પસ્તીવાળો ! – ચિત્રસેન શાહ

[રમૂજી લેખ – ‘ધણીને ધાકમાં રાખો’ પુસ્તકમાંથી સાભાર.]

‘પ્યાલા બરણીવાળી’ અને ‘પસ્તીવાળો’ એ સ્ત્રીઓના આર્થિક વ્યવહારનાં બે મહત્વનાં અંગ છે ! સ્ટીલના વાસણના બદલામાં એક કપડું ઓછું આપવા કે પસ્તીવાળાને એક પેપર વધારે ન આપવા માટે સ્ત્રીઓ મરણિયા પ્રયાસ કરે છે !

એ પસ્તીવાળાની વાત આજે કરવાની છે ! જેમ ચોપાટીના ભેલપૂરીવાળાઓએ ‘ભેલપૂરી’ વેચી વેચીને બંગલા બંધાવ્યા છે તેમ ઘણા પસ્તીવાળાઓ પણ પસ્તી વેચાતી લઈને ‘પેપરમિલ’ ના માલિક બની ગયાના દાખલા ઈતિહાસમાં નોંધાયેલા છે ! અમારે ત્યાં એક પસ્તીવાળો આવતો જે તેના ધંધાની આગવી સૂઝ ધરાવતો હતો ! એક ત્રાજવું (જે પણ સાચું હશે કે કેમ તે રામ જાણે) અને એક અર્ધા કિલોનું વજન આ બે તેનાં સાધનો ! અર્ધા કિલોના વજનથી તે પસ્તીનું વજન કરે છે. પસ્તીવાળું પલ્લું દસ ટકા જેટલું નમતંો રાખે છે. પછી તે ‘અર્ધો કિલો પસ્તી’ – અર્ધા કિલોના વજનવાળા પલ્લામાં નાખી બીજી એક કિલો પસ્તીનું વજન કરે છે ! આ વખતે પણ તે પસ્તીવાળું પલ્લું દસ ટકા જેટલું નમતું રાખે છે ! આ પ્રમાણે એ દર વખતે પસ્તીવાળું પલ્લું નમતું રાખી અને એ પસ્તીને વજનવાળા પલ્લામાં ઉમેરતા રહી બીજી પસ્તીનું વજન કરે છે ! આમ સાત-આઠવાર વજન કરીને એ 50 કિલો પસ્તીના પૈસા આપી 60 કિલો પસ્તી વ્યવસ્થિત રીતે ‘જેન્ટલમેનની અદા’થી લઈ જાય છે ! આજે એ પસ્તી વાળો એક પેપરમિલનો ડાયરેક્ટર છે !

અમારા એક મિત્ર ચોમાસામાં જ પસ્તી વેચવા કાઢે છે ! એ પાછળનો તેમનો તર્ક એવો છે કે ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોય જેને ‘પસ્તી’ (બ્લોટિંગ પેપરની માફક !) ચૂસીને પોતાની ‘ચરબી’ વધારે છે ! જેમ કાળાબજારિયાઓ અને સંગ્રહખોરો ગરીબોનું લોહી ચૂસી પોતાની ‘ચરબી’ વધારતા હોય છે તેમજ ! એ મિત્ર કહે છે કે ફક્ત દૂધવાળાઓ જ પાણીનો સદુપયોગ કરે તે કેમ ચાલે ? આપણે પણ વાતાવરણમાં રહેલા પાણી (ભેજ) નો આ રીતે સદુપયોગ કરી શકીએ ! જોકે પસ્તીવાળા બહુ હોંશિયાર હોઈને આવી કોઈ જાળમાં ફસાતા નથી ! પસ્તીવાળાની ‘બાજ’ નજર પેપરની થપ્પીમાં તમે સરકાવેલા નાના નાના પેપરના કકડા કે કોઈ ફડચામાં ગયેલી લિમિટેડ કંપનીના શેર-સર્ટિફિકેટ તરત શોધી કાઢે છે અને તમને અપરાધીના પાંજરામાં ખડા કરી દે છે ! અમારું તો માનવું છે કે પસ્તીવાળાને કોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ ઈન્સ્પેકટર બનાવી દેવો જોઈએ !

