સનમની શોધમાં – સુચી વ્યાસ

[ ફિલાડેલ્ફીયાના (અમેરિકા) ના રહેવાસી શ્રીમતી સુચીબહેનની આ કૃતિ રીડગુજરાતી આંતરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરે છે, જે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે SVyas@nhsonline.org સંપર્ક કરી શકો છો. વાર્તા-સ્પર્ધાની બીજા નંબરની કૃતિ આપ આવતા સપ્તાહે માણી શકશો.]

બસ, ધારી લો એક છોકરી – ના, ના આધેડવયની એક સ્ત્રી !! નામ છે માયા; ભાગા ભાગી અને ધમાલ જેવો મસાલેદાર વાવાઝોડાનો વરસાદ; તમે જો એને મળો તો હાંફ ચડે ! મોટર ચલાવે તો મનમાં થાય કે એને કહી દઉં, ‘માયાદેવી, આ મોટર છે, હેલિકોપ્ટર નથી.’ આ માયાનો પ્રશ્ન 2-4 વર્ષથી મિત્રોની દુનિયામાં ગંભીર બની ગયેલો.

કલ્પનાને રોજ મનમાં વિચાર આવતાં કે આ માયાને હવે કોઈ સાથી મળી જાય તો સારું. કલ્પના અને માયા મુંબઈમાં સાથે ઉછરેલા, ભણેલા અને લગ્ન કરી બંને અમેરિકા એક જ અરસામાં આવેલાં. કલ્પના એકદમ શાંત, શરમાળ અને માયા તો પગમાં પતંગિયાનાં ઝાંઝરા પહેરી ઊડતી ફરે. માયા અમેરિકા આવી ફાર્મસીનું ભણી ગણીને ધબાધબ પ્રગતિ કરવા લાગેલી. માયાના પતિએ પણ ફાર્મસીમાં માસ્ટર કરેલું. માયાને બે બાળકો થયા. પછી લગ્નજીવનમાં ગડબડ થતાં બન્ને છુટ્ટા પડી ગયાં. પંદરથી વીસ વર્ષ બસ આડેધડ નોકરીઓ કરી બન્ને બાળકોને માયાએ તૈયાર કરી દીધાં.

માયા પોતાની ફરજોમાંથી બહાર આવી ત્યારે એકાએક ભાન થવા લાગ્યું કે પોતે એકલી પડી ગઈ છે. કંઈ કેટલા સ્ટટેટમાં ફાર્મસીના લાઈસન્સ; ચૅરી હિલ્સમાં આલેશાન બંગલો; ત્રણ ચાર ‘subway’ માં પાર્ટનરશીપ; ત્રણ ચાર ટાઈમ શૅરિન્ગ condominiums અને તેની ઉમ્મર ફક્ત પંચાવન વર્ષની ! માયાએ કલ્પનાને ફોન પર કહ્યું : ‘કલ્પના, મને એકલું લાગે છે. મારું મન કહે છે કે મારે પરણી જવું જોઈએ. મારા બાળકો તો એમનાં સંસારમાં ડૂબી ગયા છે. મને મારી ઉમ્મરનો કોઈ ડોસો ગોતી આપ.’

કલ્પના હસી પડી, ‘અરે આજકાલના ડોસાઓ સ્માર્ટ છે. તને મળી રહેશે. તું તારે બધા દેશી છાપાંમાં જાહેરાત આપ ને ! ચાલ, આપણે બન્ને આજે સાંજે મળીએ ત્યારે એવી તો મજેદાર જાહેરાત તૈયાર કરીએ કે ડોસાઓની લાઈન લાગે ! તું તો દાદી છો, દેખાવડી છો, ભણેલી છો. અને માયાડી, એ ઉપરાંત તું ચોખ્ખા દિલ વાળી છો, દિલદાર છો. તેં બધાને મદદ કરી છે અને કરતી રહીશ. અમે બધા તને ઓળખીએ છીએ પણ ચાર પાંચ લીટીમાં તારી જાહેરાત કરવી અઘરી છે.’

કલ્પના અને માયા રવિવારે સાંજે મળ્યા. કલાકોની મહેનત પછી એક જાહેરાત તૈયાર કરી.

