ટપક્યું – શરીફા વીજળીવાળા

એક હતો કોળી ને એક હતો વાણિયો, બેય પાકા ભાયબંધ. કોળી રોજ્ય રાત્ય પડે ને વાણિયાની દુકાને બેહવા જાય…. વાણિયો રોજ્ય મનમાં વિશારે કે માળો હાળો આ કાયમ પંદર દા’ડા બેહવા આવે પણ પંદર દા’ડા ક્યાં જાતો હશે ? એક દિ’ વાણિયાએ પૂશી જ લીધું તો કોળી ક્યે કે હું પંદર દિ’ કામે જાઉં સું. વાણિયો ક્યે કે એલા ભાય હું રાત્ય દિ’ વેપાર કરું સું… ઉઘરાણીએ જાવા ટાંટિયા તોડું સું ને તોય કો’દિ’યે બે પાંદડે નથી થ્યો…. તે તું એવું તે હું કામ કરે કે આમ પંદર દા’ડા બેઠો બેઠો તનકારા કરે ? તું કામે જાય ક્યાં ? કોળી ક્યે, ‘એનું કાંય નક્કી નંય…. જ્યાં કામ મળે ન્યાં હું તો જાવ…. બોલ્ય તારે આવવું સે…. તો થઈ જાજ્યે તૈયાર…. અંધારિયામાં જાશું…. હું અજવાળિયામાં કોય દિ’ કામ નથી કરતો… માતાજીની આડી સે…. ને જોજ્યે હો માટી… ભડ થાજ્યે મારી હાર્યે આવવું હોય તો….’ ભાય વાણિયાની જાત્ય બીકણી ભાર્યે પણ પાશી લાલચુડીય એવી જ હોય… ઈ તો થઈ ગ્યો તૈયાર… કોળી ક્યે, ‘એલા આઘાય જાવું પડે… કંઈ પાસા આવીયીં ઈ કાંય કેવાય નંઈ એટલે ભેળું ભાતું બાંધી લેજ્યે….’

હવે ભાય ઈ તો જેવું અંધારિયું આવ્યું કે કોળીને વાણિયો ભાતાં બાંધીને હાલી નીકળ્યા. વાણિયે તો ડબરામાં મજાની હુખડી ને પૂરિયું ને શીરો ને એવું લીધું’તું. કોળીભાયે ખંભે પશેડીમાં બે બાજરાના બઢા (મોટી તાંબડી જેવડો રોટલો) ડુંગડીનો એક દડો ને મરસાનું પીંડિયું (લસણ, મીઠું ને લાલ મરચું ખાંડીને બનાવેલો ચટણીનો લોંદો) ગામ મેલીને આઘેરાક હાલ્યા ન્યાં શ્યાળવાં બોલ્યાં હુ હુ ઉ….હુક હુક… હવે ભાય ગામ વસાળ ઘર ને રાત્ય પડ્યે ઘરબારો કેદિ’યે પગ મેલ્યો હોય તો ખબર્ય પડે ને કે આ શ્યાળવાં બોલે સે….. વાણિયો તો બીતાં બીતાં કોળીને પૂસે : ‘એલા કોળી ભાય. આ હું બોલે સે ?’
‘લે એટલીય નથી ખબર્ય ? ઈ તારા બાપા શિયાળવાં સે…’
‘તે હેં કોળીભાય ઈ હું ક્યે સે ?’
‘એલા, ઈય મારે કેવાનું ? ઈ કયે સે કે ભાતાં બડલો, ભાતાં બડલો….’ વાણિયો તો ભાય મૂંગો મૂંગો મંડ્યો હાલવા…. ન્યાં શ્યાળવાં પાસાં બોલ્યાં… હુઉ હુઉ… હકુ હકુ….’
‘એલા કોળીભાય આ પાસાં કાં બોલે ?’
‘મેં તને કીધું તો ખરું કે ઈ ભાતાં બડલો, ભાતાં બડલો એમ ક્યે સે…’ વાણિયાને થ્યું… મરવા દે જીવ… ઘોળ્યું જાય ભાતું…. જો આ બોલતાં બંધ થાતાં હોય તો… એણ્યે તો ભાય જીવ નો’તો હાલતો તોય દય દીધો ડબરો….