પસ્તીવાળાના ધંધામાં ‘ભેળસેળ’ માટે દંડ થતો નથી, કારણ કે આ ધંધો જ ‘ભેળસેળ’નો છે ને ! પસ્તીવાળા તો એક જ ત્રાજવે બધાને તોળે છે ! પસ્તીમાં પણ એક ‘રેખા’ હોય કે ‘રાજીવ’ હોય ! ‘ચંકી પાંડે’ હોય કે ‘ચીમનભાઈ પટેલ’ હોય ! ‘હાથી’ અને ‘કીડી’ ના વજન અહીં સરખા થાય છે ! કદાચ આ એક જ ધંધો એવો હશે કે જેમાં પોલીસના કે એવા બીજા કોઈ હપ્તાની હોળી સળગતી નથી ! જો આપણા સમાજમાં પસ્તીવાળો ન હોત તો સરકારશ્રીને ‘વસ્તીવધારા’ ની જેમ જ ‘પસ્તીવધારા’ ની સમસ્યા પણ મૂંઝવતી હોત ! એ રીતે પસ્તીવાળાએ સરકારશ્રીની એક સમસ્યા હલ કરી દીધી છે ! એ બદલે તેને ‘વીર પસ્તીવાળો’ એવો ખિતાબ આપવો જોઈએ ! પસ્તીવાળાની સેવાની કદરરૂપે જ કદાચ કોઈ નાણાપ્રધાનનું બજેટ પસ્તીને હાથ અડકતું નથી !

કોઈવાર જૂના ઐતિહાસિક દસ્તાવેજો પણ પસ્તીવાળાને ત્યાંથી મળી આવવાની શક્યતા ખરી ! આ વિચાર અમને એટલા માટે આવ્યો કે અમે એકવાર હૈદ્રાબાદ ગયેલા ત્યારે ત્યાંનું વિશ્વ વિખ્યાત ‘સાલાર જંગ’ મ્યૂઝિયમ જોવા ગયેલા. એક જ માણસે એકત્ર કરેલી જંગી કલાકૃતિઓનું આવું પ્રદર્શન આખી દુનિયામાં કદાચ અજોડ હશે. બહુ સારી રીતે જોવું હોય તો પૂરા બે દિવસ લાગે. તેમાં એક જગ્યાએ નિઝામ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારની તેના અભ્યાસની એક નોટબૂક ખુલ્લી રાખેલી બતાવી છે ! મેથેમેટિક્સનો કોઈ દાખલો એ પાના પર ગણેલો બતાવ્યો છે ! જો કે દાખલા પર ચોકડી મારી બાજુમાં કોઈની સહી હતી ! કદાચ કલાસ ટીચર કે ગણિતના ટીચરની સહી હશે ! હવે આ તો એક નોટબુકની વાત થઈ. નિઝામ જેટલા વર્ષ શાળાકૉલેજમાં ભણ્યા હશે તેની અસંખ્ય નોટબુકમાંથી ઘણી પસ્તીમાં પણ ગઈ હશે ને ?

ઘણીવાર એવું બને કે આપણે જે પેપર મગાવતા હોઈએ તે પેપરમાં અમુક ન્યૂઝ આવ્યા ન હોય ત્યારે તેવા ન્યૂઝ પસ્તીના પેપરમાંથી જાણવા મળી જાય છે ! એકવાર અમને એ રીતે જ એક સમાચાર વાંચવા મળ્યા – ‘રાવણના હાથે રામમંદિરનું ઉદ્દઘાટન’ – અમે ચોંકી ગયા ! સમાચાર વિગતે વાંચ્યા તો જાણવા મળ્યું કે ગુજરાતમાં અમુક જગ્યાએ શ્રી રામ મંદિરનું ઉદ્દઘાટન ‘રામાયણ’ સીરીયલવાળા ‘રાવણ’ શ્રી અરવિંદ ત્રિવેદીના હસ્તે થયું હતું !

