સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા

એક બૅંક અધિકારીને સાત વરસ પહેલાં મળવી જોઈતી બઢતી છેક હમણાં મળી એટલે તે અંગેના અભિનંદનનો સ્વીકાર કરતાં તેમણે અફસોસ પ્રગટ કર્યો કે, સવારે ચાના કપની રાહ જોતા બેઠા હોઈએ અને ચાનો કપ સાંજે મળે તેવું થયું !

માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી કરી નાંખે છે. તે ક્ષણે તે તલપાપડ બનીને પ્રાપ્તિની કે બઢતીની રાહ જુએ છે. પછી તરસ્યા કરે છે. ખરેખર, જ્યારે તેને ઈચ્છિત ફળ મળે ત્યારે તેને થાય છે કે કેટલું મોડું થઈ ગયું ! ધાર્યા કરતાં ખૂબ પ્રસંગે પણ ગમગીન બની જાય છે.

બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલી સંઘર્ષની લાંબી મજલ પછી વડાપ્રધાન બન્યા ત્યારે એમણે આવા જ શબ્દો ઉચ્ચાર્યા હતા. વડાપ્રધાનનું પદ તો આખરે મળ્યું પણ કેટલું મોડું ! પછી તેને ખબર પડી કે કેટલીક ઘટનાઓ તો એક જ વાર બને છે. તે વહેલી મળે તો કંઈ ન્યાલ થઈ જવાતું નથી અને મોડી મળે તો કંઈ પાયમાલ થઈ જવાતું નથી. ઘણા બધા માણસોને તો તેમણે ઈચ્છેલી વસ્તુ અંત સુધી મળતી પણ નથી. કેટલાકને તેમના મૃત્યુ પછી આખી જિંદગી ઝંખેલી કીર્તિ મળી હોય તેવું પણ બન્યું છે. મોડા મોડા પણ માંગેલું જે કંઈ મળે તેને માટે સંતોષ માનવો તે જ સાચું વલણ છે. પણ માણસનું મન એવું છે કે પોતાની ધારણા કરતાં સહેજ પણ મોડું થાય અને કાંઈક મળે ત્યારે ‘વિરોધની લાગણી’ સાથે તેનો સ્વીકાર કરે છે ! સવારે ઝંખેલી ચા સાંજે મળી હોય તેવું લાગે પણ ચા હજુ ગરમ જ હોય તો ઓછું આણવાની જરૂર નથી.

દરેક માણસને પોતાની જિંદગીના નકશારૂપે ઊંચો પહાડ જોવાનું જ ગમે છે. પણ યાદ તો રાખવું જ પડે છે કે જે પર્વતની ટોચ પર પહોંચે છે તેણે તળેટી તરફ પાછા ફરવાનું આવે જ છે. એક એક ટેકરી પગથિયું બને અને ઊંચામાં ઊંચા પહાડ પર તમે પહોંચો પછી શું ? કોઈ આકાશને અડી શકતું નથી. કોઈ પર્વતની ટોચ પર જ રહી શકતું નથી. કેટલાક માણસો ગૌરવપૂર્વક પર્વત પરથી નીચે ઊતરે છે, કેટલાક ગબડી પડે છે, કેટલાક ધક્કે ચઢીને નીચે આવે છે, પણ ઊંચાને ઊંચા ઊડ્યા જ કરવાનું લગભગ અશક્ય છે. માણસને કંઈ પણ મનવાંચ્છિત ફળ મોડું મળે તો તે વહેલું મળ્યું હોત તો સારું હતું એવો અફસોસ હદયમાં ઘૂંટતી વખતે વિચારવું જોઈએ કે આ બધું વહેલું મળ્યું હોત તો શું ફરક પડત ? આવો અફસોસ કરનાર એવું માનતા હોય છે કે આજે મોડું મળેલું ફળ વહેલું મળ્યું હોત, પોતે જે ક્ષણે વધુમાં વધુ ઝંખ્યું હતું તે ક્ષણે મળ્યું હોત તો તેઓ આજે તેના કરતાં પણ વધુ મોટી પ્રાપ્તિને લાયક બની ચૂક્યા હોત ! હકીકતે માણસની જિંદગી સીધા ને સીધા તેમજ ઊંચે જ દોરી જતાં પગથિયાનો જ નકશો કદી હોતી નથી. કેટલાક બનાવો એક જ વાર બને છે તે વહેલા બને કે મોડા બને – વહેલા બને તો ચઢતીની વધુ તકો બાકી રહે અને મોડા મળે તો તે છેવટની તક બની જાય તેવો કોઈ નિયમ નથી.
 

