રૂમાલ મારો લેતા જજો ! – લોકગીત

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો – મારી સગી….

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો – મારી સગી….

નાવણ આલીશ કુંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
બિલણિયા તળાવ જાઈશું, રૂમાલ મારો લેતા જજો !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખાબોચિયેં બેસી હું… – કીર્તિદા પરીખ
એવું રે… – પ્રહલાદ પારેખ Next »   

16 પ્રતિભાવો : રૂમાલ મારો લેતા જજો ! – લોકગીત

 1. pragnaju says:

  ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કવિતાઓમાંની આ કવિતા બદલ અભિનંદન. મતાંતર હોઈ શકે, હોવું પણ જોઈએ. આ ગીત પેઢી-દર-પેઢી ગવાતું ગયું છે. કોણે લખ્યું છે કોઈને ખબર નથી!અને જનતાની જબાન પર જીવતું રહ્યું છે. કદાચ દરેક પરણેલી નારી,”મારી સગી નણંદના વીરા”ને કહેવા માંગે છે તે હાલ પણ એટલું તાજું લાગે છે!’રુમાલ’ એક પ્રતીકરૂપે મુકાયો છે :
  ૧૩૯,ગીલબર્ટ સ્ટ્રીટ,
  જેકશન,
  મીશીગન,૪૯૨૦૧
  ઓગસ્ટ,૨૬મી ૨૦૦૭

 2. gopal h parekh says:

  પોતાના પતિની ઓળખાણ માટે “સગી નણંદના વીરા” એ શબ્દ જ આપણા સંસ્કાર ઉજાગર કરેછે ને પાછું રૂમાલ ના બદલામાં દિલની માંગણી કેટલી સહજ રીતે મુકેછ, મજા આવી મ્રૂગેશ.

 3. Bhavna Shukla says:

  shu aapine ne shu levanu chhe…. Rumal na badala ma dil to sagi nanad na vira pase j magi shakay. Pati pase na adhikari ane apeksha o simit nathi kyay aama..samaband ni amap, afat asmani vishalata bhari chhe rachna ma..

 4. neetakotecha says:

  gr88888888

 5. પ્રણયનુઁ ભવ્ય ચિત્ર છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.