સ્વયંવર…. સ્વયંવર…
55 વર્ષની રૂમઝૂમતી ગુજરાતી કન્યાનો…. જે શોધે છે એક જીવન સાથી…
જેને હસતાં હસાવતાં આવડતું હોય,
જે દેશી-વિદેશી નાટક સિનેમાનો શોખીન હોય,
જેને તીખું ને તમતમતું ભાવતું હોય,
જેને મન, વચન, કર્મથી વૃદ્ધ થવાની ઉતાવળ ન હોય
જે દુનિયા ખૂંદવામાં માનતો હોય
આર્થિક રીતે પોતાના અંગત શોખ કે જરૂરિયાત માટે પત્નીથી સ્વતંત્ર હોય અને એવી જ સ્વતંત્ર પત્ની શોધતો હોય તેણે નીચે લખ્યા મુજબ સંપર્ક સાધવો. (અને ફોન નંબર, ઈ-મેઈલ ઍડ્રેસ)

બન્ને આટલું લખતાં હસી હસીને ઢગલા વળી ગયેલી. છુટ્ટા પડતાં કલ્પનાએ એક સલાહ આપી કે, ‘માયા, તું કહે છે કે અંગ્રેજી આવડવું જોઈએ પણ ગુજરાતી જરૂરી નથી. તો ‘shadi.com’ માં આનું અંગ્રેજી વર્ઝન કરી ચડાવી દે ને ! એટલે બીજાઓને સ્વયંવરમાં કંઈ તક મળે અને તને જરા wider choice મળે !’ જાહેરાત આવી એટલે ‘લગ્નાભિલાષી’ ઓનો દરોડો શરૂ થયો. પણ માયાએ પહેલીઈનિન્ગમાં બબૂચકોને, સોગિયાઓને, અકાળે વૃદ્ધ થયેલાઓને અને ધનપિપાસામાં પડેલાઓને આઉટ કરી દીધા. બાકીના ઉમેદવારોમાંથી માયાની ઝીણી નજરમાં કમ્પ્યુટર પર જવાબ લખતો એક ‘અભી તો મૈં જવાન હૂં’ એવો લાગતો, રણકતો જતીન્દર ખત્રી મળી ગયો. ફોન પર વાતો કરતાં તેનું સહજ અટ્ટહાસ્ય, વિનોદ વૃત્તિ માયાને પ્રભાવિત કરી ગઈ. પોતાની કારકિર્દીનો ઝળહળતો ઈતિહાસ નિખાલસતાથી રજૂ – રજૂ નહીં પેશ કર્યો. ચૅટરૂમ પર વાતો કરતાં માયાની ટાઈપિન્ગ સ્પીડથી પેલા પંજાબીને હાંફ ચડી ગઈ. એણે ઉમળકાથી માયાને શિકાગો આવવા આમંત્રણ આપ્યું. ચોવીસ કલાકમાં માયા શિકાગો પહોંચી. હિન્દી મૂવીમાં એક ગીતમાં ઐશ્વર્યા રાય દસ બાર જુદા જુદા રંગ રંગના કપડાં બદલે તેમ માયા દત્તાણી જતીન્દરને ઈમ્પ્રેસ કરવા વીસ પચીસ ઠસ્સાદાર સાડીઓ, સલવાર કમીઝ અને મેચિન્ગ શૂઝ, પર્સ, ઘરેણાઓ લઈને શિકાગો ડાઉન ટાઉનની મૅરિઑટ હૉટલમાં ઊતરી. અને રાજકપૂર, ધર્મેન્દ્ર કે રાજેન્દ્રકુમારની સ્ટાઈલમાં જતીન્દરે સફેદ શર્ટ, રેશમી સ્કાર્ફ, બ્લૅક પૅન્ટ, કાનમાં ફાયો અને હાથે ચકચકતું કડું ચડાવી એક મોભાદાર પુરુષની અદાથી એ શનિવારની સવારે બ્રેકફાસ્ટ રૂમમાં એન્ટ્રી મારી.