કોઈ પણ પ્રકારની બઢતી કે પ્રાપ્તિને માણસે પોતાની લાયકાતના આખરી પ્રમાણપત્ર કે પુરાવારૂપે જોવાની પણ જરૂર નથી. ઝંખેલી વસ્તુ ચોક્કસ ક્ષણે મળતી નથી, તેનું જે દુ:ખ માણસને થાય છે, તેના મૂળમાં આ લાગણી પડેલી છે. તે માને છે કે, તેણે ઘણી વહેલી લાયકાત પ્રાપ્ત કરી લીધી છે અને આવી યોગ્યતા પ્રાપ્ત કરી લીધા છતાં પોતે માંગેલું સ્થાન કે ઈચ્છેલી સ્થિતિ પ્રાપ્ત થઈ નહીં તેનો અર્થ એ કે પોતાની લાયકાતની અવગણના થઈ ! તમે ખરેખર તમારી કોઈ લાયકાતમાં માનતા જ હો તો તે લાયકાતને તમારે અમુક દરજ્જાની પ્રાપ્તિના ગજથી માપવાની જરૂર જ નથી. એક પલ્લામાં લાયકાત અને બીજા પલ્લામાં પ્રાપ્તિ એવી રીતે જિંદગીને વજનના કાંટા પર ચઢાવવાની જરૂર નથી. માણસની જિંદગીમાં ખરેખર ધન્યતાની લાગણી આપનારી ચીજ લાયકાતની અને સુસજ્જતાની ઝંખના છે. વધુ ને વધુ કુશળ બનવાનો એક આનંદ છે. આવા કૌશલની પ્રાપ્તિ એ જ એક મોટો આનંદ છે. એવી કોઈ પણ લાયકાતને અમુક સ્થાન કે બઢતી માટેના પરવાના-પત્ર તરીકે જોવાની જરૂર નથી. સ્થાન કે બઢતી મળે તે સારી વાત છે પણ તેને જ સાર્થકતા સમજવાની જરૂર નથી. સંપૂર્ણ લાયકાત હોય અને તે લાયકાત મુજબનું સ્થાન ના મળે તો તે કોઈ મોટી કમનસીબી નથી. વધુ મોટી કમનસીબી તો પ્રાપ્ત થયેલી બઢતી કરતાં લાયકાત ટૂંકી પડે તે છે.

સર વિન્સ્ટન ચર્ચિલની રાજકીય કારકિર્દી જાણીતી છે. 60 વર્ષની ઉંમર સુધીની તેની જિંદગી એક પછી એક નિષ્ફળતાની હારમાળા હતી. મહાત્વાકાંક્ષા અદમ્ય હતી. કંઈક મળતું અને તરત ચાલ્યું જતું ! અપજશનો પોટલો મૂકીને ચાલ્યું જતું ! ચર્ચિલ માનતો કે તે ખૂબ લાયક અને કાબેલ છે. એટલે તેના પક્ષના આગેવાનો જાણી-જોઈને તેને સ્થાન આપતા નથી અને ઈરાદાપૂર્વક તેની અવગણના કરે છે. ચર્ચિલ આ રીતે પોતાના પક્ષના આગેવાનોને ધિક્કારની નજરથી જોતો રહ્યો. છેવટે જ્યારે ચર્ચિલે ઝંખેલું વડાપ્રધાનનું પદ તેની સામે આવીને ઊભું રહ્યું ત્યારે તેનું હૃદય આનંદથી છલકાઈ ઊઠ્યું. સાથે સાથે તેને વિચાર આવ્યો કે ભૂતકાળમાં જે જે ક્ષણે મેં જે જે સ્થાનની ઝંખના કરેલી એ સ્થાનો પણ તે વખતે મળ્યાં હોત તો આજનું આ ઈનામ પ્રાપ્ત કરવાનું શક્ય રહ્યું હોત ખરું ? તેણે ભૂતકાળના બનાવો પર નજર કરી અને તેને અચંબો થયો કે ભૂતકાળમાં માગેલાં સ્થાનો તેને મળ્યાં હોત તો તે હકીકત જ તેની આજની સૌથી મોટી ગેરલાયકાત ગણાઈ હોત અને યુદ્ધકાળે બ્રિટનના વડાપ્રધાન બનાવાની આજની તેની સૌથી મોટી લાયકાત પેદા જ થઈ ના હોત ! હીટલરની સાથે શાંતિ-સંધિ કરવાની નીતિ, જર્મની માગે તે આપીને સમાધાન કરવાની ચેમ્બરલેઈનની નીતિનો એ ભાગીદાર બન્યો હોત તો તે યુદ્ધમાં સપડાયેલા બ્રિટનનો આગેવાન બની જ ના શક્યો હોત !

