એવું રે… – પ્રહલાદ પારેખ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિસામે એનાં જન રે વિસામે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રૂમાલ મારો લેતા જજો ! – લોકગીત
રામાયણ કથામંગલ – રમણલાલ સોની Next »   

10 પ્રતિભાવો : એવું રે… – પ્રહલાદ પારેખ

 1. pragnaju says:

  આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
  રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
  અમરથી હૈયું એનું દિયોને ભરી !
  એવું રે તપી ધરતી, એવું રે તપી,
  જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી
  મા પ્રકૃતિને માટે પ્રાર્થના દરેક કાળે-દરેક પ્રદેશમાં થતી રહી છે.તાનારિરિ થી ઓમકારનાથ ઠાકુર જેવાઓએ તો મલ્હાર ગાઈ માને પ્રસન્ન કરી પ્રસાદરુપે
  વરસાદથી તરબોળ કર્યા છે.
  અહીં તો વીજળી,વાદળોના કડાકા સાથે તુટી પડેલ વરસાદને જોઈ મારો પૌત્ર કહે છે કે હંમણા કોને વરસાદનો રાગ ગાવાનુ મન થયું!
  સરસ કાવ્ય

 2. મનોજ શાહ says:

  એવું રે તપી ધરતી, એવું રે તપી,
  જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

  બહુ સરસ ક્વિતઆ લાગિ.

 3. સાદ્યંત સુંદર રચના…

 4. ઘેરી ને ગઁભીર વાણીનો ઊઁડો શ્વાસ !

 5. Ephedra. says:

  Ephedra….

  Chat on ephedra. Yellow swarm with ephedra….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.