એક બીજાના ફોટા જોયેલા જ હતા એટલે બેલબૉયે ‘કૉલ માયા, કૉલ જતીન્દર’ ની બૂમો મારવી ન પડી. સાથે બેઠાં. ટ્રિપ કેવી રહી એની અને શિકાગોની weather ની વાતો કરી પછી જતીન્દરે કહ્યું : ‘માયા, આપકો મેરા અપાર્ટમેન્ટ દેખના ચાહીએ. મૈં કિતના અકેલા રહેતા હું વો દિખાના મંગતા હૂં’ પછી ટૂંકમાં એનો ઈતિહાસ કહ્યો. જતીન્દરની પત્ની એક વર્ષ પહેલાં કૅન્સરમાં મૃત્યુ પામેલી. જતીન્દરને એક દીકરો અને એક દીકરી હતાં. બન્ને ભણી, ગણી, પરણીને સ્વતંત્ર થઈ ગયાં હતાં. પોતે આખી જિંદગી મોટી એન્જિનિયરિન્ગ કન્સલ્ટિન્ગ કમ્પનીમાં કામ કરી રિટાયર થયો હતો. બે ચાર નાના મોટા ધંધામાં નફો કરી એ ઠરી ઠામ બેઠો છે. એકલતામાં બોર થતો હતો.

માયા અને જતીન્દરે બે દિવસ શિકાગોમાં સાથે સમય ગાળ્યો. એક બીજાથી સારા એવા પરિચિત થયાં. આમ બન્ને ને હકારાત્મક સ્પંદનો તો થયાં પણ હજુ ક્યાંક કશુંક બંધબેસતું નથી એમ લાગતું હતું. કશા નિર્ણય લીધા વગર માયા ન્યૂજર્સી પાછી પહોંચી. ‘પંજાબી બુઝુર્ગ કી ક્યા હાલ કર કે આઈ ?’ કલ્પનાએ પૂછ્યું. માયા ખડખડાટ હસીને બોલી, ‘મને તો ગમી ગયો. પણ જતીન્દર કશી કોઈ ગડમથલમાં લાગે છે….’
કલ્પના વિચાર કરી બોલી : ‘એકાદ અઠવાડિયા પછી ફરી ફોન કરી તું એને ન્યુજર્સી બોલાવ. આપણે એને સકંજામાં લેશું !’
‘સકંજામાં લેવો કે કંઈ વધુ વશીકરણ કરવું એ બધું તો મને આવડે છે. તારી જરૂર નથી. એમાં કંઈ આડું ફાટે તો તારો સંસાર ખારો થઈ જાય. પણ એને ખટકે છે શું ? મારા જેવી નમૂનેદાર એને ક્યાંથી મળવાની છે ?’ તે છતાં થોડીં અધીરી થઈ ગઈ. સાંજે જ ફોન જોડ્યો ‘જતીન્દર, ઈધર આકે એક બાર ન્યૂ જર્સી આ કે મેરા ગરીબખાના દેખ લો. વહ તુમારા ગરીબખાના સે કમ તો નહીં હોના ચાહીએ.’

જાણે માયાના ફોનની વાટ જ જોતો બેઠો હોય એમ તરત જ જતીન્દર તૈયાર થઈ ગયો. શનિવારની ફલાઈટ લઈને ફિલાડેલ્ફીઆ આવી ચડ્યો. હોંશે હોંશે માયા ઍરપૉર્ટ પર લેવા પહોંચી. Arrival carousel આગળ ઊભી રહી. જતીન્દર મહા મહેનતે, ધીરે ધીરે, ઊંડા ઊંડા શ્વાસ લેતો એક બેગને ઢસડતો કષ્ટવદન બહાર આવ્યો. ‘શિકાગો સે નિકલે થે હમ બિન-મહોબ્બત સનમ કી ખોજ મેં, કમબખત યે છોડી સી બેગ ઉઠાને મેં મેરી કમર તૂટ ગઈ. I have very bad back pain, please hold my hand. એક ઝટકે માયાએ જતીન્દરની બૅગ એક હાથમાં અને જતીન્દરને બીજા હાથમાં એમ ઝકડી લીધા. પાર્કિંગમાં મોટર સુધી લઈ ગઈ, સામાન ટ્રન્કમાં અને જતીન્દરને જમણી સીટમાં નાખી માયા પોતાને ઘરે લઈ ગઈ. પેઈન કિલર, ‘બેન ગે’ અને હૉટ વૉટરબૅગ વગેરે સેવાઓથી જતીન્દરને લાઈન પર લાવી દીધો. પછી માયાએ પાસે બેસી પૂછ્યું કે, ‘ક્યા કુછ અપન દોનું કા કુછ સોચા કિ નહીં. પર્મનન્ટ બારહ તો નહીં બજ ચુકા ?’