મોડે મોડે માણસને જે કાંઈ મળે છે તે માટેની તેની લાયકાતના મૂળમાં ભૂતકાળની આવી ઘણી ‘ગેરલાયકાતો’ પડી હોય છે. સ્ટાલિનની ઊંચાઈ ઓછી ના પડી હોત અને લશ્કરમાં ભરતી થઈ ગયો હોત તો તે લશ્કરમાં જ કોઈક નાની કે મોટી પાયરી પર પહોંચીને ગુમનામ નિવૃત્તિમાં ધકેલાઈ ગયો હોત ! અમેરિકાના મશહૂર વાર્તાકાર ઓ. હેનરીને હિસાબની ગોલમાલના ખોટા આરોપસર જેલમાં મોકલવામાં આવ્યો ન હોત તો તેણે વાર્તાઓ જ લખી ના હોત ! હકીકતે માણસે પોતાની માનેલી બધી લાયકાત છતાં મળેલી નિષ્ફળતાઓમાંથી જ એક લાયકાત પેદા થાય છે, જે નવી સફળતાને પ્રાપ્ત કરવામાં નિમિત્ત બની રહે છે.

એક રશિયન કવિએ ઠીક કહ્યું છે કે આકાંક્ષાના બહુ ઊંચા વડને પાણી પાયાં અને આવા મોટા ઝાડને બહુ જ નાનકડા ટેટા આવ્યા ત્યારે છાતી બેસી ગઈ ! બીજી બાજુ સહેજ પણ ઊંચા નહીં ચઢી શકતા વેલા જમીન પર પથરાયા. આ જમીનદોસ્ત વેલાનાં તડબૂચ જોયાં ત્યારે આશ્ચર્યથી છાતી ગજરાજ ફૂલી ! બે ઊંચા ઝાડ ઊભાં કરીએ એટલે મોટાં ફળ જ મળે તેવા ભ્રમમાંથી છૂટકારો થયો !

ફળપ્રાપ્તિ, બઢતી, એ બધું જ બાજુએ રાખીને ખરેખર વિચારવા જેવું આ છે કે કોઈ ને કોઈ વિદ્યા અગર કંઈ ને કંઈ કૌશલ પ્રાપ્ત કરવાની કોશિશમાં જિંદગીનો જે આનંદ છે તેની તોલે બીજું કશું આવી ના શકે. એવી જ રીતે આટલી વિશાળ દુનિયામાં ઘણી બધી જગા છે, ઊંચાં સ્થાનો છે, કેટલાંક સુંદર સ્થળો છે. પણ બધું જ આપણે જોઈ કે ભોગવી શકીએ તેમ નથી. બહારની દુનિયામાં ક્યાં સુંદર સ્થાન – કેવી જગા પ્રાપ્ત કરી લીધી – તેના પરથી પણ તમે તમારા સુખ-સંતોષનો આખરી હિસાબ કાઢી શકવાના નથી. તમારા પોતાના જીવનમાં, તમારા પોતાના ઘરમાં, તમારા પોતાના કુટુંબમાં, તમારા સ્નેહીસંબંધી અને મિત્રોના સમુદાયમાં તમે કેવી રીતે ગોઠવાઈ શકો છો, તમારા માટે કેટલી જગા મેળવી શકો છો – તેના પર તમારા સુખ-સંતોષનો આધાર છે. છેવટે કોઈ પણ માણસ પોતાની જગા અને પોતાનું સ્થાન પોતાની અંદર અને પોતાના આપ્તજનોના હૈયામાં જ શોધવાનું છે. માણસે પોતાની લાયકાતનાં સરનામાં પણ બહાર ને બહાર શોધવાની વધુ પડતી ભાંજગડમાં પડવા જેવું નથી.