ન્યાં એક નદી આવી બેય જણા ખાવા બેઠા. કોળી તો ડબરો ઉઘાડતોક લસલસ કરતો ગળસી ગ્યો… જનમ ધરીને કોય દિ’ એણ્યે આવું ખાવાનું ભાળ્યું નો’તું… એમ તો વાણિયાયેય જનમ ધરીને પેલી વાર જ આવો દાતયડા જેવો રોટલો મોઢામાં મેલ્યો’તો…. એને તો ભાય બટકું જે ગળે ઠંહકાણું તે કોળીએ વાંહામાં ધુંબો માર્યો તંયે ગળા હેઠ્યે ગ્યું…. વાણિયાએ તો પગ્યે લાગીને રોટલો ન્યાં જ દાટી દીધો ને પાણી પીય લીધું… પાસા બેય મંડ્યા હાલવા….

વાણિયાભાયના ટાંટિયા કંયુના એકીબેકી રમતા’તા પણ ક્યે કોને ? હાલતા હાલતા એક ગામને પાદર પૂગ્યા…. ઠીકાઠીકની મેઘલી મળી’તી… ટહ ટહ વરસાદ વરહતો’તો. પાદરમાં જ એક ડોશીનો કૂબો ને પાંહે જ બે જણાની બથમાં નો માય એવો વડલો… કોળીએ વાણિયાને કીધું : ‘સડી જા ઉપર્ય… ઘડીક વરહી ધરાય પશી ગામમાં જાંઈ…’ હવે ભાય ડોશીના કૂબાની બારો ક્યુંનો એક શિંહ વાટ જોઈને ઊભો’તો. બઉ ભૂખ્યો થ્યો’તો તે ડોશી બારી નીકળે એની વાટમાં હતો…. જરાક વાર થાય ને માલીપાથી નિહાહો નાખતી ડોશી કકળે : ‘શિંહ ભલો, વાઘ ભલો, તરવાર્ય ભલી, બંધૂક ભલી, એક આ ટપક્યું ભૂંડું…’ શિંહ ઘડીએ ઘડીએ આનું આ હાંભળી વિશારમાં પડ્યો, માળું આ બંધૂક-તરવાર્ય ને વાઘ-શિંહને આંટી મારી જાય એવું ટપક્યું હશે કેવું ? હવે એમાં કાળી મેઘલી રાત્યમાં કોળીભાયને આંખ્યું તાણીને જોવે તોય કાંય કળાતું નો’તું. એણ્યે કૂબાની બારું કાંક્ય જનાવર જોયું… મનમાં થ્યું ભેંશ પાડી કાંક્ય લાગે સે… લાવ્યને લઈ જાવ… જી બે-પાંચ રૂપિયા આવ્યા ઈ…. એણ્યે તો વાણિયાને કીધું, ‘એલા માર્યજે ઠેકડો’…. ને ભાય બેય જણા ભડુહ દેતાકને પડ્યા શિંહની માથે.. શિંહ તો જે ભડક્યો તે જાય ઊભી પૂસડિયે ભાગ્યો…. ‘મારી નાખ્યા…. માળે ટપક્યે ઝાલ્યો મને…’ કોળીના હાથમાં જેવી કેહવાળી આવી ઈ ભેળો ઈ હમજી ગ્યો… ઓલ્યો શિંહ મનમાં માનતા માને… ‘હે માં જો આજ આ ટપક્યાના હાથમાંથી સોડાવીશ તો નાત્ય જમાડીશ…’ કોળી ભાય વાણિયાના કાનમાં હળવેક દેતા ક્યે ‘એલા જરાક હામું ભાળ્યજે, ઓલ્યો વડલો આવે ઈ ભેળી વડવાયું પકડી લેજ્યે કચકચાવીને…. આ ડોહો શિંહ સે… ફાડી ખાહે…’ વાણિયાને ભાય ઘણુંય પોતિયું પલળી ગ્યું પણ કરે હું ? મનમાં પંડ્યને ગાળ્યું દેતો જાય, ‘આવાની ભેળો નીહર્યો અટલે….’ જેવો વડલો પાંહે આવ્યો કે સપ દેતાંકને બેય જણાએ વડવાયું જાલી લીધી….. શિંહ તો ‘હાશ સૂટ્યા…’ કરતોક લદડપદડ જાય ભાગ્યો….