‘માયા, મુજે તુમ પસંદ તો આઈ હો, લેકિન હમેં ન્યૂયૉર્કવાલી એક ચંદન કો ભી મિલના હૈ. મેં ઈસ લચકી હુઈ કમર કી સાથ ડ્રાઈવ નહિ કર સકતા ઐસા લગતા હૈ. તો મૈં અભી તો શિકાગો વાપિસ જાઉંગા. પીછે ઠીક હોને કે બાદ ન્યૂયોર્ક કા ચક્કર લગાઉંગા. બાદ મેં ફાઈનલ નક્કી કર સકુંગા. બુરા મત લગાના….’
માયા ખડખડાટ હસી : ‘મુજે ભી ઍટલાન્ટા મેં એક દામોદરન કો મિલના હૈ. પર દેખ, ન્યૂયોર્ક સિર્ફ સો મિલ દૂર હૈ. આઈ વિલ ડ્રાઈવ યૂ ટુ ન્યૂયોર્ક, નો પ્રોબલેમ ! મુજે મેરી ‘Subway’ કી એક બ્રાન્ચ કા કુછ કામ હૈ તો તુ તેરી લડકી કો મિલ લે ઔર મૈં મેરા કામ નિપટાઉંગી. ઉસ કો ફોન કરકે ડાઈરેકશન લે લે ઔર ટાઈમ પક્કા કર દે….’

જતીન્દર જરા અજાયબ થઈ ગયો, માયાની જિંદાદિલી પર…. ડરતાં ડરતાં પેલી ચંદનને ફોન કર્યો. અને નક્કી કરેલા સમયે માયાની મોટી વાનમાં પાછલી સીટમાં તકિયા, ઓશીકા ગોઠવી જતીન્દરને બરોબર ગોઠવી દીધો. ત્રણ ત્રણ સીટ બેલ્ટ લગાડ્યા કે બ્રેક લાગતા જતીન્દર ઢોળાઈ ન જાય ! સીડી ઉપર ગીતો વાગતા હતા… અને માયા ગીતો સાથે તાલ મીલાવતી આનંદમાં હતી. વાન ઉત્તર દિશામાં મારી મૂકી. ડાઈરેક્શન પ્રમાણે ચકાસીને જગ્યા શોધી જતીન્દરને પહોંચાડ્યો. ‘સમજ કે માલ જરા પૂરા દેખ લેના. ઔર કામ ખત્મ હુઆ કિ મુજે યે સેલફોન પર બુલાના. આકે વાપિસ લે જાઉંગી. ઔર દેખ, કમર કે સિબા ઔર કુછ તોડના નહીં….’

ન્યૂયોર્કની ઉમેદવાર સાથે જતીન્દરે બે ત્રણ કલાક ગાળ્યા. જતીન્દરે માયાને ફોન કર્યો, ‘રિટર્ન રાઈડ મિલેગી?’ માયા આવીને લઈ ગઈ. વાન ન્યૂ જર્સી બાજુ મારી મૂકી. માયાએ પૂછ્યું, ‘કૈસી રહી ?’
બોક્સમાંથી હાથમાં આવી તે સીડી લગાડી. અને ‘હમ તુમ, કમરે મેં બંદ હો, ઓર ચાવી ખો જાય.’ માયાએ લૉક બટન દાબી બારણા કર્યા લૉક ! ‘બોલો, હમ કમરે મેં બંદ હો ગયે !’ બન્ને હસી પડ્યા.
‘મેરી તો છોડો. મગર તું દામોદરન કો કભી મિલનેવાલી હૈ વો તો બતા !’
‘બસ, મૈં તો ઘર જા કે હી ફોન કરનેવાલી થી. મગર સોચતી હું કી અગર વો મુજે પસંદ આ ગયા તો તે યે કમબખ્ત જતીન્દર કા ક્યા હોગા ! મુજે તો તૂ પસંદ આ ગયા ફિર આગે ઢૂંઢને કા ક્યા મતલબ હૈ ? મુજે બમ્બઈયા હિન્દી પૂરી આતી હૈ, તામિલ સીખને મેં બરસોં બીત જાયેંગે ?’

