સિંહની પરોણાગત – રમણલાલ સોની

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત
પવિત્ર બંધન – બિજલ ભટ્ટ Next »   

30 પ્રતિભાવો : સિંહની પરોણાગત – રમણલાલ સોની

 1. સુંદર મજાનું ગીત… શાળાના દિવસોમાં ખૂબ ગોખતા હતા… મારા છોકરા સાથે રમવા માટે પણ હંમેશા આ ગીત કામ લાગ્યું છે… ફરી યાદ કરાવવા બદલ આભાર…

 2. આ ગીતનો રાગ પણ બહુ સરસ અને સરળ છે… નાનપણમાં બહુ ગાયુ છે આ ગીત…

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Nice ….! I remember , I learn this poem when i was in forth std.

  Thanks…

 4. કેયુર says:

  ખુબ સરસ..

  સ્કુલ માં આ ગીત ગાત હતા, પણ હવે ભુલાઈ ગયુ હતુ. યાદ કરાવવા બદલ ખુબ આભાર.

 5. pragnaju says:

  રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
  સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !
  હાલ તો” ટેડી બેર” જેવું રીંછ માછલા પર તરાપ મારી શિકાર કરે અને સીંબા -જોનાથન ટેલરના અવાજમાં મોટો અને મેથ્યુ બ્રોડેરીકના અવાજમા નાનો સિંહ વાત કરે અને “હકુના માટા ટા” બોલી આશ્વાસન આપે તેવી સારી કલ્પનામાં રમણભાઈ સોનીના પાત્રોની પણ કાર્ટુન
  વીડિયો બનાવીએ તો ન કેવળ બાળકોને પણ મારા જેવા વૃધ્ધ બાળકોને પણ ગંમ્મત આવે!

 6. Jinal Patel says:

  I remembered my school days…

 7. It’s a very good poem, i like in my kiding life and at this time.

  Tnaks for remember my kiding life

 8. Paresh says:

  પુરૂ ગીત આવડતું ન હતું. પણ જે બે ચાર લીટી આવડતી હતી તેમાં વાર્તા તત્વ ઉમેરી બાળકોને ખૂબ રમાડ્યાં છે. પુરા ગીત માટે આભાર.

 9. Purvang Kalani says:

  I also remember this song, i miss my school days…

 10. Keyur Patel says:

  નાનપણ યાદ આવી ગયું. વાહ !!!!!!!

 11. સાઁભરે રે ! બાળપણનાઁ સઁભારણાઁ !…..

 12. Bhavna Shukla says:

  હા ભાઇ… લો આ તો શાળા યાદ આવી. કેવા રાગડા તાણીને ગાતા હતા….છેલ્લા તાસમા.. ઘંટ વાગવાને ૧૦ મિનિટ ની વાર હોય ને બસ….

 13. neha dalal says:

  બાળપળના ઍ દિવસો યાદ આવી ગયા….

 14. Malay says:

  વાહ વાહ વાહ!!!!
  ધોરણ ૧ થેી ૪મા આ ગેીત બહુ ગાતા હતા. આજે ફરેીથેી એ યાદો તાજેી થઈ. બહુ મઝા આવેી. બહુ જોરશોર સાથે ગાતા હતા. બધો થાક ભુલાઈ જતો હતો.

  thank you very much…

 15. nirlep says:

  Ramanlal Soni, is an unsung hero in gujarati literate fraternity……..bal sahitya ma temnu pradan gijubhai bhadheka jetlu chhe. I remember the beautiful article written on his death, by Jay Vasavda.

 16. amit says:

  આ બહુજ સરસ કવિતા છે, હુ મારા પુત્ર ને રોજ સમ્ભડાવુ છુ. તમારો આભાર.

 17. Hema Bhatt says:

  Bhanta tyare pan aa kavita khub gamati ane me jyare school ma students ne bhanavi chhe tyare a loko ne pan khub gamati.
  Hema

 18. Gira Shukla says:

  awwwwww i love this poem!!!!!! mastttt kavita!!! had to remember it for Gujarati Exam also!!! 😀 thanks alottt!!!!! 😀

 19. dilip desai says:

  Dear Sir,

  I use to read almost all the articles written by Shri JAY VASAVADA in “Gujarat Samachar”.

  I eagarly wait for Wednesday & Sunday for his column in Gujarat Samachar. I like his thoughts, expression etc.

  I desire to suggest subject to him to write for.

  So, may i please be provided e-mail id of Jay Vasavada for the same ?

  Thanking you,

  dilip desai
  dilip_kotak04@yahoo.com

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.