ખાબોચિયેં બેસી હું… – કીર્તિદા પરીખ

[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ કીર્તિદાબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર.]

ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું
મને લાગે કે આકાશને ઓછું પડ્યું.

વિધિ-વિધાન મને ખૂચ્યાં કરેને હું તો
મ્હારી જ અંદર મને ઝાંક્યાં કરું

સ્મૃતિની શોધમાં હું ફાંફાં મારું ને હું તો
પગલી પગલીમાં મને શોધ્યા કરું

ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું
મને લાગે કે આકાશને ઓછું પડ્યું.

ઊભી તિરાડોમાં જીવડું બનીને હું તો
જીવનમાં જીવનને શોધ્યાં કરું

પવનની ધારમાં લહેરાયા કરું ને હું તો
વિજળીની આંખે અંધારા ઊલેચ્યાં કરું

ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું
મને લાગે કે આકાશને ઓછું પડ્યું.

કોને કહું હું કોણ છું ? ક્યાં છું ?
સ્વપ્નામાં બેસીને ઝાંપાઓ ખોલ્યાં કરું

આગળ આવીને હું તો પાછળ જોઉં ને
જિંદગીનાં પડછાયા જોયાં કરું….

ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું
મને લાગે કે આકાશને ઓછું પડ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આ જગતનો માનવી – કમલેશ ફલ્લા
રૂમાલ મારો લેતા જજો ! – લોકગીત Next »   

12 પ્રતિભાવો : ખાબોચિયેં બેસી હું… – કીર્તિદા પરીખ

 1. bijal bhatt says:

  કેટલી સરસ રચના..!!!!
  ઘણી વખત આપણા સહીત ઘણા લોકો ને જોઉં છુ અને લાગે છે કે આપણે જાણે કુવામા ના દેડકા જેવા છીએ. કુવો એ જ આપણુ સમગ્ર વિશ્વ.. કેટલી બધી સંકુચીતતા ? સ્નેહ ના દરિયા ને અવગણીને બંધાયેલા પુર્વગ્રહ માંથી બહાર નીકળવાને મન જ નથી થતુ,

  ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું
  મને લાગે કે આકાશને ઓછું પડ્યું.

 2. gopal h parekh says:

  પૈસો મારો પરમેશ્વર ને હુઁ પૈસાનો દાસ,ને બૈરી મારીગુરુ,છોકરા મારા શાલિગ્રામ તો સેવા કોની કરુઁ
  આવી કવિતા નાનપણમાં સાંભળેલી તે યાદ આવીગઇ.બહાર આકાશ સામે જોવાનીફૂરસદ કોનેછે?દિનોદિન આપણે વધુ ને વધુ સ્વકેન્દ્રિત બનતા જઈએ છીએ

 3. Mihir Shah says:

  આ ખિન્નતા એ જીવન વિકાસ છૅ. ક્યાં હું અને કયાં આકાશ એ અનુભુતિ, એ અસહાયતા , વિશાળ તરફ દ્રષ્ટિ એ મહત્વની પગથી છે.

 4. pragnaju says:

  “ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું
  મને લાગે કે આકાશને ઓછું પડ્યું.”ની
  સમસ્યાનો ઉકેલ
  “વિધિ-વિધાન મને ખૂચ્યાં કરેને
  હું તો મ્હારી જ અંદર મને ઝાંક્યાં કરું”
  અંદરથી ‘હું’પટ હટાવીને ઝાંકો તો
  “સ્મૃતિની શોધમાં હું ફાંફાં મારું ને હું તો પગલી પગલીમાં મને શોધ્યા કરું” નીજરુર જ નહીં પડે!
  “ઊભી તિરાડોમાં જીવડું બનીને હું તો
  જીવનમાં જીવનને શોધ્યાં કરું
  પવનની ધારમાં લહેરાયા કરું ને હું તો
  વિજળીની આંખે અંધારા ઊલેચ્યાં કરું”
  એ તો ઘણાની સ્થિતી છે જ પણ એ જાણીએ પછી ઉકેલ દૂર નથી,
  “કોને કહું હું કોણ છું ? ક્યાં છું ?
  સ્વપ્નામાં બેસીને ઝાંપાઓ ખોલ્યાં કરું
  આગળ આવીને હું તો પાછળ જોઉં ને
  જિંદગીનાં પડછાયા જોયાં કરું….”
  મુઝકો કહાં ઢુંઢેરે બંદે?
  મૈં તો હૂં તેરી પાસે ..
  સરસ કાવ્ય-સંકુચીતતા,ખિન્નતા,અસહાયતા છોડી અનંત તરફ દ્રુષ્ટિ …કરી તેની અનુભૂતિ…

 5. Sonal Parikh says:

  આ જ તો પડકાર છે. દરિયા આકાશ ને ખાબોચિયા વચ્ચેનો મેળ શોધવાની કોશિશ એટલે જીવન.

 6. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice poem…!

  “સ્મૃતિની શોધમાં હું ફાંફાં મારું ને હું તો
  પગલી પગલીમાં મને શોધ્યા કરું”

  Keep writting..

 7. Bhavna Shukla says:

  Muj ma mujne shodya karavani vrutti j manas ne ishavar ni vadhu naji lavi muke chhe.

  Sundar rachna….

  Aabhar..

 8. મારી જ અઁદર મને ઝાઁક્યા કરુઁ !…આત્મનિરીક્ષણ સરસ !

 9. Harikrishna Patel (London) says:

  કેટલેી સુન્દર રચના – jindageeni anant shodh
  Congatulations

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.