જતીન્દરે સીટ લાંબી કરી, પગ લંબાવ્યા. હેડ રેસ્ટ પર માથુયં ઢાળ્યું અને માથે પહેરેલી બેઈઝબૉલ કૅપ જરા ખેંચી આંખો ઢાંકી દીધી. ‘સનમ, તો ફિર વો દામોદરન કી છુટ્ટી કર દે ન !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પવિત્ર બંધન – બિજલ ભટ્ટ
નરસી મે’તા બીજો – ચંદ્રકાન્ત વાગડિયા Next »   

47 પ્રતિભાવો : સનમની શોધમાં – સુચી વ્યાસ

 1. Manan says:

  Excellent!!!

 2. JITENDRA TANNA says:

  A VERY GOOD STORY.

 3. Vaishali Patel says:

  too good. Such things should be encouraged in our society. I liked Maya’s “Zindadili”

 4. Paresh says:

  કંઈ જામ્યું નહી, So So…

 5. Sujata says:

  મસ્ત વાર્તા !!!

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story.

 7. Oh HO!!! says:

  Mrugeshbhai,
  You said its third prized story?
  Although Effforts are good, but you know……???

 8. Dhaval B. Shah says:

  Nice story. Completely different than the routine ones…

 9. Very Very good story

 10. કેયુર says:

  ખુબ સરસ વાર્તા. ખરેખર સારો પ્રયત્ન છે.
  Please keep on writing…

 11. Bhavin Kotecha says:

  something diffent… zara hatke! good but …. well nice to read…

 12. કલ્પેશ says:

  સારો પ્રયત્ન. ધવલ કહે છે એ પ્રમાણે – “કંઇક જુદુ”.

 13. urmila says:

  better late than never – Maya is beautiful character – independent and honest soul

 14. Bhavna Shukla says:

  I am not able to judge this language. I really do not understan i feel good or bad.

 15. Bhavna Shukla says:

  koipan varta ne aantar-rashtriy falak par kram aapavo hoy to vachako na pratibhavo ane varta ni lakhan shaily – bhasha, katha vastu, sharuaat, aant, natakiy tatva, urmee o vishe ni sabhanta, bhougolik background….kai vastu ne dhyan ma rakhine number apay chhe te vicharavu pade. Darek samaye darek varta sreshth nathi hoti. Samayni mang pramane lakhatu hoy chhe. koi athavadik sreshth hoy, koi masic sreshth hoy, koi varshik ane kou daska ni sreshth hoy chhhe. Koika j kruti sarv sreshth hoy chhe jene samay na bandha nathi nadata. Suchibahen personal comment nathi. Maf karsho varta vastu sari chhe pan mane bahu bhasha ke lakhan na pasand padya. Te mate kshama karsho.

 16. Keyur Patel says:

  જીન્દગી ઝીંદાદિલીકા નામ હૈ…..

 17. Bharat Dalal says:

  Real American influence of doing best for oneself.Congrats to Maya for it.