સ્પેનનો એક કવિ કહે છે : મારે નક્શામાં કે પ્રત્યક્ષરૂપે કોઈ સુંદર ઊંચા પર્વતો કે સરોવરો કે હરિયાળા પ્રદેશો જોવાની ઝાઝી લાલસા નથી. મને મારા, બાળકના હાથની કળા અને રેખાઓ જોવામાં એટલો રસ પડે છે કે ના પૂછો વાત ! મારા વૃદ્ધ પિતાની કરચલીઓમાં હું જે જોઉં છું એવું ભૂસ્તર મેં ક્યાંય જોયું નથી ! મેં મારી માતાની આંખમાં મારી પોતાની છબી જોઈ છે તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી ! કેટલીકવાર તો સ્નેહના સંબંધોમાં હું જે મીઠી ભીંસ અનુભવું છું તેમાં એટલો બધો તરબતર બની જાઉં છું કે મને લાગે છે કે, આમ ને આમ જીવું તોય મઝા છે અને મરું તો ય ધન્ય !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખનો કાળ બાળપણનો – પુ. લ. દેશપાંડે
આપણું ઘર – પ્રો. (ડૉ.) દોલતભાઈ દેસાઈ Next »   

24 પ્રતિભાવો : સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા

 1. neetakotecha says:

  gr888888888888888888

  ek ek vat khub j sachi.himalay chadva nu shuru gana kare pan upar pahoche ketla?
  aam em thay che gadi gadi vanche rakhiye, khub saras bhupat bhai
  2 uncha jad ubha kariye etle mota fad male eva bram ma thi chutkaro maliyo. ketli undi vat che e pan . khub saras.
  gar na loko m ma ane mitro ma kevi rite gothvana cho e jovo. sache badhi j vato khub saras…..

 2. સુંદર ચિંતનાત્મક લેખ… જે બને છે એ તમારા માટે સારુ/યોગ્ય જ બને છે અને જો તમને એવુ ન લાગતુ હોય તો કોણ રોકે છે તમને એ પરિસ્થિતિને બદલીને સારી/યોગ્ય બનાવતા ?

 3. BHAUMIK TRIVEDI says:

  GR8…WATEVER HAPPENS IT’S DECIDED AND IT HAPPENS AT RIGHT TIME ..THNX 4 GR8 ARTICLE …

 4. Ketan Shah says:

  કોઈ પણ પ્રકારની બઢતી કે પ્રાપ્તિને માણસે પોતાની લાયકાતના આખરી પ્રમાણપત્ર કે પુરાવારૂપે જોવાની પણ જરૂર નથી
  Bahu j Saras Lekh che.

  Ketan

 5. tejal thakkar says:

  Too…. good,
  i found solution of my questions from this article,
  thaks
  thaks a lot

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Excellent….! I have no words for this…!

  From last two months I am feeling the same in my office. Some task give to someone in place of me..At that time I think, If it will be given to me I can also do it in good manner and can put my all efforts. But If it would be so I can not try for another job…..!!!

  Now I have opportunity in my hand and now I will decide in which direction I want to go…!

  Thanks…..

  “એક રશિયન કવિએ ઠીક કહ્યું છે કે આકાંક્ષાના બહુ ઊંચા વડને પાણી પાયાં અને આવા મોટા ઝાડને બહુ જ નાનકડા ટેટા આવ્યા ત્યારે છાતી બેસી ગઈ ! બીજી બાજુ સહેજ પણ ઊંચા નહીં ચઢી શકતા વેલા જમીન પર પથરાયા. આ જમીનદોસ્ત વેલાનાં તડબૂચ જોયાં ત્યારે આશ્ચર્યથી છાતી ગજરાજ ફૂલી ! બે ઊંચા ઝાડ ઊભાં કરીએ એટલે મોટાં ફળ જ મળે તેવા ભ્રમમાંથી છૂટકારો થયો !”

 7. Ritesh says:

  ખરેખર બહુ જ સરસ… આજે બન્ને લેખ બહુ જ સરસ આપ્યા છે…

 8. pragnaju says:

  “ફળપ્રાપ્તિ, બઢતી, એ બધું જ બાજુએ રાખીને ખરેખર વિચારવા જેવું આ છે કે કોઈ ને કોઈ વિદ્યા અગર કંઈ ને કંઈ કૌશલ પ્રાપ્ત કરવાની કોશિશમાં જિંદગીનો જે આનંદ છે તેની તોલે બીજું કશું આવી ના શકે. એવી જ રીતે આટલી વિશાળ દુનિયામાં ઘણી બધી જગા છે, ઊંચાં સ્થાનો છે, કેટલાંક સુંદર સ્થળો છે. પણ બધું જ આપણે જોઈ કે ભોગવી શકીએ તેમ નથી. બહારની દુનિયામાં ક્યાં સુંદર સ્થાન – કેવી જગા પ્રાપ્ત કરી લીધી – તેના પરથી પણ તમે તમારા સુખ-સંતોષનો આખરી હિસાબ કાઢી શકવાના નથી. તમારા પોતાના જીવનમાં, તમારા પોતાના ઘરમાં, તમારા પોતાના કુટુંબમાં, તમારા સ્નેહીસંબંધી અને મિત્રોના સમુદાયમાં તમે કેવી રીતે ગોઠવાઈ શકો છો, તમારા માટે કેટલી જગા મેળવી શકો છો – તેના પર તમારા સુખ-સંતોષનો આધાર છે. છેવટે કોઈ પણ માણસ પોતાની જગા અને પોતાનું સ્થાન પોતાની અંદર અને પોતાના આપ્તજનોના હૈયામાં જ શોધવાનું છે. માણસે પોતાની લાયકાતનાં સરનામાં પણ બહાર ને બહાર શોધવાની વધુ પડતી ભાંજગડમાં પડવા જેવું નથી.”આટલામાં જીવન જીવવાની કળા આવી જાય છે
  આ લેખ બદલ ધન્યવાદ

 9. કલ્પેશ says:

  ” કેટલીક ઘટનાઓ તો એક જ વાર બને છે. તે વહેલી મળે તો કંઈ ન્યાલ થઈ જવાતું નથી અને મોડી મળે તો કંઈ પાયમાલ થઈ જવાતું નથી”

  સરસ !!

 10. Bhavna Shukla says:

  Bhupatbhai, Sav sachi vat chhe tamari. Hu varsho sudhi Vadodara ma ek nani nokari ma nana-mota khulluk labho mate marati rahi. Kyarek nahi anek vakhat thatu ke je telent mara ma chhe te na mate aa jagya kadach yogya nathi ane ek nanakado prayatna karyo ne atyare world ni number 1 multinational company ma newjercy ma bahu sara pagare set thai gai. Pachhal najar karu chhu to 10 rupiya na shak mate hisabo mandati bhavna ne aje mota shoping mole ma jai ne aaram thi ek sathe 500 thi 1000 dolar udavi shakti bhavna.. (Matra arthik nahi pan samajik ane baudhik rite je uchai sar kari shaki te badhu peli nani nokari ma samay sar nahi malela labho ane teni pachhl ni afsos ghani javabdar chhe. Salam.
  Bhavna Shukla
  NewJercy USA

 11. નિષ્ફળતાઓ સફળતાના સ્તઁભ છે.
  “કરતાઁ જાળ કરોળિયો ભોઁય પડી ગભરાય ;
  વણ તૂટેલે તાઁતણે,ઊપર ચડવા જાય !…..”
  લેખ સરસ છે…અભિનઁદન !

 12. Baboochak says:

  My view point is little different. People ask for things or rather expect things.

  It is not important if they get it or not. First they should think is the expectation legitimate. If yes, then think if it is right time. There is nothing wrong in expecting.

  If you expect to have sweet today and if you get it after one get diabetic, there is no point. Same way, if you expect to get blood tranfusion, if you get it after death it does not matter.

  So it is more important what is it that you are expecting and then comes the time-frame in picture.

  I feel that the article has been written a little haste and did not get enough justice.

 13. Dhirubhai R Chauhan says:

  ખરેખર બહુ જ સરસ
  સુંદર ચિંતનાત્મક લેખ

 14. surekha gandhi says:

  ખૂબ સુન્દર લેખ. એમ લાગ્યુ કે આ ક્ષણે જે બોધ ની જરૂર હતી તે મળી આવી. આભાર

 15. nilamhdoshi says:

  very nice selection..nice aricle

 16. preeti hitesh tailor says:

  DIFFERENCE BETWEEN EXPECTATIONS AND ACCEPTANCE CAUSES THE STATE OF MIND AND FEELINGS THAT WHETHER WE ARE HAPPY OR UNHAPPY.
  સમજીને સ્મૃતિમાં મમળાવવા જેવો લેખ….

 17. Trupti Jaipal says:

  બહુજ સરસ લેખ છે. મારી જિન્દગી માટે ઘણુ બધુ લાગુ પડે

 18. ND Goswami says:

  બહુ સરસ

 19. jigish says:

  Plleeaaasssee call….Atleast send e-mail about your well being…..Plleeeaassee forgive us if we have hurt you deepley…..please send e-mail about your well being……please…

 20. C.P.Devpura says:

  Hi Trupti, I am so happy that you have interest in reading this type of good thinkings. Today I read it deeply and feel that I must create interest in myself to read more and more. Thanks dear.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.