સરકાર અવારનવાર જુદા જુદા વર્ગોના લોકો માટે આર્થિક રાહત, સબસીડી-લોન વગેરેની ઉદાર નીતિની જાહેરાત કરે છે પરંતુ ‘પસ્તીવાળા’ માટે આજ સુધી આવી કોઈ રાહત જાહેર નથી થઈ તેથી ‘પસ્તીવાળાઓના મહામંડળે’ પણ નક્કી કર્યું કે આપણા પ્રશ્નો પ્રત્યે સરકાર ઉદાસીન છે તો ચાલો લોકોનું ધ્યાન આપણા પ્રત્યે પણ ખેંચાય તેવું કાંઈક કરીએ ! ઘણી ચર્ચા વિચારણા પછી એવું નક્કી કર્યું કે સરકારે પસ્તીના ‘ટેકા’ ના ભાવ જાહેર કરવા જોઈએ ! આ લોકોના એક પ્રતિનિધિ મંડળને લઈને ગાંધીનગર જવાની મને તક મળી ! ગાંધીનગર પહોંચીને પહેલું કામ – ગાંધીનગરના પાદરે એટલે કે પથિકાશ્રમ પાસે ઊભેલા લારીવાળાને ત્યાં નાસ્તો કરવાનું કર્યું ! ભજિયા ખાઈ લીધા પછી એ તેલવાળું પેપર વાંચવા પણ અમારો અમદાવાદી જીવ તલપાપડ થઈ રહ્યો ! જોયું તો તે ‘દેશી હિસાબ’ અને કક્કા-બારખડીનું પાનું હતું ! નાનપણમાં ભણેલા તે આખી ‘કક્કાવારી’ તાજી થઈ ગઈ ! જો ‘પસ્તીવાળો’ આ સમાજમાં ન હોત તો એ પસ્તી ભજિયાવાળાને ત્યાં ન હોત અને તો અમને કક્કાવારી ફરીથી યાદ કોણ કરાવત ? જેના વગર તમે મુંબઈમાં તો ભૂલા ન પડો પણ ગાંધીનગરમાં તો જરૂર ખોવાઈ જાવ !

પહેલાં ‘ ક’ રોડ, પછી ‘ખ’ રોડ, પછી ‘ગ’ રોડ… ત્યાર બાદ ‘ઘ’…… ‘ચ’…. ‘છ’…. અને ‘જ’ રોડ ! બારાખડી પ્રધાનોના બંગલે આવી અટકી ગઈ ! યોગાનુયોગ અમે અહીં ‘થમ્સ અપ’ નું બોર્ડ જોયું ! પસ્તીવાળાના પ્રશ્ને પ્રધાનમંડળમાં તરખાટ મચાવવા અમે પ્રધાનશ્રીના બંગલે પહોંચી ગયા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાલાડોસાનું ફૂલેકું – સંજયભાઈ ગોટી
સુખનો કાળ બાળપણનો – પુ. લ. દેશપાંડે Next »   

26 પ્રતિભાવો : પસ્તીવાળો ! – ચિત્રસેન શાહ

 1. Bharat Dalal says:

  Great sense of Humor on Pasti. Enjoyed it.

 2. bijal bhatt says:

  મને ય અમારું બાળપણ યાદ આવી ગયું .
  ભંગાર વાળા કે ક્પડાના બદલા મા વાસણ આપનારા કે પસ્તીવાળા પ્રત્યે મારા મમ્મીને સહાનૂભૂતિ કારણકે (એના મતે નકામી) એ ઘણી વસ્તુનો ઝડપથી નિકાલ કરી શકાતો.. અને અમો ને આ સૌ પ્રત્યે ભારો ભાર ખીજ .. કારણકે જુના પણ ગમતા ફ્રોક આમા હોમાઈ જતા.. તો ક્યારેક ચંપક ફુલવાડી વગેરે પણ ભારે હ્રદયે વિદાય લેતા….

