર્યા, કંઈ થયું ના
  ઈર્ષાનો એરૂ આભડતાં વસમું લાગ્યું.

  sachchej, ketli sahajtathi vastaviktane be pankti ma kandari che!!!!!!!!!!!!!!!!
  kai ketluy thai jay che jivan ma ………..chatay kai na thayu. pan jya irshya avi, vasmu lagyu.

 8. Mittal shah says:

  કંઈક ફણીધર આડા ઊતર્યા, કંઈ થયું ના
  ઈર્ષાનો એરૂ આભડતાં વસમું લાગ્યું.

  sachchej, ketli sahajtathi vastaviktane be pankti ma kandari che!!!!!!!!!!!!!!!!
  kai ketluy thai jay che jivan ma ………..chatay kai na thayu. pan jya irshya avi, vasmu lagyu?????????????????????????????

 9. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  ડાળેથી વિખુટા પડતાં વસમુ લાગ્‍યુ
  રજકણથી સંગાથે ઉડતાં વસમુ લાગ્‍યુ

  ખુબ સરસ રચના છે.

  અમારી આપને શુભકામનાઓ

 10. Aankhethi aansune dadtaa vasamu laagyu ! ohoho! Kavi gajab kari ! vichaar kartaa kari
  mooke evu kaavya ! Abhinandan !

 11. Effexor. says:

  Effexor alcohol abuse….

  Effexor. Effexor withdrawal duration. Effexor xr and diabetis….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.