 18. pragnaju says:

  વાર્તાની કથાવસ્તુ, ભાવ, અભિવ્યક્તિ અને સંવાદોના આધારે અગ્રસ્થાનની યોગ્યતા ધરાવતી આ વાર્તા ચીલાચાલુ રજુઆત કરતા કાંઈક નવીન રીતે રજુઆત કરે છે.
  તેમા નથી ગઈ સદીની હરિજનો પ્રત્યે અન્યાયની લાગણી વ્યક્ત કરી નીર્ણાયકોની દયા યાચવાનો પ્રયાસ કે ગરીબોની ચૂસણ નીતિ સામે કાયમની ફરીયાદ!
  ‘બાકીના ઉમેદવારોમાંથી માયાની ઝીણી નજરમાં કમ્પ્યુટર પર જવાબ લખતો એક ‘અભી તો મૈં જવાન હૂં’ એવો લાગતો, રણકતો જતીન્દર ખત્રી મળી ગયો. ફોન પર વાતો કરતાં તેનું સહજ અટ્ટહાસ્ય, વિનોદ વૃત્તિ માયાને પ્રભાવિત કરી ગઈ. પોતાની કારકિર્દીનો ઝળહળતો ઈતિહાસ નિખાલસતાથી રજૂ – રજૂ નહીં પેશ કર્યો. ચૅટરૂમ પર વાતો કરતાં માયાની ટાઈપિન્ગ સ્પીડથી પેલા પંજાબીને હાંફ ચડી ગઈ. એણે ઉમળકાથી માયાને શિકાગો આવવા આમંત્રણ આપ્યું.”
  આવા પાત્રો સામ્પ્રત વાતવિકતા બતાવે છે.
  ‘બસ, મૈં તો ઘર જા કે હી ફોન કરનેવાલી થી. મગર સોચતી હું કી અગર વો મુજે પસંદ આ ગયા તો તે યે કમબખ્ત જતીન્દર કા ક્યા હોગા ! મુજે તો તૂ પસંદ આ ગયા ફિર આગે ઢૂંઢને કા ક્યા મતલબ હૈ ? મુજે બમ્બઈયા હિન્દી પૂરી આતી હૈ, તામિલ સીખને મેં બરસોં બીત જાયેંગે ?’-
  આવા વિચારો કરતી છોકરી સમાજના કાર્યક્રમમાં દેખાશે!મી યોગી ટીવી સીરીયલ (ક્લીમ્બન વીલ્સન વુડ -નામ ચોક્કસ યાદ નથી-પર આધારિત)જેવી કથા વસ્તુ લાગે છે…
  ‘સનમની શોધમાં’ – સરસવાર્તા માટે સુચીને અભિનંદન

 19. સરસ વાર્તા ! અભિનઁદન !

 20. sangita dattani leicester says:

  પેટ પક્ડીનૅ હસવાની મ જા આવી

 21. preeti hitesh tailor says:

  fine!!!!
  congrates Suchi for such a nice attitude showing in your story!!
  I like the theme a lot!! its totally different….

 22. chirag says:

  બોર ના કરો . I feel that the heart of the story is good but they way of presentation is really bad . not at all up to the mark..

 23. Natver Mehta (Lake Hopatcong, NJ, USA says:

  સારો પ્રયત્ન છે, બાકી ઈનામને લાયક તો નથી જ!

 24. Ramesh Shah says:

  વાર્તા વાંચીને નિરાશા થઈ.નિર્ણાયકો નો નિર્ણયઆખરી અને બંધન કર્તા છે એ કબુલ, પણ તેમના મંતવ્ય બદલ સહજ દુઃખ થયુ અને ૪૬-૪૬ વાર્તાઓ માંથી આ વાર્તા ને જો ઇનામ લાયક ઘોષિત કરવામાં આવી તો સ્પર્ધા નું સ્તર કેવું?એક સ્પર્ધક તરીકે મારી વાર્તા રસ ધરાવતા તમામ ને વંચાવવા માંગુ છુ-ફકત નિષ્પક્ષ કોમેન્ટ્સ માટે જ.રસ હોય તો મને આપનું ઈ-મેઈલ મોકલશો? shah_ramesh2003@yahoo.com.વિખવાદ ઊભો કરવાનો આશય જરા પણ નથી.ક્ષમા.

 25. krunal choksi, USA says:

  its an excellent theme…… it shows tht JEENA JHINDADILI KA NAAM HE…… i liked the theme and it makes us realize hw alone our parents become after we all r busy in our life….. it says us tht we need to take care of our parents……. nice story…..

 26. Ankita says:

  બહુ જામિ નહિ વાર્તા. અને ઇનામ ને લાયક તો સહેજ પન ના લાગિ.