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Nice article…! ઃ)

  એમ પણ જો પસ્તિ વલો ન હોત તો પસ્તિ મથિ થતિ વધારનિ કમાણી સ્ત્રિ અઓ ને કેમ કરિ મલત્.

 4. meera says:

  આ વારતા બહુ

  સરસ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  good success

 5. Ramesh Shah says:

  તમારા ઓબ્ઝરવેશન ને દાદ આપું છુ.ખુબ સુંદર.

 6. Paresh says:

  દેશ્પાંડે સાહેબનો લેખ “સુખનો કાળ બાળપણનો” અને આ લેખ વાંચી બાળપણની ટીખળ યાદ આવી ગઈ કે પ્યાલા બરણી વાળી નીકળતી ત્યારે તે બુમ પાડે કે “પ્યાલા બરણી…..” ત્યારે પાછળથી “કોને પરણી…” કરી ને મારની બીકે ભાગી જતા !!!!

 7. Mittal shah says:

  chitrasen bhai,

  pastivada pastivada pasti vechi ne bangla vada thai gaya hoy ana mate itihas ma javani jarur nathi, sache tame nahi mano pan aa ek ramuj nathi hakikat che. ame ek ava pastivada kaka ne odakhye che jene pasti na dhandhama atlu kamaya che ke atyare bunglaw ma rahe che!!!!!!!!!!!!!!!!!!!

  che ne navai ni vaat

 8. pragnaju says:

  રમુજી લેખ-પસ્તીવાળો !..વાંચવાની મઝા આવી.
  “ગ્લોબલ વોર્મિંગ”નો પ્રશ્ન ઊકેલવામાં એ પણ આડકતરી રીતે સહાય કરે છે.

 9. Bhavna Shukla says:

  Chitrasenbhai,

  Salam karvanu man thay. Jyotindra Dave ni yad avi gai tamara shabdo vanchi ne.
  Magaj no khorak chhe aa shabdo. Purna kshudha shanti!!! Anek Vakhat Aabhar…..

 10. સુન્દર મજાનો લેખ ! અભિનઁદન! મને પણ ક્યારેક
  ગલીમાઁ આવતી બાઇની બૂમ “કલાડી લ્યો ,
  બલાડી લ્યો ” તાવડી લ્યો,બાવડી લ્યો “યાદ આવે !

 11. neetakotecha says:

  ravan na hathe ram mandir nu udgatan khub hasvu aaviu. sache khub maja padi gai.

 12. pathik Thaker says:

  અરે ભાઈ આ પ્યાલા બરણિ વળાને મારા મિત્ર ના મમ્મિ ઍ નવા નકોર ત્રણ જિન્સ ના પેન્ટ આપિ દિધા હતા અને ઍ રાત્રે જે રામાયણ થૈ હતિ એ મને હજુ યાદ છે. ઍમ ના થિ તો.. …………ભગવાન જ બચાવે.

 13. Harikrishna Patel (London) says:

  આ ખુબ સરસ છે.

 14. Meeta Bhatt says:

  Really, pastivala na hot to su parishthi thi thay teno vicahr aa lekh vachya pachi avyo….

 15. Keyur Patel says:

  ચિત્રસેન ભાઈ, તમે તો યાર ભારે હસાવો છો ને કાંઈ!!! પસ્તીવાળા ના ધંધાની નસ તમે બરોબર પારખી છે. તેમા પણ વજન કેમ કરાય તે જાણીને ઘણું જાણવા મળ્યુ !!!! આ લેખ વાંચીને પસ્તીવાળા ને ય જાણવા મળ્યુ જ હશે કે ચોમાસામા ધંધો ખોટમા જવાનો સંભવ છે.

 16. nayan panchal says:

  સરસ લેખ. મજા આવી ગઈ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.