શિંહને શિયાળ મળ્યું રસ્તામાં…. ‘કાં શિંહભાઈ, આમ હાફળાં ફાંફળા કેણી કોર્ય ?’
શિંહ કહે : ‘તું વાત પૂશ્યમાં… ન્યાં ઓલ્યા વડલા ઉપર્ય ટપક્યું સે….. આજ તો માંડ મેલ્યો….’
શિયાળ કયે, ‘હવે રાખો રાખો. ન્યાં ક્યાં ટપક્યું સે ? હજી તો હું હાલ્યો આવું સું ન્યાંથી…’
શિંહ કહે : ‘તો તું જા, હું આંયકાણે ઊભો સું…’ શિયાળને આઘેથી આવતું ભાળી કોળીએ એક ડાળ્ય કાપીને હાથમાં તૈયાર રાખી. શિયાળભાયે તો ઘડીક આંટા માર્યા, હિંચકા ખાધા ને જરાક પોરો ખાવા બેઠું ન્યાં કોળીએ ફેરવીને બડો (લાકડી) માર્યો કે જડબું ભાંગી નાખ્યું…. શિયાળ તો ભાય ભાથામાંથી તીર વસૂટે એમ ભાગ્યું હો…. શિંહ ક્યે, ‘કાં મળ્યું ને ટપક્યું ?’ શિયાળ તો મોઢે હાથ દેતુંક લોહીઝાણ મોઢે માંડ માંડ બોલતું’તું તોય ઘૂરકીને ક્યે : ‘ન્યાં ક્યાં ટપક્યું સે ? તારી ડોહી જડબાતોડ્ય સે ન્યાં તો…’

હજી ઈ બેય બાધતા’તા ન્યાં વાંદર્યો આવ્યો. ‘એલા કાં બાધો ?’
વાંદર્યાને વાત કરતાંય બેય આખડી પડ્યા. વાંદર્યો કયે : ‘ઉભારયો ઉભારયો… બાધો નંય. હજી હમણેં તો હું ન્યાં ટેટા ખાતો’તો… મને તો કાંય નો દેખાણું.’ ઓલ્યા બેય બાધતા બંધ થયને ક્યે કે ‘જા તુંય કરીયાવ્ય અખતરો….’ તે ભાય વાંદર્યો તો હાલ્યો… ઈ તો વડલાની એક ડાળ્યથી બીજી ડાળ્યે મંડ્યો ઠેકડા મારવા. કોળિયે વાણિયાને કઈ રાખ્યું, ‘જોજ્યે એલા પૂસડું હાથમાં આવે ને તો મેલતો નંય… પકડી રાખ્યજે કસકાવીને…’ ઈ તો ભાય જેવું પૂસડું હાથમાં આવ્યું કે બેય વળગી પડ્યા, ‘વાંદર્યો ભાર્યે બળ કરે… બળ કરતો જાય ને બોલતો જાય…. ‘શિંહભાઈ આવું ? શિયાળભાઈ આવું ઉંઉંઉં…?’ ને એણ્યે જે બળ કર્યું ને તે પૂસડું કંદામાંથી ઊખડી ગ્યું. ઈ તો ઠેકડો મારતોકને ઓલ્યા બેય પાંહે ગ્યો… જયને મંડ્યો બાધવા… ‘ન્યાં ક્યાં ટપક્યું કે જડબાતોડ સે ? તમારું ડોહું પૂસડતોડ્ય સે ન્યાં કાણે…’

શિંહે તો ભાય તરતને તરત નાત્ય બોલાવી… હાંહલા ને કૂકડા ને હ્યણકા ને… બધું ભેળું કર્યું નાત્યને જમાડવા…. વાઘ-શિંહ, વરું આવ્યાં… પશી આવ્યા હાથી… હવે એમાં એક હાથીના ગળામાં હવામણ હોનાનો ટોકરો બાંધેલો તે વાંહે વાંહે હાલ્યો આવે. ટોકરો નડે એટલે હલાય નંય. બધા બેઠા ખાવા. ને માથે બેઠેલા વાણિયાને આવી નીંદર…. કોળી બોવ ખિજાણો તોય વાણિયો ક્યે કે હવે નંય રેવાય… હું બાપજનમારે કેદિ’એ આટલી બધી વાર હાલ્યો નથી, ભૂખ્યો નથી રયો… કંટાળીને કોળિયે પન્યાના (માને બાંધવા કે ખંભે નાખવાનું પાતળું ધોળું કાપડ.) ચાર શેડા ડાળીએ બાંધી દીધા તે વાણિયો તો ભાય માંડ્યો નસકોરાં ઢહડવાં…