 27. આ વાર્તામાં ખાસ દમ નથી. જો આ ત્રીજા નંબરે હોય તો જે વાર્તાઓનો નંબર લાગ્યો નથી એનું સ્તર કેવું હશે?

 28. Gaurav says:

  MAYA –
  GOOD Character.
  But only good characted makes good story ? And even 3rd Ranker / wining Story ?
  વાર્તા ના રીઝલટ્ માં
  ૧ ભારત બહ્રાર ની એક વિજેતા હોવી જોઇએ એવો કદાચ આગ્રહ રાખવા મા આવયો હશે.
  Anyways,
  waiting for the second and first winner ?
  how would it be ? we’ ll see.
  varta mate varta tatva jevu kai hoy ?

 29. મજા પડી…

  કદાચ આ વાર્તાની પસંદગી-નાપસંદગીનું કારણ વાચકની પોતાની વિચારસરણી છે… એવું મને લાગે છે…

  મને વાત ઘણી ગમી…
  સુચીબેનને ખુબ ખુબ અભિનંદન…

 30. dharmesh Trivedi says:

  ત્રિજુ ઇનામ ???

 31. dharmesh Trivedi says:

  જો શક્ય હોય તો પ્રોતસાહન તરિકે પણ તમામ સ્પર્ધા નિ વાર્તાઓ ને આ મન્ચ ઉપર વાચન્કો ના રસ ખાતર પણ મુકવિ જ જોઇએ….

 32. nilamhdoshi says:

  અભિનદન સુચિબહેન..
  સરસ વાર્તા

 33. Jatin says:

  Good one.

 34. Effexor. says:

  Effexor xr….

  Effexor xr 37.5. Can u feel effexor xr work aftera few days….

 35. Priyank Soni says:

  સારો પ્રયત્ન કર્યો છે, પણ ત્રીજુ ઈનામ ?
  Not upto mark. But ya, its different one.

 36. thik che…end m akai maja na aavi achanak j kaik stop thai gayu hoy em lagyu..saruvaat na patr ama ketalo bhaar mukelo e last ma kyay nathi…end j nathi emm che

 37. Pinki says:

  વિષયવસ્તુ સરસ…. !!

  navoditone avakarava j aavi spardhaonu
  aayojan karvama aave chhe
  guideline aapi temne protsahan aapvu
  vadhu yogya chhe…..

  gunthani haju vadhu aakarshak hoi
  to vachakone vadhu ras padi sake

 38. s.r.parmar says:

  વિશય સારો ૬..માવજત થોડિ ઓ૬ઇ પડિ ૬…પ્રસન્ગ લખ્યો હોઇ તેવુ લાગે…વાર્તા બનાવનારા તત્વો ઓ ૬ આ પડે ૬…કલાત્મકતા કાચિ પડે ૬..પણ ડોન્ટ માઇન્ડ …થિક ૬ … ખુશ થવા જેવુ નથિ તો આઘાત જેવુ પન નથિ…

 39. Rajesh Pandya says:

  NOT BAD “KHALI” TIME PASS. SUCHI ABHINANDAN FOR PRISE.

 40. vipul says:

  Tamro ઢોળાઈ javano shabd pryog mane mari girl frd ni yad karavi gayo. She always use this world when she wants to teel me about fall down.

  thanks.
  vipul

 41. yogesh.a.bhatt says:

  ખુબજ સારિ રચના અને વિસય્,પાત્ર,પસનદગિ.
  આવુ લખતા રહો. અભિનદન્
  યોગેશ્.

 42. jayant shah says:

  વ્હલા અને મન્નિય,
  પ્રથમ તો સુન્દેર શૈલિ લેખ.પર્દેશ્મ રહેનર્ને હૈયે વસે તેવિ વાત્. સરલ વાનિ.
  પ્રથામ પ્રયત્ને ભાશાનિ ભુલ સ્વિકારિ , અભિનન્દન્. અખન્દ આનન્દ્નિ યાદ આપિ.

 43. girish says:

  try again & again

 44. Kuldipsinh Jadeja says:

  Khotu na lagad ta pan sedhe bhasama vat kahu to
  bakvas story che
  mane je lagyu te kahu che

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.