હવે એમાં કોળીના જીવને ટીખલો કરવાનું મન થ્યું કે કોણ જાણે પણ એણ્યે એક પશી એક પન્યાના શેડા સોડી નાંખ્યા. વાણિયો તો ભાય ભર નીંદરમાં પડ્યો ભફ દેતોકને… ઈ પડ્યો ઈ ભેળાં જનાવર જીવ લયને ભાગ્યાં… એમાં કોળિએ રાડ્ય નાંખી… ‘એલા પકડજે ઓલ્યા તારા બાપ ટોકરાવાળાને… આમેય ઈ હાથી ઘોડી નો’તો હકતો….’ વાણિયાનેય થ્યું કે આમેય મર્યાને ઓમેય મર્યા… એણ્યે તો પકડ્યો કચકાવીને… કોળીએ માર્યો બડીકો તે ટકોરો પડી ગ્યો ને હાથી ભાગી ગ્યો… કોળીયે તો ટોકરો લયને માર્યો એક પાણો… કર્યા કટકા….ને પશી વાલ જેવડી કટકી વાણિયાને દીધી… બાકીનું બધુંય પન્યામાં બાંધ્યું… વાણિયાને ક્યે કે ‘હાલ્ય ત્યારે પાસા… કમાય લીધું આપડે. આ ફેરા તો બે મયના નંય કમાયી તોય તનકારા થાશે…’ વાણિયો તો ભાય ખોય જેવું મોઢું કરીને જોતો રઈ ગ્યો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નરસી મે’તા બીજો – ચંદ્રકાન્ત વાગડિયા
આપણા લગ્નોત્સવો – ચંદ્રકાન્ત શેઠ Next »   

16 પ્રતિભાવો : ટપક્યું – શરીફા વીજળીવાળા

 1. જોરદાર… તળપદી ભાષાની કેટલી અલગ છટા છે… બાળવાર્તા તો ખરી પણ સાથે ભાષાના ચમત્કારને કારણે માણવા યોગ્ય રચના…

 2. pragnaju says:

  તળપદી ભાષાની … બાળવાર્તા
  આ બાળ વાર્તામાં નીચે પ્રમાણે પાંચ ચિત્રો ઉમેરીએ તો ચાર ચાંદ લાગી જાય! માણવાની ઔર મઝા પડે…
  ૧-એક હતો કોળી ને એક હતો વાણિયો
  ૨-એક શિંહ વાટ જોઈને ઊભો’ત
  ૩ શિયાળ કયે, ‘હવે રાખો રાખો. ન્યાં ક્યાં ટપક્યું સે ?
  ૪ ાત્યને જમાડવા…. વાઘ-શિંહ, વરું આવ્યાં… પશી આવ્યા હાથી..
  ૫ વાણિયો તો ભાય ખોય જેવું મોઢું કરીને જોતો રઈ ગ્યો…
  શરીફા વીજળીવાળાનું, હવામણ હોનાનો ટોકરા જેવું ‘ટપક્યું’ –તો મજાની હુખડી ને પૂરિયું ને શીરો , બે બાજરાના બઢા (મોટી તાંબડી જેવડો રોટલો) ડુંગડીનો એક દડો ને મરસાનું પીંડિયું (લસણ, મીઠું ને લાલ મરચું ખાંડીને બનાવેલો ચટણીનો લોંદો)’-નો સ્વાદ લાવી ગયું
  વાંચી મ્હોંમાં પાણી આવ્યા.
  મઝા આવી

 3. Bhavna Shukla says:

  JUST “SARAS” !!!!!!!
  Kathiyavadya ma kok di… bhuloy padze bhagvan…
  pashye thaje maro meman…
  ke tane sharagey bhulavu jo ni (s)hamala…..

 4. Ashish Dave says:

  Very sweet use of the dialect.

  Ashish Dave
  Sunnyvale, California

 5. ભાય ભાય ! મજો આવી ગ્યો !
  હાઁક્યે રાખો બાપલા..
  દીધે રાખો બાપલા !!!!!!!!!!!!

 6. Ramesh Shah says:

  તળપદી ભાષા ની મીઠાસ માણવાની મજા તે આનું નામ

 7. સરસ મજા આવિ ગૈઇ

 8. AARTI SHARMA says:

  very good, i like it, good work

  Best Of Luck!

 9. aarsh vasavada says:

  બહુ મોજ આવઈ ગયઈ.

  જય માતાજેી

 10. મં ને મ્જા આવિ

 11. mayuri says:

  મં ને મ્જા આવિ

 12. Parikshit S. Bhatt says:

  જામી ગઈ બાપુ!!! હસીહસી ને બઠ્ઠો પડી ગ્યો…. આને “બાળ-હાસ્ય વાર્તા” કહેવાય… આ વિજળીવાળાબેન… અમારા “ભાવનગર” નુ પાણી…ભાય ભાય…. કે’વુ પડે….

 13. kailasgiri varal says:

  મઝા આવી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.